ફોલો રિકવેસ્ટ Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફોલો રિકવેસ્ટ

શીર્ષક-ફોલો રિકવેસ્ટ
કોલમ-સ્ક્રોલ ડાઉન
લેખક- અલ્પેશ બારોટ

આજકાલ બ્લેક આઉટ કરી દેવું, ઘોસ્ટ કરી દેવું ખુબ જ સામાન્ય ઘટના છે. લોકો પાસે જેટલા વધુ ઓપ્શન છે એટલું જ વધુ કન્ફ્યુઝન છે. લોકો અલગ અલગ પીડાઓ, દુઃખો સાથે જીવતાં હોય છે. એવું નથી કે પહેલાનાં સમયે લોકો અલગ નોહતા થતાં, છુટાછેડા નોહતા થતાં, મનભેદ, મતભેદ નોહતા, મલ્ટીપલ રિલેશન નોહતા? બધું જ હતું, પણ છેલ્લા એક બે દશકમાં તેનું પ્રમાણ ખૂબ વધ્યું છે. તેની સાથે સાથે ડિપ્રેશન, એન્ઝાયટી, લોન્લીનેસનું પ્રમાણ પણ બમણાં પ્રમાણમાં વધ્યું છે. રિલેશનશિપના વિવિધ પ્રકાર આપણે જોયા છે. જોઈ રહ્યા છીએ. ખૂબ જ સરળ ભાષામાં કહીએ તો દાદા-દાદીનો બ્લેક એન્ડ વાઈટ ક્લાસિક ફિલ્મ જેવો પ્રેમ, માતા-પિતાનું થોડો ખાટો- થોડો મીઠો પ્રેમ, મિલેનિયમ જનરેશનનું વન મેન્સ વુમન, વન વુમન્સ મેન જેવા ફોર્મ્યુલાવાળો પ્રેમ. જનરેશન એક્સ, આલ્ફાના હુકઅપ્સ. વન નાઈટ સ્ટેન્ડ, ફ્રેન્ડસ વિથ બેનિફિટ આંગળીના વેઢે ના ગણી શકાય એટલી ટાઈપ્સના પ્રેમ, પ્રેમના પ્રકારો નવી જનરેશનની સાથે જન્મ્યા છે. (અપવાદો બાદ કરતા) ઘણા રિલેશન લોન્ગ લાસ્ટીંગ હોય છે. મિત્રતા, પ્રેમ, રખડપટ્ટી, સફળતા, નિષ્ફ્ળતા કેટલું બધું સાથે જોયું હોય છે. સ્ટ્રગલથી લઈને કંઈ સિદ્ધ કરવા સુધીની યાત્રા સાથે જીવ્યા હોય છે. પણ લોન્ગ લાસ્ટીંગ રિલેશન બધાના નસીબમાં નથી હોતું. ઘણા સંબંધ એવા હોય છે કે સફર ખૂબ જ એકસાયટિંગ હોય છે. એડવેન્ચર ભરી હોય છે. હાર, પરાજયનો ભય નથી હોતો, કેમ કે તેને ખબર છે મારી હાર, પરાજય કે નિરાશામાં મારો માણસ મને એકલો નહિ છોડે , આ મારો માણસ શબ્દ અધિકાર સૂચક ખરું પણ તે અધિકાર માલિકપણાનું નહીં પણ પોતીકાપણાનું હોય છે. છતાં તે પોતીકું માણસ મંજિલ સુધી સાથ આપી ન શક્યો તેનો બહુ બધો અફસોસ, રંજ જીવનમાં રહી જાય છે. પણ સમજદાર વ્યક્તિ તે સંબંધનો ખરાબ ભાગ, ખરાબ યાદો કે એક ખરાબ ક્ષેત્ર માનસપટ્ટ પરથી કાયમ માટે ડિલીટ કરી મૂકે છે. પણ આ ડિલીટ કરવાની યાત્રા બહુ બધા ગુસ્સા, નફરતથી શરૂ થાય છે? છૂટી ગયેલા માણસ માટે ચીખો નીકળી જાય છે. આંસુઓ નીકળી જાય છે. પીડાની પરાકાષ્ઠાએ પહોચેલું માણસ કન્ફ્યુઝ હોય છે. સારી યાદો માટે રડવું કે પછી ખરાબ યાદો માટે નફરત કરવી ? વર્તમાન સમયમાં ઈગો, વાત ન કરવી, જતું ન કરવાના કારણે બહુ બધા સંબંધ બલિએ ચડી જતાં આપણે જોયા છે. સોશિયલ મીડિયાના યુગમાં બહુ બધા ઇઝી ઓપ્શન ના કારણે લોકો એવું માની લે છે કે મૂવ ઓન કરવું, પ્રેમમાં પડવું ઇઝી છે. મેં અપની ફેવરિટ હું, મુજે તો કોઈ ભી મિલ જાયેગી જેવા મિથ લોકો પાળીને બેઠા હોય છે. સરળતાથી પ્રેમમાં પડાતું નથી, કેફેમાં બેસવું, કાર બાઈક પર લોન્ગ ડ્રાઈવ પર જવું, મોંઘી રેસ્ટોરેન્ટમાં કેન્ડલ લાઈટ ડિનર પર જવું, ડેટિંગ, રોમાન્સ એ લવ નથી. તેમાં મજા આવી રહી છે છતાં તે લવ નથી.... પ્રેમની પરીક્ષા સુખમાં નથી થતી, પ્રેમ છે કે કેમ તેની ખબર પણ સુખમાં નથી થતી, પ્રેમ છે? કેટલો છે? કઈ હદે છે તેની પરીક્ષા તો દુઃખમાં થાય છે. ખરાબ સમયમાં થાય છે, પણ ખરાબ સમયમાં કેટલા સંબંધ ટક્યા? પ્રેમમાં માણસ ફક્ત ચાંદ તારા તોડી લાવવાની વાત ન કરે જરૂર પડતા તોડી લાવે છે. પ્રેમમાં માણસ પોતાની જાતને મહત્વ આપતો થઇ જાય છે. પોતાની લિમિટેશન બહાર જઈને દુનિયા જીતી લેવાની જીદ્દ કરે છે. પોતાના માણસ માટે કંઈ પણ કરી જવા, લડી જવાનું વણકહ્યું વચન પાળે છે. પ્રેમમાં હોય એ માણસને મલ્ટીપલ પાર્ટનરની જરૂર નથી હોતી. તે એક વ્યક્તિ સાથે કમ્ફર્ટ ફીલ કરે છે. એક વ્યક્તિને પોતાનું સર્વસ્વ આપે છે. તેને સર્વસ્વ સમજે છે. એમાં કંઈ ખોટું નથી! પણ જ્યારે તે સંબંધ બગડે છે? પ્રેમ કરનાર માણસ તૂટે છે. દુનિયા જીતવા નીકળેલો માણસ તૂટી જાય છે. હારી જાય છે.રિવાઇન્ડ કરીને જયારે તે વિચારે છે. ત્યારે થાય છે. તેની ફોલો રિકવેસ્ટ એક્સેપ્ટ ન કરી હોત તો? સ્ટોરી લાઈક ન કરી હોત તો? સ્ટોરી પર રિએક્ટ ન કર્યું હોત તો? તો અમારી વચ્ચે ક્યારે વાત જ ન થઇ હોત. મજાક-મસ્તી ન થઇ હોત, મિત્રતા ન થઇ હોત! ક્યારે મળ્યા ન હોત, પ્રેમમાં પડ્યા ન હોત! અને આજે જે પીડા ભોગવવી પડે છે, તે પીડા પણ ભોગવવી ના પડત! વર્તમાન સમયની મોટી સમસ્યા કે ચુનૌતી જે કહો તે તે છે ઘોસ્ટ થઇ જવું, રોજ મળવું, વાતો કરવી, પ્રેમ કરવો, સમય વિતાવવું અને પછી અચાનક તે વ્યક્તિ તમને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી બ્લૉક કરે, બ્લૉક થવાની પીડા શરીરના અંગ કપાયા બરાબર જ હોય છે. બ્લૉક થવાથી માણસ સ્થિર થઇ જાય છે. તૂટી જાય છે. પોતાની જાતને, પોતાની વાતને વ્યક્ત નથી કરી શકતો, ખાલી નથી થઇ શકતો, વિજ્ઞાનનો સિદ્ધાંત છે ખાલી ન થાય ત્યાં સુધી ભરાય નહીં. શું પીડાઓ શીખ લઈને આવે છે? શું તૂટ્યા પછી વ્યક્તિ વધુ પરિપક્વ બને છે? શું તૂટ્યા પછી વ્યક્તિનું સોફ્ટવેર અપગ્રેડ થાય છે?
શું તમારું બદલાતું રહેવું જરૂરી છે? કહેવાય છે આ સમયમાં બદલાતું રહે તે માણસ ખુશ રહે છે. ખુશ રહેશો તો ખુશ રાખી શકશો, સ્પર્ધામાં ટકી શકશો! સ્પર્ધા? જવાબ છે હાં તમારી આસપાસ એક વિચિત્ર સ્પર્ધા જ ચાલી રહી છે. કોણે શરૂ કરી કેમ કરી ખબર નહિ, પણ કોણ કેટલું શ્રેષ્ઠ છે. કોનું રિલેશન કેટલું શ્રેષ્ઠ છે. ક્યા કપલ્સ સોશિયલ મીડિયા પર ખુશ દેખાય છે? કોણ કેટલું વૈભવી, લકઝુરીયસ જીવે છે. કોણ કેટલું તેના પાર્ટનરને ખુશ રાખી શકે છે. ખુશ લોકોની પોસ્ટ, રીલ્સ તમે નથી જોઈ? પહાડો પર કપલ્સની કેવી સરસ મજાની રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર ફરતી હોય છે. તેમાં બેકગ્રાઉન્ડમાં બૉલીવુડના રોમેન્ટિક ગીત મૂક્યું હોય છે.કેરલાના બોટ હાઉસમાં કેન્ડલ લાઈટ ડિનર ચાલતું હોય, ગોવાના બીચ પરનું સનબાથિંગ, મુનારના ચાયના બગીચાઓમાં થતાં ક્લિક્સ, પેરિસના એફિલ ટાવર નીચે આલિંગનમાં ઉભેલ જોડું શું તમારું પ્રતિસ્પર્ધી નથી? પણ રીલ્સ અને રિયાલિટી અલગ હોય છે. જુની ફિલ્મોમાં ફોટોગ્રાફરને ચીઝ બોલાવીને ફોટો પાડતા યાદ છે? હવે ચીઝ બોલ્યા વગર લોકો ફોટો પડાવે છે પણ બનાવટ તો ચીઝ બોલ્યા જેવી જ છે. તસ્વીરની અંદર અને બહારનો માણસ અલગ છે. સોશિયલ મીડિયા પર અને હકીકતમાં માણસ અલગ છે. સોશિયલ મીડિયા પર માણસ જેને ફોલો કરે છે હકીકતમાં તેને વ્યક્તિગત રીતે ફોલો નથી કરતો, સોશિયલ મીડિયા પર જેની તસ્વીર લાઈક કરે છે, વ્યક્તિગત રીતે તેને લાઈક નથી કરતો! શ્રેષ્ઠ રિલેશન સોશિયલ મીડિયાના લાઈક, શેયર, સેવથી નથી સાબિત થતું, સોશિયલ મીડિયાના એન્ગેજમેન્ટથી પણ નથી થતું, તે થાય છે પરસ્પરના એન્ગેજમેન્ટ, મેનેજમેન્ટ, એડજેસ્ટમેન્ટથી!



insta id @iamalpessssh