Divorce books and stories free download online pdf in Gujarati

ડિવોર્સ ..... !!

~~~~~~~

ડિવોર્સ ..... !!

~~~~~~~

 

"કમ એન્ડ મીટ મી  ...  મિસિસ  પટેલ " - ફોન મુકતાજ આસ્થા ને ફરીથી  પેટ માં  ફાળ પડી  ...

ઓફિસ મોડી પહોંચી હતી..

 

મન માં ને મન માં ઘૂંટાતી આસ્થા ને આજે ખુબ જ દુઃખ પહોંચ્યું હતું. છેલ્લા 10 વર્ષ ના લગ્ન જીવન માં આસ્થા  ના   સુખ ના દિવસો ગણીએ તો - માત્ર સગાઇ અને લગ્ન વચ્ચે નો ગાળો અને હનીમૂન ના 10 દિવસ જ હતા... એ સિવાય ના અત્યાર સુધી ના દિવસો માં એ દુઃખી તો હતી જ પણ એના કરતા વધારે એ જવાબદારીઓ થી ઘેરાયેલી હતી .. 

 

આસ્થા ને એની જવાબદારી ઓ એ એના દર્દ નો અહેસાસ કરે એવો સમય પણ આપ્યો નહોતો  .. આસ્થા સાથે લગ્ન કરી ને અંશુ એ આસ્થા ની જવાબદારી તો નહોતી જ ઉપાડી બલ્કે પોતાના પરિવાર ની સંપૂર્ણ જવાબદારી એણે આસ્થા ઉપર નાખી દીધી હતી.. 

 

આસ્થા એ તો જાણે એક ફેમિલી ને દત્તક લઇ લીધું હતું.    

 

ફેમિલી ને સમય નહિ આપતા અંશુમન ને કોઈ ને કોઈ બહાનું મળી જ રહેતું. દરેક વખતે નવા નવા એક્સક્યુઝ હોતા. 

 

ઘર માં કોઈ સેટ અપ કરવાનું હોય - ફર્નિચર લાવવાનું હોય - ઇન્ડિયા જવા માટે ટિકિટ્સ બુક કરવાની હોય - ઇન્ડિયા માટે શોપિંગ - ગિફ્ટ્સ ખરીદવી - પેકીંગ - વીકલી ગ્રોસરી શોપિંગ - ફેમિલી ગેધરિંગ - બર્થડે પાર્ટી કે કોઈ પણ કામ આસ્થા એ એકલે હાથે જ કરવું પડતું.  

 

એટલું જ નહિ બધું જ તૈયાર થઇ જાય એટલે આસ્થા ને ગમે તેમ સમજાવી ને મનાવી લેવી અને આખરે ક્રેડિટ માં હિસ્સો લેવા તૈયાર થઇ જવું એ અંશુમન ની આદત હતી.  

 

અંશુમન ને ક્રેડિટ ની કોઈ પડી નહોતી પણ એ એક સારો પતિ છે એટલું બતાવવા માટે એણે આસ્થા ને દરેક વખતે પટાવવી પડતી. સોસાયટી માં પોતાનું સ્થાન જળવાઈ રહે તે માટે એ બધું જ કરે પણ ઘર માં એનું કોન્ટ્રીબ્યુશન લગભગ ઝીરો. 

 

આસ્થા ને ઓફિસે મુકવા લેવા સિવાય એક્સટ્રા કોઈ જ કામ અંશુમન ને ફાવે જ નહિ..

 

આસ્થા છેલ્લા 10 વર્ષ થી અંશુ સુધરી જશે... બદલાઈ જશે ની આશા સાથે જીવતી હતી.. પણ સુધારા ના નામે શૂન્ય .. 

 

પોતાની કેબીન માં ઘૂસતા  બોસ નો ઇન્ટરકોમ રણકી ઉઠ્યો હતો અને આસ્થા ફરીથી અકળાઈ ગઈ હતી  ... 

 

~~~~~~~~~~~

 

આસ્થા સાથે ની પહેલી મુલાકાત અંશુમન ના આંટી ને ત્યાં થઇ હતી.. 

અંશુમન નો પરિવાર આસ્થા ને જોવા આવ્યો હતો. અંશુમન ની આંટી અને આસ્થા ની મધર વચ્ચે સારી દોસ્તી હતી. બન્ને એક જ સ્કૂલ માં ભણાવતા હતા.. અંશુ ના આંટી એ પંજાબી સમોસા, ઇટાલિયન પાસ્તા અને ચાઈનીઝ સ્પ્રીંગરોલ સાથે ડ્રાય સ્નેક્સ અને કોલ્ડ ડ્રિંક્સ નો નાસ્તો પીરસ્યો હતો.. 

 

આસ્થા એટલી સમજદાર હતી કે એણે લગ્ન પહેલા અંશુમન ની આવક, એની આદતો અને એના પરિવારના સભ્યો ની માહિતી મેળવી લેવી હતી. એટલે આમ જુઓ તો અંશુમન કરતા એના સવાલો વધારે હતા - જાણેકે અંશુ નો ઇન્ટરવ્યૂ લેવાતો હતો.. અને આસ્થા ના સવાલો પણ કોમન નહોતા ..

 

વાતચીત માટે જયારે બન્ને એકલા પડયા ત્યારે આસ્થા ને સાફ સાફ મન્થલી ઇન્કમ પૂછવામાં ખચકાટ થયો એટલે એણે સવાલ ની સ્ટાઇલ બદલી ને પોતાની પુછપરછ ચાલુ કરી, 

"તમે કેટલા સમય થી દુબઇ માં છો ?"

"છેલ્લા 5 વર્ષ થી" 

 

"છેલ્લા 5 વર્ષ થી એક જ કમ્પની માં કામ કરો છો ?"

"હા ... "  

અંશુ એ કહ્યું  ત્યારે આસ્થા ને ફાઇનાન્સિયલ સેટિસ્ફેક્શન લાગ્યું અને એણે વિચાર્યું  કે 5 વર્ષ માં બેચલર માણસ દુબઇ ની ઇન્કમ થી થોડું ઘણું ભેગું કરી ચુક્યો હોવો જોઈએ. એ ઉપરાંત જોબ અને ઇન્કમ પણ  સ્ટેબલ તો છે જ 

 

આસ્થા એ બીજો સવાલ પૂછ્યો,  

"5 વર્ષ થી પરિવાર થી દૂર રહો છો  .. ડ્રિંક્સ કે સ્મૉક તો કરતાજ હશો ?"

"હું પાકો સ્વામિનારાયણ છું - પૂજા કર્યા વિના પાણી પણ નથી પીતો - હા, જૈનો જેવો ચુસ્ત નથી ઓનિયન ગાર્લિક ખાઉછું પણ ડ્રિંક્સ કે સ્મોક નથી કરતો" આસ્થા ને લાગ્યું કે કોઈ ખરાબ આદતો પણ નથી 

 

પછી એણે ત્રીજો સવાલ પૂછ્યો,

"તમારી સિસ્ટર ના ડિવોર્સ માં તમારી સિસ્ટર નો તો કોઈ વાંક જ નહોતો તો એમને ફરીથી લાઈફ માં સેટલ કરવાનો વિચાર તમને કેમ ના આવ્યો?"  

"આ બાબતે અમારી એમની સાથે વાત થયેલી જ છે કે એમને પસંદ હોય એવું પાત્ર એ બેઝિઝ્ક ઘર માં જણાવી શકે છે. અમને એમની પસંદ માં કોઈ જ પ્રોબ્લેમ નહિ હોય અને અમે પણ એમને લાયક હોય એવા પાત્ર ની શોધ માં જ છીએ.. એમની લાઈફ સેટલ થાય એને માટે અમે એમને પૂરતો સપોર્ટ કરીએ જ છીએ."  

આ જવાબ ના તારણ રૂપે આસ્થા ને લાગ્યું કે પરિવાર ના સભ્યો ની વિચારસરણી વિકસિત તો છે જ.. અને મોમ સિવાય કોઈ બીજી લાંબી જવાબદારી પણ નથી.. 

 

આસ્થા એ ચોથો સવાલ પૂછ્યો કે 

"તમારા ઘર માં બધા પરિવારજનો નો નૅચર કેવો છે ? "

"મારા પિતાજી થોડા સ્ટ્રીક હતા પણ મારા મોમ બિલકુલ સરળ અને ધાર્મિક છે. બાકી ના કાકા મામા ફોઈ માસી બધા જ મળતાવડા ... આમ જુઓ તો ઘણું મોટું કુટુંબ છે અમારું .. "

 

"તમારી સિસ્ટર ? એમનો નેચર કેવો છે  ? " આસ્થા એ ફરી થી પૂછ્યું 

 

"બધાજ સવાલો તમે પૂછશો તો હું તમારા વિષે તો કઈ જાણી જ નહિ શકું. તમારા વિષે કઈ જ નહિ કહો ? - મુલાકાત નો સમય પૂરો થયો એવી જેલર ની બૂમો પડવામાં હવે બહુ વાર નથી  "  આસ્થા થી હસી જવાયું હતું અને અંશુ ની સેન્સ ઑફ હ્યુમર નો અંદાજ પણ આવી ગયો હતો..  પરંતુ અહીં સિસ્ટર નો નેચર કેવો છે એ જાણવાનું હવામાં જ ઉડી ગયું  .... 

 

લગભગ 25 છોકરા જોયા પછી આસ્થા એ પોતાની મરજી થી અંશુમન પર પસંદગી ઉતારી હતી...  

 

~~~~~~~~~~

 

લગ્ન કરી ને અંશુમન આસ્થા ને પોતાની વિધવા માં અને ડિવોર્સી બહેન પાસે મૂકી ને દુબઇ આવ્યો હતો. . લગ્ન કરી ને અંશુમન એને જે ઘર માં લઇ ગયો તે પણ રેન્ટેડ ઘર હતું. લગ્ન પછીના પહેલા જ દિવસ થી અંશુમન ની સચ્ચાઈ ખુલવા લાગી હતી.. અને એને અંશુ ની સાચી આવક ની પણ જાણ થઇ ગઈ હતી. આસ્થા નો જીવ તાળવે ચોંટી ગયો હતો કે આટલી ઓછી ઇન્કમ માં પોતે અંશુ પાસે દુબઇ કેમ ની જઈ શકશે.. અંશુ ની દૂરી નો ડર આસ્થા ને હંમેશા એને સતાવવા લાગ્યો  ... 

 

લગ્ન પછી નો અંશુમન વગર નો એ દોઢ વર્ષ  નો ગાળો આસ્થા ને મજબુર કરી ચુક્યો હતો કે એ ગમે તેટલી ઓછી ઇન્કમ એડજેસ્ટ કરી લેશે પણ અંશુ વગર એકલી નહિ રહે... ખાસ એની મોમ અને સિસ્ટર સાથે તો નહિ જ.. 

ક્યારેક આસ્થા ને અંશુ માટે પણ શંકા થઇ આવતી  કે એની મોમ અને સિસ્ટર ની સેવા કરવા જ લઇ આવ્યો છે એને - દુબઇ માં કોઈ ચક્કર જ હશે અંશુ નું .. નહિતર 5 વર્ષ થી સૅઇમ કમ્પની માં કામ કરતો હોવા છતાં એની વાઈફ તરીકે દોઢ વર્ષ સુધી એનો વિસા કેમ નહોતો કઢાવ્યો અંશુએ ?

 

આટલું ઓછું હતું ત્યાં સુધી માં તો આસ્થા ને જણાયું કે સિસ્ટર ને સેટલ કરવાની ઈચ્છા બતાવનાર ભાઈ ની બહેન તો અહીં થી ક્યાંય જવા જ માંગતી નહોતી  ... આસ્થા ને લાગેલો આ સૌથી મોટો ઝટકો હતો.. 

 

સગાઈ પછી ના દિવસો એક જુઠ્ઠાણા પર ટકેલા હતા આસ્થા ને વિશ્વાસ નહોતો આવતો  ...જૂઠ થી સખ્ત નફરત કરતી આસ્થા ને છેતરાયા ની ફીલિંગ્સ થઇ આવી હતી.. બધી વાતો ના ખુલાસા રૂપે દરેક વખતે અંશુ અથવા એના પરિવાર તરફથી એક નવું જૂઠ અથવા નવું બહાનું આવી જતું ..

 

આસ્થા હવે અંશુ એની મોમ અને એની સિસ્ટર ઉપર ભરોસો કરી શક્તિ નહોતી એટલે એ બેગ લઇ ને પોતાને ઘેર આવી ગઈ  ... અંશુ ની મોમ અને સિસ્ટર સમાજ ના ડર થી વાત છૂપાવ્યે જતા હતા કે આસ્થા ઘર છોડી ને એને પિયેર પહોંચી ગઈ છે અંશુ સાથે વાત કરતા એની મોમ હવે આસ્થા ને પાછી લઇ આવવાના ઉપાય રૂપે અંશુ ને ફોર્સ કરી ને આસ્થા નો વિસા જલ્દી થાય એવા પ્રયત્નો કરવા લાગ્યા  ... 

 

કુદરત ની મરજી પણ કાંઈક એવી જ હતી  .. આસ્થા એ પ્રેમ કર્યો હતો અંશુ ને દોઢ વર્ષ ના ગાળા માં એકબીજા થી માઇલ્સ નું અંતર હોવા છતાં દિલ એક થઇ ચુક્યા હતા  ... પણ જૂઠ ખુલતા ગયા અને દર્દ વધતા  ગયા  .. 

 

આસ્થા એ પણ જાણતી હતી કે અંશુ કદાચ અઘરી પરિસ્થિતિ ને ટાળવા માટે  જ આવી ગોળગોળ વાતો કરી નાખે છે જે એક જૂઠ સાબિત થઇ સામે આવે છે  ... 

 

આસ્થા હવે થાકી ગઈ હતી  ... જો કે દુબઇ પહોચી ગયા બાદ બીજા ઇસ્યુ ઓછા થઇ ગયા હતા પણ અંશુ ની લેઝીનેસ અને એની બેદરકારી તથા જવાબદારી ટાળવાની આદતો એમ ની એમ જ હતી. 

 

આગળ આવવા અને તરક્કી કરવા આસ્થા એ જોબ કર્યા સિવાય છૂટકો જ નહોતો એ નક્કી હતું .. જેવી આસ્થા એ પણ જોબ ચાલુ કરી અને બસ, એમ જ બધું જ આસ્થા ને માથે આવી ગયું હતું..  

 

ત્યારથી લઇ ને અત્યાર સુધી આસ્થા એકલી ને એકલી બધું જ જાતે હેન્ડલ કરતી આવી હતી.. 

 

~~~~~~~~

 

બૉસ ના ફૉન મેસેજ થી આજે ફરીથી આસ્થા ના રૂટિન માં ખેંચતાણ થવાની હતી.. એટલે અકળાયેલી આસ્થા ફરીથી મૂડ માં નહોતી  ... થોડી પણ હૅલ્પ જો ઘર માં કોઈ ની મળી રહે તો એને માટે જોબ થોડી આસાન થઇ શકે.. પણ અંશુ ની મોમ એમની પાસે દુબઇ આવવા તૈયાર  જ નહોતી કેમ કે અંશુ ની સિસ્ટર મોમ ની સાથે હતી..  

 

બૉસ તરફથી મેમો મળતાજ આસ્થા ની આંખ માં પાણી આવી ગયા જેને એણે સખ્ત મહેનત થી ટાળ્યાં  .. એણે બસ મન માં ને મનમાં જ નક્કી કરી લીધું કે આજે અંશુ જોડે ફાઇનલ વાત થઇ જ જાય  ...

 

~~~~~~~

 

ડાઇનિંગ ટેબલ પર ડિનર પતવાની રાહ જોતી આસ્થા નો બદલાયેલો  મૂડ જોઈ ને અંશુ ને લાગ્યું કે આજે વાવાઝોડું આવવાનું છે.. એટલે એને કહ્યું, "આસ્થા હું વિચારું છું કોર્નિશ ઉપર વોક કરવા જઈએ અથવા મૂવી જોવા જઈએ.. તું નક્કી કર ક્યાં જવું છે?"

 

"મારે તારા થી દૂર જવું છે..  મને છોડ હવે ..  ના કોઈ ઘર માં મદદ કરે ના કોઈ વાતે સિરિયસ થાય.. તારી સાથે જે હતા એ બધા તરક્કી ની ટોચ પર પહોંચી ગયા.. મારો વિચાર કર્યો જ નથી તેં.. મારા સપના, મારી ઈચ્છા, મારી મરજી જોવાનો પ્રયત્ન કરતો જ નથી તું ક્યારેય.  તું પ્લીઝ મને ડિવોર્સ આપ  ... તો હું છૂટું " - આસ્થા એ અકળામણ કાઢી નાખી 

 

"યાર તારી મરજી જ તો પૂછું છું - તું નક્કી કર મુવી કે વૉક ? અને કદાચ તારી મરજી ના પૂછું તો તું જીદ કર - ડિવોર્સ ની વાત ક્યાંથી આવે એમાં ?"

 

"મને લાગે છે કે હું ભરાઈ ગઈ છું તારામાં - મારુ કરિયર ડામાડોળ થઇ જાય છે થાકી જાઉં છું હું.. નથી થઇ શકતું મારાથી આટલું બધું.. આઈ નીડ ડિવોર્સ એન્ડ ધેટ ઇઝ ફાઇનલ.." - આસ્થા એ કમ્યુનિકેશન વધે નહિ એટલે તિર મારતી હોય એમ બાણ છોડ્યું 

 

અંશુ હવે સિરિયસ થઇ ગયો "હું પ્રેમ કરુંછું તને આસ્થા - આમ છોડી દેવા નતી પકડી તને "

 

"હા હા ગુલામી કરાવવા જ પકડી હતી - મને ખબર નહોતી - પણ મારો નિર્ણય હવે નહિ ફરે.. મારે ઇન્ડિયા જવું છે હું મારુ બુકીંગ્સ કરાવી ને આવી છું"

 

આસ્થા એ બૉમ્બ ફોડ્યો અને અંશુ લગભગ રડી ગયો. અંશુ ને આસ્થા ના ગંભીર નિર્ણય પર ગુસ્સો તો આવ્યો જ પણ પોતાની બેદરકારી થી એ અપરિચિત પણ નહોતો જ.. 

 

જાત ઉપર ગુસ્સે થતો એ આસ્થા ને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો..

"આસ્થા, સૉરી યાર ફરીથી કોઈ દિવસ આવો બેજવાબદાર નહિ રહુ બસ.. ! માફ કર યાર.. આટલી બધી શું નારાજગી ?"

 

"છેલ્લા દસ વર્ષ માં તે આ વાત હજાર વાર મને કહી છે"

 

"ધીસ ઇઝ ફાઇનલ ચાન્સ  .. આઈ પ્રોમિસ જાન .. પ્લીઝ એક લાસ્ટ મોકો આપ મને  ... તને કોઈ ફરિયાદ નો ચાન્સ નહિ આપું જિંદગી માં  .... " 

 

આસ્થા ની લાલ આંખો માં જાણે એક જવાળામુખી ભડકતો હતો .. આસ્થા એ એક એવો લુક અંશુ ને આપ્યો કે અંશુ ની આગળ કશું જ બોલવાની હિંમત ના થઇ.. 

 

હવે અંશુ સમજી ગયો હતો કે વારે વારે અકળાઈ જતી આસ્થા એ ખરેખર ઘણું જ કર્યું હતું અંશુ માટે...  આસ્થા ખરેખર થાકી ગઈ હતી અંશુ થી, એ પોતે જોઈ શકતો હતો... અંશુ ને સાચા દિલ થી થતું હતું કે એણે આસ્થા ને સમજવામાં બહુ મોડું કરી નાખ્યું છે... પણ હવે એ આસ્થા ના નિર્ણય સામે બિલકુલ લાચાર હતો.. એ બિલકુલ ચૂપ જ થઇ ગયો.. 

 

આસ્થા એને છોડી ને મુંબઈ જઈ રહી હતી.. જુદા જુદા બેડરૂમ માં બન્ને પોતપોતાની જાત સાથે જ વાતો કરતા હતા.. આદત મુજબ આસ્થા અંશુ ની રાહ જોતી હતી કે એ એને મનાવવા આવે અને બીજી બાજુ અંશુ એ સમજી ચુક્યો હતો કે હવે કોઈ સ્કોપ નથી પોતાના સંબંધો સુધરી  શકે.. 

 

બે-ત્રણ વાર આસ્થા એ ફોન હાથ માં લીધો વૉટ્સએપ ખોલ્યું અંશુ ને ઓનલાઇન જોઈ ને આસ્થાએ ફોન પાછો મૂકી દીધો અને અંશુ ના એને મનાવવાના મેસેજ ની રાહ જોવા લાગી. .. પાંચ મિનિટ સુધી કોઈ જ મેસેજ નહિ મળતા એણે ફરીથી ફોન ઉઠાવ્યો અને જોયું તો અંશુ ઓફલાઈન થઇ ગયો હતો. 

 

આસ્થા ને ખુબ જ ગુસ્સો આવતો હોવા છતાં વિચારતી હતી કે અંશુ કોઈ દિવસ રડ્યો નથી આજે મારા એને છોડવાના નિર્ણય થી એ રડી પડ્યો કદાચ એ ખરેખર સુધરી જાય - પરંતુ ત્યાંજ એનું બીજું મન બોલવા લાગ્યું, કે એકવાર અંશુ સાથે વાત કે મેસેજ થશે તો એ ફરીથી ભરાઈ જશે.. તોય મન માં વિચાર્યાં કરતી કે હું રહી શકીશ અંશુ વિના? - આસ્થા પણ થોડી ડરી ગઈ... 

 

અંશુ ની સારાઈ જોવાની કોશિશ કરતી આસ્થા વિચારવા લાગી કે 

"દિલ ચીરી ને પ્રેમ કરે છે અંશુ એને - કોઈ કરી શકે આટલો પ્રેમ આસ્થા ને ? ઘેર જવાને બદલે ફ્રેન્ડ ને ત્યાં મુંબઈ જવાનો નિર્ણય સાચો હતો ? અંશુ ક્યાં નથી ઓળખતો એ ઉમા સિવાય બીજી કઈ ફ્રેન્ડ ને ત્યાં જવાની હતી  ? કદાચ અંશુ ઉમા  દ્વારા મને સમજાવવાની કોશિશ કરે તો ? હું જે કરું છું એ સાચું છે ? એણે મને દુઃખી કરી છે મને છેતરી છે એ સાચું - પણ અત્યારે હું યે  એને દુઃખી જ કરી રહી છું "  અતિશય પ્રેમ કરતી હોવા છતાં એ હવે અંશુ ની અંધાધૂંધ ટાઈપ ની જિંદગી થી કંટાળી ગઈ હતી.. સ્વીચ બંધ કરી ને સુઈ ગઈ.. 

 

અંશુ સમજતો હતો કે આસ્થા ના આ નિર્ણય માટે પોતે જ જવાબદાર હતો.. પણ ડિવોર્સ જેવી ભયાનક સજા માટે એ તૈયાર જ નહોતો.  

 

સવાર સવાર માં આસ્થા એ ફોન ખોલ્યો તો પાંચ સૉરી મેસેજ અંશુ ના.. અને એક ઉમાનો ફ્લાઇટ ડીટેલ પૂછતો.

 

આસ્થાએ પોતાની ફ્લાઇટ ડીટેલ ઉમા ને મોકલી એટલે ઉમાએ લખ્યું, "ધેર ઇઝ અ સરપ્રાઈઝ ફોર યુ" 

 

આસ્થા એ સ્માઈલ કરી ને ફોન મૂકી દીધો..

 

બેડરૂમ માંથી બહાર આવી  જોયું તો અંશુ તૈયાર થઇ ને શૂઝ પહેરતો હતો, અંશુ એ એક વાર આસ્થા ની નજીક જવાની કોશિશ કરી..  આસ્થા ઉંધી જ ફરી ગઈ.

તોય અંશુ એ ડરતા ડરતા આસ્થા ને પાછળ થી પકડી. આસ્થા ને કોઈ વીંછીએ ડંખ માર્યા હોય એમ એક જ ઝટકા સાથે અંશુ થી દૂર થઇ ગઈ. અંશુ એ આસ્થા ની પીઠ ને જોયા કરી પણ આસ્થા એ અંશુ ની સામું જોયું જ નહીં. 

 

અંશુ થી હવે રહેવાયું નહિ,

"આઈ લવ યુ આસૂ, આઈ કેન નોટ લિવ યુ, વ્હેનએવર યુ ફીલ ટુ કમબૅક, યુ કેન સ્વીટહાર્ટ. ધીસ હાઉસ ઇસ યોર્સ. એન્ડ આઈ એમ ઑલ યોર્સ.. ઑલ આઈ વોન્ટ ઇઝ યોર હૅપીનેસ, ઇફ યુ આર હૅપ્પી આઈ વીલ બી હેપ્પી" રડતા અવાજે અંશુ નીકળી ગયો 

 

આસ્થા ખુબ જ અકળાઈ ગઈ કે એરપોર્ટ છોડવા આવવાની તમીજ નથી રહી આને કેમનો છેલ્લો મોકો આપું ? સાંજ ની ફ્લાઇટ હતી કમ સે કમ એક દિવસ ની છુટ્ટી લઇ ને સામે રહ્યો હોત તો પણ એ મને છેલ્લી વાર જોઈ શક્યો હોત. 

 

આસ્થા પોતાના દરેક વર્તન ને કારણે અંશુ ને જાણે ધક્કા મારી ને એનાથી દૂર કરતી જતી અને છતાંયે અંશુ એને મનાવે એવી આશા રાખતી  ... ..

 

~~~~~~~

 

એરપોર્ટ પર બેઠેલી આસ્થા ના હાથ માં ટિકિટ્સ હતી તોય એને મુંબઈ જવાની ખુશી નહોતી... ફ્લાઇટ ને હજી વાર હતી એ બૂક હાથ માં લઇ ને પાના ફેરવતી હતી પણ વાંચી શક્તિ નહોતી..  

 

બે કલાક સુધી અકળાતી તરફડતી આસ્થા પોતે કડવા શબ્દો ઓકી ને આવી હતી તોય અંશુ ની રાહ જોતી હતી - એની નજર વારે વારે ફોન ઉપર પડતી હતી.. 

 

લગભગ દર મિનિટે અંશુ ની ચેટ-વિન્ડો જોયા કરતી.. અંતે ફ્લાઇટ માં જતા પહેલા એક વાર કૉલ કરવાની હિંમત કરી જ નાખી એણે - પરંતુ અંશુ નો ફોન સ્વીચ ઑફ  .... 

 

વધારે અકળાયેલી આસ્થા ને ફોન જોર થી પછાડવાનું મન થઇ આવ્યું, પણ એનાઉન્સમેન્ટ ને ફૉલો કરતી આસ્થા પોતાનો ફોન ઑફ કરી ને  ફ્લાઇટ માં જતી રહી..   

 

~~~~~~~

 

મુંબઈ પહોંચતા જ એરપોર્ટ  ઉપર ઉમા ને જોઈ ને ભેટી પડી. અને ત્યાંજ એનાથી ડૂસકું ભરાઈ ગયું.

 

"શું કામ આટલી હેરાન થાય છે ... " - ઉમા એ પૂછ્યું 

 

"મારા પ્રેમ ની કોઈ કિંમત જ નથી એને  ... આટલું બેદરકાર માણસ નથી જોયું મેં આજ સુધી  .. મારી જ કિસ્મત માં કેમ લખાયો એ  ... " આસ્થાની અકળામણ ઉમા ને જોઈ એ નીકળતી ગઈ અને ઘર સુધી પહોંચતા પહેલા જ એણે પુરી રામકથા ઉમા ને કહી સંભળાવી 

 

"બાય ધ વે સરપ્રાઈઝ શું છે ?" આસ્થા એ આંસુ લૂછતાં પૂછ્યું 

 

ઘર નો દરવાજો ખોલતા જ આસ્થા ને અંશુ દેખાયો - 

"સરપ્રાઈઝ .... !! " ઉમા એ કહ્યું  

 

ઉમાના ઘર માં અંશુ ને જોઈ ને આસ્થા ખુબ જ હરખાઈ ગઈ - લગભગ રડી જ પડી પણ એનો બળતો ઈગો ભભૂકી ઉઠ્યો જેની આગ ખુદ અંશુ ને પણ મહેસુસ થઇ .... આસ્થા એ કહ્યું, "ઉમા હું તને જોઈ ને રડું છું - મારી હાલત ઉપર રડું છું - અંશુ ને જોઈને નહિ.. " 

 

અંશુ ને કોઈએ જોર થી બૂલેટ શૂટ કરી હોય એમ લાગ્યું..   

 

નાની નાની વાત માં આસ્થા ઉપર આધારિત અંશુ અચાનક અનાથ થઇ ગયો હોય એવી ફીલિંગ્સ થવા લાગી.. અંશુ ને રડવું હતું પરંતુ ઉમાની સામે એ આંસુ કાઢી શક્યો નહિ .. પોતાની જિંદગી માં આસ્થા નહિ હોય એ વાત એને ધ્રુજાવી દેતી હતી .. અંશુ પોતાની બેગ લઇ ને ચુપચાપ ત્યાંથી નીકળી ગયો  ... ઉમા એની પાછળ દોડી પણ અંશુ એ લિફ્ટ નો દરવાજો બંધ કરી દીધો  ..   

 

ઉમા એ આસ્થા ને પૂછ્યું, "શું કરવા બેઠી છું આસુ, તારી લાઈફ માં અંશુ સિવાય કશું જ નથી .. એક જમાનો હતો તને અંશુ માટે આ બધું જ કરવું કેટલું સારું લાગતું હતું ..  અને હવે એ જ બધી વાત માટે તને અણગમો થાય છે ?"

 

આસ્થા એ જવાબ આપ્યો,"ઉમા પહેલે દિવસ થી હું ડગલે ને પગલે છેતરાતી આવી છું  ... મારાથી  હવે  આ સંબંધ નો બોજો નહિ ઉઠાવી શકાય "

 

"આ તારો ફાઇનલ નિર્ણય છે ? એક વાર ફરીથી વિચાર  ... " 

 

"હવે કોઈ જ વિચાર ને જગ્યા નથી ઉમા - મારી જિંદગી જો તું જીવતી હોય તો તને સમજાત  કે હું શું શું સહન કરું છું ... આજ સુધી એની દરેક વાત ને મેં આમ જ જતી કરી દીધી છે અને ઉપર થી એનું ફેમિલી એક પણ મોકો નથી છોડતું મને પરેશાન કરવાનો - ત્યારે પણ અંશુ મારી બાજુ માં નથી જ હોતો  ... આઈ એમ સૉરી પણ હવે હું થાકી ગઈ છું આ બધા થી  - મને હવે એની સાથે રહેવામાં કોઈ જ રસ નથી.."

 

"ઓકે .. તો શું કરવું છે તારે  ?" - ઉમા અકળાઈ ગઈ 

 

"કાલે જ ડિવોર્સ ફાઈલ કરી દેવા છે "

 

"તું સિરિયસ છે ? ખરેખર ?" - ઉમાએ ફરીથી અકળામણ માં પૂછ્યું 

 

"બિલકુલ - તું આવ મારી સાથે તો વેલ એન્ડ ગુડ અધરવાઇઝ હું જાતે જ લોયર ને મળી આવીશ" આસ્થા એ પોતાનો અંતિમ નિર્ણય ઉમા ને પણ જણાવી દીધો 

 

ઉમા વિચારો માં આખી રાત ઊંઘી જ ના શકી .. કેટલું સરસ જીવતા હતા બન્ને  .. ઉમાએ પોતાની નજરે જોયું હતું .. બીજે દિવસે ફોન કરી ને ઉમા એ અંશુ ને બધું જ કહી દીધું  ... આસ્થા હવે એક ની બે નહિ જ થાય અંશુ ને સમજાઈ ગયું હતું.. એ હવે અંશુ સાથે વાત કરવા પણ તૈયાર નહોતી .. 

 

અંશુ એકદમ ચૂપ ચાપ રહેતો હતો જે ઉમા જોઈ શક્તિ હતી. પણ કશું જ કરી શકે એમ નહોતી. આ કપલ ને તૂટતું જોવું ઉમા માટે પણ અસહ્ય હતું. 

 

આસ્થા બીજે જ દિવસે ઉમા સાથે લોયર ને મળી આવી હતી ડિવોર્સ પેપર્સ તૈયાર કરી ને અંશુ ના મીરારોડ વાળા એપાર્ટમેન્ટ ના એડ્રેસ ઉપર મોકલી દેવાના હતા.. 

 

અંશુ દિવસે ને દિવસે તૂટતો જતો હતો લગભગ અઠવાડિયા સુધી આસ્થા ના મેસેજ અને ફોન ની રાહ જોતો અંશુ શેવ કરવાની જહેમત પણ નહોતો ઉઠાવતો. એ નહોતો પ્રૉપર્લી સુઈ શકતો કે નહોતો જમી શકતો..  ઉજાગરા ને લીધે થયેલી લાલ આંખો અને   વધતી જતી દાઢી ને લીધે એ બિલકુલ દેવદાસ લાગવા લાગ્યો હતો..  

 

અઠવાડિયા સુધીની નિરાશા એ એને હવે બાર સુધી ધકેલી દીધો હતો.. 

 

રોજ અંશુ ની ખબર લેતી ઉમા અંશુ ની હાલત જોઈ શક્તિ નહોતી અને આસ્થાને સમજાવી શક્તિ નહોતી.. 

 

ધીમે ધીમે અંશુ એ દુનિયા થી રિશ્તો જ કટ કરી લીધો હતો. એને કોઈ ની સાથે વાત કરવી ફાવતી જ નહોતી. પોતાની ભડાસ કાઢવા જેવી કોઈ જગ્યા અંશુ ને જડતી જ નહોતી. 

 

પોતાની આસપાસ કોઈ ને ફરકવા નહી દેનાર અંશુ ને નશાની હાલત મા ઓટોરિક્ષા થી  ઉતરતા જોઈ ને આસ્થા ની આંખો માં થી આંસુ નીકળી ગયા. પણ ઈગો આસ્થા ને ઝૂકવા દેતો નહોતો. અંશુ ની હાલત માટે પોતાને જવાબદાર ગણતી આસ્થા નો ઈગો એટલી હદે મોટો થઇ ગયો હતો કે હવે આસ્થા માટે વટ નો સવાલ હતો અંશુ પાસે ક્યારેય પછી નહિ ફરે.

 

ઉમા આ વિખરતા પરિવાર ને જોઈ ને માત્ર પ્રાર્થના જ કરી શકતી. 

 

આસ્થા મુંબઈ ની ગલીઓ માં જો અજાણતા પણ અંશુ ની સામે આવી જાય તોય અંશુ ને ગૂંગળામણ થઇ જતી કે પોતે આસ્થા સાથે વાત પણ કરી શકતો નહોતો.  એનો શ્વાસ રૂંધાઇ જતો. અંશુ નું મન ફરી ફરી ને આસ્થા પાસે પહોંચી જતું.. 

 

ટેબલ પર મળતી તૈયાર કોફી, બેડ ઉપર પડેલા પોતાના ઈસ્ત્રી ટાઈટ રેડી કપડા, ચાર્જ થયેલો રેડી મોબાઈલ, ગાડી ની ચાવી, પોતાનું લેપટોપ, રેડી લંચ  બોક્સ અને બીજું કેટલુંયે નજર સામે દેખાવા લાગતું .. જે બધું જ આસ્થા સમય થી પહેલા રેડી કરી આપતી હતી 

 

અંશુ ને આસપાસ ની દુનિયા સાથે કોઈ મતલબ જ નહોતો રહ્યો ... ન્યુઝ અથવા કોઈ પણ અણબનાવ અંશુ માટે પોતાની બેહાલ દુનિયાથી વધારે મહત્વ નો હોતો જ નહિ .. એનું પીવાનું પણ દિવસે દિવસે વધી ગયું હતું .. 

 

અઠવાડિયા પછી અંશુ ના હાથ માં જયારે લોયર નું એનવલોપ પડ્યું ત્યારે અંશુ લગભગ ચીસ પાડી ઉઠ્યો હતો.. 

 

એ રીતસર ઉભો થઇ ને  કોઈ એવી વ્યક્તિ ને શોધવા લાગ્યો જેની ઉપર એ પોતાનો ગુસ્સો ઉતારી શકે.. રડી શકે.. કે પોતાની ભૂલ ના બદલામાં મળેલી આટલી મોટી સજા વિષે વાત કરી શકે.. 

 

એ રેડ લાઈટ એરિયામાં જઈ ને ઉભો રહ્યો. 

 

લાલ આંખો સાથે એક  ઓરત સાથે વાત કરતા અંશુ ના ખિસ્સા માંથી  પાંચસો પાંચસો ની 5 નોટો કાઢી લઇ ને એને એક રૂમ માં મોકલી દેવામાં આવ્યો  ... 

 

લગભગ રાત ના 2.00 વાગ્યા સુધી અંશુ કાંઈજ કર્યા વિના એ રૂમ માં પુરાયેલી છોકરી સામે કોણ જાણે શું લવારો કરતો રહ્યો .. અંશુ ને માત્ર એ છોકરી ના  ચહેરા સિવાય કશું જ યાદ નહોતું.. હોશ આવતાજ પોતે કઈ જગ્યાએ પડ્યો હતો તેનું ભાન થયું એ સાફળો ત્યાંથી ભાગી ને પોતાના એપાર્ટમેન્ટ સુધી પહોંચી ગયો. 

 

3.00 વાગે ઘેર આવેલા અંશુ ના મગજ માં હજારો સવાલો આવી ગયા  .. 

 

"બેહોશી ની હાલત માં મેં એ છોકરી સાથે શું શું કર્યું હશે - કાંઈ જ યાદ નથી આવતું ?   અરે હું શું શું બોલી ગયો હોઈશ એની સામે ? કદાચ આસ્થા વિષે કાંઈ ઉલટું સીધું બોલ્યો હોઈશ તો ? અગર મેં એ છોકરી ને નશાની હાલત માં કંઈ તકલીફ તો નહિ આપી હોય ને ?"  અંશુ ક્યારે સુઈ ગયો એને ખ્યાલ જ રહ્યો નહિ 

 

ઉઠ્યો ત્યારે લગભગ બપોર ના 2.00 વાગી ચુક્યા હતા  .. અંશુ નું માથું ભારે થઇ ગયું હતું .. રાત ના હેંગઓવર સાથે એને એ છોકરી ફરીથી દેખાઈ આવી.. અને રાત્રે વિચરતા વિચારતા અધૂરા રહી ગયેલા સવાલો ફરીથી અંશુ ના મગજ માં ઘૂમરાવા લાગ્યા  ... એણે મનોમન નક્કી કર્યું કે આજે રાત્રે જઈ  ને એ છોકરી ની માફી માંગી આવશે  ... પ્રોસ્ટિટ્યૂટ હોય તો શું થઇ ગયું ? એટલિસ્ટ એક ઓરત નું ઈન્સલ્ટ થોડું કરાય ? કદાચ એ છોકરી બે થપ્પડ મારશે તોય હું કઈ જ નહિ બોલું  ..

 

સાંજ પડતાજ અંશુ ડિનર  ટેબલ પર આસ્થા ના હાથ નું ડિનર વિચારી રહ્યો હતો  .. સાંજ પડતા સુધી માં તો અંશુ ને શરાબ નો નશો ડ્રગ્સ ની જેમ પોતાની તરફ ખેંચવા લાગતો  .. બે ત્રણ પેગ માર્યા પછી અંશુ સીધો માફી માંગવા એ જ છોકરી પાસે જઈ ચડ્યો  .. 

 

હાથ માં રહેલી બીજી બોટલ રૂમ માં જઈ  ને પીવા લાગ્યો  ... માફી માંગવા આવેલ અંશુ ફરીથી એ જ બકવાસ એ છોકરી સામે કરવા લાગ્યો ... " મારી આસ્થા  .. મને છોડી દીધો  ... હું મરી જ જઈશ એના વિના  .... મારો જ વાંક હતો  ... હું એને ખુશ ના રાખી શક્યો  ... મારાથી એના કોઈ સપના પુરા ના થઇ શક્યા  ... હું ફેઈલ થઇ ગયો  ... મારો સંસાર તૂટી ગયો  ... મારી આસ્થા ને મેં બહુ જ અન્યાય કર્યો છે  ... ભગવાન પણ મને માફ નહિ કરે  .. પણ પણ  પણ હું એને બહુ જ પ્રેમ કરું છું   ... બહુજ  .. ખબર છે કેટલો  ?  ... અઅઅ....  તારા થી પણ વધારે  ... સૌથી વધારે  ...  યુ નો વોટ ? ભલે એણે મને છોડી દીધો  .. પણ મેં ક્યાં એને છોડી છે ??" બોલતા બોલતા એ જોર થી હસવા લાગ્યો  અને હસતા હસતા એની આંખ ભરાઈ આવી અને એ ત્યાંજ સુઈ ગયો  .. 

 

સવાર ના ચાર વાગી ગયા  ...  એ છોકરી ને બાજુ માં જ સુતેલી જોઈ ને સૌથી પહેલા અંશુ એ એ છોકરી ના કપડા ચકાસ્યા  ... અને મનમાં જ  બબડ્યો, "કપડા તો બરાબર છે  ... મેં કશું જ કર્યું નથી આને  ... હાશ  .. !" - એને ત્યાંજ સૂતી મૂકી ને એ ત્યાંથી ચાલી નીકળ્યો  

 

અંશુ રોજ   વિચારતો કે એ પેલી છોકરી ની માફી માંગી આવે પણ રોજ એનો નશો એને એવી હાલત માં લઇ આવતો કે એ માફી માગવી ક્યાંય રહી જતી અને રોજ નવો બકવાસ એ છોકરી સામે થઇ જતો હતો.

 

લગભગ અઠવાડિયા સુધી આ સિલસિલો ચાલુ રહ્યો  ... 

 

બીજે દિવસે એ બે-ત્રણ પેગ માર્યા પછી જયારે ફરીથી એની પાસે પહોંચ્યો ત્યારે એ છોકરી એ હિંમત કરી ને અંશુ ના હાથ માંથી બોટલ લઇ ને સાઈડ ટેબલ ઉપર મુકતા કહ્યું, "મારે તમને એક વાત કહેવી છે - તમે રોજ નશા ની હાલત માં હોવ  છો એટલે હું કહી શકતી નથી - તમે આજે પ્લીઝ મારી વાત સાંભળ્યા પછી પીશો ?"  એ છોકરી બોલતા બોલતા લગભગ રડું રડું થઇ ગઈ   ... 

 

અંશુ એ ધીમેથી  એના આંસુ લૂછયા અને બન્ને આંખો ઉલાળી ને પૂછ્યું, "કાંઈ પ્રોબ્લેમ છે ? - જો યાર હું રોજ પૈસા આપું છું - મને ખબર નથી હું નશામાં તારી સાથે શું શું કરું છું  - પણ તને જો મેં કોઈ તકલીફ આપી હોય તો સૉરી.. મારો ઈરાદો તને તકલીફ આપવાનો નથી હું તો મારી તકલીફ દૂર કરવા ...... .... "  

 

"તમે મારી સાથે કશું જ કર્યું નથી  ... મને આજ સુધી અડયા પણ નથી  ... " એ છોકરી વચ્ચે જ બોલી ઉઠી - 

 

અંશુ ની સામે જોતા એ ફરીથી બોલી - "મને તમારાથી કોઈ તકલીફ જ થઇ નથી  ... પણ તમારી તકલીફ દૂર થાય એવો કોઈ ઉપાય હું તો શું દુનિયાની કોઈ પણ છોકરી નહિ કરી શકે  ... તમે ખોટી જગ્યા એ પૈસા ખર્ચો  છો  ... આજ સુધી તમે રોજ રાત્રે મારી સામે કોઈ આસ્થા ને લઇ ને ના સમજાય એવો બબડાટ જ કર્યો છે ... પણ છત્તા મને તો હવે આસ્થા ને પણ ઓળખતી હોઉં એવું મહેસુસ થાય છે  .. " એ છોકરી અતિશય ધીરા અવાજ માં ડરતા ડરતા અંશુ ને કહી રહી હતી 

 

અંશુ ને મનમાં ને મનમાં એક હાશકારો થયો કે હજુયે આસ્થા ને જ લોયલ હતો  .. નશાની હાલત માં પણ એ આસ્થાને ચિટ કરી જ ના શક્યો  .. તરતજ એને વિચાર આવ્યો પણ આસ્થા તો એને ચીટર જ સમજવા લાગી હતી  ...  "હશે..." મનમાં ને મનમાં બોલતો અંશુ એ છોકરી ને પૂછવા લાગ્યો, "તારું નામ શું છે ? અને તારે શું કહેવું હતું ? મને દારૂ પીતા રોક્યો હતો તે  ... રાઈટ ?"

 

એ છોકરી એ ડોકું હલાવી હા પાડી અને બોલી, 

 

"હું સ્નેહા છું  ... મને હૈદરાબાદ થી છેતરી ને લાવવામાં આવી છે .. આ ઘડિયાળ જ મને સમય બતાવે છે બાકી એ સિવાય બહાર સવાર પડે છે કે સાંજ મને ખબર જ નથી પડતી  ... છેલ્લા 20 દિવસ થી હું આ રૂમ  ની બહાર નીકળી જ નથી  ... પ્લીઝ મારી મદદ કરો ...  મારો મોબાઈલ પણ એમણે છીનવી લીધો છે  .. હું મારી વિધવા માં અને નાના ભાઈ ની એક ની એક બહેન છું  ... હૈદરાબાદ માં એક ટ્રાવેલ કંપની માં  રિસેપશન માં જોબ કરતી હતી  ... સારી જોબ ની લાલચ માં અહીં ફસાઈ ગઈ  .. મને ખબર નથી મારી માં અને મારા ભાઈ ની શું હાલત હશે ? તમારા પહેલા આજ સુધી મારી પાસે ટોટલ 12 લોકો આવી ગયા છે છેલ્લા 20 દિવસ માં - બધા એ મને લૂંટવા સિવાય કાંઈ જ કર્યું નથી  .. મેં દરેક પાસે મદદ માંગી પણ બધાજ શહેર ના સભ્ય લોકો છે એટલે કોઈ એમનું નામ ખરાબ કરવા માંગતા નથી - દરેક ને ડર છે કે મને મદદ કરતા પહેલા એક સવાલ એમને પૂછવામાં આવશે કે તમે આવી જગ્યાએ કેમ ગયા હતા ?" સ્નેહા એ પોતાના બે હાથ વચ્ચે પોતાનો ચહેરો છુપાવી દીધો અને પોતાનો અવાજ બહાર નાજાય એનું ધ્યાન રાખતા રાખતા એ ધ્રુસકે ધ્રુસકે રડી ગઈ.

 

"મારી ઉપર કેમ નો વિશ્વાસ પડે છે તને ?" અંશુ એ આશ્ચ્રર્ય સાથે પૂછ્યું 

 

"તમે અઠવાડિયાથી આવો છો પણ તમે પોતે જ હોશ માં જ નથી હોતા  ... તમારી નશા થી ચૂર થયેલી હાલત માં હું તમને શું કહું ? તમે આસ્થા થી દૂર થઇ રહયા છો - માત્ર એટલું જ સમજાય છે મને .. અને એની અતિશય તકલીફ થાય છે તમને - એ પણ દેખાય છે મને  - બસ એટલેજ મને લાગ્યું કે હું પણ મારા ભાઈ થી અને મારી માં થી દૂર થઇ રહી છું એ વાત તમે સમજી શકશો .. તમે ખરેખર  એક ખાનદાન માણસ છો ... પોતાની તકલીફ દૂર કરવા પણ તમે મને તકલીફ નથી આપી અને એટલે જ આજે મેં તમને શરાબ પીતા રોક્યા હતા  ... તમને મારી ઉપર ભરોસો ના પડતો હોય તો હું તમને મારુ એડ્રેસ અને મારા ભાઈ નો મોબાઈલ નંબર આપું - તમે ખાતરી કરી શકો છો કે હું ખોટું નથી બોલતી  ... પ્લીઝ મારી મદદ કરો  ... હું જીવન ભર તમારો ઉપકાર નહિ ભૂલું .. બસ થોડી મદદ કરી દો મારી પ્લીઝ  ... "  સ્નેહા ફરીથી  રડી પડી 

 

અંશુ નો બધો જ નશો ચૂર ચૂર થઇ ગયો  .. એનું માથું ભમવા લાગ્યું - લોકો ને કેટલી મુશ્કિલો નો સામનો કરવો પડતો હોય છે  અંશુ સ્તબ્ધ થઇ ગયો હતો - એ સ્નેહા ના પ્રોબ્લેમ ને લીધે પોતાની તકલીફ પણ ભૂલી ગયો - સ્નેહા નું એડ્રેસ અને એના ભાઈ નો મોબાઈલ નંબર લઇ ને બે ત્રણ દિવસ પછી આવશે કહી ને અંશુ સ્નેહા પાસેથી નીકળી ગયો  ...

 

ઘેર પહોચતાજ અંશુ ને આસ્થા ના ડિવોર્સ વાળું એનવલોપ ફરીથી દેખાઈ ગયું  .. થોડો નિરાશ થયેલો અંશુ પોતાને હવે બીજી જ ડિરેક્શન માં કેન્દ્રિત કરવા લાગ્યો  ... ડિવોર્સ ની નોટિસ ને અવૉઇડ કરી ને સ્નેહા ને મદદ કરવાના કામે લાગી ગયો  ... 

 

દુબઇ થી આવ્યા બાદ પહેલે જ અઠવાડિયે ડિવોર્સ ની નોટિસ અને બીજું અઠવાડિયું શરાબ ના નશા માં જતું રહ્યું હતું .. ત્રીજા અઠવાડિયા માં અંશુ એ પોતાની બધી જ ઓળખાણો અને બધાજ સૉર્સ કામે લગાડી દીધા અને ખાત્રી કરી લીધી કે સ્નેહા ની કહાની તદ્દન સાચી હતી ..  હૈદરાબાદ પોલીસ પણ સ્નેહાની શોધ મા જ હતી... સ્નેહા ના ભાઈ નીલેશે સ્નેહા ના ગાયબ થયા ની કમ્પ્લેન કરી હતી..

 

બધી જ તપાસ કરી ને  અંશુ પાછો મુંબઈ પોલીસ સુધી પહોંચી ગયો ...   

 

~~~~~~~

 

ઉમા ની આગળ હૈયાવરાળ કાઢતી આસ્થા હવે વધારે બેચેન થવા લાગી હતી.. 

ડિવોર્સ નું મક્કમ મન હતું એટલે ડરતી પણ હતી કે અંશુ કોઈ પણ અડચણ વિના એને ડિવોર્સ સાઈન કરી આપે તો એ એના ભરણપોષણ ની માંગ પણ નહિ કરે.. 

 

ડિવોર્સ ની નોટિસ મોકલ્યે ત્રણ વીક થઇ ગયા હતા પણ અંશુ તરફ થી કોઈ ફોન મેસેજ કે કોઈ પેપરવર્ક પાછું મળ્યું નહોતું .. અને આ જ કારણ હતું આસ્થા ની બેચેની વધવાનું  ... 

 

"હું એક ફાઇનલ નોટિસ ફરીથી મોકલીશ અને જો અંશુ એનો કોઈ રીપ્લાય નહીં કરે તો ડિવોર્સ ને જજ ની પરમિશન ની મહોર લગાવડાવી લઈશ .." આસ્થાએ ગુસ્સામાં જ  દીધું 

 

બેચેન ઉમા આ વાત અંશુ ને પહોંચાડવા તતપર  થઇ ગઈ પણ અંશુ એનો ફોન ઉપાડતો જ નહોતો.. ઉમા હવે વાત ને બગડતી જોઈ રહી હતી ..  ઉમા ને પણ હવે લાગવા લાગ્યું હતું કે આ ડિવોર્સ થઇ ને જ રહેવાના  ... અત્યાર સુધી એક ઉમ્મીદ હતી અંશુ તરફથી કે એ ગમે તેમ કરીને આસ્થાને મનાવવામાં સફળ થઇ જશે અને આ ડિવોર્સ અટકી શકશે  .. પણ અંશુ જે રીતે ઉમાનો ફોન અવૉઇડ કરતો હતો એ જોઈ ને ઉમા પણ ગંભીર થઇ ગઈ હતી  .. ઉમા ની બધી જ હોપ ઉપર પાણી ફરી વળ્યું હતું  .. 

 

~~~~~~~~~~

 

ડિવોર્સ ની ડેટ હતી આજે - આજે આસ્થા સવાર થી જ  પ્રાર્થના કરી રહી હતી - કે હે ઇશવર બધું જ તમને સોંપ્યુ છે - મારા બધા જ કામ  તમે પાર પાડજો .. અંશુ એ મને ખુબ જ પ્રેમ કર્યો હતો છેલ્લા 10 વર્ષ માં પણ એને એની કોઈ જ જવાબદારી નું ભાન નથી - હું એનામાં મારો હીરો શોધતી હતી.. અને એ શું નીકળ્યો.. ? કાં તો મને મારો હીરો પાછો આપો નહિતર મને એનામાં થી છુટકારો આપો.. પણ મારા બધાજ પ્રશ્નો સોલ્વ કરો ... હું હવે થાકી ગઈ છું આ બધું જ સાંભળતા સાંભળતા  ... " રડતી આસ્થા ભગવાન ને પ્રાર્થના કરી રહી હતી  ... 

 

ડ્રોઈંગ રૂમ ના કોફી ટેબલ ઉપરથી ન્યુઝ પેપર ઉઠાવતા ની સાથે જ એની આંખો આશ્ચ્રર્ય માં પહોળી થઇ ગઈ  .. એને ચીસ પાડી "ઉમાઆઆઆ ...... "

 

કિચન માં કોફી બનાવતી ઉમા દોડતી આસ્થા પાસે આવી ગઈ "શું થયું  ??"

 

આસ્થાએ ન્યુઝ પેપર ઉમાના હાથ માં થમાવી દીધું - મૅઈન પેજ ઉપર પરાક્રમ છપાયું હતું અંશુ નું એના ફોટા સાથે ... મોટા હેડિંગ સાથે  "એક રિસ્પોન્સિબલ નાગરિક  .... " અને સવિસ્તાર આખો અહેવાલ આર્ટિકલ ના રૂપે છપાયો હતો કેવી રીતે અંશુ એ આખું હ્યુમન ટ્રાફિકિંગ નું રેકેટ પકડાવ્યું હતું  ... મુંબઈ પોલીસ ના હાથ માંથી છેલ્લા 6 વર્ષ થી છટકી જતી આખી ગેંગ ને પકડવામાં સફળ થયેલી મુંબઈ પોલીસ આખેઆખો શ્રેય અંશુ ને આપતી હતી  .... 

 

આસ્થા આ ન્યુઝ વાંચતી વાંચતી ધ્રુસકે ધ્રુસકે રડતી જતી હતી  ... ન્યુઝ પેપર સોફામાં ફેંકતી આસ્થા ફરીથી દોડી ને ભગવાન પાસે જઈ ને ઉભી રહી ... "થૅન્ક યુ સો મચ ક્રિષ્ણા  .... મને મારો હીરો સહી ટાઈમે પાછો મળી ગયો..."

 

ચપ્પલ પણ પહેર્યા વિના - કોફી પણ પીધા વીના - ઉમા ને કઈ જ કહેવા ઉભી ના રહેલી આસ્થા સીધી કોર્ટ જવા દોડવા લાગી ...

 

ઉમા આસ્થા ને પાછળ થી દોડતી જોઈ જ રહી  .... અને મનમાં જ બોલી, "હે ભગવાન !! તારા સિવાય કોણ આ ડિવોર્સ અટકાવી શકત ??  હે ક્રિષ્ણા, બસ તું રક્ષા કરજે બધાની  .. !!  .."

 

~~~~~

 

અંશુ ના ફોન ની રિંગ વાગતા જ એણે અજાણ્યો નંબર જોયો ... ફોન ઉપાડતા જ અંશુ ને લાગ્યું કે કોઈ પોલીસ ઓફિસર નો ફોન હશે  ... અભિનંદન પાઠવવા  ...

 

"હેલો .... " અંશુ એ કોલ રિસીવ કરતા કહ્યું 

 

"મિસ્ટર અંશુમાન  ... આજે તમારા ડિવોર્સ ની તારીખ છે  ... આઈ હોપ આજે તમે કોર્ટ ની નોટિસ નું સન્માન કરી ને સમયસર રિસ્પોન્ડ કરશો  ... અને ટાઈમે કોર્ટ માં હાજરી આપશો  ...      "

 

"વકીલ સાહેબ, હું કોર્ટ માં જ છું ... લૉબી માં આસ્થા ની રાહ જોઉં છું ... સારું થયું તમે જ કોલ કર્યો મને  ... એક વાત ક્લીઅર કરવી હતી  ... આસ્થા શ્વાસ છે મારો  ... એક કાગળ નો ટુકડો અમને બન્ને ને એકબીજાથી જુદા નહીં કરી શકે  ... મને આસ્થા થી અલગ તો ખુદ આસ્થા પણ નહિ કરી શકે  ...  અરે કુદરત પણ અમને ફિઝીકલી અલગ કરવામાં કદાચ સફળ થઇ જાય.. પણ મને મારી આસ્થા થી અલગ તો મારો પ્રાણ પણ નહિ કરી શકે  ...  હું તો મરીશ તોય આસ્થા ની સાથે જ હોવાનો છું ... માઈન્ડ ઈટ  ... " 

 

ફોન કટ કરી ને અંશુ પાછળ વળ્યો  ... આસ્થા એક એક શબ્દ સાંભળતી રડતી હતી  ... અંશુ ને વળગી ને બોલી, "મારે નહી જોઈએ ડિવોર્સ  .... આઈ એમ સૉરી અંશુ"

 

અંશુ એ પણ કહી દીધું, "અરે લઇ લે  ... પહેલી વાર તારી ઈચ્છા પુરી કરું છું હું  ... ડિવોર્સ લઈશ તોય હું છોડીશ નહિ તને  ... લિવ-ઈન ઇઝ ઍ ઓપશન ટુ સ્વીટહાર્ટ ...." આસ્થા જોર થી કોર્ટ ની લોબી માં જ અંશુ ને ક્યાંય સુધી વળગી રહી ...

 

ઉમાને ત્યાં ડિનર કરતા જ બીજે દિવસે દુબઇ ની 2 ટિકિટ્સ બુક થઇ ગઈ  .....

 

~~~~~~~~~~~~~~

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED