Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 14

રવિવારે ત્રણેયને રિસોર્ટમાં ખૂબ મસ્તી કરી. ખૂબ એન્જોય કર્યું. ઘણા ફોટા પડ્યા. અભિષેક અને ક્ષિપ્રા ને ખુશ જોઈ પ્રકૃતિ પણ મનમાં મલકાતી.આખરે અભિષેકે જે પ્લાન કરેલું તે મુજબ જ દિવસ પસાર થયો. થાક્યા પાક્યા રાતે ઘરે આવી ત્રણેય સુઈ ગયા.

સોમવારની સવારે રોજીંદા કાર્ય પ્રમાણે પ્રકૃતિ એ પોતાના કામ પતાવ્યા. શનિવાર નું કામ તેને આજ કરવાનું હતું.પ્રારબ્ધ વિશે જાણવા તેને સૌરભની હોસ્પિટલમાં જવાનું હતું. ઘરથી થોડી વહેલા નીકળી ગઈ. આજ તો પ્રારબ્ધ વિશે કંઈક તો જાણવા મળશે જ તે વિચારથી ખુશ થતી પોતાના એકટીવા પર જતી હતી. સવારના ઠંડા પવનને તે મહેસુસ કરતા કરતા પોતાના ભૂતકાળમાં માં ખોવાઈ ગઈ.
* * * * *
"પ્રારબ્ધ, આ પર્વતોની હારમાળા કેટલી સુંદર લાગે છે..! કુદરતની કેટલી અદ્દભુત રચના છે." ટ્રાવેલ બસની બારીમાંથી બહાર જોતા પ્રકૃતિએ કહ્યું. પ્રકૃતિ નામ પ્રમાણે જ ગુણ ધરાવતી હતી. કુદરતના એક પણ નજરાને જોવાનો , માણવાનો અવસર છોડતી નહીં.

" પર્વત જેવા પર્વત છે..! એમાં તને શું સુંદર લાગ્યું..!" પ્રારબ્ધએ પ્રકૃતિને ચિડાવતા કહ્યું.

" શું બોલ્યો..! તું ખરેખર ખડૂસ જ છે. પ્રકૃતિને માણતા જ નથી આવડતું...! આ પર્વતો.. લીલુંછમ ઘાસ..ઉડતા પંખી...ઠંડો પવન...સવારનો સોનેરી સુરજ..ખળખળ વહેતુ ઝરણું...આ બધું કેટલી અદ્દભુત લાગે..?"

" શું બોલી..! મને પ્રકૃતિને માણતા નથી આવડતું..? મારા જેટલું તો કોઈ પ્રકૃતિને જોતું નહીં હોય..તેની હર અદા પર મરતું નહીં હોય.." એકીટશે પ્રકૃતિ સામે જોઈ પ્રારબ્ધ બોલ્યો. પ્રકૃતિએ તરત પ્રારબ્ધ સામે જોયું. તો પ્રારબ્ધ બારી બહારના પર્વતો સામે જોઈ કહેવા લાગ્યો. "જો.. જો.. બહાર..કેટલો સુંદર નજારો છે.." કહી તે હસવા લાગ્યો.

સવારનો સુમાર હતો. ઉદયપુર આવવા થયું હતું. બધા જ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સુક હતા. સૌથી પહેલા બધાએ એક હોટેલમાં જવાનું હતું. ત્યાં ફ્રેશ થઈ ,નાસ્તો કરી સાઇટ સીન માટે જવાનું હતું. ગુલાટી સરે ટાઈમ સાથે આજના કાર્યક્રમની સૂચના આપી દીધી.

ઉદયપુરની સામાન્ય કહી શકાય તેવી હોટેલ આગળ જઈ બસ ઊભી રહી. એક એક કરી બધા ઉતરવા લાગ્યા. પ્રકૃતિ વધુ ઉત્સુક લાગતી હતી. ફાળવણી કરેલા રૂમોમાં બધા પહોંચી ગયા. નાહી ધોહી બધા 10 વાગે જમવા એકઠા થયા. પ્રકૃતિએ લાઈટ બ્લુ કલરનું ફ્રોક પહેર્યું હતું. આ ફ્રોકમાં તે પરી જેવી લાગતી હતી. પ્રકૃતિ અને પ્રીતિ એક ટેબલ પર ગોઠવાયા. મિત્રો સાથે વાતોમાં વ્યસ્ત પ્રારબ્ધ પ્રકૃતિને જોઈ તેની પાસે આવી બેઠો. પ્રકૃતિ, પ્રારબ્ધ અને પ્રીતિએ સાથે બ્રેકફાસ્ટ કર્યું, ને બધા બસમાં ગોઠવાયા. સૌથી પહેલા સિટી પેલેસ જવાનું હતું. બધા ખૂબ આતુર હતા.

* * * * *
પ્રકૃતિ સૌરભની હોસ્પિટલમાં પહોંચી ગઈ. તે સીધી સૌરભના કેબીનમાં ગઇ.પ્રકૃતિ અચાનક હોસ્પિટલમાં આવી અને એ પણ કોઈ જાણ કર્યા વગર એટલે સૌરભે તરત પૂછ્યું," શું થયું પ્રકૃતિ..? બધું ઠીક તો છે ને ..?"
" હા બધું સારું જ છે બસ થોડી જાણકારી મેળવવી હતી. એટલે આવી છું."
" શાની જાણકારી..?"
"પેલા દિવસ હું એક વ્યક્તિને લઈને આવી હતી. જે અકસ્માતમાં ઘવાયો હતો. તેના વિશે કંઈ જાણવા મળે અહીંથી કદાચ..!"
"કેમ તેને તું ઓળખે છે..? "
"હા તે કોલેજમાં મારો ક્લાસ મેટ હતો. પરંતુ ઘણા સમયથી તે ગાયબ થઈ હતો. તેને ઘણા વર્ષો બાદ જોયો એટલે નવાઈ લાગી.મારે જાણવું છે કે તે વ્યક્તિ ખરેખર હું માનું છું તે જ છે કે કોઈ બીજું..!"
"તને હોસ્પિટલના રજીસ્ટર પરથી કદાચ કાંઈ જાણવા મળે..!"
"ઓકે હું રીસેપ્શન માં જઈ જોઈ લઉ છું.. થેન્ક્સ ફોર સપોર્ટ..!"

😊 મૌસમ 😊