Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 24

દર બે મિનિટએ પ્રકૃતિ ઘડિયાળમાં જોતી અને પછી દરવાજા સામે જોતી..પણ અફસોસ..! પ્રારબ્ધનો અણસાર પણ નહોતો થતો. બારીના કાચમાં જોતા જણાતું હતું કે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો.તેવા માં જ મોબાઈલની રિંગ વાગી...

"હેલો.."

"હા ભાભી.."

"હા બોલો ભાઈ..પ્રારબ્ધ ફોન નથી કરતો...તેનો કોઈ મેસેજ પણ નથી... રાત્રે 10 વાગ્યા સુધીમાં તો આવવાનું કહેતો હતો તે..2 વાગવા આવ્યા..ક્યાં પહોંચ્યા તમે લોકો..?" એકીટશે પ્રકૃતિએ પ્રશ્નોનો વરસાદ કર્યો.

" ભાભી..અમારી ગાડીનું એક્સિડન્ટ..."

" શું કીધું..? એક્સિડન્ટ...? કોઈ ને કંઈ થયું તો નથી ને..?"

" ભાભી .. પ્રારબ્ધ..!"

" શું થયું મારા પ્રારબ્ધ ને...તમે સરખું બોલતા કેમ નથી..?..સાચું કહો ને...શું પ્રારબ્ધ..?"

" ભાભી બહુ મોટો અકસ્માત થયો છે બધા ગંભીર રીતે ઘાયલ થયા છે અને બેના તો.."

" બે ના તો...શું...? પ્રારબ્ધને વધુ વાગ્યું નથી ને..? ભાઈ...એને ફોન આપી મારી વાત કરવો ને...પ્લીઝ.." રોતા રોતા વ્યાકુળતાથી પ્રકૃતિ બોલી.

" ભાભી..! પ્રારબ્ધ નથી રહ્યો...!" હિંમત કરી આખરે તે મિત્ર એ કહી દીધું.

" શું કીધું..? એવી ગાંડા જેવી વાત નાં કરો..જુઓ બરાબર... તેને કંઈ જ નથી થયું...મારુ મન નથી માનતું..! મારા પ્રારબ્ધને કઇ જ નહીં થાય...શાના આધારે તમે આવું બોલો છો..?" મક્કમતાથી પ્રકૃતિએ કહ્યું. પ્રકૃતિ અંદરથી જરૂર ડરી ગઈ હતી પણ તેનું દિલ કહેતું હતું કે પ્રારબ્ધ સલામત છે.. તેને કંઈ જ નથી થયું.

" ભાભી..અમે બધાં મળીને સાત જણા આવ્યા હતા. તેમાંથી પાંચ હોસ્પિટલમાં સાથે છીએ. બે ના અવસાન.."

" પણ જરૂરી નથી કે અવસાન થયેલામાં પ્રારબ્ધ હોય જ..ભાઈ પ્લીઝ તમે સરખી તપાસ કરવો ને..! મારુ મન કહે છે કે પ્રારબ્ધને કઈ નથી થયું તે સલામત છે.."

" મેં તે બંને ઓળખવા નો પ્રયત્ન કરેલો પણ કોઈને ઓળખી શકાય તેમ નથી.. તમે જ કહો હું કેવી રીતે ...?"

" પ્રારબ્ધના હાથમાં 'પ્રાતિ' લખેલું ચાંદીનું બ્રેસલેટ હશે. તમે તે જોઈને ઓળખો.. પછી મને જલ્દીથી કોલ કરો..."

પ્રકૃતિ મનથી ભાગી ગઈ હતી. જો પ્રારબ્ધને કઈ થયું ગયું તો હું કેવી રીતે જીવીશ..? આ વિચાર જ તેને હચમચાવી દેતો. તેની આંખો રોઈ રોઈ સુજી ગઈ હતી. હાથની આંગળીઓ મોબાઈલ પર હતી. ક્યારે ફોન આવેને જાણવા મળે કે પ્રારબ્ધને કઇ નથી થયું..? તેની નજર તેના પેટ પર ગઈ.

" બેટા..! તારા ડૅડી ને કઈ જ થયું નથી..! તું ચિંતા નહીં કર.. મારા બચ્ચા..!" પેટે હાથ ફેરવતા ફેરવતા તે બોલે જતી હતી ને આંખોમાંથી દડ દડ ના આંસુ વહે જતા હતા. નિર્દોષ અને નિખાલસ એવી પ્રકૃતિ આજ સાવ એકલી પડી ગઈ હતી. તેને આશ્વાસન આપી તેને હિંમત આપવાવાળું પણ કોઈ ન હતું. થોડીવારમાં જ ફરી મોબાઈલની રિંગ વાગી.

" હેલો.. ભાઈ તપાસ કરી તમે..? શું સમાચાર છે..?"

" ભાભી મેં તે બંનેને ફરી જોયા. ચહેરો તો ઓળખાતો નથી પણ તેમાંથી કોઈના હાથમાં બ્રેસલેટ નથી.અને કપડાં પણ પ્રારબ્ધના નથી લાગતા. "

" મેં કહ્યું હતું ને ભાઇ..! મારા પ્રારબ્ધ ને કઈ જ નથી થયું..તે સલામત છે. તમે બરાબર તપાસ કરાવો તે મળી જશે. અને જલ્દીથી મને જણાવજો હો ભાઈ.."

" મેં પોલીસ ને કીધું છે કે અમારો એક મિત્ર નથી મળ્યો. પોલીસ એ રેસ્ક્યુ ટિમ બોલાવી છે. તેની શોધખોળ ચાલુ જ છે.અકસ્માત તો સાંજના જ થયો હતો.પણ અમારી ગાડી ખીણમાં પડી ગઈ હતી. એટલે બધા ને શોધતા વાર લાગી.જેવા પ્રારબ્ધ વિશે સમાચાર મળે તેવો તમને કોલ કરું છુ. તમે ચિંતા ન કરો.મળી જશે પ્રારબ્ધ..!"

😊 મૌસમ😊