કાચની બંગડી. Sonalpatadia darpan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાચની બંગડી.

જેમ ખળખળ નદી વહેતી હોય તેમ કાયમ નિર્દોષ હાસ્ય વેરતી.નટખટ,નમણી,નાજુક એવી આરસી માં-બાપ ની લાડકી હતી.લાડકોડમાં ઉછળી હોવા છતાં તેને આજના જમાનાનો રંગ ચડ્યો નહોતો.તે સાદગીમાં રહેવું વધુ પસંદ કરતી.તેનો મોટાભાગનો પહેરવેશ સલવાર-કમીજ, લાંબા વાળ,માથે બિંદી,ને હાથમાં કાચની બંગડી રહેતો.આવા સાદા ડ્રેસમાં પણ તે બધામાં આકર્ષક લાગતી.કૉલેજમાં લગભગ બધા તેની સાથે વાત કરવા અધીરા રહેતા. ભણવામાં તેજસ્વી હોવાથી પ્રોફેસર ની તે માનીતી સ્ટુડન્ટસ હતી.ગુજરાતી ભાષામાં એમ.એ કરતી હતી. પણ પોતે કોઈ ગીત, ગઝલ,છંદ થી ઓછી નહોતી.તેને જોઈ ભલભલા વિધાર્થી શાયર બની જતા.પણ આરસી આમાંથી કોઈ ને ઘાસ નાખતી નહીં. તેનો સપનાનો રાજકુમાર તેના જેવો જ સાદગીમાં માનનારો ને પ્રેમાળ હોવો જોઈએ તેવું માનતી.જે આજના યુગમાં મળવો મુશ્કેલ હતું.
પણ હજારો કાંટા માં જેમ એક ફૂલ હોઈ છે.તેમ આ કૉલેજ માં બીગડેલ બાપની ઔલાદો વચ્ચે એક યુગ નામનો સીધો સાદો નવજુવાન પણ હતો.જે આરસીને મનોમન પસંદ કરતો હતો.ખાસ તેની ક્લાસમાં લખતી વખતે મીઠોમધુરો અવાજ કરતી બંગડીનો તે દીવાનો હતો.રોજ છાનું-છાનું તેને જોવું તેનો નિયમ બની ગયો હતો.આરસી આ વાત થી અજાણ હતી.એકવખત કૉલેજ માં ફંકશન રાખવામાં આવ્યું.જેમાં કવિતા,ગઝલ,એકપાત્રી અભિનય,રાસ, નાટક વગેરેનો સમાવેશ હતો.જેમાં યુગે તેના સ્વભાવ મુજબ ગઝલમાં ભાગ લીધો.અને આરસીએ રાસ-ગરબામાં.રોજની પ્રેક્ટિસ દરમ્યાન યુગ આરસીનાં સ્ટેપ દરમ્યાન જે બંગડીનો મધુર અવાજ આવતો તેને સાંભળતો અને આરસીને મનભરી જોવાનું કામ કરતો.આખરે એન્યુઅલ ફંક્શનનો સમય આવી ગયો.તે દિવસે યુગ એક શાયરની જેમ પોતે પહેરેલ કોટમાં ફૂલ રાખીને આવ્યો હતો.જયારે આરસી તો જાણે કોઈ અપ્સરા ધરતી પર ઉતરીને આવી હોય એવી લાગતી હતી.યુગ આરસીને જોતો જ રહી ગયો.કાર્યક્રમ શરૂ થતાં જ બધા સીટ પર ગોઠવાઈ ગયાં.પ્રોગામ શરૂ થયો.એક પછી એક સ્પર્ધક તેમની રચનાઓ રજૂ કરવા લાગ્યાં.હવે યુગનો વારો આવ્યો.યુગે આરસીને ધ્યાનમાં રાખી એક ગઝલ બનાવી હતી.તેને સ્ટેજ પર જઈ બધાનું અભિવાદન કરી આરસી સામુ તીરછી નજરે જોઈ ગઝલ ગાવાનું શરૂ કર્યું. ગઝલનાં શબ્દો કંઈક આવાં હતાં.
"ગમે તને"
મસ્તક તારા હસ્તે સોંપી દઉ
જો કહે મારો ચહેરો ગમે તને
ખજાનો તારા કંઠે સોંપી દઉં
જો કહે મારી વાતો ગમે તને
આવડત તારા મસ્તકે સોંપી દઉં
જો કહે મારી રમતો ગમે તને
જીવ કાઢી સઘળું સોંપી દઉં
જો કહે મારું શરીર ગમે તને
જાત મારી તુજ માં સોંપી દઉં
જો કહે મારો પ્યાર ગમે તને....

ગઝલ પુરી થતાં આખો હોલ તાળીઓના ગળગળાટ વચ્ચે વન્સમોર વન્સમોર અવાજ સાથે ગુંજી ઊઠ્યો.યુગે ફરી બધાનો આભાર માની પોતાની જગ્યાએ બેસી ગયો.હવે વારો આરસીનાં ગ્રુપનો હતો.જેને જોવા યુગ તલપાપડ હતો.આરસીનો જયારે નગાડા સંગ ઢોલ બાજે..ઢોલ બાજે...ઉપર રાસ રમતી હતી ત્યારે યુગ આરસીમાં જ ખોવાઈ ગયો.જયારે હોલમાં તાલીઓનો અવાજે યુગને ભાન કરાવ્યું ને ત્યારે યુગે પણ આરસીનાં રાસને તાલીથી બિરદાવ્યો.બીજે દિવસે આરસી સામે ચાલીને યુગને અભિનંદન આપવાં આવી.યુગ સામે જોઈ બોલી.
"હાય..!!મારુ નામ આરસી.કાલે તમે ખૂબ સરસ ગઝલ રજૂ કરી તે બદલ congratulations."
યુગે પણ નમ્રતાપૂર્વક કહ્યું
"Thanks મારુ નામ યુગ.તમારો ગ્રુપડાન્સ પણ ખૂબ સરસ હતો."
આરસી એ પણ
"Thanks"કહ્યું.
"તમને મળી આનંદ થયો."
કહી બંને ક્લાસમાં ગયાં.યુગને તો જાણે ગોડગિફ્ટ મળી હોય તેમ મનોમન કુદરતનો આભાર માને છે.આજે પહેલી વખત આરસીએ તેની સાથે વાત કરી.હવે તો બંને હાય.!! હલ્લો..!! કહી વાતો કરી લેતાં.પણ જોઈ એવું આરસી યુગ સાથે વાત નહોતી કરતી.યુગને આરસીનાં ગ્રુપમાં ભળીને આરસીની નજીક જઈ દિલની વાત કરવી હતી.પણ આરસી અંતર જાળવીને વાત કરતી હતી.આ બાજુ યુગ પણ હિંમત હાર્યા વગર કોઈને કોઈ બહાને આરસી સાથે વાત કરી લેતો.આમ જ સમય પસાર થતો ગયો. પરીક્ષા ઓ નજીક આવતી હતી. આરસી તેનો મોટાભાગનો સમય લાઈબ્રેરી માં વાંચવા માં કાઢતી.આરસી અભ્યાસમાં ઘણી હોશિયાર હતી.તો યુગ પણ પરીક્ષા ને લઈ ગંભીર હતો.કેમકે ગામડાના છોકરાને પ્રોફેસર બનાવની ઈચ્છા હતી.બંનેનું ફાઇનલ વરસ હતું.બંનેનું રીઝલ્ટ હમેંશા ટોપ પર જ રહેતું હતું.પરીક્ષાઓ શાંતિપૂર્વક પુરી થઈ.હવે તો આરસીને જોવાનું લગભગ અશક્ય હતું.કેમકે હવે તે આગળ અભ્યાસ કરશે કે કેમ તે પ્રશ્ન હતો.જયારે યુગને તો હજુ પી.એચ.ડી કરી કોલેજ લાઈનમાં પ્રોફેસર બનવાનું હતું.રીઝલ્ટનો સમય આવ્યો.પરીક્ષા માં બંને હાઈએસ્ટ માર્કસ સાથે પાસ થયા ને કોલેજ ફસ્ટનું બિરુદ યુગનાં નામે થયું.આરસી ફરી યુગ પાસે આવીને
"Congratulations કહ્યું."
યુગે પણ આરસીને
"Thanks & આપને પણ congratulations."
યુગે આરસીને પૂછી જ લીધું.
"હવે આગળ અભ્યાસ બાબતે કંઈ વિચાર્યું."
યુગને એમ હતું કે જો તે આગળ ભણશે તો તેની સાથે વધુ રહેવા મળશે ને સમયે તેને મનની વાત પણ કહી શકશે.પણ આરસીએ કહ્યું.
"ના..!મારી ટૂંક સમયમાં સગાઈ છે ને હવે આગળનો અભ્યાસ શક્ય નથી."
આ સાંભળતા જ યુગની ખુશી ગમમાં ફેરવાઈ ગઈ.થોડી ક્ષણ માટે તે મૂઢ બનીને આરસીને જોતો જ રહ્યો.પછી અચાનક ભાન થતાં આરસીને ફક્ત
"Congratulations."
કહી ત્યાંથી જતો રહ્યો.ઘરે આવી રૂમ બંધ કરી મનભરી રડ્યો.તે જેને પ્રેમ કરતો હતો તે કોઈ બીજાની થઈ જશે.પોતે હવે કેમ રહી શકશે આરસી વગર.? આ વિચારોને વિચારોમાં તે સુઈ ન શક્યો.સવાર પડતાં જ મનોમન વિચારવા લાગ્યો કે જરૂરી નથી કે પ્રેમ પૂર્ણ થાય.વિધતાની કોઈ અલગ જ મરજી હશે.પણ હું આરસીને પ્રેમ કરતો હતો,કરું છું ને કરતો રહીશ.તે જ હવે મારું સર્વસ્વ છે.મારા પહેલાં પ્રેમને હું નહીં ભૂલી શકું.તે તેની દુનિયામાં ખુશ રહે...આબાદ રહે તેવું વિચારી યુગ પી.એચ.ડી ની તૈયારીમાં લાગી જાય છે.
આ બાજુ આરસીનાં લગ્ન શહેરના ધનાઢય મહેરા કુટુંબનાં પુત્ર ઉત્સંગ મહેરા સાથે થયાં.આરસી હવે ઉત્સંગ મહેરાની પત્નીનો દરજ્જો સંભાળતી હતી.અને ઉત્સંગના જીવનને મહેકાવતી હતી.સમય પસાર થતો રહ્યો.આરસી તેનાં જીવનમાં ઠરીઠામ થઈ ખુશ હતી.ઉત્સંગ આરસીને ખૂબ જ સારી રીતે સાચવતો હતો.એકવખત ઉત્સંગને કોઈ કામ થી દિલ્હી જવાનું થયું.તેને આરસીને પૂછ્યું,
"તું પણ સાથે ચાલ અહીં એકલી શું કરીશ? મને પણ કંપની રહેશે.તને પણ મોસમની ફેરબદલી થઈ જશે"
આરસી તો ખુશીની મારી ફટાફટ તૈયાર થઈ ગઈ.બંને લવબર્ડ કારમાં ગોઠવાઈ ગયાં.ઘણાં સમય પછી ઉત્સંગ સાથે આવી રીતે બહાર એકલી જતી હતી.તેનો આરસીને આનંદ હતો.તે વધુને વધુ સમય ઉત્સંગ સાથે પસાર કરે છે.બંને ખૂબ ખુશ હતાં. જયારે તે પાછા ફરે છે ત્યારે અચાનક તેની કાર ટ્રક સાથે અથડાઈ છે.અને ગંભીર અકસ્માતમાં ઉત્સંગનું ઘટના સ્થળે જ મોત થયુ ને આરસીને ગંભીર ઈજા થઈ તે જયારે હોસ્પિટલમાં ભાનમાં આવી ત્યારે
"ઉત્સંગ ક્યાં?તેને બહુ વાગ્યું નથી જેવાં ઉંચા અવાજે રાડ પાડતી ઉભી થવા જતી હતી ત્યાં નર્સે રોકીને કહ્યું તમને સારી એવી ઇન્જરી થઈ છે.તમે આરામ કરો.
"પણ પણ...!મારાં પતિ ઉત્સંગ મહેરસ ક્યાં છે?તેને કેમ છે?તેને બહુ વાગ્યું નથી ને વગેરે પ્રશ્નોની ઝડી વરસાવા મંડી.બાજુમાં તેના સાસુ-સસરા બેઠા હતાં.તે આરસીને ભેટી ખૂબ રડ્યા ને કહ્યું.
"બેટા ઉત્સંગ આપણને સૌને મૂકી ચાલ્યો ગયો હવે ક્યાતેય પાછો નહીં આવે.આ સાંભળતા જ આરસી બેભાન થઈ જાય છે.જયારે તે ભાનમાં આવી ત્યારે ઉત્સંગની ફૂલહાર ચડાવેલી તસ્વીર સામે હતી.આરસી ખૂબ આક્રંદ કરતાં જોર જોર થી પોતાના હાથ પછાડતા તેની કાચની બંગડી કાયમ માટે ફૂટી ગઈ.જે આરસીનું વહેતુ હાસ્ય હતું તે કાયમ માટે સુકાઈ ગયું હતું.તે હવે જાણે જીવનમાં રસ ન હોય તેમ જીવતી હતી.આટલી નાની ઉંમરમાં વિધવા થવું તેનાં સાસુ-સસરાને પણ જોવાતું ન હતું.એકવખત મોકો જોતાં તેના સાસુ-સસરા એ આરસીને બોલાવી કહ્યું.
"બેટા..!!તું આવું જીવન જીવશ તે ગમતું નથી.જો તારી હા હોય તો અમે બીજાં લગ્ન કરવા તૈયાર છીએ.ઉત્સંગ તો આપણને બધાને છોડી ચાલ્યો ગયો પણ અમારા થી તારું આ રૂપ જોવાતું નથી.તું આવી રીતે એકલી જિંદગી કેમ જીવીશ?"
આરસી તરત વચ્ચે અટકાવતાં બોલી.
"મમ્મી-પપ્પા હું બીજા લગ્ન કરવા નથી માંગતી.અને હવે હું ઉત્સંગ સિવાય બીજા કોઈની પણ થવા નથી માંગતી.જો તમે હા કહો તો હું આગળ મારો અભ્યાસ પૂરો કરવા માગું છું."
આરસીનાં સાસુ-સસરાને લાગ્યું કે અત્યારે આરસી કહે છે તેમ કરવું જ યોગ્ય રહેશે.લગ્નની વાત પછી ક્યારેક શાંતિ થી કરીશું.આરસી ને મંજૂરી મળતાં જ આગળનો અભ્યાસ શરુ કર્યો.
એકવખત કોલેજમાંથી બહાર નીકળતી હતી ત્યાં સામે થી યુગને જોયો.બંને એ એકબીજાને જોઈ નજીક જઈ
હાય...!! હલ્લો..!! કર્યું.યુગને આરસી આમ મુરજાયેલી જોઈ નવાઈ લાગી.ન માથા પર બિંદી,ન હાથમાં તેને ગમતી કાચની બંગડી કે ન હોઠ પર હાસ્ય..તેણે પૂછ્યું..
"કેમ ચાલે છે તમારી લાઈફ."
આરસી એ
"મજામાં"કહી પૂછયું.
"તમે અહીં?"
યુગે કહ્યું
"હા..!હું અહીં ગુજરાતીનાં પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું.અને તમે?"
આરસી એ કહ્યું.
"હું પણ મારો આગળનો અભ્યાસ કરવા જ આવું છું."
"ઓહ..!!તો તમે મારા સ્ટુડન્ટ એમને?" યુગે કહ્યું.
આરસી એ યુગની સામે જોતાં કહ્યું.
"હા..! શક્ય હોય તો તમે મારા પી.એચ.ડી નાં ગાઇડ બનશો.હું આગળ પી.એચ.ડી કરવા માંગુ છું."
યુગને વરસો પછી દિલને ઠંડક થઈ હોય તેવો અહેસાસ થયો ને તરત જ હા પાડી દીધી.હવે આરસીની મુલાકાત રોજ યુગ સાથે થતી.પણ યુગને આરસીનાં વર્તનમાં ઘણો ચેન્જ જોવા મળતો.તે ન હસતી,ન જાજુ બોલતી,ન તેના સાંજ શણગારમાં સુહાગન જેવા કોઈ અણસાર જોવાં મળતાં.મનમાં ને મનમાં બોલતો.
"શું થયું હશે? આરસીને પૂછીને જાણી લઉં.પછી થતું ના..ના..એવું કંઈજ નહીં હોય આવા અશુભ વિચાર કરવા સારા નહીં...
એકવખત આરસીનાં થિસીસનાં પ્રોબ્લેમ સોલ્વ કરવાને લઈને તેના ઘરે જવાનું થયું આરસીએ યુગને આવકારો આપ્યો.ને પાણી આપ્યું.તેના સાસુ-સસરા સાથે ઓળખાણ કરાવી.ઘરનું વાતાવરણ જોતાં યુગને ઉદાસી આંખે વળગતી હતી.તેણે પૂછ્યું "તમારા પતિદેવને તો મળાવો?"
ત્યાં આરસી રડતી રૂમમાં ચાલી ગઈ.ત્યારે તેનાં સાસુ રડતા રડતા બોલ્યાં.
"તેનો પતિ ઉત્સંગ અમને બધાને મૂકી એક વરસ પહેલા જ ચાલ્યો ગયો આરસીને વિધવા બનાવીને..!!"
યુગ ઉભો જ થઈ ગયો.ગ્લાસ હાથમાંથી પડી ગયો.તેને જેમ-તેમ કરી ત્યાંથી વિદાય લીધી ને સીધો ઘરે જઈ રૂમનું બારણું બંધ કરી બેઠો રહ્યો.તેનાં વિચારોમાં આરસીનાં જીવનની કરુણતા છલકાઈ આંખોમાંથી બહાર આવતી હતી.તે આરસીને આ રૂપમાં જોઈ નહોતો શકતો.તેને મનોમન નક્કી કર્યું કે તે આરસીને ખુશ રાખશે ને તેને કોઈપણ તકલીફ નહી પડવા દે.તે હવે રોજ આરસીને કોઈને કોઈ બહાને ખુશ રાખવાનું શરૂ કરી દીધું.હવે તે તેના ઘરે જઈને પણ તેને અભ્યાસમાં બનતી મદદ કરતો.આ બધું તેનાં સાસુ-સસરા જોતાં...
આજે વાતાવરણમાં વસંતઋતુની અસર દેખાતી હતી કેમકે,આજે વસંતપંચમી અને વેલેન્ટાઈન ડે ની યુવાધનમાં જોરશોરથી અસર દેખાતી હતી.કોઈ ગીફ્ટની આપલે કરતા હતા તો કોઈ પ્રેમનું તેનાં પ્રિયપાત્ર સામે પ્રપોઝ કરતા હતા.તો વળી કોઈ પ્રિયપાત્ર સાથે મજાક-મસ્તીથી વાતો કરતા હતા.પણ યુગને તેનો પ્રેમ ક્યાંય દેખાતો ન હતો.એટલે કે આરસી..!!
યુગે મનોમન એક નિર્ણય કરી આરસીનાં ઘરે ગયો.આરસીએ આવકારો આપ્યોને બેસવા કહ્યું.યુગે આરસીને કહ્યું.આજે હું તમારાં સાસુ-સસરાને મળવાં આવ્યો છું.આરસીએ હકારમાં માથું કરી તરત બોલાવી લાવી.થોડીવારમાં જ તેનાં સાસુ-સસરા યુગ પાસે આવીને બેઠાં.યુગે હિંમત ભેગી કરી વાતની શરૂઆત કરી."
તમને આરસીએ કહ્યું જ હશે કે હું ને આરસી કોલેજમાં સાથે જ અભ્યાસ કરતાં હતાં.અમે ક્લાસમેટ હતા.હા.!અમે ખાસ મિત્ર નહોતાં પણ ઓળખાણ હતી.પણ એકવાત આરસીને પણ આજસુધી ખબર નથી કે હું કોલેજનાં પ્રથમ દિવસે જ આરસીને જોઈ તેને પસંદ કરતો હતો પણ લાયકાત વગર ક્યારેય કહેવાની હિંમત ન થઈ મને થયું કે હું પ્રોફેસર બની આરસીનો હાથ માંગીશ પણ કુદરતને કંઈક અલગ જ મંજુર હતું.મારી ચાહ ક્યારેય આરસી સુધી પહોંચાડી ન શક્યો.ને આરસી તેનાં લગ્નની વાત કરી મારી ચાહ ઉપર પૂર્ણવિરામ મૂકી ચાલી ગઈ.હું જેને પૂર્ણવિરામ માનતો હતો તે મારા માટે અલ્પવિરામ હતું જેની મને જાણ નહોતી.વિધાતાએ ફરી અમને સામ-સામ રાખી દીધાં તે પણ આવી રીતે.હું રોજ આરસીને આ રૂપમાં જોવ છું ને મનમાં થાય છે કે આમાં આરસીનો શું વાંક? તેનું વિધવા થવું કુદરતની નિયતિ હતી.પણ જો આપની હા હોય તો હું આરસી સાથે લગ્ન કરી તેને અપનાવા તૈયાર છું.મેં આજસુધી લગ્ન નથી કર્યા કેમકે આરસી સિવાય મને કોઈપણ છોકરીમાં પ્રેમભરી જોવાની ઈચ્છા જ ન થઈ.મારો પહેલો અને છેલ્લો પ્રેમ આરસી જ છે ને રહેશે.જો આરસીની હા હોય તો આજનાં દિવસે હું આરસીનો હાથ માંગુ છું."
યુગ ઉભો થઈ આરસીનાં હાથમાં રંગબેરંગી કાચની બંગડી મૂકે છે.આરસીની આંખમાં આંસુ હતાં.તે કંઈજ ન બોલી.પણ તેના સસરા મધુકાન્તભાઈ ઉભા થઈ યુગને ગળે લગાડે છે.અને બોલ્યાં.
"બેટા..!! આજનાં દિવસે આવી વાત કરી અમારા જીવનની નિરાશાને તે ખુશીમાં ફેરવી દીધી.અમે હવે શાંતિ થી મરી શકશું.મને બસ ચિંતા હતી તો આરસીની જ."
ત્યાં જ આરસી બોલી.
"હું તમને એકલા મૂકી ક્યાંય જવા નથી માંગતી.તમે ઉત્સંગ પછી મારી જવાબદારી છો,ને હું જવાબદારીમાંથી આમ નહી છટકું."
આ સાંભળતાં જ યુગ બોલ્યો.
"મારે આરસીની સાથે માં-બાપની પણ જરૂર છે.જેની છત્રછાયા નીચે હું મારો સંસાર જીવવા માંગીશ."
આ સાંભળતા જ આરસીનાં સાસુ રમાબેન યુગને ભેટી પડ્યા ને આંખમાં હરખનાં આંસુ સાથે બોલ્યાં.
"કોઈભવનું પુણ્ય હશે કે અમને આવી ખુશી મળી.મને મારો ઉત્સંગ પાછો મળી ગયો."
યુગે આરસીને હાથમાં કાચની બંગડી પહેરાવતાં કહ્યું..
"મારા જીવનમાં સ્વાગત છે..!!"
અને બધાનાં ચહેરા ઉપર હાસ્ય હતું...

સ્વીટ લાઈન.💕
વિધવા સ્ત્રીનો સફેદ કલર કોઈ લાસ્ટ કલર નથી હોતો.તેનાં જીવનમાં પણ અનેક રંગોનું સ્થાન છે.

સોનલ પાટડીયા.