Robert books and stories free download online pdf in Gujarati

રોબોર્ટ

રોબોર્ટ - એક એહસાસ

દૂર-દૂર સુધી કોઈ મનુષ્ય ન નામો નિશાન નહોતું જોવા મળતું.

જંગલી કુતરાઓ, જાનવરોના અવાજ આવી રહ્યા હતા.

તો કેટલાક પક્ષીઓ ના ભયંકર આવજો વાતવરણને ધ્રુજાવી રહ્યા હતા.

તો ક્યાંક ઝાળીઓ હલવાનો આવાજ આવતો. તો ક્યાંક કોઈ શિકારી પ્રાણી દ્વારા શિકાર પામેલા પ્રાણીની ચીતસ્કારી વાતાવરણને વધુ ગંભીર અને ડરામણું બનાવી રહ્યું હતું.

ઉંચા અને ઘટાદાર "પાઈન","ઓક","ચેસ્ટન્ટ"નાવૃક્ષો વચ્ચે સૂરજની કિરણ અહીં યુગોથી ધરતી ઉપર પળતી જ ન હોય. દિવસના પણ રાત જેવો અંધારું ગુફ હતું.

તો થોડું ચલાત ઝાડીયો પાછળ

એક વિશાળકાય ઘર, બાંધકામ જુનવણી રાજશાઈના સમયનો જણાતું હતું.

અને આજ ઘરની અંદર પ્રો.પરમારની આ લેબ હતી. બીજા શબ્દોમાં કહીએ તો સનકી પ્રો. પરમાર ની લેબ.....

લેબમાં વિવિધ પ્રકારના સાધનો હતા. કાચની ગરણીઓ માં વિવિધ રસાયણો ભરેલા હતા.

તો કોઈ લીલા રંગનો અજણાયો રસાયણ જેમાં થી વરાળ નીકળી રહી હતી.

સફેદ કલરનું એપ્રોન પહેરી પો.પરમાર ટીપું ટીપું કરી.. વિવિધ રાસાયણના મિશ્રણ કરી.. કોઈ પ્રયોગ કરી રહયા હતા.

***

ગુજરાત યુનિવર્સિટીમાં ઝૂલોજી વિષયના તેઓ અધ્યાપક હતા.

ઘર સંસાર સુંદર ચાલતો હતો.

પત્ની અને એક નાનું છ-સાત મહિનાનો બાળક હતું.

કોઈ ની જાણ બહાર તે વારમવાર.. બેગ્લોર ઇસરોના મથકે પોતાના કોઈ રહસ્યમય સંશોધન વિશે વાત કરવા જતાં હતાં.

પણ ત્યાં ના વિજ્ઞાનીઓ તેને પાગલ સનકી કઈ ત્યાંથી તગડી મુક્યા

પ્રો. પરમાર અંદર ને અંદર ઘૂંટાઈ રહ્યા હતા.

તેના માથે જુનુંન સવાર હતું. એક દિવસ દુનિયા તેને યાદ કરશે. તે દુનિયા ને દેખાડી દેશે..તે બસ..

તે બસ.. એક પગલો જ દૂર હતા.

એક દિવસ તે ઘરનું બધું સમાન પેક કરી રહ્યા હતા.ચેહરા પર એક અલગ જ ઉત્સાહ હતો.

"હમણા તો કોઈ હોલીડે પણ નથી તો તમે આ પેકીંગ શેની કરી રહ્યા છો?"

"આપણે હમેશા હમેશા માટે આ ઘર છોળી ને જઇ રહ્યા છીએ"

"હંમેશા હંમેશા મતલબ, ફરીથી ટ્રાન્સફર થઈ ગયું? પણ આ વખતે તો એવી કોઈ નોટિસ પણ મળી નથી!"

"ના...હું નોકરી છોળી રહ્યો છું?

"નોકરી છોળી રહ્યું છું. મતલબ, તો હવે આપણે ક્યાં જશું શુ કરશું?"

"કોમલ એક...પ્રોજેક્ટ છે, મારુ સપનું છે"

"કેવું સપનું નિખિલ?"

"હું એક રોબર્ટ બનાવી રહ્યો છું"

આશ્ચર્ય સાથે "રોબર્ટ કેવો રોબર્ટ?"

"હા રોબર્ટ, જેમાં જીવ હશે, જેમાં સંવેદનાઓ હશે, અને તે અમર હશે!"

અટહાસ્ય કરતા કોમલ બોલી" આર યુ મેડ, નિખિલ, આ કોઈ જોક તો નથી ને?"

"ના, કોમલ તું પણ બધા લોકોની જેમ મારા પર હસીલે"થોડા ગુસ્સા સાથે નિખિલ બોલ્યો.

"ના, નિખિલ હું હર પળ હર ક્ષણ તારી સાથે છું..હું તારી આ અદા પર તો ફિદા છું"

પાછળથી કોમલ નિખિલ કસીને પકળી લે છે.

કોમલ પણ બધું જ સમાન પેક કરવામાં મદદ કરી રહી હતી.

"હું એક ટેમ્પો બુક કરાવી લઉં,આ બધું સમાન ત્યાં લઈ જવા માટે?"

"ના, કોમાલ અત્યાર ફક્ત જરૂરી વસ્તુ જ લઇ લો. બાકી નું સમાન હું પોતે પોહચાળી દઈશ."

***

થોડી દવાઓ, થોડા ઘરવપરાશના સાધનો, તો કેટલાક પુસ્તક અને અને ઓછા પ્રમાણમાં કપડાઓ લઈ એક ટેક્સી કરી ત્રણે જણા જંગલની નજદીક વાળા હાઇવે પાસે ઉતર્યા....

બેગ ઉતારી રહેલા ટેક્સીના ટ્રાઇવરે કુતુહલથી પૂછી પણ લીધું સાહેબ "તમારે પાકું અહીં જ ઉતરવું છે?"

મુસ્કુરાઈ ને નિખિલ કહયુ "જી તું અમારી ચિંતા ન કર"

ટેક્સીના જતા કોમલથી રહેવાયું નહિ.. "તેને તો ના કીધું કમ સે કમ મને તો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ?"

"કહેવામાં મજા નહિ આવે, તારા માટે એક સરપ્રાઈઝ છે બેબી" હસતા આનંદ બોલ્યો"

કલ્પને હાથમાં લઈ આનંદ આગળ બે વિલ બેગને ખેચિં રહ્યો હતો. પાછળ કોમલ પણ ચાલી રહી હતી.

હાઇવે ની થોડી દૂર એક નાનકડી પગદંડી હતી. તેમાં ઝાડીયો લાકડી વળે હટાવતા હટાવતા આગળ વધી રહ્યા હતા.

"નિખિલ હું થાકી ગઈ છું...તું આ ક્યાં લઈ જાય છે, તારે તો તારું પ્રોજેક્ટ પૂરું કરવું હતું, તો આ જંગલમાં?"

બેગમાંથી પાણી કાઢી કોમલને આપ્યો"ધીરજના ફળ મીઠા હોય મેડમ"

"નિખીલ પણ કેટલી ધીરજ એક નિશાસો નખાઈ ગયો."

"બસ પાંચ મિનિટ"

કહેતા ઝાળિયોને ચીરી એક ખુલા મેદાનમાં આવી ગયા.

પક્ષીઓના મધુર અવાજ, એક સુંદર વોટરફોલ, તો નદીકિનારે માટીની ભીની સોડમ..

"કેટલું રમણીય નજારો છે નિખિલ"

"હા, હું જાણું છું ,અને હા હવે આપણે અહીં જ રહેવાના છીએ"

"બહુ સારો મજાક કરી લે છે આનંદ "

ઝાડીઓની પાછળ છુપાવેલી એક નાવ કિનારે લઈ આવે છે. અને કોમલ ને બેસવાનો ઈસરો કરે છે.

અને કોમલ પણ ચુપચાપ નાવમાં ગોઠવાઈ જાય છે. હાથમાં ચપુ લઈ.. નાવને વેગ આપી રહ્યો હતો.

"નિખિલ અહીં તો કોઈ માણસ નથી દેખાતું,આવી જગ્યા તને ક્યાંથી મળી?"

"એ બહુ લાંબી વાત છે. બસ મળી ગઈ, અને મારા કામની પણ છે"

"હું કઈ સમજી નહિ નિખિલ તારા કામની મતલબ?"

"ધીમે ધીમે બધું સમજાઈ જશે."

"એ બહુ લાંબી વાત છે.બસ મળી ગઈ, અને મારા કામની પણ છે"

"હું કઈ સમજી નહિ નિખિલ તારા કામની મતલબ?"

"ધીમે ધીમે બધું સમજાઈ જશે."

આજે નિખિલ તેની બધી જ વાતો ના ગોળગોળ જવાબ આપી રહ્યો હતો અને વારંવાર કહી રહ્યો હતો" ધીમે ધીમે તેને બધું સમજાઈ જશે." હવે તો તેને પણ લાગી રહ્યું હતું.. "કે શું નિખિલ ખરેખર એક સનકી છે?"

બીજા રસપ્રદ વિકલ્પો