કુટેવ Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુટેવ

આજે 5જૂન મારી જાન મારો ભઈ લો મારો લંગોટીયા યાર પંકજ ઉર્ફે અમારો પકો તેનો જન્મદિવસ, એમ કઈ કોરો જતો હશે ! આજ તો મહેફિલ જમેગી,

જામ હોગા. . . ઓર ગ્લાસ લેકે થિર્કેગે ઔર ગાયે ગે,

"પીલે પીલે ઓ મોર જાની પીલે પીલે પીલે ઓ મોર રાજા,

યાર કો તો યારી નિભાની. . "

અને પછી કેટલા એ આવા ગીતો.

પી પી ને બે થી ત્રણ બોટલો ખતમ કરી ગયા હતા.

અને જેમ જેમ રાત વધતિ, નશો અને નૃત્ય પણ જોર ચાલ્યો. .

પાંચ-છ જીગર જાન દોસ્તોની જ આ સિક્રેટ પાર્ટી.

ખુબ ધમાલ ચક્રીઓ કરી.

બધા એક એક કરી લોકો નીકળતા ગયા.

પકો ફુલ મોજમાં આવી ગયો હતો. અને છેલ્લા પેગનો છેલ્લો શિપ મારી ને. . .

ગાતા ગાતા ત્યાં જ ઢળી પડ્યો. .

અને ત્યાં સુધી એ ગુણગુણાવતો રહ્યો જ્યાં સુધી નિંદ્રામાં શરિના પડ્યો.

રવિ પણ હદ બહારનો પી ગયો હતો.

એટલો કે તેને બે પગ પર ઉભો રહેવો પણ સંભવ નોહતો.

દારૂનો નશો શર ચડી ગયો હતો.

ચકકર આવતા હતા, બધું નજર સામે ગોળ ગોળ ઘૂમી રહ્યો હતો. .

પકાની પાસે જઈ છણછોડી

ઉઠાડવાનો અસફળ પ્રયાસ કર્યો. . .

પણ પકો હવે ક્યાં નો ઉઠે !

આસપાસ, વેરાયેલી દારૂની બોટલો,નાસ્તાના પડીકા, અને પકાના માથા પર લગાવેલી કોલગેટ ના ખાલી ચાર-પાંચ ખોખા,કેકથી ભરેલો પકાનો શરીર ગેસટ હોઉસ ની દિવાલો. . . અને ઉધખોપિયા ભઈબંધો દ્વારા કોન્ડમના બાનવેલ ફુગાઓ જ્યાં ત્યાં વેર વિખેર હતા.

બર્થડેબોમ્બ મારી મારીને પકાના બોમ્બની હાલત દયનિય કરી મૂકી હતી,

પકો એમ સૂતો હતો જાણ કોઈ નવજાત શિશુ હોય,

એ ફર્શ પર પીછવાળા પર હાથ રાખી ભર નીંદરમાં ઉંધો સુતો હતો. .

"પકા ઓ. . . પકા. . .

ચુંતી*. . . . હું જઉ છું. . ભે**દ. .

તારી ભાભી રાહ જોતી હશે. . આજે પણ મોડું થઈ ગયુ

ચાલતા ચલતા પગ લથડિયા મારતા હતા. .

શરીર પર કોઈ જાતનો કંટ્રોલ નોહતો. .

કાર સુધી પોહચતાં-પોહચતાં બે વક્ત જમીન પર ઢેર થઈ ચુક્યો હતો.

અને કારના દરવાજાને પકળી વોમિટિંગ કરવા લાગ્યો. .

પોતાની જાતને સંભાળી

કારમાં બેસતા બુંમ મારી પકા તારે આવું છે છેલ્લી વાર કહું છું!"

પકાનો કોઈ જવાબ ના આયો. .

હાથ કાપતાં હતા. ચાવી નોહતી પોરવાઈ રહી

રવિ બબડયો એની માં ને આજે તો આયે ભાવ ખાશે. .

ગાડી ચાલુ કરી અને. મ્યુઝીક સિસ્ટમ ઓન કર્યું. . રોમેન્ટિક ગીત. .

ઉપર નશાની હાલત. . .

"તુમ હી હો"ગીત સાથે નેનશીનું નામ પણ એ જોળી ને ગાવા માંડ્યો. .

"તુમ હી હો નેન્સી તુમ હી હો. . .

જિંદગી અબ તુમ હી હો. . "

પીધા પછી લોકો બાળક જેવા થઇ જતા હોય છે. . ક્યારે કેવું વર્તન કરે. . રવિ પણ એમના માનો જ હતો.

કાર લઈ એ ઘરે જાવા નીકળ્યો ,તે ને આંખમાં જાંજવા આવતા હતાં. આંખો સામે કાળાશ છવાઈ ગઈ. . કાર પર કાબુ જ ગુમવી બેસયો, માંડ તેને થોડો અંતર કાપ્યો હશે ! અને રોંન્ગ સાઈડ પર જઇ ભયાનક અવાજ સાથે મોટી ટ્રકમાં દઈ બેસયો. .

કાર સાથે દૂર દૂર ફંગોળાયો. . !

લોહી લોહાન અવસ્થામાં પણ એ બસ નેન્શી નેન્શીની જ માળા જપ્યા કરી.

આંખ ખોલી તો એ કોઈ અજાણી હોસ્પિટલમાં હતો. . સામે

નેન્શીની આંખોમાં આંસુ હત્તા, રડી રડી તેની આંખો અને ચેહરો સુજેલા લાગતા હતા, આંખનો કલર ઘાટો લાલ હતો,વાળ વિખરાયેલા હતા. અને આંશુઓ સાથે વાળ પણ ચેહરા પર આવતા હતા.

એક ક્ષણ માટે તો રવિથી રિતસરનો ડૂમો ભરાઈ ગયો, આમ નેનેશીને રડતી જોઈ ને.

"નુનું. . . . નુનું. . . . . " ! હાથ ને પોતાના હોઠો વડે ચૂમી ને બોલ્યો. .

નેન્સી તેને જોરથી જકડી તેની બાહુપોંસમાં શમાઇ ગઈ.

અને રડતા રડતા બોલી" ફ. . . ફરી થી પીધો ને?" તેના શબ્દોમાં કંપન હતું. .

"નુનું. . . વાત એમ હતી કે. . . અને એ અઘરું વાક્ય જ રહી ગયો. .

નેન્શીએ હોસ્પિટલના ઓરડાની બહાર દોડ મૂકી

રવિ જોરથી બોલ્યો "નુનું. . . નુનું. . . "પણ નેન્શી ત્યાં થી નીકળી ચુકી હતી!

સાત વર્ષના લાંબા પ્રેમપ્રકરણ પછી છેલ્લા એક વર્ષથી બને એક બીજા લગ્નગ્રંથીમાં જોડાણા હતા.

અને નેન્શી નો જન્મદિવસ પણ નજદીક હતું. .

બેડ પર બેઠા બેઠા જ રવિએ કેટલાએ વિચારો કરી લીધા,

કેમ કરીએ નેન્શીને મનાવશે. તેના માટે કેટલા બધા સર્પપ્રિઝ વિચારી મુક્યા હતા. બસ હવે ઘરે જાવાની રાહ જોતો હતો.

નાના ઘાવો અને હાથ-પગમાં ફેક્ચરના કારણે તેને બહુ જલ્દી હોસ્પિટલમાંથી રિલીઝ કરી દેવામાં આવશે. . !

અને થયું પણ એવું. . હરખાતો હરખાતો. . રવિ લંગડાટતી અવસ્થામાં જ ઘર અંદર દોડ મૂકી.

'નુનું . . . નુનું. . નુનું. . . જો હું આવી ગયો"

પણ શામે તેને એક સૂનકાર સિવાય કઈ ના મળ્યું. . !

રવિ આખું ઘર ખૂંદી વળ્યો. . !

આજુબાજુ પાડોશીઓ દરેક ને તેને નેન્શીની ખબર પૂછી. . !

અને અંતે એ થાકી અને સોફા પર પોક મૂકી ને રડવા લગ્યો. . !

ત્યાં બારીમાંથી આવતા પવનમાં કોઈ ફરફરતો કાગળ ટેબલપર અવાજ કરી રહ્યો હતો. .

એ કાગળ નેન્શીએ લખ્યો હતો. .

" તમારી આ પીવાની કુટેવથી હું દુઃખી છું. .

મને ખબર હતી લગ્ન પેહલા કે તને આ આદત છે. પણ મને વિશ્વાસ હતો મારા પ્રેમ પર અને તારા પર કે તું એ મૂકી દઈશ. . પણ હું ખોટી સાબીત થઈ મારી લાખ ના છતાં તને મારાથી વધું એ વહાલી લાગે છે.

હું હમેશા હમેશા માટે છોડીને જાઉં છું.

- નેન્સી"

રવિ વધુ ને વધુ જોરથી રડવા લાગગો… એને એના કર્યા પર દુઃખ હતું. એને જો આ પીવાની લત ના હોત તો એની સહુંથી પ્રિય વ્યક્તિ તેની પાસે હોત,

બધું વેર વિખર થઈ ગયું.

રવિ જોર જોરથી બરડા પાડવા માંડ્યો. . "નેન્શી પ્લીઝ કમ બેક. .

આઈ કાન્ડ લિવ વિથ આઉટ યુ. .

પ્લીઝ હું ક્યારે ડ્રીંક નહીં કરું પ્લીઝ"

અને ત્યાંજ એ ફર્શ પર લેટી પડ્યો. . આંખો અશ્રુભિની થઇ ગઈ હતી. .

ત્યાં જ દરવાજા પાસે ઉભેલી નેન્સીથી જોવાયું નહીં અને "રવિ. . . " ના ઉદ્દગાર સાથે રવિની પાસે આવી ગઈ. . !

"રવિનીનો ચેહરો મોઢાની લાળો અને આશુંના મિશ્રણથી ચીકણો થઈ ગયો હતો.

રવિ બોલ્યો" હું ક્યારે નહીં ડ્રીંક કરું. . ! તેના વાક્યો પુરા થાય એ પેહલા

નન્શીએ બસ તેના હોઠો પર હોઠ મૂકી ચુપ કરાવી દીધો. .

બને એક બીજાને ચૂમતા રહ્યાં. જાણે કેટલાયે વર્ષોના બીછડેલો પ્રેમી જોડો હોય. .

વળી એક બીજાને ભર પેટ જોતા અને ભેટી પળતા.

રવિના ચેહરા પર એક અજાણ્યો ઉત્સાહ અવી ગયો. .

જાણે હવે કદી દારૂ ન પીવાનો પ્રણ લઈ લીધો.

-અલ્પેશ બારોટ