કાશ્મીરી શૉલ ... ADRIL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

કાશ્મીરી શૉલ ...

કાશ્મીરી શૉલ  ...  

 

ભર ઉંઘમાં એક જોરદાર ચીસ સાંભળીને એ સાફાળો બેઠો થઇ ગયો... 

"ડેનિયલ,... " એના પપ્પા ભાગતા આવીને એની બાજુમાં બેસી ગયા... 

 

"શું થયું ? ફરીથી એ જ સપનું જોયું ?" - પપ્પાએ પૂછ્યું.. 

 

માથું ધુણાવી એણે હા પાડી... 

 

"તારે બ્રેક ની જરૂર છે બેટા,.. થોડા દિવસો આપણે અહીંથી દૂર ક્યાંક ફરવા નીકળી જઈએ... " 

 

પપ્પાની વાત સાંભળી ને અચાનક આવી ગયેલા કાકાએ પણ સજેસ્ટ કર્યું અને કહ્યું , 

"આપણે બધા જ જઈએ સાથે..." 

 

"મારા છોકરાને કોઈની બુરી નજર જ લાગી છે... બિચારો રાત રાત જાગતો રહે છે... અને ક્યારેક માંડ આંખો મળતી હોય ત્યાં આવા સપનાઓ એની નીંદર જ ઉડાડી દે છે.. સાચે જ મને બહુ ચિંતા થાય છે... આપણે કોઈ ને બતાવવું જોઈ.. કોઈ પૂજા કરાવી દઈએ.. " માં એ રડતા રડતા કહ્યું 

 

"હું કોઈ બાવાઓ ને બોલાવવામાં રાજી નથી,.. કોઈ દોરા ધાગા માં હું માનતો નથી અને કશું જ કરવાનો નથી.. " ડેનિયલ અકળાઈ ઉઠ્યો... 

 

"તે હું ક્યાં કહું છું તું કઈ કર.. જે કરવાનું છે એ બધું સ્વામીજી જ કરશે.." માં એ દલીલ કરતા કહ્યું,.. 

 

પપ્પાએ આંખના ઈશારે બધાને ચૂપ કરી ડેનિયલ ને શાંતિ થી પૂછ્યું 

"કાશ્મીર જઈએ... પાંચ વર્ષ થયા આપણને ગયે... થોડો ચેન્જ મળશે... "

 

કોણ જાણે કેમ હંમેશા ક્યાંય પણ જવાની તરત જ ના પડી દેતો ડેનિયલ કશ્મીર માટે ના ન જ પાડી શક્યો... 

 

મોકા નો ફાયદો ઉઠાવી બધાએ કશ્મીર જવાની તૈયારી શરૂ કરી દીધી... 

 

~~~~~

 

ઉનાળા નો સમય હતો અને ડેનિયલ આખા પરિવાર સાથે કાશ્મીર જઈ રહ્યો હતો.
ખબર નહિ કેમ પણ આજે ડેનિયલને એ છોકરી ખૂબ જ મિસ થઇ રહી હતી..

 

આમ તો એવો ગાઢ કે ગહેરો કોઈ સબંધ નહોતો એની સાથે પણ, મજાની હતી એ છોકરી.. 
તે છોકરી અને એની માં બન્ને કાશ્મીરના એ જ સર્કિટ હાઉસમાં રહેતા હતા, જ્યાં ડેનિયલ અને એનો પરિવાર વેકેશનમાં હંમેશા ઉતારો લેતા હતા.. 

  

ડેનિયલ ના પપ્પા આર્મીમાં હતા, તેથી એના પરિવારને કાશ્મીરમાં સરકારી આવાસ આસાનીથી મળતું હતું.
અને એ સર્કિટ હાઉસ ની દેખભાળ એ છોકરી અને એની માં જ કરતા હતા.. 

આખા રસ્તે ડેનિયલ તે છોકરીને જ યાદ કરતો હતો..

ઉછળતી કૂદતી,  ધોધમાર વરસાદ માંથી બહાર નીકળીને ઠંડીમાં પણ પલાળતી, પહાડો પર ચડતી, હાથમાં લાકડીથી હવાને કાપતી, ક્યારેક આંખો ઉલાળતી, ક્યારેક હાથ હલાવતી,. ક્યારેક જોરથી ગાતી,... ક્યારેક વાળમાં કાંસકો ફેરવતી, ક્યારેક પોતાની જાતને શાલમાં છુપાવતી. ક્યારેક દવા લઈને દોડતી. , ક્યારેક તે ભોજન બનાવતી.. ક્યારેક કંઈક વાંચન કરતી તો ક્યારેક સાંજના સમયે સર્કિટ હાઉસના વરંડામાં કાહવો પીતી.. અને ક્યારેક તો મફતના સફરજન તોડવા ત્રણ માઈલ ચાલી જતી.. એક જીવન્ત અને ખીલખીલાટ છોકરી એના મસ્તિષ્ક માં છવાઈ ગઈ હતી... અને અત્યારે તો એ છોકરી ડેનિયલને ખાસ યાદ આવતી હતી... 

હા, ડેનિયલને તે કાશ્મીરમાં જ મળી હતી...
જે ડેનિયલ કરતાં ચાર-પાંચ વર્ષ મોટી પણ હતી... 

છેલ્લે આવ્યા ત્યારે ડેનિયલ એની સાથે સફરજન લેવા ગયો હતો અને ત્યારે જ તેમની વચ્ચે પહેલી વાર વાતચીત થઈ હતી....


"તમે મોટા સાહેબના પુત્ર છો?" - જ્યારે તેણે પ્રશ્ન પૂછ્યો ત્યારે પહેલી વાર ડેનિયલે તેનો અવાજ સાંભળ્યો હતો..

"હમ્મમ,.."

"શું નામ કીધું તમારું ??? " ચાલતી વખતે તેણે પૂછ્યું,

"તમે પૂછ્યું જ ક્યાં છે મને ? તે હું કહું.... .."
તે દિવસે એ ડેનિયલની સેન્સ ઑફ હ્યુમર જોઈને ને મોટેથી હસી હતી... 


ડેનિયલ તો પહેલાથી જ એનું નામ જાણતો હતો...

તેની મા એને બૂમ પાડી ને બોલાવતી હતી,.. "સુંદરી ..." 


પોતાનું નામ આપતાં તેણે કહ્યું,... - "ડેનિયલ,..."
નામ સાંભળતા જ એણે ડેનિયલ સામે જોયું હતું,... 
કેટલી ધારદાર હતી એની આંખો .... તીક્ષ્ણ અને ભૂરી.... 


તે દિવસે તેણે ડેનિયલની આંખોમાં જે રીતે જોયું હતું, લાગતું હતું કે હમણાં જ જાણે તે ડેનિયલની આંખો માંથી આરપાર નીકળી જશે,...

ડેનિયલ પોતાની સામે તાકી રહેલી એ બન્ને આંખોનો સામનો કરવા સક્ષમ ન હતો, એટલે એણે નજર ફેરવી લીધી હતી ત્યારે.... 

 

સોળ વર્ષ નો જ તો હતો એ છોકરો... 

વીસ વર્ષ ની સુંદરીથી કદાચ ડરતો પણ હતો,... 

સુંદરી પણ વીસ ની થઇ ને વીસ વર્ષ જેટલો રૉબ ઝાડતી હતી ડેનિયલ ઉપર... 

 

"ડરે છે કેમ ?" 

 

"શું... ? કોણે કીધું ?" 

 

"ડરે જ છે.... દેખાય છે તારી આંખો માં.... " એ બોલી હતી... 

 

કેટલું બધું કહેવું હતું ડેનિયલ ને એ દિવસે... 

કહેવું હતું.. - કે .. - 

હા, ... ડરું છું ... ખૂબ ડરું છું... 

તારી ભૂરી ઝીલ જેવી આંખો માં ડૂબી જવાના ખયાલ થી ડરું છું... 

તારો હાથ પકડવાથી ડરું છું... 

તારી સાથે વાતો કરવાથી ફસાઈ જઈશ એ વિચારથી ડરું છું... 

તને જોઈ ને ભાન ભૂલાઈ જાય છે એ સ્વીકારતા ડરું છું... 

તારા સિવાય કશું જ દેખાતું નથી એટલે ડરું છું ... 

પણ કશુંયે ક્યાં કહી શક્યો હતો એ ... ? 

 

આજે પણ આખા રસ્તે ... આ છોકરી જ એના દિમાગમાં રમતી રહી .... 

પાંચ સાલ પહેલા પણ એ બધાની સાથે કશ્મીર આવ્યો હતો..  

બે કાકા, બન્ને કાકી, મમ્મી પપ્પા અને ડેનિયલ ની નાની બહેન... 

 

અને ત્યારે પાંચ વર્ષ પહેલા એણે જોયું હતું - કે - આ છોકરી એની માં નો એકમાત્ર સહારો હતી.. 

ડેનિયલ એને ઘેર પણ ગયો હતો... એની માં ના હાલચાલ જોવા.. એની માં થોડી અશક્ત અને કમજોર હતી.. પણ ખુબસુરત ગજબની હતી.. અને ત્યારેજ એને સમજાઈ ગયું હતું કે સુંદરી ની સુંદરતાના જીન્સ એની માં ના છે... 

 

"પાંચ વર્ષમાં ઘણું બધું બદલાઈ જાય છે,... અગર ત્યાંજ રહેતા હશે એ લોકો તો આ વખતે પણ મળવાનું થશે" - ડેનિયલને વિચાર આવી ગયો... પછી એમ પણ વિચાર્યું, - કે - "અગર એની માંએ એના મેરેજ કરી નાખ્યાં હશે તો ? એને નહિ મળી શકાય... " પછી માથું ખંખેરી બધાજ વિચારો ને ફગાવી નાખ્યા... "ચાલો જોઈએ... શું શું નવું છે પાંચ વર્ષ પછી,... "

પહોંચતાની સાથે જ ગાડી માંથી ઉતરી ને થોડો સમાન લઈને એણે સર્કિટ હાઉસ ના મેઈન ગૅટ તરફ ચાલવા માંડ્યું,.. 

 

એક નજર સુંદરીના આઉટહાઉસ તરફ અનાયાસ વળી ગઈ... 

અંદર હલકું અજવાળું જોઈને સંતોષ થઇ ગયો, "હાશ,.. ત્યાંજ રહેતા લાગે છે ,.. હજીયે... " 

 

સર્કિટ હાઉસ પહોંચીને ને એને બધું જ એવું ને એવું જ મળ્યું હતું... 

સુંદરી ની સ્ટાઈલમાં લગાડેલા એના ફેવરેઇટ ફ્લાવર,.. 

પહોંચતા ની સાથે જ ચાઇ - કોફી ને બદલે સૌથી પહેલો આપવામાં આવતો ટૉમેટો સૂપ,... 

ડેનિયલને રાહત થઇ,.. સુંદરી ની જ શણઘારેલી સગવડો છે આ બધી... 

હશે તો આટલામાં જ .... કદાચ એણે જ કર્યું હશે આ બધું ... સફાઈ પણ એણે જ કરી હોય એમ લાગે છે... 

"હમણાં આવવી જ જોઈએ... એ લોકો ને પણ પહેલે થી જ ગેસ્ટ ના રહેવા વિશે ની સૂચનાઓ અપાઈ જતી હોય છે... " - ડેનિયલે વિચાર્યું.. ને પલંગ માં પડ્યો તો સીધો સવારે જ ઉઠ્યો.... 

 

સવાર પણ એની વહેલી પડી ગઈ અહીંયા...  

 

સવાર સવારમાં દોડવા માટે એ બહાર નીકળ્યો,.. 

સુંદરીને પણ એના ઘરની બહાર નીકળતા જોઈને એ મલકાઈ ગયો.. 

થોડી અલગ લાગતી હતી એ .. કદાચ પાંચ વર્ષની જુવાની વધી ગઈ હતી એની... ખુબસુરત એવી ને એવી જ .. 

 

"સુંદરી,.. " ડેનિયલે બૂમ પાડી ને હાથ હલાવ્યો... 

 

સામે હાથ હલાવી એણે પણ પૂછ્યું, "ડેનિયલ,.. કેમ છે તું ?" 

 

"ઠીક,... તું ?" 

 

માથું હલાવી બહુ પ્રેમથી સ્માઈલ કરી સુંદરીએ એની સામે.. 

 

"એપલ તોડવા જવું છે ? કલાક પછી ?" ડેનિયલે એને મળવાના પ્રોગ્રામ રૂપે પૂછી લીધું... 

 

હકાર માં ડોકું હલાવી એણે ફરીથી સ્માઈલ કરી,.. જાણે એ રાહ જ જોતી હતી આ સવાલ ની... 

 

બ્રેકફાસ્ટ ખતમ કરીને ડેનિયલે બ્લેક કલરનું ટર્ટલ ગળા નું આખી બાંય નું ટી-શર્ટ પહેર્યું .. 

બ્લેક ડેનિમ સાથે એક ઓવર-કોટ પહેરીને એ નીકળી ગયો... 

 

સુંદરીને બહાર એની રાહ જોતા જોઈને એને ખુબ સારું લાગ્યું,.. 

 

બન્ને એ દિશામાં ચાલવા લાગ્યા જ્યા પાંચ વર્ષ પહેલા ત્રણ માઈલ એપલ તોડવા ચાલ્યા હતા.. 

 

આ વખતે ભણતર નો રોબ ડેનિયલ ઝાડતો હતો,.. 

દુનિયાભરનું જ્ઞાન એ સુંદરી સમક્ષ ઠાલવતો જતો હતો.. અને સુંદરી એ બધું ચૂપ છાપ સાંભળતી હતી,.. 

ડેનિયલ ને નવાઈ લાગી સુંદરી ની ચુપ્પી થી પણ બીજી જ ક્ષણે પોતાના ઉપર ગર્વ થઇ આવ્યો... 

એને બસ સુંદરીને એટલું જ બતાડવું હતું કે - એ દિવસે એ યન્ગ હતો, હવે એ મેચ્યોર થઇ ગયો છે.. 

સુંદરી પણ બોલ્યા વિના ચૂપચાપ ખુશી ખુશી એને સાંભળતી રહી...  

 

બોલતા બોલતા વારે વારે એ સુંદરી ની સામે એવી રીતે જોતો જાણે એ પહેલી વાર એને જોતો હોય,..

એ જ ભૂરી આંખો જેનો પાંચ વર્ષ પહેલા ઘાયલ થઇ ગયો હતો.. 

એ જ હાથના નખરાં.. 

એ જ હસી,... એ જ લહેકા,... 

ખુબસુરતી તો હતી જ એવી ને એવી પણ શરારતોયે બદલાઈ નહોતી... 

 

બે કલાક પછી તાજા સફરજન ની મઝા લઈને એ બન્ને ઝાડીયો માંથી પસાર થતા પાછા આવવા લાગ્યા... 

અચાનક બરફ પાડવાની શરૂઆત થઇ ગઈ... 

સુંદરીએ એની કાશ્મીરી શૉલ પોતાના અને ડેનિયલના માથા ઉપર ઓઢી લીધી... 

 

એ જોઈ રહ્યો હતો સુંદરીને.. 

તે જોઈ રહ્યો હતો કે જે છોકરી હંમેશા બરફમાં ચાલતી વખતે લપસી જવાથી ડરતી હતી, તે આજે પવનમાં કોઈ પણ ડર વગર આગળ વધી રહી હતી... પણ પછી તરત જ એણે વિચાર્યું,. - "એ પણ પાંચ વર્ષ મોટી થઇ ગઈ છે,.. પચીસ ની થઇ ને હવે થોડી ડરવાની છે ?" 

 

સર્કિટહાઉસ પહોંચીને એણે સુંદરીને એના ઘર પાસે છોડી... 

 

એ શોલ માથેથી ઉતારીને આપતો હતો ત્યાંજ સુંદરીએ એનું કાંડુ પકડ્યું અને કહ્યું 

"ડૉન્ટ વરી,... કાલે આપી દેજે... અત્યારે લઇ જા... પછી પાછી લઇ લઈશ હું તારી પાસેથી.. ... "

આટલું બોલીને એ ત્યાંજ ઉભી રહી... ડેનિયલ ને જોતી... 

 

"તું પ્લીઝ ઘરમાં જતી રહે... મોસમ બહુ જ ઠંડુ થઇ ગયું છે સુંદરી.... " ડેનિયલે કહ્યું.. 

પણ એ ત્યાંજ ઉભી રહી ... પોતાના બન્ને હાથ વડે અદબ વાળીને,.. ડેનિયલ ને જોતી ... 

જાણે ઘોષણા કરતી હોય એમ - કે - હું અહીજ ઉભી રહેવાની છું - જ્યા સુધી તું તારા મુકામ સુધી પહોંચી નહિ જાય ત્યાં સુધી,.. 

 

એણે ડોકું ધુણાવ્યું અને મનમાં ને મનમાં સ્વગત બોલ્યો 

"જિદ્દી,... નહિ માને... " 

ત્યાર બાદ એણે સુંદરીને બાય કહીને થોડું શરમાતા શરમાતા એ જ કાશ્મીરી શોલ પોતાના માથા ઉપર લઈને સર્કિટ હાઉસ તરફ ઉતાવળે પગલે ચાલવા માંડ્યું.. 

 

"ક્યાં ગયો હતો ?" ક્યારના રાહ જોઈ રહેલા પિતાજી એ ઓટલે થી જ પૂછ્યું

 

"અહીંયા જ હતો.." 

 

"મોસમ બગડવાની તૈયારી જ છે... અંદર ચાલ જલ્દીથી... " 

 

બન્ને કાકા, એની બહેન બધા બહાર આવી ગયા... 

 

નાના કાકાએ ડેનિયલના માથેથી શોલ ખેંચતા જ પૂછ્યું,

"આ શોલ તને ક્યાંથી મળી ?" 

 

"સુંદરીની છે.... આ તો... " ડેનિયલે પોતાના કપડાં ખંખેરતા સહજ કહ્યું 

 

"હા, પણ એ તારી પાસે ક્યાંથી ?" પપ્પાએ એને આશ્ચર્ય સાથે પૂછ્યું 

 

"એણે જ આપી..." 

ડેનિયલ બધાને અચરજ સાથે એક પછી એક જોવા લાગ્યો.. 

 

"ગાંડો થયો છું ? એ કેવી રીતે આપી શકે ?" બીજા કાકાએ એને પૂછ્યું 

 

"અરે કેમ ના આપે... ? એણે જ આપી છે.. હું શુકામ ખોટું બોલું ? કેમ આટલા સવાલ પૂછો છો ?"

ડેનિયલ ને કશું સમજાતું નહોતું...  

 

શોલ જોઈને ડેનિયલના પિતાજી એની નજીક આવી ગયા 

"આ તો એ જ શોલ છે જેને મેં સર્કિટહાઉસ માં કામ કરતી છોકરી ની ડેડ-બોડી ઉપર ઓઢાડી હતી,... " 

 

"શું..??? મજાક કરો છો બધા ભેગા થઈને ?" - ડેનિયલે કહ્યું અને એણે પાછળ વળી ને જોયું... "હજી હમણાં જ તો અહીંયા..... " 

સુંદરીને ગાયબ જોઈને એ આગળ કશું જ બોલી ના શક્યો... 

સુંદરીનું ઘર અંધારા થી ભરપૂર હતું... 

પળ વાર પહેલા ડેનિયલ સામે હાથ હલાવતી સુંદરી ને અદ્રશ્ય જોઈને એ નવાઈ પામી ગયો... 

 

"મજાક નથી બેટા,.... ગયા વર્ષે કાશ્મીરી દંગાઓમાં એ છોકરી ને બંદી બનાવી ઉપાડી ગયા હતા... ઓગણીસ દિવસ પછી એની લાશ એ લોકોએ પાછી મોકલી હતી,... એક પણ કપડું એના બદન ઉપર નહિ હોવાથી મેં જ આ કાશ્મીરી શોલ એના ઉપર ઓઢાડી હતી,...  .... ..... ...... ...... ...... ...... " 

 

આગળના કોઈ પણ શબ્દો કે વાક્યો ડેનિયલ ને કાને પહોંચતા જ નહોતા... 

જો કશું એના કાને પડતું હોય તો માત્ર પડઘાઓમાં સંભળાતી એ ચીસો હતી જેને એ સપનાઓમાં સાંભળતો હતો.

હવે એ ચીસો માં રહેલું દર્દ એને મહેસૂસ પણ થતું હતું અને સમજાતું પણ હતું..  

 

થોડી વારમાં નાના કાકાએ એને ઝંઝોડયો ત્યારે ડેનિયલ માત્ર એટલું જ બોલી શક્યો 

કે 

"ચાચુ,.. હું આર્મી જોઈન કરીશ... "

એના પપ્પા ની સામે ફરીને એમને સંબોધતા એણે કહ્યું, - "સૉરી પપ્પા,... એક વર્ષ લાગ્યું મને એ સમજતા કે તમે કેમ મને ફોર્સ જોઈન કરાવવા માંગતા હતા... આ કાશ્મીરી શોલે બધું સમજાવી દીધું,.... હું નહિ છોડું એ કોઈને જેણે.... " 

 

વાક્ય અધૂરું છોડી, બધાને ત્યાં જ મૂકી એ રુમ તરફ ભાગી ગયો.....