Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 21

" ચાલ લાગણીઓની લેવડદેવડ કરીએ..
હું આપું અઢળક સ્નેહ તને..
ને તું આપ મીઠું સ્મિત મને.."


રોમેન્ટિક અંદાજમાં અભિષેકે પ્રકૃતિની પાસે જઈ કહ્યું. પ્રકૃતિ આકુળ વ્યાકુળ થઈ ગઈ. પ્રકૃતિને થયું,"હવે તો અભિષેકને સાચ્ચે સાચ્ચું જણાવવું જ પડશે."

"રાવલ સાહેબ..! બસ આ છોકરાઓ ફાઇનલ કરે તો આપણે વેવાઈ બની જઈએ.તમારી દીકરી રાજ કરશે અમારા ઘરે.." ભટ્ટ સાહેબે કહ્યું.

" ફાઇનલ જેવું જ છે. તમારા અભિષેકે તો પહેલી નજરમાં જ મારું દિલ જીતી લીધું હતું.મને તેના પર વિશ્વાસ છે તે મારી ગુડિયા ને હંમેશા ખુશ રાખશે." રાવલ સાહેબે ઉમેર્યું.

એવામાં જ અભિષેક આવ્યો અને બોલ્યો, "બધું બરાબર છે પણ મારે આ લગ્ન નથી કરવા. પ્રકૃતિને રસોઈ બનાવતા નથી આવડતું..! ઘરનું કામ કરતા નથી આવડતું...મારી ઈચ્છા તો એવી હતી કે લગ્ન પછી કોઈ રસોઈયો નહીં મારી પત્ની જ જમવાનું બનાવશે. પણ માફ કરજો અંકલ.. પહેલાં તમારી દીકરીને બીજું કંઇ નહીં ઘર કામ શીખવાડો. પછી તેના લગ્નનું વિચારો.." અભિષેકે થોડી ઉદ્ધતાઈથી કહ્યું.

"પણ બેટા તે તો ધીમે ધીમે શીખી જશે. એમાં કોઈ મોટો પ્રૉબ્લેમ નથી." રાવલ સાહેબે અભિષેકને સમજાવતા કહ્યું.

" કહ્યું ને મારે આ છોકરી સાથે લગ્ન નથી કરવા..! તો શા માટે ફોર્સ કરો છો..? તમે ને પપ્પા મિત્ર છો..તો મિત્ર જ બની રહો..વેવાઈ બનવાના સપના ના જુઓ..!"

"ચાલો રાવલ સાહેબ..! નીકળીએ છીએ.. ભૂલચૂક માફ કરજો.."

" અરે નહીં..છોકરાઓને જેમ ઠીક લાગ્યું તેમ..પણ આપણે મિત્ર હંમેશા રહીશું.."

પ્રકૃતિની આ સમસ્યા તો પુરી થઈ ગઈ. હવે તે ગમે તે કરી પ્રારબ્ધ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી.

થોડા દિવસ પછી..

"મમ્મી મારે તને કંઇક કહેવું છે..?"
" બોલ બેટા.. શું કહેવું છે તારે..?"
"મમ્મી..તું પ્રોમિસ કર મને તું સમજીશ અને મને વઢીશ નહીં.."
" અરે બોલ બેટા..? શું થયું..?"
"મમ્મી..! મેં પ્રારબ્ધ સાથે કોર્ટ મેરેજ કરી દીધા છે..! "
" શું બોલી તું...?" કહી મમ્મીએ પ્રકૃતિને જોરથી એક થપ્પડ મારી દીધી.
" પણ મમ્મી...બીજું હું શું કરું..? પપ્પા ક્યારેય મારા લગ્ન પ્રારબ્ધ સાથે ના થવા દેત.." રડતા રડતા પ્રકૃતિએ કહ્યું.
" તારા પપ્પા તને ક્યારેય માફ નહીં કરે..તેમને તારા પર બહુ વિશ્વાસ હતો.તારા પર તેમને ગર્વ હતો."
"I am sorry mumma...so sorry..."
" તારા sorry કહેવાથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય..તારા પપ્પાને ખબર પડશે તો તને આ ઘરમાં નહીં રહેવા દે..એમનો ગુસ્સો હું જાણું છું બેટા.. તેમનાં માટે તેમની આબરૂ..તેમની ઈજ્જત.. બહુ કિંમતી છે."
" મમ્મી હું શું કરું..? મને કંઈ નથી સમજાતું."
" હું તારા પપ્પા ને સમજવાની કોશિશ કરું છું.. પણ મને ખબર છે તે આસાનીથી માનશે નહીં.."

રાત્રીનો સમય હતો.બધા જમીને સુવાની તૈયારી કરી રહ્યા હતા. પ્રકૃતિ તેના રૂમની અગાસીમાં બેઠી બેઠી વિચારતી હતી કે હવે શું થશે...પપ્પા કેવી રીતે માનશે..? આ બાજુ મમ્મી પ્રકૃતિના પપ્પાને જાળવીને બધુ કહી દીધું. જેનો ડર હતો તે જ થયું.પ્રકૃતિ ના પપ્પા ગુસ્સાથી ઊભા થયા.ઝડપથી તેઓ પ્રકૃતિના રૂમમાં ગયા ને અગાસીમાં ઊભેલી પ્રકૃતિનો હાથ પકડી પોતાની તરફ ફેરવી જોરથી એક તમાચો મારી દીધો.

" મારી ઈજ્જતનો તો થોડો વિચાર કરવો હતો.એવું તે શું હતું તે છોકરમાં કે તને મારી આબરૂનો સહેજે વિચાર ન આવ્યો..?"
" સૉરી પપ્પા.. તમે મારા લગ્ન ક્યારેય એની સાથે ન થવા દેત.. એટલે અમે.."
"તે આપણી બરાબરીનો નથી...કેટલી વાર સમજાવું તને...?"
"પપ્પા.. સૉરી..મેં તમને દુઃખી કર્યા છે પણ હું એના વગર..."
" બસ કર તું...મારા ઘરમાં હવે તું એક દિવસ પણ નહીં રહી શકે.. જતી રહે મારી નજર સામે થી.. નહીં તો મારું મરેલું મોં જોઇશ.." ક્રોધિત થઈ એક પિતાએ પોતાની વ્હાલસોયી દીકરી સામેથી મોઢું ફેરવી લીધું.
" સૉરી પપ્પા... આઇ એમ સો સૉરી..મેં તમને બહુ દુઃખી કર્યા છે.. સૉરી.." રડતા રડતા પિતાને આજીજી કરતા ઢગલો થઈ નીચે બેસી ગઈ.
" પ્રકૃતિની મમ્મી..! અત્યારે જ તે છોકરાને બોલાવી આને રવાના કર..હવે હું તેનું મોઢું પણ જોવા નથી માંગતો.

એક બાજુ દીકરીનું દુઃખ..બીજી બાજુ પતિનો ગુસ્સો..કઠોર હૃદયે માતાએ પ્રારબ્ધને ફોન કરી બોલાવ્યો. પ્રકૃતિ પિતાનું ઘર છોડી હંમેશને માટે પતિના ઘરે ગઈ. પ્રારબ્ધનો સાથ મળ્યો પણ પિતાનો હાથ કાયમ માટે છૂટી ગયો.

😊 મૌસમ😊