Angrejni Haweli - 3 books and stories free download online pdf in Gujarati

અંગ્રેજની હવેલી ભાગ ૩

લેબમાંથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ચુક્યો હતો.

"કેસો સોલ્વ કરી કરી, મારા માથે ધોળા આવી ગયા છે. આ કેસ તો જાણે કોઈ સસ્પેન્સ, થ્રિલર ફિલ્મ જોતા હોઈએ, તેમ રોજ નવુ નવુ કઈ આવતુ રહે છે.કેસ વધુને વધુ કોમપ્લિકેટેડ થતો જાય છે."

"શુ કે છે રિપોર્ટ?" ગામોટે પૂછ્યું.

"આશ્ચર્યની વાત તો એ છે. કે અજયની મોત સળગવાથી નથી થઈ. માથા પર ધારદાર વસ્તુ મારવાથી થઈ છે. જેથી તેને તાત્કાલિક હેમરૅજ થઈ ગયુ હતું અને તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો. ત્યાર પછી તેની લાશને આગ લગાવવામાં આવી હશે? ગામોટ ઘા એટલો ઊંડો છે કે તે પુરુષ દ્વારા મારવામાં આવ્યો હોય તેવું ડોક્ટરનું કહેવું છે."

" એનો મતલબ આ હત્યા પાછળ શાલિનીએ નથી?"

"શાલિનીએ હત્યા ન કરી હોય,પણ કોઈ દ્વારા કરાવી હોય તો?" એવું પણ થઈ શકે શાલિની નિર્દોષ હોય? તેની સાથે કોઈ એવી ઘટના બની હોય જેથી તે ગાયબ છે."બ્રહ્મભટ્ટ સાહેબે કહ્યું.

"શાલિની ક્યાં ગાયબ છે? કઈ ખબર નથી પડતી.

જો તે મળી જાય તો,આપણ કેસની જડ સુધી પોહચવામાં સરળતા મળે." ગામોટે કહ્યું.

"ગાયબ છે? કે પછી...."બ્રહ્મભટ્ટ સાહેબ બોલતા બોલતા અટકી ગયા.

" કમલેશભાઈ, અમે અજયની હત્યાના સિલસીલામાં તપાસ કરવા આવ્યા છીએ."ગામોટે કહ્યું.

"આવો, બેસો..."કહેતા તેણે સોફા તરફ આંગળી ચીંધી.

"હા,મેં ન્યૂઝ પેપરમાં વાંચ્યું હતું."

"તે હવેલી તમે કોની પાસેથી લીધી હતી?"

"મેં એક ડેવિડ નામની વ્યક્તિ પાસેથી ખરીદી હતી.

આજથી લગભગ ચાલીસ પચાસ વર્ષ પહેલાં ખરીદી હતી. મને દિવાલો ઉપર નું હાથ કામ બહુ ગમ્યું હતું. તેની કોતરણી હસ્તકલા કહેવાય છે. આ હવેલી સન અઢારસો ની આસપાસ એક કચ્છી આર્કિટેકે બનાવી હતી.

અને કેટલાક કચ્છી શિલ્પીઓએ પોતાની બેનમુન કલા બતાવી હતી. મને આ પ્રકારની વસ્તુઓમાં બહુ રસ હતો." કમલેશભાઈએ કહ્યું.

"તો તમે આ હવેલી અજયને કેમ વહેચી?"

"સાહેબ ઈચ્છા તો નોહતી પણ, મારી પાસે કોઈ રસ્તો નોહતો."

"રસ્તો નોહતો મતલબ?" ગામોટે કહ્યું.

"સાહેબ મારે સંદીપ નામનો પુત્ર છે. જે અમેરિકામાં છે. તે ઘણા વર્ષો સુધી ભારત ન આવ્યો.

પુત્ર વિલાપમાં મારી પત્ની પણ દિનબદીન કમજોર થતી જતી હતી. મેં એને કેટલા કોલ કર્યા, કે દીકરા આટલો રૂપિયાની મોહ સારો નહિ, તારી મા રાહ જોવે છે. તું અહીં આવ અને કોઈ નાનો મોટો વેપાર કર.

પણ તેને રાતોરાત અરબોપતિ બનવું હતું. ફોર્બ્સ મેગેઝીનના કવર ફોટોમાં આવું હતું.

એક વર્ષ પહેલા જ મારી પત્નીનું મૃત્યુ થઈ ગયો."

"ત્યાર પછી તે ઇન્ડિયા આવ્યો જ નથી?" બ્રહ્મભટ્ટ સાહેબે પૂછયું.

"ના તે અંતિમ સંસ્કારમાં નોહતો આવ્યો, પણ ત્યાર પછી...." કહેતા જ કમેલશભાઈની આંખો પાણીથી ભરાઈ ગઈ.

"ઘણા વર્ષો પછી તે આવ્યો, મારી ઘણીબધી ફરિયાદો હતી.

પણ હું કહીં કઈ ન શક્યો.તે કહેતો હતો. તે હંમેશા હમેંશા માટે અહીં રહેશે.હું બહુ ખુશ હતો.

તેને અહીં જોબ પણ ચાલુ કરી હતી."

"પછી?"

"એક રાતે હું બાલ્કનીમાં બેઠો બેઠો રેકોર્ડરમાં ગીત સાંભળી રહ્યો હતો. તે મારી પાસે આવી બેઠો અને કહ્યું.

"પપ્પા મારે પૈસાની જરૂર છે.

હું અહી નાનો મોટો વેપાર કરવા માગું છું, તો મને આપણી આ પ્રોપટી ઉપર લોન લેવી છે. જેથી મેં તેને કાગળો ઉપર સાઈન કરી આપી હતી.

પણ એ હરામીએ આ મકાન તેના નામે કરી બધું વહેચી ફરાર થઈ ગયો હતો અને ઉપરથી આ મકાન પર કોઈ ગુંડા પાસેથી પણ પચાસ લાખ લીધી હતી. જે વસૂલવા માટે ગુંડાઓ અવારનવાર આવતા હતા ને મકાનમાં તોડફોડ કરતા."

"તો તમે પોલીસમાં ફરિયાદ ન કરી?"

"સાહેબ એ ગુંડા અહીંના લોકલ નેતા માટે કામ કરતા હતા. મારે કોઈ મોટી ઝંઝટમાં નોહતું પડવું. જેથી મેં આ હવેલી વેચી અને તે લોનની ભરપાઈ કરવાનું નક્કી કર્યું હતું."

"હવેલી વેહેંચી તો હજુ સુધી અજયના નામે કેમ નથી કરી?"

"સાહેબ તેણે પૂરતા રૂપિયા પણ નથી આપ્યા. તેને કહ્યું હતું કે તે અડધા રૂપિયા રોકડા આપશે અને બાકીના પૈસા તે હવેલી ઉપર લોન લેવાનો હતો.અમારી વચ્ચે કોઈ વેચાણ કરાર થયો ન હતો. એણે તેને મને ભાડામાં પણ મોટી રકમ આપી હતી.

તે રેન્ટ પર રહેતો હતો.અને આ વાત તેને મને છુપી રાખવાનું કહ્યું હતું." કમલેશભાઇએ કહ્યું.

"તમે કઈ પણ મનઘડીત વાર્તા સંભળાવશો અને પોલીસ સાંભળી લેશે?" ગામોટે કહ્યું.

કમલેશભાઈ ઉભા થયા, અલમારી માંથી કેટલાક કાગળો લઈ અને ગામોટના હાથમાં આપતા કહ્યું.

" આ છે અમારું ભાડા કરાર".

"અજયના ફોટો અને તેના હસ્તાક્ષર સાથે પો.સ્ટે.માં વેરીફાઇડ થયેલો તે એફિડેવિટ હતું.

***

"સાહેબ આ કમલેશભાઇ તો મને ઈનોસેન્ટ લાગે છે."

"જ્યાં સુધી આપણે સાચો આરોપી ન મળે, ત્યાં સુધી કોઇ પણ વ્યક્તિ ઈનોસેન્ટ ન હોય ગામોટ.."

"સાહેબ અજયની હત્યા પહેલા, અજય સાત આઠ દિવસ લેન્ડ ડિલ માટે બહાર ગામ ગયો હતો".

"એ તો અવાર નવાર જતો હોય છે."

"પણ સાહેબ... અજય લેન્ડ ડિલ માટે બહાર જાય અને પાછળથી શાલિની!"

"શુ શાલિની?"

"સાહેબ, આપણને જે શાલિનીનો સેલફોન મળ્યો હતો તેની કોલ ડીટેઇલ કઢાવી છે."

"હા તો, કઈ મળ્યું ?"

"હા સાહેબ, શાલિનીના ફોનમાં એક જ વ્યક્તિના કોલ અને મેસેજ વધારે પડતા જ આવે છે. અને હત્યાની રાતે પણ શાલિનીએ તેને કોલ કર્યો હતો.અને તે વ્યક્તિનું નામ મોહિત વર્મા છે.જે યુપીનો છે."

કાઢો આ મોહિત વર્માની ડિટેઇલ..." બ્રહ્મભટ્ટ સાહેબ બોલ્યા.

***

ક્સ્ટડીમાં સતત રડવાનો આવજ આવી રહ્યો હતો.

તે સતત બરાડા પાડી રહ્યો હતો.

"સાહેબ હમને કુછ નાહીં કિયા હૈ, હમ્મ નાહિ જાનતા હૈ, ઊકા..હમકા જાને દો.."

અને ફરીથી ફટકારવાનો અવાજ આવે, અને સાથે ચીખો અને બરાડાનો આવજ પણ.

"કઇ બોલ્યો, કે નહીં?" બ્રહ્મભટ્ટ સાહેબે પૂછ્યું.

"ના રે, બસ સવારથી એક જ વાત રટયા કરે છે.

હું કઈ નથી જાણતો..."

"નંબર તો તેના જ છે ને?"

"ના સાહેબ, તે એમ કે છે શાલિની વાત કરતી હતી એ તેના નથી."

"તે સાચું બોલતો હશે તો,

એવું પણ થાય ગામોટ,તેના આઈ.ડી નો કોઈએ દુરુપયોગ કરતો હોય?"

"આના માટે પાણી લાવો..."

કહેતા ગામોટે મોહિતને જગાડયો.

"દેખ તું સચ સચ બતાના, તો તુજે મેં જાને દૂગા."

"સાબ, ભગવાન કસમ મેં સચ બોલ રહ્યા હું, બોલતા બોલતા તેનું આખું શરીર કાપતું હતું.

"ચલ યે બતા, તૂને યે સિમ કહાં સે લિયા થા?"

"સાબ, કંપનીકે બહાર એક દુકાન હૈ. મેને વહાં સે સિમ લિયા થા.."ગામોટે કહ્યું.

"ઠીક હૈ તું જા..." કહેતા જ બ્રહ્મભટ્ટ સાહેબે હાથમાં બે હજારની ગુલાબી નોટ પકડાવતા કહ્યુ." મરહમ પટ્ટી કરવા લેના.."

તેણે પૈસા લેવાની ના કરી....

"નહિ લેગા તો ફિરસે અંદર કર દુંગા..."

તે પૈસા લઈને લંગડાતો લંગડાતો ચાલતો થયો.

"સાહેબ આને જવા નોહતો દેવો.."

"ગામોટ તું તો ચેસ રમે છે. સમજી લે આ વજીરની આખરી ચાલ હતી." કહેતા મૂછમાં હસ્યાં.

***

"હવેલીના મધ્યભાગમાં હાથમાં ટોર્ચ લઈને ગામોટ કઈ શોધી રહયાં હતા."

"કઈક તો છે આ હવેલીમાં". તે દિવસે પણ તે જ્યારે બ્રહ્મભટ્ટ સાહેબ સાથે આવ્યા હતા ત્યારે કોઈના હોવાનો તેમને એહસાસ થયો હતો. કોઈ આકૃતિ તેમની સામેથી પસાર થઈ ગઈ હતી. પણ તે એટલા સ્યોર ન હતા.

ધીમે ધીમે તે પગથિયાંઓ ચડી રહ્યાં હતા ને તેમના પગરખાઓનો અવાજ હવેલીમાં ગુંજી રહ્યો હતો.

હત્યા થઈ હતી તે ઓરડાના દરવાજામાં ચુ....ચુ... અવાજ આવી રહ્યો હતો અને તે હવામાં ખુલ બંધ થઈ રહ્યો હતો.

દરવાજાને પકડી તેને પાછળ ચુંબકથી જોડી રૂમમાં આગળ વધ્યા..

તેમની સામેનું દ્રશ્ય, ભલભલા ને હાર્ટ એટેક અપાવી દે તેવું હતું.

ખુલ્લા વાળવાળી એક યુવતી બાલ્કનીમાં ઉભી હતી. તેની આસપાસ કોઈ સફેદ આવરણ હતું. જેવું ચંદ્રને હોય તેવું...

પાછળથી કોઈ બાળકી નીકળી, તેને જોવા ગામોટ ઓરડાની બહાર નીકળ્યો પણ ત્યાં કોઈ નોહતું.

તે ફરીથી ઓરડામાં આવે છે. તો એ મહિલાની જગ્યાએ લાલ સૂટવાળો અંગ્રેજ બધુંક તાનીને ઉભો હોય છે અને ધીમેધીમે તે આગળ આવે છે.

"આઈ વિલ કિલ યુ...."

"નો..... ડોન્ટ શૂટ મી.." ગામોટ બસ આટલું જ કહી શક્યો.

તે અંગ્રેજ એકદમ સામે આવી ગયો હતો અને ગામોટના માથે બંદૂક તાની ટ્રિગર પર આંગળી દબાવા જઈએ રહ્યો હતો.

ગામોટ "ડોંન્ટ શુટ મી..." કહી રહ્યો હતો.

ત્યાં જ ઓરડાની લાઈટો ઓન થઈ જાય છે અને ઓન થતાની સાથે જ જેમ પ્રોજેકટર બંધ થઈ જાય તે જ રીતે તે આકૃતિઓ આંખો સામેથી ઓઝલ થઈ જાય છે.

ગામોટ હજુ પણ વિચારમાં હોય છે કે આ સ્વપ્ન હતું કે હકીકત??

ક્રમશ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED