Angrejni Haweli - 2 books and stories free download online pdf in Gujarati

અંગ્રેજની હવેલી ૨

ન્યૂઝ પેપરોમાં હત્યાની ખબર વાયુવેગે પ્રસરી રહી હતી.

હત્યા એટલી જ રહસ્યમય રીતે થઈ હતી. પી.એસ.આઈ બ્રહ્મભટ્ટ આ હત્યા અંગે તપાસ કરતા હતા.

"ઉપરથી બહુ પ્રેશર છે.ગામોટ કેશ પણ કોમલિકેટેડ છે.શુ લાગે છે.આ છાપાવાળા સાચું કહી રહ્યા છે? અજયનું ખૂંન શાલિની કર્યું હશે?"

"કેસ જેટલો સીધો દેખાય છે. તેટલો છે નહીં.."

"હા,પણ શાલિની ફરાર છે. એટલે શકના દાયારમાં તો છે.

ગામોટ હત્યા, પાછળનું કારણ શું હશે?"

ચાયનો કપ, ટેબલ પર હતું. હાથમાં ફાઇલ લઈ ચકકરો મારી રહ્યા હતા.

"મને આ હત્યા પાછળ ન જાણે કેમ પણ કોઈ અલોકિક તાકતનું હાથ લાગે છે."

"હાહાહા ગામોટ,તું આ ભૂત પ્રેતમાં ક્યારથી માનતો થઈ ગયો?"

"સાહેબ, એ જગ્યા જ મનહુશ છે."

"મનહુશ?" બ્રહ્મભટ્ટ સાહેબ આશ્ચર્ય સાથે બોલ્યા.

" સાહેબ, હું અહીંનો જ સ્થાઈ નિવાસી છું. મેં પણ કેટલીક વાતો સાંભળી છે. આ જગ્યા વિશે."

"શુ સાંભળી છે?"

"આ હવેલી અંગ્રેજની હવેલી તરીકે જ ઓળખાય છે.

જેની કેટલાક લોકોએ હત્યા કરી હતી. તેની જ આત્મ અહીં ભટેક છે."

"મને નથી લાગતું અહીં કોઇ ભૂત પ્રેત જેવું કંઈ હોય..."

"સાહેબ, ત્યાં સામેની ઈમારતમાં રહેતા લોકોનું કહેવું છે. કે તેણે ઘણી વખત બાલ્કનીમાં એક સફેદ કલરનું ગાઉન પહેરેલી મહિલાને જોઈ છે."

"સફેદ ગાઉન?"

"હા, જે ક્રિચન મહિલાઓ લગ્ન વખતે પહેરે...." ગામોટ કહ્યું.

તપાસ ટીમે સાથે ફરી, બ્રહ્મભટ્ટ સાહેબ તે હવેલીમાં જાય છે.

"ગામોટ, અહીં બધું વ્યસ્થિત રીતે ચેક કરી લ્યો, કઈ તો એવું મળશે."

"જી સાહેબ..."

તપાસ ટીમ, એ એક પછી એક બધા ઓરડાઓ તપાસી રહ્યા હતા.

બ્રહ્મભટ્ટ સાહેબ,હોલની વચ્ચે ઉભા હતા. અને સીડીઓ તરફ જોઈ રહ્યા હતા.

જાણે તે ખુલો ઓરડો, આવકારી રહ્યો હોય.

બ્રહ્મભટ્ટ સાહેબ ધીમે પગલે ઓરડા તરફથી વધી રહ્યા હતા.

હત્યા થઈ તેની પાસે વાળો બંધ ઓરડામાં કોઈ હોય તેવો ભાસ થઈ રહ્યો હતો.

તીવ્ર વાસ પણ આવી રહી હતી.

અજયની હત્યા થઈ તે ઓરડામાં બ્રહ્મભટ્ટ સાહેબ ફરી રહ્યા હતા.

આસપાસ બધું બળી ગયું હતું.

દીવાલો પર આગના, અવશેષો તાજા હતા.

તેજ ઓરડાની સાથે એક બાલ્કની પણ હતી.

ત્યાં પણ આગના કારણે નાના કાળા ધાબાઓ દેખાતા હતા.

સામે એક ઇમારત હતી.

બ્રહ્મભટ્ટ સાહેબને રાતે કહેલી ગામોટની વાત યાદ આવી.

એક નાનકડું ગાર્ડન હતું. જે હવેલીની સાથે જ હતું. એક માળી ત્યાં કામ કરી રહ્યો હતો.

બ્રહ્મભટ્ટ સાહેબ સામેની ઇમારત પર જોઈ રહ્યા હતા. ઇમારતના ધાબા પરથી તેને કોઈ જોઈ રહ્યું હતું! બ્રહ્મભટ્ટ સાહેબી નઝર પળતા જ તે ત્યાંથી નીકળી જાય છે.

હાથમાં ગલબ્સ પહેરી.બધી વસ્તુંઓ ને પરના ફિંગર પ્રિન્ટ લઈ બહાર આવે છે.

તેને બાજુવાળા ઓરડામાંથી કઈ હલચલ થઈ રહી હોય તેવું લાગતું હતું.

"ગામોટ ઉપર આવ..."

ગામોટ સાથે બે, કોન્સ્ટેબલ પણ આવે છે."

"જી સર.."

"આ ઓરડાની ચાવી છે?"

"ના, પણ તાળું તોળાવી લઈએ."

કેહતા જ કોન્સ્ટેબલને ઈસરો કર્યો.

દરવાજો ખુલતા ગંધ તીવ્ર આવી રહી હતી.

અહીં બધું જુનવણી સમાન હતું.

અલમારીમાં ઈંગ્લિશમાં લખેલા કેટલાક પુસ્તકો હતા.વાઇનની ની બોટલોની આખી અલમારી હતી.

જેના પર ધૂળ જામી ગઈ હતી.

એક મહિલાની પેંડીગ પણ દિવાર પર લટકતી હતી.

લાલ રંગનું યુનીફોર્મ,રેડ હેટ, બંદૂક એ દીવાલ પર લગાવેલા હતા.

"આ યુનિફોર્મ, તે સમયમાં સિપાહીઓ પહેરતા?"

"હા, મેં ઘણી વખત સાંભળ્યું પણ છે. અને તસવીરોમાં પણ જોયું છે."ગામોટ બોલ્યો."

આસપાસ બધી અલમારીઓ જોતા એક અલમારીમાંથી

પિસ્તોલ, ચેન વાળી વોચ, ગોળ ચશ્માં મળ્યા. તો કબાટમાંથી બ્રહ્મભટ્ટ સાહેબના હાથમાં એક તસ્વીર આવી..

"

" આ તસવીરો મકાન માલિક પેહલા અંગ્રેજની લાગે છે." પુરુષ સાથે તેની પત્ની અને બાળકીની આ તસવીર હતી.

"સાહેબ અહીં આવો.." કોન્સ્ટેબલનો અવાજ આવ્યો.

ત્યાંથી વાઈટ કલરનું ગાઉન મળ્યું હતું.

ઉપર જાળાઓ વળી ગયા હતા. હાથમાં ગલબ્સ પહેરી. ગામોટે તેને બહાર કાઢ્યો.

"વસ્ત્રો ઉપર લોહીના ઘબા હતા. લેબમાં મોકલી આપો.." ગામોટએ ખહ્યુ.

બ્રહ્મભટ્ટ સાહેબ હજુ બીજી અલમારીઓને જોઈ રહ્યા હતા.

ત્યાંથી કેટલાક સિકકાઓ મળ્યા જેના પર,રાણી વિક્ટોરિયા, લખ્યું હતું. 1862ની સાલના આ સિકકાઓ હતા.

"રાણી વિક્ટોરિયાનો આ ચિત્ર છે."ગામોટે કહ્યું.

"ગામોટ કઈ નીચેથી મળ્યું?"બ્રહ્મભટ્ટે સાહેબ પૂછયું

"એક સેલ ફોન મળ્યો છે."

બ્રહ્મભટ્ટ સાહેબ તસવીરોને બિલોરી કાંચ વળે નિહાળી રહ્યા હતા. આ અંગ્રેજ એ જ હવેલીનો માલિક હોવો જોઈએ.. નહિ?"

" હા લાગે તો એવું જ છે..." ગામોટે કહ્યું.

"પૉસમોર્ટમ રિપોર્ટ ક્યારે આવશે?"

"મેં લેબમાં વાત કરી છે. કેસ બહુ સેન્સેટિવ છે.એટલે જલ્દી તે બધી વિગતો મોકલાવી આપશે."

"સાહેબ....લાસ એટલી બળી ગઈ છે. કે ઓળખવું મુશ્કિલ છે. કે આ કોની લાસ છે."

"હા, ગામોટ..હત્યા કરવા વાળો બહુ સાતીર વ્યક્તિ છે. બધું પહેલાથી જ ગોઠવેલું લાગી રહ્યું છે."બ્રહ્મભટ્ટ સાહેબ બોલ્યા.

"તો શુ સાહેબ આ હત્યા એ કોઈ ઘરની વ્યક્તિએ કરી હશે?"

"ઘરની વ્યક્તિએ કરાવેલી પણ હોય!"

"મેં આઈ કમ ઇન સર"

"યસ, બોલો જય, શુ સમાચાર લાવ્યા?"

"સમાચાર બહુ રોચક છે."

"ઓહો....આવ બેસ...."

"થેંક્યું સર.

સર વાત એમ છે. કે આ હવેલી હજુ પણ, અજયના નામે થઈ નથી."

"અજયના નામે થઈ નથી? "તો આ હવેલી કોના નામ ઉપર છે?"

"સાહેબ, એક લંડનની પાર્ટી હતી. જેકબ, જેને આ હવેલી એક એન. આર. આઈ, કમલેશ ભાઈને વહેચી હતી. હજુ પણ આ હવેલી કમલેશભાઈના નામે જ છે."

"આ હત્યા પાછળનું કારણ આ હવેલી તો નથીને?" બ્રહ્મભટ્ટ સાહેબ બોલ્યા.

"હવેલીની અત્યારની કિંમત, સોળ કરોડ રૂપિયા છે. અને તેના માટે કોઈ પણ પીગળી શકે." જય બોલ્યો.

"અજય, તો વર્ષોથી આ લાઈનમાં છે. તે આટલી મોટી ભૂલ કઈ રીતે કરી શકે? મને નથી લગાતો હત્યાનો કારણ એ હવેલી હોઈ શકે.

તેમ છતા, આ કમલેશભાઈનો સરનામું કાઢો, કાલ સવારની ચા ત્યાં પી શુ.." બ્રહ્મભટ્ટ બોલ્યા.

હવેલીમાં અધારું હતું.

એક વ્યક્તિએ કૂદીને હવેલીમાં ધીમે પગલે પ્રવેશયો...

ચૂના પથ્થરોની આ હવેલીની બનાવટ આકર્ષક લાગતી હતી.

મોટો વિશાળ પ્રેવશ દ્વાર હતું.

હાથમાં ટોચ કરી, અને તે શાલિની ઓરડામાં ગયો. દરવાજો પહેલાથી ખુલો હતો.

ઓરડાની લાઇટ કરવા માટે સ્વીચ ઓન કરી, પણ થઈ નહિ. લાઇટ નહિ હોય!

બધી અલમારીઓ અને ડ્રોવર તપાસી રહ્યો હતો.

દરવાજા પર કોઈ ઉભું હતું.

તેને લાઇટ કરી...

"શાલિની શાલિની મને ખબર હતી. તું અહીં જ ક્યાંક છો.

પગઠિયાઓ ચડી ઉપર જઈ રહી હતી.

તે પણ પાછળ પાછળ ઉપર જાય છે.

"બેબી વેઇટ હું આવું છું."

તે પણ ઓરડામાં ગયો.

શાલિની બાલ્કનીમાં ઉભી હતી.

"મેં તને કાલે પણ અહીં ઉભા જોઈ હતી. બધું સેટ હતું. આપણું, પાસપોર્ટ પણ તૈયાર હતા. તો તે અજયની હત્યા કરી...આખો પલાન ચોપટ કરી મુક્યો.."

હુહઃ....હુહઃહ.... જોરજોરથી શાલિની શ્વાસ લઈ રહી હતી.

"પોલીસને પણ તારા ઉપર શક છે."

"બેબી, યુ નો આઈ લવ યુ સો મચ યાર.. જો તે આવુ કારસ્તાન ન કર્યું હોત તો...આજે કેનેડામાં આપણે હનીમુન મનાવી રહ્યા હોત.."

હુહઃહ હુહઃહ...જોરજોરથી અવાજ આવી રહ્યો હતો.

ઓરડામાં લાઈટ ચાલુ થઈ ગઈ.

તે હજુ પણ...

પવન જોરજોરથી વાઈ રહયો હતો.શાલિનીના વાળા હવામાં લહેરાઈ રહ્યા હતા.

"વાય.… વાય....." તે બોલી રહી હતી.

લાઈટો, હવે ચાલુ બંધ ચાલુ બંધ થઈ રહી હતી. આસપાસની વસ્તુઓ હવામાં લહેરાઈ રહી હતી.

શાલિનીનો સુંદર ચેહરો...કોઈ ચુડેલના ચહેરામાં પરિવર્તિત થઈ ગયો. લાઈટ બંધ થઈ ગઈ,

શાલિનીના ચેહરા પર ગડરો રેંગી રહી હતી..હોઠો પર પણ...

જીવળા થલવલી રહ્યા હતા.

તેના શરીર પણ વીંછી અને જીવળાઓ દોળી રહ્યા હતા.

બળેલી લાસ જેવી દુર્ગધ આવી રહી હતી.

ચુડેલ પોતાના હાથ ફેલાવ્યા અને, હવા માં

જોરજોરથી અટહાસ્ય કરી ઉડી રહી હતી.

તે ભાગીને નીચે આવ્યો...

"બચાવ બચવા...

ભૂત ભૂત..."

પણ અહીં તેનો અવાજ કોણ સાંભળે..

આખી હવેલીમાં અંધારું હતું.

નીરવ શાંતિ હતી. કોઈ પણ ક્ષણે કઈ પણ થઈ શકે છે.

ધબકાર વધી ગયા હતા.

ધબકરાઓ નો અવાજ બહાર સંભળાઈ રહ્યું હતું!

તે ચાર પગે, દરવાજા તરફ સાવચેતીથી વધી રહ્યો હતો.

હવેલીની લાઈટો ચાલુ થઈ ગઈ.

આસપાસ નઝર કરી કોઈ નોહતું..

તે દરવાજા તરફ ભાગ્યો.

પણ દરવાજો ન ખુલ્યો..

ઉપરથી એક અંગ્રેજ, લાલ કોર્ટની અંદર, હાથમાં રંગીન છત્રી.

"વાય યુ કિલ માય ડોટર?"

"મેં....કઈ નથી કર્યું..

મને છોળી દયો, પ્લીઝ..."

"આઈ સેઇડ વાય યુ કિલ માય ડોટર...."

તે કાંપી રહ્યો હતો....

અંગ્રેજનું શરીરમાં આગ લાગી ગઇ...અને તે રાખ થઈ ગયો.

બધી રાખ તે વ્યક્તિ તરફ ઉડી આવવા લાગી.

તે ચેહરો છુપાવી બચવા લાગ્યો.

જેવી એ પવનની લહેર શાંત પળી,નીરવ શાંતિ થઈ ગઈ.

અને ઉપરથી, ત્રણ આકૃતિઓ નીચે આવી રહી હતી.

ક્રમશ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED