Destiny books and stories free download online pdf in Gujarati

નિયતિ...

નિયતિ... 

 

 

મુંબઈ ની સાંજ /  ટ્રાફિક ની ભરમાર  ... 

 

સવારી માટે ઉભેલા કબીર ની ટેક્ષીના પાછલા દરવાજાને ખોલતી એક સુંદર છોકરીએ દાખલ થતા જ કહ્યું - "ચલો,.."

 

"જી મેડમ,.. " કબીરે ચાવી નાખી ગાડી સ્ટાર્ટ કરતા ફરી પૂછ્યું, "કહાં જાના હૈ મૅડમ,. ?"

 

"ગુલમોહોર સોસાયટી,.."

 

"ઓકે,.." 

 

સતત પાંચ મિનિટ રોડ ઉપર ચાલતી ગાડીમાંથી કબીર સેન્ટર મિરરમાંથી જોઈ રહ્યો હતો, એ છોકરી સતત રડી રહી હતી,.. 

કબીર ને નવાઈ લગતી હતી કે કોઈ અવાજ કર્યા વિના પણ કેમનું રડી શકે ?

એને એની નાની બહેન યાદ આવી ગઈ. જયારે જયારે એ રડતી મોટો ભેંકડો તાણતી..

 

બહેન ની યાદ આવતા જ એનાથી સ્માઈલ થઇ ગઈ અને બીજીજ મિનિટે એ સ્માઈલ ગાયબ થઇ ગઈ.

એના વિચારો પાછા આ રડતી છોકરી ઉપર આવી ગયા. એણે ફરીથી મિરર માં જોયું, એ હજીયે રડી રહી હતી. 

 

"મૅડમ, સબ ઠીક હૈ ?" - કબીર થી રહેવાયું નહિ એટલે ચિંતા સાથે એણે પૂછી લીધું 

 

"કામ કર તારું,.. " એ છોકરી નું મગજ ઠેકાણે ના હોવાથી એણે પોતાની ભાષામાં જવાબ આપ્યો 

 

"ઑહ્હ, ગુજરાતી છો ?" કબીરે ફરીથી કહ્યું

 

 

છોકરીએ જવાબ તો ના આપ્યો પણ કબીરને જૅકી નો ફોન આવી ગયો 

 

"હા જૅકી,.. "

 

"કબીર યાર, વો ભાગ ગયી,.. મુજે કહેને લગી, મેં બેકાર આદમી હું, પ્યાર નહિ કરતા,.. " 

 

"સુન, જૅકી,.. મેં સવારી કે સાથ હું,.. મેં કરતા હું કોલ,... "

 

"યાર તું તો જાનતા હૈ,.. મેં વેસા નહિ હું,.. યાર બહોત પ્યાર કરતા હું ઉસ સે,.."

 

"હા, હા, જાનતા હું મેરે ભાઈ,.. તું રખ, મેં પૅસેન્જર કે સાથ હું,.. મેં બાદ મેં કોલ કરતા હુ ના,.. " 

 

"યાર - અબ ક્યાં કરું ? કેસે મનાઉ ઉસે યાર ? કેસે વાપસ લાઉ ઉસકો ?"

 

"જૅકી પાંચ મિનિટ કે બાદ કરતા હું વાપસ તેરેકો ... " 

 

"યાર કહેતી હૈ મેં મોટા હો ગયા,.. લે બતા એ કોઈ વજહ હૈ ઝઘડેકી ? " 

 

"ના ના ના - મેરે દોસ્ત,.. તું તો સલમાન ખાન હૈ,.. મેં સમજતા હૂ ના,.. થોડી દેર મેં કરતા હું ના કોલ તેરેકો - ઑકે ??"

 

ફૉન કાપતા જ એણે ફરીથી મિરર માં જોયું,.. એ છોકરીએ રડવાનું બંધ કરી દીધું હતું પણ આંખો લાલ હતી,.. 

 

"સોરી મેડમ,.. દોસ્ત હતો,.. ફૉન કેમનો કાપું,.. મુસીબતમાં હતો,... બિચારો,.. "  

 

"રોક દો ગાડી, ... " 

 

"અરે મૅડમ,.. સૉરી મેડમ,..  "

 

"અહીજ ઉતારી દો ,... આગળ ગાડી નથી જતી,..  .. "

 

"ઑહ, .... હા,...  ઓકે મેડમ,.. "

 

"કેટલા થયા ?" 

 

"520"

 

"મૅડમ - જે કારણસર રડતા હોવ એ - કોઈને આપડા આંસૂ સાથે કોઈ લેવાદેવા નથી હોતી - કોઈને કોઈ ફરક નથી પડતો હોતો - નુકસાન આપણું જ થાય છે. - આ જો મારો દોસ્ત,.. રડી રડીને,.. " 

 

"શટ-અપ,... "  એ છોકરીએ ગુસ્સામાં સામે જોતા કહ્યું   "આ લો,.. 520 રૂપિયા " એ છોકરીની આંખો હજીયે ભીની હતી,.. 

 

"ઑકે મૅડમ,.. સૉરી મેડમ,.. " 

 

કબીર એ છોકરીને ત્યાં સુધી જતા જોઈ રહ્યો, જ્યાં સુધી એ દેખાતી બંધ ના થઇ,..

પછી એ સ્વગત બબડ્યો, "સાલા ભલાઈ નો જમાનો નથી રહ્યો,.. ગુજરાતી છોકરીઓ જનરલી રડાવી દે કોઈને પણ,.. આ કેમ રડતી હતી ? જવાદે,.. મારે શું ?,.. "

 

પછી એક સિસકી લેતા બોલ્યો - "સાલી હતી બહુ સરસ,.. "

પછી ડોકું ધુણાવીને બોલ્યો, - "બિચારી,... " 

 

અચાનક ફોન ની રિંગ વાગતા જ કબીર એ છોકરીના વિચારો માંથી નીકળી ગયો 

ફોન ઉઠાવી એ જેકી સાથે ફરીથી વાતોએ વળગ્યો,.. 

 

~~~~~~~~~~

 

 

મુંબઈની વહેલી સવાર એટલે લગભગ સવારના 5.00  

મુંબઈ ને સંપૂર્ણ ઊંઘમાં ભાગ્યેજ કોઈએ જોયું હશે,.. 

સતત લાઈવ એવા મુંબઈ શહેરમાં એકવાર વસવાટ કરો તો દુનિયાના બીજા કોઈ શહેરમાં રહેવું કદાચ ના ગમે,.. 

 

અમદાવાદથી ઘર છોડીને અહીં આવેલી નિયતિ લગભગ સવારની ચા એક મોટા એવા મગમાં લઈને બાલ્કનીમાં આવી - એણે ફૉન ડાયલ કર્યો,.. 

 

છ સાત વાર ફૉન ડાયલ કર્યા પછી એણે નિરાશા સાથે ફૉન સાઈડમાં પડેલા એક કૉફી ટૅબલ ઉપર મુક્યો અને સિંગલ હીંચકો જે બાલ્કનીમાં લટકતો હતો ત્યાં બેસી ગઈ,.. માથું ઢાળવા જતી જ હતી કે એનો મોબાઈલ વાગ્યો,

 

એક ઝટકા સાથે જ ફોન લેતા એ બોલવા લાગી,.. 

"કહાં હો આપ ? પુરી રાત સો નહિ પાયી મેં,..  આપ ઠીક તો હો ? ઘર ક્યુ નહિ આયે ? ડિનર કિયા થા ? " 

 

"અબ સમજ આયા ? એક હી રાત મેં ?"

 

"લૂક આઈ એમ સૉરી,.. આપ ઘર આ જાઓ,.. "

 

"અબ ક્યાં આઊંગા  ? સુબહ હો ગઈ,.. કામ કોન કરેગા,.. ? રાત કો આ જાઉંગા,.. " 

 

"સુનો,... " 

 

"હા, નિયતિ હા, -  જાનતા હું મેં - તુમકો ક્યા કહેના હૈ - એક સાલ સે બોલ રહી હો,.. થોડા ભરોસા રખ,.. થોડા સબર કર,..  કરતા હું મેં બાદમેં બાત,.. " 

 

ફોન કટ થતા જ નિયતિ એ  થોડો રાહત નો શ્વાસ લીધો 

 

ચાનો મગ લઈને એણે કિચન માં મુક્યો  અને એ બાથરૂમમાં શાવર લેવા જતી રહી 

રેડી થતા જ એણે ઘડિયાળ માં જોયું  - લગભગ 12 વાગી ગયા હતા,.. 

 

હાથમાં પર્સ  લઈને એ નીચે ઉતરી 

 

એક ટેક્ષી નો પાછલો દરવાજો ખોલતા જ એને કહ્યું -  "જૂહૂ લે લો,.. "

 

"જી મેડમ,.. " ગાડી સ્ટાર્ટ કરતા જ બન્નેએ  ચમકીને એકબીજાની સામે જોયું 

"મેડમ, તમે,.. ?" 

 

"કેમ તું ઘેર નથી ગયો ? કાલે મને અહીં ઉતાર્યા બાદ અહીં જ હતો ? રાહ જોતો હતો મારી ? પીછો કરતો હતો મારો,.. ?"

 

"અરે ના મેડમ,.. આ તો બસ,.. તમે,.. "

 

"ચલ, ચલ હવે,.. "

 

"મેડમ, કાલે શું થયું હતું ? - " કબીરે વાત બદલવાની કોશિશ કરી 

 

"તારું કામ કર,.. "  બોલીને એ વિન્ડોની બહાર જોવા લાગી,.. 

 

એણે જોયું - કબીરનો ફૉન વારે વારે રિંગ કરતો હતો અને એ કાપી નાખતો હતો,.. 

"વાત કરી લે,..  કાપી શું કામ નાખે છે ?" 

 

"ના મેડમ, મારી બહેન છે,.. "

 

"તોહ,.. ? .. યુ કૅન ટૉક,..  "

 

ફોન ક્લિક કરતા જ એ બોલ્યો,  "હા છોટી,.. "

 

"ભાઈ તમે ફૉન કેમ કાપ્યા કરો છો, ? તાવ આવે છે સવારથી - એટલે કરતી હતી,.. દવા ક્યાં મૂકી છે ?"

 

"સરિતા માસીને કે એ આપશે તને,.. " 

 

"હા બેટા,.. આપી દીધી,.. "

સરિતા માસીએ જ જવાબ આપ્યો અને આગળ બોલવા લાગ્યા,

"તને તો ખબર છે ને એનું ફોન કરવાનું બહાનું,.. " 

 

"પહેલા દવા લઇ લે પછી જે જોઈએ તે મળશે,.. " 

 

"દવા તો હમણાં જ લીધી બેટા,.. " સરિતા માસીએ કહ્યું એમના હાથ માંથી ફોન ખેંચતા છોટી બોલી, "ભાઈ કશુંક ગાઓ,.. પછી જ હું ભણવા બેસીશ,.. " 

 

"બચ્ચા, હું પેસેન્જર સાથે છું,.. પછી ગાઈશ ઓકે,.. ઘેર આવીને,.. " 

 

"ના ભાઈ, અત્યારેજ,.. નહીંતર હું ભણીશ પણ નહિ અને ખાઈશ પણ નહિ,.. " છોટીએ જીદ પકડી 

 

"અત્યારે નહિ ,.. પછી,... " 

 

"ભાઈ ગાઓને  ... "  છોટી નો અવાજ ફરી સંભળાયો 

 

"ગાઈ નાખ યાર બે ચાર લાઈન,.. બિચારી છોકરી ભૂખી રહેશે નહીંતર,.."

નિયતિએ પાછળની સીટ માંથી બહાર જોતા જોતા જ કહ્યું  - કબીર ગાવા માટે હીચકાતો હતો ત્યાં જ  નિયતિએ ફરીથી કહ્યું 

 

"એક કામ કરો વાપસ ઘેર લઇ લો,... " 

 

કબીરને લાગ્યું નિયતિને ઈન્સલ્ટ ફીલ થતું હશે એટલે એને ગાવાનું શરૂ કર્યું  ... 

 

"હંમમમમમ, હોઓઓઓઓ,.. 

ઇશ્ક દોનોંને કિયા,.. પર જુબા કો સી લિયા,..

લમ્હા આપના ના મિલા, પર ફર્જ અદા હમને કિયા 

આશિયાના છીન લિયા, પર હસકે હમને જી લિયા

બસ તું હમે જબ મિલ ગયી, ઔર રૂહ તુજમેં બસ ગયી 

યે દિલ વહી પર રહે ગયા, ખ્વાબ મેરા ખીલ ગયા... " 

 

"બસ બસ બસ ભાઈ,..  કશુંક સમજાય એવું ગાવાનું કેતી હતી,.. આવું રોતડ નહિ,... મેં ખાઈ લીધું હવે,.. " છોટી નો સંતુષ્ટ અવાજ સાંભળીને કબીરે હસતા હસતા ફોન કાપ્યો. 

 

"યાર, તું તો સિંગર લાગે છે,.. " નિયતિએ આંખોમાં ચમક સાથે કહ્યું   

 

"અરે નહિ મેડમ,.. બસ જે મોં માં આવે એ ગવાઈ  જાય છે"

 

"સાચે જ સારું ગાય છે,.. " 

 

"અરે મેડમ, લોહીમાં સંગીત છે પણ રિયાઝ નથી થતો,.. " 

 

"સુર માં ગાય છે તું અને તાલ પણ બરાબર છે,.. " 

 

"મૅડમ તમને સારૂ એવું નૉલેજ છે સંગીત નું " 

 

"યુ નો વ્હૉટ ? - શું નામ તારું ?" 

 

"જી - કબીર,.. " 

 

"હા તો કબીર સાહેબ,.. હું અમદાવાદથી સિંગર બનવા જ આવી હતી,.. અમદાવાદ માં હું રાજપથ ક્લ્બમાં ગરબા કવીન  હતી,.. નાચવામાં નહીં, ગાવામાં,.. " 

 

 

"માય ગોડ,.. "

 

"મને લૉકૉ અમદાવાદ ની ફાલ્ગુની પાઠક કહેતા હતા,.. " 

 

"તમે નિયતિ,.. ? છો,.. ? આઈ મીન,.. અમદાવાદ ની ,....  .... ફા... લ્ગુ....ની,... ?" 

કબીર ફાટી આંખે જોઈ રહ્યો,.. 

 

નિયતિએ સ્માઈલ કરીને કહ્યું -  ... "મુંબઈમાં ના ચાલી,.. " 

 

"મેડમ,.. મને વિશ્વાસ નથી આવતો,.. તમે સાચે જ તમે છો ?" - કબીરે કહ્યું 

 

નિયતિ હસવા લાગી...  - "તમે પણ સરસ ગાઓ છો, કબીર સાહેબ,.. " 

 

"શું મેડમ, તમે પણ,.. ? જયારે મને ટેક્ષી ડ્રાઇવર ની હૈસિયત થી ઓળખતા હતા ત્યારે "તું",.. અને થોડું ઘણું ગાઈ લીધું તો - "તમે",.. ? "  

 

નિયતિએ ફરીથી સ્માઈલ કરી.. "સૉરી કબીર સાહેબ,.. " 

 

"મૅડમ, તમે પહેલા પેસેન્જર છો જેણે  મારી તારીફ કરી,.. " કબીર મલકાતો હતો જે નિયતિ જોઈ શકતી હતી 

 

સ્માઈલ કરતા નિયતિએ પૂછ્યું,- "ક્યાંથી શીખ્યા ?"

 

"શીખ્યો જ ક્યાં છું મૅડમ,.. ? જ્યાં સુધી માં હતી ત્યાં સુધી એ શીખવાડતી રહી પછી તો એની બીમારી - પછી  માનું મૃત્યુ - પછી છોટી,.. અને પછી બધી જ જવાબદારી,.. પણ મૅડમ સાચું કહું તો મને હજીયે વિશ્વાસ નથી આવતો તમે નિયતિ,.. મતલબ,.. તમે,...  " 

 

નિયતિએ ઍક લાઈન ગાવાની કોશિશ કરી,.. 

"મુજસે પહેલી સી અદાએ મેરે મહેબૂબ ના માંગ, 

 

વોહી પહેલી સી મોહોબ્બ્ત મેરે મહેબૂબ ના માંગ,..  

ઇસ કદર ખો હી ચુકે હૈ ખુદ આપણી હસ્તી કો હમ 

હાલ-એ-દિલ ફિર સે સુનાનેકી વફા મેરે મહેબૂબ ના માંગ .... મુજસે પહેલીસી,.. " 

 

લાઈન પુરી થતા જ એક ખામોશી છવાઈ ગઈ 

 

"મેડમ, તમે તો સાચેજ સિંગર છો,... એક દિવસ તમારો પ્રોગ્રામ જોવા જરૂર આવીશ હું,.. ઓળખાણ રાખજો આપડી, હો ને .. !! ,.... " " આશ્ચ્રર્ય સાથે કબીર તૂટક તૂટક બોલ્યો 

 

નિયતિએ એક વિઝિટિંગ કાર્ડ કબીર તરફ ધરતા કહ્યું "મારી છોડો,... આ લો,.. પરમદિવસે બપોરે 12 વાગે આમને મળી લેજો, હું તમારી વાત કરી લઈશ એમની સાથે. "

 

"પણ મૅડમ, આ છે કોણ ?"

 

"બહુ મોટા પ્રોડ્યુસર છે "આરીફ રહેમાન" -  યંગ છે એટલે તમને એમને મળવામાં વાંધો નહિ આવે,..  મારો રેફરન્સ પણ આપી શકો છો તમે,.. " 

 

"મૅડમ, મેં તો આજ સુધી કોઈ ની સામે આવી રીતે ગાયું જ નથી,.. આ બધું મારા નસીબ માં કેવી રીતે હોઈ શકે ?"

 

"કેમ, નસીબ ને બદલાતા વાર નથી લગતી,.. - સાંભળ્યું નથી એ વાક્ય ક્યારેય  ? " 

 

"હા પણ, નસીબથી વધારે કોઈને ક્યારેય મળતું નથી - એ પણ સાંભળ્યું છે મેં,.. -  અને  ઓનેસ્ટલી કહું તો, હું બહુ ખુશ છું મારી લાઈફમાં,.."

 

"વાત તો તમારી સાવ સાચી છે કબીર સાહેબ,.. પણ તમે તોયે જજો,.. " 

 

"કેમ,.. ?" 

 

 

"કેમ કે હું એવું માનું છું કે ક્યારેક ક્યારેક નસીબ ને અજમાવી પણ જોવું જોઈએ,.. " 

 

કબીરે ગાડી સાઈડમાં કરી 

"સારું મૅડમ, જઈ આવીશ હું પરમદિવસે,.. થેન્ક યુ મેડમ, " 

 

"ચાલો મારું ડૅસ્ટિનેશન આવી ગયું,.." નિયતિએ પૈસા ચૂકવ્યા અને ગાડીની બહાર નીકળી 

 

કબીર પણ બહાર નીકળી ને સીધો નિયતિની સામે આવી ઉભો રહી ગયો 

"નાઉ વ્હોટ ? " નિયતિ બોલી 

 

"અગર એમને મળી ને એમની સાથે શું વાત થઇ એ તમને જણાવવું હોય અથવા તો કોઈ મદદ,... આઈ મીન તમને કેવી રીતે કહીશ હું ?"

 

"તો,.. ? " 

 

"ફોન નમ્બર,.. ? આઈ મીન,.. ટેક્ષી વાળો નમ્બર લઇ લો,.. ક્યારેક તમને ટેક્ષી જોઈએ તો,.. હું મદદ તમને,... " 

 

નિયતિએ સ્માઈલ કરી "લાવો,.." કબીર નો ફોન હાથમાં લઈને પોતાનો નમ્બર સેવ કરી આપ્યો,.. 

 

એ નિયતિ ને ત્યાં સુધી જતી જોઈ રહ્યો જ્યાં સુધી એ ગાયબ ના થઇ ગઈ,.. 

 

 

~~~~~~~~

 

 

"આરીફ સાહેબ કોઈ આયા હૈ,.." 

 

"કિસકો બુલાયા થા ?" 

 

"મેને કિસીકો નહિ બુલાયા બટ મેડમ ને શાયદ બુક કિયા થા પરસો રાત કો ,... "

 

"ઓહ્હ વો,... ભેજ દે,... " 

 

કબીર આરીફ સાહેબના આસિસ્ટન્ટ ને પોતાની અપોઈન્ટમેન્ટ ની ખબર આપ્યા પછી આમતેમ જોતા પોતાને કોઈ બોલાવે એની રાહ જોઈ રહ્યો હતો,.. 

 

"આ ભાઈ આ,.. સાહબ ને બુલાયા હૈ,.. સીધે ચલે જાના ,.. રાઈટ વાલી ઑફિસ,.. નામ લિખા હૈ,.. 

"આરીફ રહેમાન,.." 

 

"ઓકે સાહબ,. થેન્ક યુ સાહબ,.." 

 

કબીર સીધો સીધો ચાલવા લાગ્યો,.. 

 

ભગવાન ને યાદ કરતા આજે નસીબ ને અજમાવી લેવાનું નક્કી કરી રહ્યો હતો,.. 

 

રોજ રોજ મોકા મળતા નથી હોતા ,.. સારું થયું બે દિવસ નો સમય પણ મળી ગયો રિયાઝ માટે,.. છોટી કેટલી ખુશ થઇ જાય છે હું ગાઉ ત્યારે,.. છોટી ને યાદ કરતા જ એના મોં ઉપર સ્માઈલ ફરી વળી,.. 

 

એણે ધીરેથી દરવાજો નૉક કર્યો,.. 

 

"કમ-ઈન"

 

દરવાજો ખોલીને એ અંદર ગયો,.. 

"ગુડ આફ્ટરનૂન સાહબ,.. મેરા નામ કબીર હૈ,.." 

 

"હા, આજા આજા,..  ગાના ગા સકતા હૈ ? "

 

"આપ દેખ લો સાહબ,... " 

 

"પક્કા?"

 

"હા, સાહબ,.. "

 

"ચલ, ઉધર ચલા જા,.. દરવાજા બંધ કરકે, હેડ ફોન લાગે લેના,.. યે લાઈને હૈ, ...  ગાની  હૈ,... "

 

"ઠીક હૈ સાહબ,.. " પેપર હાથમાં લઈને એ રેકોર્ડિંગ રમ માં જતો રહ્યો 

 

આરીફ રહેમાને બહારથી જ આંગળીઓ બતાવી - એક - બે - ત્રણ - અને અંગુઠો બતાવતાની સાથે મ્યુઝિક ચાલુ થઇ ગયું,.. 

 

કબીર જાણે એ સંગીત માં પીઘળવા લાગ્યો - એણે શરૂ કર્યું 

"હિજ઼ કી રાત, વસ્લ કે દિન, દિલચસ્પ કહાની કહે દુ મેં 

  જો ના-અહેલ હૈ, ઉન હાથોસે, નિગરાની લે લૂ  મેં   

  પનાહ મિલ જાએ દિલકો જિસકા હાથ છું કર 

  બા-ખુદા ઉન હાથો મેં અપના સબકુછ દે દુ મેં .. "

 

"કટ,.. કટ,..  - માશા અલ્લાહ,.. માશા અલ્લાહ,.. ક્યાં ગા રહે હો મિયાં,.. સ્ટાર હો યાર તુમ તો,.. કિસી ઔર સે તો મિલે નહિ હો ના,.. ?"

 

"ઔર મતલબ,.. ? વો મેડમ,.."

 

"અરે ઉસકી બાત નહિ કર રહા હું મેં,.. મેરા મતલબ હૈ કિસી ઔર પ્રોડ્યુસર સે ,... " 

 

"અરે નહિ સાહબ,.. પહેલી બાર કિસીસે મિલ રહા હું,.. વો ભી આપસે,.. વો તો ઉસ મેડમને,.. " 

 

 

 

"અચ્છા ઠીક હૈ,.. સુનો કલ ફ્રી  હો તો આ જાના,.. હમ કોન્ટ્રાકટ બના લેંગે,.. જો આપ કો ઠીક લાગે - તીન સાલ યા ફિર પાંચ સાલકા,.. " 

 

"ઠીક હૈ સાહબ,.. પહેલે આપ કુછ ઔર ગાને ભી સુન લો,.. મેરા મતલબ હૈ હર તરહ કે,.."

 

"ઠીક હૈ .... આજાના કલ હી,.. કલ સે જીંગલ્સ શુરુ કર દેતે હૈ,.. "

 

"જી સાહબ,.... થેન્ક-યુ સાહબ,.. " 

કબીર સપનું જોતો હોય એમ અવાક થઇ ને ત્યાં જ સ્થિર થઇ ગયો,.. 

એના મનમાં નિયતિ નું વાક્ય વારે વારે સંભળાયા કરતુ હતું,.. 

" ક્યારેક ક્યારેક નસીબ ને અજમાવી પણ જોવું જોઈએ "

 

"કબીર સાહેબ, સ્ટાર બના દૂંગા આપકો, - બસ હમારે સાથ સ્ટાર મત બનના,.. ચલો,.. કલ સે હી કરતે હૈ કામ,.. એક જબરજસ્ત પ્રોજેક્ટ હૈ,.. "

 

"ઠીક હૈ સાહબ - કરતે હૈ ના,.. "

 

~~~~~~~~~~

 

સવાર સવારમાં કબીર નો ફોન જોઈને નિયતિ ખુબ ખુશ થઇ ગઈ,.. 

"હેલો,... કબીર સાહેબ,... આજ બહુ દિવસે ફુરસદ મળી,.. તમને,.. " 

 

"મેડમ  શું કામ ગરીબ ની મજાક કરો છો,.. રોજ ફૉન કરું છું - છેલ્લા છ મહિના થી,.. "

 

"હા, પણ પહેલા જેટલું મળતા નથી તમે,.. " 

 

"હા પણ, વીક માં એક વાર તમારી સાથે સ્પેશિયલ સેલિબ્રેટ કરું  છું,.."

 

"તોયે પહેલા જેવી વાતો નથી કરતા,.. "

 

"પહેલા કરતા સારી ગઝલો તો ગાઉ છું  ને ? સ્પેશિયલ તમારી માટે,... "

 

"હા પણ, હવે  ટેક્ષી માં નથી ફેરવતા - જુહુ છેલ્લે ક્યારે લઇ ગયા હતા યાદ છે?"

 

"અરે ટેક્ષી શું કામ ? હું લૅક્સેસ માં લઇ જાઉં છું,.. હવે ટેક્ષીમાં તમને શું કામ બેસાડવા પડે ?" 

 

"નારિયેળ પાણી, પાણીપૂરી, ભાજી-પાવ, વડા-પાઉં,.. બધું ભૂલી ગયા છો તમે,.."

 

"મેડમ, તમારું રોજનું લન્ચ કોણ મોકલે છે તમને ? - હવે એ લિસ્ટમાં તમે આ બધી આઇટમો ના માંગો તો હું શું કરું ?" 

 

"તો હવે,... પણ તમે,... " નિયતિ ને કશું મળતું નહોતું, એ  શબ્દો શોધી રહી હતી,.. 

 

"મેડમ, તમને ખબર નથી જે વ્યક્તિ મારી માટે બહુ મહત્વની હોય ને એમને હું ફરિયાદ ના મોકા શક્ય એટલા ઓછા આપું છું,.. "

 

"કબીર સાહેબ,.. "

 

"મેડમ તમારી પાસે સાંજે ટાઈમ હશે ? હું મારી ફેવરાઇટ જગ્યાએ લઇ જઈશ,.. આજે જ સાંજે,.."

 

"ચોક્કસ,... હું રાહ જ જોતી હતી,.. ક્યારે તમે ફ્રી થાઓ,.. " 

 

"જોયું ને,... આજે જ ,.. થઇ ગાયોને ફ્રી,.. એક સરપ્રાઈઝ પણ છે તમારી માટે,.. "

 

"સાંજે મળીએ,..." 

 

"હું પીક કરવા આવીશ,..."

 

"બાય,..." 

 

"બાય,.."

 

~~~~~~~~~

 

કાળી સ્ટ્રીપ ના ઢીંચણ થી થોડા લાંબા એવા રૅડ પાર્ટી ડ્રેસ માં કાળી બોર્ડર  અને કાળા બ્રોડ બૅલ્ટ સાથે નિયતિ એકદમ નાજુક લગતી હતી,.. 

 

જોતાજ કબીર ફ્લેટ થઇ ગયો,.. 

એણે જેવી વિચારી હતી એવી જ ડેટ એ અનુભવી રહ્યો હતો,.. 

એની નજીક આવીને નિયતિએ કહ્યું,.. "જઈશું,..?"

 

"આ,.. હા, હા,.. " કબીરે દરવાજો ખોલ્યો નિયતિ એની બાજુની સીટમાં ગોઠવાઈ ગઈ,.. 

 

"ડિનર સુધી રોકવામાં વાંધો નથી ને,..?" - ગાડી ચાલુ કરતા કબીરે પૂછ્યું 

 

નિયતિએ સ્માઈલ કરી,.. કબીર ને ખુબ ગમ્યું ,.. એ મનમાં ને મનમાં જ બધું ગોઠવવા મંડ્યો,.. 

આજે તો પ્રપોઝ કરી જ નાખવું છે,.. "આર યા પાર,.."

એણે કોટના ખિસ્સામાં મુકેલી રિંગ ને ખિસ્સા ઉપર હાથ ફેરવતા એકવાર ફરીથી તપાસી લીધી 

 

થોડે દૂર એક સુમસામ જગ્યાએ દરિયા કિનારે જઈને એક લારી પાસે ઉભો રહ્યો,.. 

"ભાઈ ગોલગપ્પા બનાવ,.."

 

બન્નેએ મન ભરીને ગોલગપ્પા ખાધા બાદ બન્નેએ બીચ ઉપર ચાલવાનું શરૂ કર્યું ,..

થોડે દૂર જઈને બન્ને એક પથ્થર ઉપર ગોઠવાઈ ગયા,.. 

 

કબીરને એક કોલ આવ્યો,..

"હા, ભાઈ આજા,.. હમ પહુંચ ગયે હૈ,.. "

 

 

 

નિયતિને ડર લાગ્યો,.. 

"કોણ હતું,.. ? કોની સાથે વાત કરતા હતા તમે ? કોને બોલાવો છો તમે .. ?" 

નિયતિએ ઉપરાઉપરી સવાલો પૂછવા મંડ્યા,.. 

 

કબીર જવાબ આપે એ પહેલા જ ત્યાં  એક છોકરો એક ટ્રેમાં થોડા વડા-પાંવ, અને કોલ્ડ-ડ્રિંક્સ લઈને આવ્યો,.. નિયતિ ને થોડી શરમિંદગી થઇ આવી,.. એને સમજાઈ ગયું કે ફોન માં જે જે ફરિયાદો કરી હતી એ બધી વ્યવસ્થા કબીર કરી રહ્યો હતો,.. 

 

નિયતિ રાહ જોયા વિના જ કહેવા લાગી,

"સૉરી કબીર સાહબ, મને ખબર જ નહોતી તમે મારી વાત ને આટલી સિરિયસલી લઇ લીધી હતી,.."

 

કબીરે સ્માઈલ કરી,..

મેં કહ્યું હતું ને કે - " જે વ્યક્તિ મારી માટે બહુ મહત્વની હોય ને એમને હું ફરિયાદ ના મોકા શક્ય એટલા ઓછા આપું છું"

 

નિયતિએ વડા-પાંવ ખાતા ખાતા અને કોલ્ડ-ડ્રિંક્સ  પીતા પીતા ફરીથી પૂછ્યું,

"હવે સરપ્રાઈઝ રહી નથી,.. હવે તો મને ખબર છે તમે ડિનર માં પાવ-ભાજી ખવડાવવાના છો "

 

"લે, કર વાત,... મને ખબર જ હતી કે શાર્પ છોકરીઓ સાથે દોસ્તી કરીએ ને તો આવું જ થાય,.. કોઈ સરપ્રાઈઝ રહે જ નહિ,.. " 

 

નિયતિએ સ્માઈલ કરી,.. 

 

"એટલે એક બીજી પણ એવી સરપ્રાઈઝ છે જેની ખબર કદાચ નહિ જ પડે તમને,..,.." 

 

"ઓકે,.. આઈ એમ વૅઇટિંગ ફૉર ધૅટ,.." નિયતિએ હસીને કહ્યું 

 

"સો, મૅડમ, શું કહો છો હવે  ? ,.. ફરિયાદ ગાયબ થઇ કે ડિનર પછી થશે ?"

 

"કબીર સાહેબ, તમે કહેતા હતા ને કે તમારી ફેવરાઇટ જગ્યાએ લઇ જશો,.. - આ હતી તમારી ફેવરેટ જગ્યા ?" 

 

"અરે સાચું કહું તો,.. આખ્ખુ મુંબઈ મારુ ફેવરેટ છે,.. જ્યાં સવારી ત્યાં હું,.. જીવતો જ હતો એવી રીતે,.. કયો ખૂણો એવો છે જેને હું ફેવરેઇટ ના ગણું,.. ? જયારે જે સ્થળ ઉપર જવાની જરૂરિયાત એ મારુ ફેવરેટ,.."

 

"તો આજે શેની જરૂરિયાત હતી ? મને અહીં લઇ આવ્યા,.. "

 

"તમે કીધું હતું ને ,મેં કેટલા દિવસથી તમને -  નારિયેળ પાણી, પાણીપૂરી, ભાજી-પાવ, વડા-પાઉં,.. કશું ખવડાવ્યું નથી,.. બસ,.. મેં જૅકી ને ફૉન કર્યો એણે કીધું સુપર એકાંત,.. બીચ વોક,.. અને અહીંયા ક્રાઉડ પણ ઓછો હોય છે,.. એનો દોસ્ત છે લારી હતી એની એક જમાનામાં,.. હવે રેસ્ટોરન્ટ છે મલાડમાં નાની એવી,.. ત્યાંથી એક છોકરાને વડા-પાંવ અને ડ્રિંક્સ સાથે તૈયાર કર્યો હતો,.. ગોલગપ્પા ની લારી પણ આપણા બે ને થાય એટલા જ પૂરતી હતી,.. સ્પેશિયલ આપડા બે માટેજ હતી,.. "

 

"શું વાત કરો છો,.. ?"

 

"હાસ્તો, .. તમે કઈ જે તે થોડી છો,... આપડે આટલું તો અફોર્ડ કરી શકીએ બાપુ,.. તમને શું લાગે છે સ્ટાઇલ મારતા  ખાલી શાહરુખ ખાન ને જ આવડે,.. ?" 

 

નિયતિ હસી પડી,.. 

 

"લે,... એમાં હસવા જેવું શું છે ?" 

 

"કઈ નહિ,.. એક વાત પૂછું ?" 

 

"પૂછોને,.."

 

 

"સરપ્રાઈઝ શું છે ?  - આઈ મીન,... ટૅલ મી બીફૉર ડિનર,.. પ્લીઝ,..  " 

 

"હા હા કેમ નહિ,.. ? અગર તમારી ઈચ્છા એવી હોય તો એમ,..  "

 

"તો હવે સિક્રેટ ઓપન કરી નાખો,.. શું છે એ  સરપ્રાઈઝ,.."

 

"પહેલા તમે પ્રોમિસ કરો કે તમે જમ્યા વિના ઘેર નહિ જાઓ,.."

 

"પ્રોમિસ,.."

 

કબીર ધીરેથી બોલ્યો  

"કેવું તો હતું ડિનર પછી પણ માનો  તો મૅડમ શેના,..? તો વાત એમ હતી કે - દારૂ સિગરેટ પીતો નથી,.. જુઠ્ઠું કદી બોલતો નથી,.. જવાબદારી થી ભાગતો નથી,.. કોઈને દુઃખ થાય એવું કઈ કરતો નથી,.. નસીબ ને અજમાવવામાં શું કામ પછી પાની  કરવી એવું તમે શીખવાડ્યું ને એટલે હું સૌથી પહેલા તો તમારો આભાર માનું છું,.. મારી માટે જે કઈ પણ તમે કર્યું એની માટે થેન્ક-યુ,... " 

 

"ઓકે,.. " નિયતિ એ સ્માઈલ કરીને કહ્યું,.. "ચાલો ,... રસ્તામાં વાત કરીએ,... "

 

ગાડી રોડ ઉપર આવતાજ નિયતિએ ફરીથી પૂછ્યું 

"સરપ્રાઈઝ,... "

 

"ભૂલ્યા નથી - રાઈટ ?" 

 

બન્નેએ સ્માઈલ કરી,.. 

 

કબીરને વાત કેમની કરવી એ સમજાતું નહોતું એણે કહ્યું,

" સરસ લાગો છો આજે,.." 

 

"રોજ નથી લગતી,.. ?" 

 

"આઈ મીન આજે વધારે સરસ લાગો છો,.. " 

 

"હંમમમમ,... " 

 

"તો હું કહેતો હતો,..  મારી એક બહેન છે,.. હું દારૂ નથી પીતો, ... "

 

"હા હા મને ખબર છે,.. આ બધું તમે કહી ચુક્યા છો,... જે કહેવું છે એ વાત કરો,.. "

 

"યાર ઘભરાઈ જવાય ત્યારે આવું જ થાય,... મેડમ, બોલવું કશુંક હોય છે અને કહેવાય જાય કશુંક બીજુંજ,.. " 

 

"હાસ્તો, આવા કશાક માં કશુંક ભેળવા રહેશો તો કશુંક ઔર જ બની જશે,.. પછી બધી ગડબડ થઇ જાય,.."  

 

"મેડમ, તમને હું પાગલ લાગુ છું ને,..?"

 

"કબીર સાહેબ, તમને હું ઠીક લાગુ છું ?" 

 

"મૅડમ, મોટા મોટા લોકો ની વાત જેટલું વજન કદાચ ના જોવા મળે તમને મારી વાતમાં,.. કદાચ મારી વાત નો ભાર એટલો ના પડે તમારી આગળ, પણ આજે સાચું કહું તો નથી રહેવાતું કહ્યા વિના,.. "

 

"એક મિનિટ,.." નિયતિ ના મોબાઈલના રણકવાથી એણે કબીરને રોક્યો,.. 

ફૉન ડિસકનેક્ટ કરીને એક મેસેજ કર્યા બાદ નિયતિએ ફરીથી વાત આગળ ચલાવી,"શું કહ્યા વિના નથી રહેવાતું?"

 

"તમે સાચેજ બહુ સારા ઇન્સાન છો,.. મારી લાયકાત નથી તમને આવું કહેવાની તોયે - ક્યારેક ક્યારેક નસીબ ને અજમાવી લેવું જોઈએ,.. શું ખબર મારુ કિસ્મત,... મારી નિયતિ,.. " એ આગળ બોલી ના શક્યો,.. 

 

"ગાડી ઘેર લઇ લો કબીર સાહેબ,.. " શુષ્ક થઈને નિયતિએ જવાબ આપ્યો,.. 

 

"મેડમ, સોરી મેડમ,.. " 

 

"પ્લીઝ કબીર સાહેબ,.. જલ્દી ગાડી ઘેર લઇ લો,.. " 

નિયતિ વારે વારે ફૉન સાથે રમી રહી હતી,.. પણ કોલ કરવાનું જાણે ટાળતી રહી,.. 

 

ગાડી ઘરના રસ્તે ચાલવા લાગી,.. 

બન્ને તરફ ભારે મૌન ફેલાઈ રહ્યું,.. 

કબીર થોડો ડરી ગયો થોડો નિરાશ પણ થયો,.. 

પોતાની વાત કહી દેવા બાદલ એને પારાવાર પસ્તાવો પણ થયો,.. 

 

ઘર સુધી પહોંચીને એણે ગાડીનો દરવાજો ખોલ્યો 

નિયતિ બહાર નીકળીને સીધી દોડી રહી 

 

કબીર સ્થિર થઈને ત્યાંજ ઉભો રહી ગયો 

એ નિયતિને જતા જોઈ રહ્યો,.. 

એનીનજર સામે ચા ની લારી, અને આસિફ રહેમાન નો આસિસ્ટન્ટ  દેખાઈ રહ્યા,.. 

 

નિયતિ પોતાના ફ્લૅટ ની લિફ્ટ સુધી પહોંચી ગઈ હતી 

 

કબીર ને થયું કિસ્મત અજમાવવામાં હવે પાછું પડાય એમ નથી,.. 

એ સ્વગત બોલ્યો,.. 

"એક ગુજ્જુ મર્દ છે તું કબીર,.. એક ગુજરાતણ નો સવાલ છે,.. આજે નહિ તો ક્યારેય નહિ,.. ય હોમ કરીને પડીજા તું, ફતેહ જ ફતેહ છે,.. " 

 

એ ભાગ્યો એ બિલ્ડીંગ સુધી 

લિફ્ટ ઑલરેડી 11 માં માળે પહોંચી ચુકી હતી,..

 

 

એણે પાછા આવીને સિક્યોરિટીને નિયતિના એપાર્ટમેન્ટ નો નમ્બર પૂછ્યો "1107"

ભાગતા આવીને લિફ્ટ નું બટન દબાવ્યું 

11 માં માળે પહોંચતા તો એને 11 વર્ષ વીતી ગયા હોય એમ લાગ્યું 

આમતેમ જોતા 1107 નો દરવાજો ખુલ્લો દેખાયો 

 

એણે ત્યાં પહોંચીને અંદર નજર નાખી 

એક માણસ નિયતિને બૅલ્ટથી મારી રહ્યો હતો,.. 

 

"સાલી,.. મેરે ઘર મેં રહે રહી હૈ ઔર મુજે હી ઇગ્નોર કર રહી હૈ,.. કહા ગયી થી બતા  મેરેકો,.. સિંગર બનના હૈ મેડમ કો,.. " 

 

નિયતિએ જવાબ ના આપ્યો,.. એટલે એણે નિયતિનું જડબું પકડીને હચમચાવી નાખી, 

 

"રાંડ સાલી, યાર સે મિલને ગયી થી,.. ફૉન કાટતી હૈ મેરા,... " બોલીને એક સટાક દઈને એક ઔર થપ્પડ નિયતિને ચોડી દીધી 

 

દરવાજે ઉભેલા કબીર નું માથું સુન્ન થઇ ગયું હોવા છતાં એને આ અવાજ જાણીતો લાગ્યો   

ગાડીમાં ફોન સાથે રમતી નિયતિ એને નજર સામે દેખાઈ આવી,.. 

દરવાજો ખુલ્લો હોવા છતાં કબીરે બેલ માર્યો,.. 

 

એ માણસે ધીરેથી લાઈટ કરી 

 

કબીર અને આરીફ રહેમાન ને આમને સામને જોઈને નિયતિ શોક્ડ થઇ ગઈ,.. 

 

"અરે હીરો,... મેરા સ્ટાર,.. મેરા કબીર,... " આરીફ રહેમાન કબીર ની નજીક એને ભેટવા ગયો 

 

કબીરે પોતાના જમણા હાથ નો પંજો આરીફ રહેમાન ની છાતીમાં વાગે નહિ એમ જડી દેતા એને આગળ આવતા અટકાવ્યો. ડોકું નકારમાં ધુણાવીને ધીરેથી કહ્યું, "અબ નહિ આરીફ સાહબ,... બૉસ હોંગે આપ સ્ટુડિયો મેં યહાઁ  નહિ,.. " 

 

"તુમ જાનતે ભી હો મેં ક્યાં કર સકતા હું,.. ?"

 

"અચ્છી તરહ સે,.. ક્યા લગતા હૈ આપકો - હર બાર કોન્ટ્રાકટ સાઈન કરનેકી  બાત કો ક્યુ ટાલતા થા મેં ?" 

 

"ગલતી કર રહા હૈ તું,.. યાદ રાખ,.. "

 

"નહિ સાહબ, ગલતી સુધાર રહા હું,.. જિસ દિન સમજ આયા કી - નિયતિ કહેને પર આપ મુજ જેસે ઇન્સાન કી જિંદગી બના સકતે હો મગર ઉસકો અપને બસમેં રખને કે લિયે ઉસકે કરિયર કી વાટ લાગે રહે હો,..  ઉસી દિન તય કર લિયા થા આપ કે સાથ કામ નહિ કર સકતા,..  જો ઉસકા ના હો સકા જિસને જિંદગી સોંપ દી,  વો મેરા ક્યાં હોગા,.. ? "

 

"બરબાદ કર દૂંગા - તુજે ભી ઔર ઇસકો ભી,.. " - થોડો પાછો પડતો હોવા છતાં આરીફ શક્ય એટલી તાકાત અજમાવવાની નાકામ કોશિશ કરી રહ્યો હતો,.. 

 

"ઍઍયયયયયય, ....... " જોરથી રાડ પાડતા કબીર બોલ્યો, " આંખ ઉઠાકર દેખ ઉસકી તરફ અબ,.. આંખ નિકાલ કર ગોટીયોં કી તરહ હાથ મેં દે દૂંગા,.. ઑટોમોબાઇલ એન્જિનિયર હું, મુહ મેં હાથ ડાલ કર એન્જીન કી તરહ કલેજા મુહ સે નિકાલ લૂંગા,.. " 

 

નિયતિની સામે અત્યાર સુધી રાખેલો દબદબો હાથમાંથી  સરકતો જોઈ રહેલો આરીફ રહેમાન આટલા  ઈન્સલ્ટ પછી જોરથી તાડૂક્યો ... " તેરા કરિયર ભી બરબાદ ના કર દિયા તો મેરા નામ ભી આરીફ રહેમાન નહિ,.. સાલે,.. દેખ લે તું,... " 

 

"અચ્છા ?,... " કબીરે પોતાનો મોબાઈલ કાઢ્યો,.. એક નંબર ડાયલ કર્યો,.. સ્પીકર ઑન કરી એના મોં પાસે લઇ ગયો,.. સલમાન ખાન - નામ જોઈને આરીફ અડધો ઢીલો થઇ ગયો,.. એના હાથપગ ધ્રુજવા લાગ્યા,.. પણ હજીયે એને ભરોસો નહોતો પડતો એટલે એ કાન દઈને ફોન ઉપડે એની રાહ જોવા લાગ્યો,.. 

 

 

 

"કબીરભાઈ,... મેરે યાર,.. કબસે ઇન્તજાર કર રહા હું તેરા મેરે દોસ્ત,.. આજ આઓગે નહિ દારૂ પીને,..?" સલમાન ખાન નો અવાજ સાંભળીને શું બોલવું એ સમજાયું નહિ ... આરીફ ની સાથે સાથે નિયતિ પણ આશ્ચ્રર્ય સાથે આ બધું ફાટી આંખે જોઈ રહી  ....   

 

"સલ્લુ ભાઈ,... એક બંદા હૈ,.. હમે પરેશાન કર રહા થા ભાઈ,.. આપ હી કી ઈન્ડસ્ટ્રિકા હૈ,.. "

 

"અચ્છા ?,.. ઇતની હિમ્મત,.. ? નામ બતા,.. .. ઉઠા લેંગે સાલેકો,.. ઇન્સ્ટ્રીસે ઉસકી હસ્તી ગાયબ કર દેંગે,.. તુજે કુછ નહિ હોને દેંગે મેરે ભાઈ,.. વાદા હૈ અપના,.. બતા, કોન  હૈ વો,.. ?" 

 

"અભી નહિ ભાઈ,... મેં ખુદ નહિ નિપટ પાયા તો બતા દૂંગા,.. " - આટલું બોલતા જ કબીરે ફૉન કાપ્યો,.. 

 

શું બોલવું આરીફ ને સમજાયું નહિ,.. 

એણે છેલ્લો દાવ માર્યો,.. 

 

"દેખ ભાઈ, નિયતિ મેરી ગર્લફ્રેન્ડ હૈ,.. વો તેરે સાથ નહિ આયેગી,.. "

 

"વો ઉસે તય કરને દો આરીફ મિયાં,.. " બોલીને એ નિયતિ તરફ વાળ્યો,.. 

 

કબીરે ખિસ્સા માંથી રિંગ કાઢીને ઢીંચણીયે બેઠા વિના જ એક ગુજરાતીની સ્ટાઈલમાં જ પૂછી નાખ્યું,..  

"હવે મેઈન વાત મૅડમ,.. - હૈસિયત ની પરવાહ કર્યા  વિના મારા જેવા ટેક્ષી ડ્રાઇવરને  અને  છોટી ને અપનાવી શકો ? "    

 

નિયતિ ની આંખો માંથી વહી રહેલા આંસૂ ની સાથે સાથે એના શબ્દો પણ વહી રહ્યા હતા,.. 

એ કશુંજ બોલી શકી નહિ,.. શું બોલવું એને સમજાતું નહોતું 

 

કબીર ધીરેથી એના કાન ની નજીક જઈને બોલ્યો, - "ક્યારેક ક્યારેક કિસ્મતને અજમાવી પણ જોવું જોઈએ,.."

 

અરીફની સામે નિયતિ કબીરને વળગી પડી,.. ધ્રુસકે ધ્રુસકે રડી પડી,.. 

 

આરીફ નિયતિની પાછળ હોવાથી નિયતિ એને પોતાની તરફ ધસી આવતો જોઈ શકે એમ નહોતી,.. એ પોતાની જ ધૂનમાં બધું ભૂલીને કબીરની બાહોમાં હતી અને કબીર એને  કદીયે ના છોડવાનો  હોય એમ જોરથી વળગીને ઉભો હતો,.. 

 

કબીર ધીરેથી નિયતિને પોતાનાથી અલગ કરીને એના ખભાની આસપાસ પોતાનો હાથ વિટાળીને નિયતિને દરવાજા તરફ લઇ જઈ રહ્યો હતો,.. 

 

આરીફની બાજુમાંથી નીકળતા એને આરીફનો અવાજ સંભળાયો,..

"જ્યાદા દિન નહિ ચલને વાલા યે ડ્રામા, એસી બન્દિયા શાદી કે લિયે નહિ હોતી,.. મજે લેને કે લિયે હોતી હૈ,.."

 

સટાક,... આરીફ ના ગાલ ઉપર કબીરની થપ્પડ જોરથી જાડાઈ ગઈ,.. લાલ આંખ સાથે કબીરે કહ્યું,

"સાલે,.. ટાંગો કે બીચ સે સોચના બંધ કર,.. યે ટેક્ષી ડ્રાઇવર કે હાથ ઔર ઇંજિનિયર કે દિમાગ હૈ,.. બહોત ભારી  પડેગા,.. બડે સ્ટાર્સ બનાયે હોંગે તુને,.. એક અચ્છા ઇન્સાન નહિ હૈ તું,... વો બન કર દિખા,.. "

 

કબીર અને નિયતિ ત્યાંથી નીકળી દરવાજે પહોંચ્યા,... 

 

"રાંડ સાલી,... બાસ્ટર્ડ,.." આરીફ નો અવાજ સંભળાતા જ નિયતિએ પાછા  વળીને  એક ઔર થપ્પડ આરીફના ગાલ ઉપર જડી દીધી,.. એક આંગળી એની આંખ સામે લઇ જઈને એક પણ શબ્દ બોલ્યા વિના એને વૉર્ન કરી આવી,.. 

 

~~~~~~~~

 

રાત ના અંધકારમાં 60ની સ્પીડ ઉપર ગાડી રોડ પર જઈ રહી હતી,.. 

 

 

 

છેલ્લા બાર મહિના થી સહી રહેલી ખોટી પ્રોમિસ અને આરીફ રહેમાન ના બેરહેમ બળાત્કાર માંથી છૂટકારો મળી ગયો છે એ વાત હજીયે નિયતિ માની શકતી નહોતી,.. 

 

"ચલો મેડમ,... " કબીરના અવાજથી એને અહેસાસ થયો આખે રસ્તે એ અતીત ના અત્યાચારમાં જ ખોવાયેલી હતી,... 

 

ગાડી પાર્કિંગ માં પાર્ક થઇ - કબીર દરવાજો ખોલીને નિયતિના બહાર આવવાની રાહ જોતો ઉભો હતો,

 

"કબીર સાહેબ,.. " 

 

"મેડમ,.. કબીર બોલો,... હવે હું સિંગર નથી રહ્યો,.. એ જ ટેક્ષી ડ્રાઇવર છું,... "

 

કબીરે જરાયે હિચકિચાયા વિના નિયતિ સામે પોતાનો હાથ ધર્યો,.. 

એ આટલી જ રાહ જોઈ રહી હતી,.. કે કબીર જેવું કોઈ મળે જેનો હાથ કોઈ દિવસ છૂટે નહિ,..

 

બન્ને હાથમાં હાથ નાખી માલાડની મિન્ટ રેસ્ટોરન્ટ માં દાખલ થયા,.. .. 

"ક્યારે,... સલ્લૂ ભાઈ,... " દાખલ થતાજ એણે બૂમ પાડી

 

" કબીરભાઈ,... મેરે યાર,.. કબસે ઇન્તજાર કર રહા હું તેરા મેરે દોસ્ત,... "  - કબીરને નિયતિની સાથે જોતા જ જૅકી પોતાની ધૂનમાં સલમાન ખાન ના અંદાજમાં બોલવા લાગ્યો,..     "કિસકી ઇતની હિમ્મત ભાઈ, નામ બતા,.. .. ઉઠા લેંગે સાલેકો,.. ઇન્ડસ્ટ્રીસે ઉસકી હસ્તી ગાયબ કર દેંગે,.. તુજે કુછ નહિ હોને દેંગે મેરે ભાઈ,.. વાદા હૈ અપના,.. બતાના, કોન  હૈ વો,.. ?"

 

કબીર, અને જૅકી ખડખડાટ હસી પડ્યા,.. 

નિયતિ ફાટી આંખે જોઈ રહી,.. 

ધીરેથી બોલી, "ઐસે ડરાતે હૈ કિસીકો,.. ? અગર ઉસે પતા ચલ ગયા તો ?" 

 

 

 

જૅકી એ કહ્યું, " કોન બતાયેગા ઉસકો ? આપ ? યા ફિર વો જાએગા સલ્લૂ ભાઈ કે પાસ ? પૂછને કે લિએ  ... "

ત્રણેય ખખડીને હસી પડ્યા 

 

"ખાના ખીલા યાર,.. પાંવ-ભાજી ખાની હૈ આજતો,.. ઔર દો-ચાર નારિયેલ ગાડી મેં રાખવા દેના,.. ઘર જાકે બાલ્કની મેં બેઠ કર પીએંગે,.. " - કબીરે કહ્યું 

 

"ગાના ગાઓ પહેલે, - મુફ્ત મેં કુછ નહિ મિલને વાલા,...." - જૅકી એ ખભા ઉલાળતા કહ્યું 

 

"તૂ ભી છોટી કી તરહ,... " 

 

"બિલકુલ, સહી કહે રહે રહા હૈ જૅકી,.. " નિયતિ બોલી,.. 

 

"વા,.. વા,.. ભા,....."    ભી બોલતા પહેલા જ કબીરે જૅકીના મોં ઉપર હાથ દબાવી દીધો અને નિયતિ સામે જોઈને ગાવા લાગ્યો,.. 

 

"ખુદા ભી આસમાસે જબ જમી પર દેખતા હોગા,.. મેરે મહેબૂબ કો કિસને બનાયા સોચતા હોગા,.. " 

 

નિયતિની આંખો ભરાઈ ગઈ,.. 

કબીરે એને પોતાની નજીક ખેંચી લીધી,... 

 

 

~~~~~~~

 

 

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED