ક્ષત્રિય वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્ષત્રિય

ક્ષત્રિય રાજપૂત અને રજપૂતાણી :

ઊંચી ઊંચી દીવાલ અને અતિ સંરક્ષિત મહેલોમાં રાજપૂતો પોતાની રૈયત માટે ધન,ઔષધિ,વસ્ત્રો,હથિયાર,તાલીમ પામેલા નવલોહીયા,યોદ્ધાઓ,ઘોડા,હાથી,કારીગરો,યુદ્ધનો સામાન,વૈદ,હકીમ અને અનાજ,પાણી,ઘાસચારો વગેરે આ મહેલોની અભેદ દીવાલ અંદર સતત બાજનજર રહેતી.અને એની અંદર આ જણસ સચવયેલી રહેતી.
હાલની પ્રજા-પ્રવાસી એ મહેલ જોવા જાય છે ત્યારે ખોટી કોમેન્ટ કરે છે કે રાજપૂતો શરાબ,સુરા,સુંદરીઓના શોખ પોષવાજ આવા અભેદ દીવાલો,કિલ્લા બનાવેલ છે પરંતુ આ વાત અસત્ય છે.
દરેક પળે કઈ બાજુથી દુશ્મનો ત્રાટકે તે નક્કી ન્હોતું થતું એટલે રાજા તેમના મંત્રી સચિવો અને રક્ષકો સદાય જાગતા રહેતા કેમકે પોતાની રૈયત સુખ ચેનથીશિક્ષણ,હુન્નર,ખેતર,પશુપાલન,ધંધા,વેપાર,મજૂરી કરી શકે.
અત્યારે જયારે એક નેતાની જાહેર ટીખળથી ગુજરાત અને દેશ દુનિયામાં રાજપૂત/ક્ષત્રિયોને જે ઘા વાગ્યો છે તે નો મરહમ શોધવો મુશ્કેલ છે.
લાસ્ટ પાચ હજાર વર્ષથી આઝાદી મળી ત્યાં સુધી વીર યોદ્ધાજ શહીદ થયા છે.તે ઇતિહાસ વાંચવાની જરૂર છે.નમાલા અભણ નેતાઓ જ્યાં ત્યાં ભાષણમાં બકવાસ કરે ત્યારે દરેક ક્ષત્રિયને દુઃખ લાગે એ સ્વાભાવિક છે.
અહીં કોંગ્રેસ ભાજપની વાત નથી,ક્ષત્રિય બહેન દીકરીઓના બલિદાનની યશગાથા ગાવાની જગ્યાએ આવી ટીખળથી આજના દરેક વ્યક્તિને બોધ લેવા જેવો છે.આપણે ઘણે ઠેકાણે આપણા ગામડામાં પથ્થરના પાળિયા જોયા છે.ખાસ ઉત્તર ગુજરાત,કચ્છ,સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવા શહીદ વીર પુરુષો પોતાની પ્યારી પરણેતર,નાનાં બાળકો,માં બાપને છોડી યુદ્ધ માં ખપી ગયા છે.તે બધાંજ ક્ષત્રિય હતા.તેમની ખાંભી ઉપર આજે પણ તેની શહીદ તિથિ એ તેલ સિંદૂર,ધૂપ,દીવો થાય છે.મારે ગામ પણ આવા ૩૦ થી વધુ અલગ અલગ જગ્યાએ ખાંભી (પાળિયા )ઉભા છે.કોઈએ તત્કાલિન અંદર દેવનાગરી લિપિમાં કે બોડા અક્ષરોમાં કોતરણી કરી છે.અને યોગ્ય જગ્યાએ ખંડેર અવસ્થામાં જોવા મળે છે.આવી ખાંભી ઉપર આપણે કુહાડો,ધારિયું,છરી,ચપ્પા ઘસીયે છીએ અને આપણી બુદ્ધિનું પ્રદર્શન કરીએ છીએ.કાં તો પથ્થર કે ધારદાર હથિયાર વડે તેને તોડી પાડીએ અથવા ખંડેર કરીએ છીએ.પણ એની પાછળ ઇતિહાસની અમર કથા ક્યારેય સાંભળી નથી.આવા ક્ષત્રિયોએ આ દેશની સમયે સમયે શીલ રક્ષા અને ગાય માલ મત્તા નું રક્ષણ કરેલું છે.
આઝાદીમાં કેટ કેટલા લોકોએ બલિદાન આપેલાં છે તે યાદ કરો.આપણને તો કોઈ ગાળ પણ સહન નથી થતી,આ વીર પુરુષો ઉંહકારો કર્યાં સિવાય આપણી,આપણી સઁસ્કૃત્તિની રક્ષા કરી જે તે જગ્યાએ શાંત બની પાળિયા સ્વરૂપે ઉભા છે.આવા આપણા દેશમાં અનેક જગ્યાએ પાળિયા યશગાથા અડીખમ ઉભા છે.આપણને આ શહીદ વીરોની ક્યાં પડી છે? છાસવારે પાણી પુરી,ચા ની ચુસ્કી લેતાં આપણને ઇતિહાસ સાચો નહીં સમજાય.કોણ જોનાર છે આવી ઘટનાઓ!!!
યુદ્ધમાં એકનો એક દીકરો હોય તો પણ બ્યુગલ વાગે એટલે ફરજીયાત જવું જ પડે.
"કોર્ટનું તેડું સારું પરંતુ જુના રાજ નું તેડું ના સારું"
એવી જૂની કહેવતો દાદાઓ પાસે આપણે બધાએ સાંભળી છે.
ઘરમાં પરણવાના લાયક કુંવર કુંવારીકાઓ ના જવાન દીકરીના અંગમાં પીઠી ચડી ન ચડી હોય તેવા સમયે બહારના અક્ર્મણમા આપણા યોદ્ધા શહીદ થાય ત્યારે પરણનાર કન્યા બીજે ઘર માંડવા જતી ન્હોતી,તે તો આજીવન કુંવારી રહેતી અથવા તેને કેડમાં કટારી લઇ યુદ્ધમાં કૂદી પડવું,વિજય મેળવવો એ લક્ષ હતું.જયારે તેને પરણવા આવનાર શહીદ થાય ત્યારે તેને એ કન્યાને અક્ર્મણકારી અપહરણ ન કરી જાય એટલે તે શહીદની અગ્નિની ભઠ્ઠીમાં તે પણ શહીદ થતી.આ આજની પેઢીને જ્ઞાત નથી.
હવે આવી શૌર્ય ગાથા ભણાવવામાં ક્યાં આવે છે? અને આજની પેઢી સરકારી નોકરી મેળવવા પરીક્ષા લક્ષી સાહિત્ય વાચન કરી યુવાધન પાંગળું થતું જાય છે.એમને ઇતિહાસમાં બનેલી અને કોઈ કાળે ના વિસરાય તેવી ઘટનાઓ જુના કવિ,લેખકોના પુસ્તકોમાં પડેલી છે.જેના હવે મથી મથી ક્યાંક જ જોવા મળે છે.ઝૂઝ વાચકો રહ્યા છે.
- વાત્ત્સલ્ય