સમજણ નો સેતું Sonalpatadia darpan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમજણ નો સેતું

          "વાત ટૂંકી ને ટચ છે,
          લાગણીઓ લાંબી લંચ છે,
          સુખ-દુઃખ બંને છેડા અને,
          જિંદગી વચ્ચોવચ છે."   
           
           ગાર્ડનમાં આવતાની સાથે જ રોહન અને કરણ ઝડપથી દોડી હીંચકા પાસે ગયાં,ત્યાં 'રોહન-કરણ ધીમેથી હીંચકા ખાજો' કહેતા સવિતા શાલિની પાસે આવી બેઠી.શાલિની એ તેની બેસ્ટ ફ્રેન્ડ સવિતા ને કહ્યું "વાહ!સવિતાબેન આજે જ છાપા વાંચ્યું કે સતિષભાઈ એ ક્લાયન્ટને કેશ જીતાડી વકીલોમાં વાહ!વાહ મેળવી."કેશ પણ કેવો?એક માસુમ છોકરી સાથે તેના જ સબંધી એ........સતિષભાઈ એ તો એ બળાત્કારીને આકરામાં આકરી સજા અપાવી ને એક માસુમને ન્યાય અપાવ્યો.સવિતા એ શાલિની સામે અકળ હાસ્ય કર્યું,જે શાલિની કળી ન શકી.ને બંને બીજી વાતો કરવા લાગ્યાં.
              આજ સવારથી શરીરમાં કળતર જેવું લાગતું હતું, માથું ભારે હતું,શરીરમાં થાક હોય તેમ ઉભું થવાનું મન નહોતું થતું.પથારીમાંથી ઉભા થવાની તેવડ ન હતી.પણ પરાણે ઉભા થતાં ની સાથે જ પાછી પલંગ પર ફસડાઈ પડી.ત્યાં જ રાજ તેની પાસે જઈ બોલ્યો "આરામ કર, આજ તારી તબિયત સારી નથી ને"
"પણ.....તમારે ઓફિસે જવાનું છે ને મારે હજુ ચા-નાસ્તો ને તમારું ટિફિન પણ બનાવવાનું છે."
"જો તારી તબિયત સારી નથી ને આજે આ બધું હું બનાવી લઈશ.મેં આજે ઓફિસે થી રજા લીધી છે.આજે હું આખો દિવસ તારી સાથે જ છું. તું આરામ કર ને લે આ દવા પી ને થોડી વાર સુઈ જા.. ત્યાં હું તારા ને મારા માટે નાસ્તો બનાવું"શાલિની રાજ ને જોતી રહી ને મનોમન ઈશ્વરનો આભાર માનવા લાગી કે આવો પ્રેમાળ પતિ મળ્યો.શાલિની ને પલંગ પરથી ઉભી ન થવા દીધી.થોડી થોડી વારે તે શાલિનીને જોઈ લેતો ને માથે હાથ મૂકી તપાસી લેતો.રાજે આખો દિવસ શાલિની ની દેખભાળ કરી ને ઘરકામમાં પણ પોતાને ફાવે તેવી સાફ-સફાઈ પણ કરી.સાંજે તે શાલિની પાસે જઈ બેસી ને કહ્યું"કેમ છે હવે તને?"
"ઘણું સારું છે હવે."
"તારી તબિયત સારી નથી બાકી આજે હું તને સાંજે ડિનર માટે બહાર જમવા લઈ જવાનો હતો.બધું પ્લાનિંગ કર્યું હતું પણ તારી તબિયત ને ધ્યાનમાં રાખીને હવે ઘરે જ સાદું બનાવી નાંખ્યું છે..પણ એક વાત ની ખુશી થઈ કે આજનો આખો દિવસ હું તારી સાથે રહી શક્યો.બાકી હું ઓફિસે થી આવત ને પછી આપણે બહાર જાત."
"કેમ આજે કંઈ છે કે અમસ્તાજ બહાર જમવા જવાનો પ્લાન બનાવ્યો હતો."
"ના..રે..આજે વેલેન્ટાઈન ડે હતો માટે મેં નક્કી કર્યું હતું કે સાંજે બહાર જશું."
"ઓહ!તો તમને આજનો દિવસ યાદ હતો કે આજે આપણી મરેજ એનિવર્સરી છે."
"હા!પણ તારી તબિયત ને લીધે  કંઈ ન કીધું.તારી તબિયત થી ને તારાથી વિશેષ કંઈ જ નથી. તું છો તો આ દિવસ છે ને તું છો તો આ મરેજ લાઈફ છે."
શાલિની રાજને ભેટી પડી ને બોલી "જરૂર મેં કોઈ પુણ્ય કર્યાં હશે કે મને તમારા જેવો પતિ મળ્યો."
"અરે! હું નસીબદાર કે મને તારા જેવી પત્ની મળી.તે જે મારી આર્થિક મુશ્કેલીમાં સાથ દીધો છે,મારી ખરાબ પરિસ્થિતિમાં એક તું હતી કે મને હિંમત આપી સાથે ઉભી રહી હતી.આજે હું જે પણ છું તે તને આભારી છે."
શાલિની રાજ ને જોઈ જ રહી ને તેને ગળે લગાડી બોલી"happy  marriage anniversary my lovely husband."
રાજે શાલિની ને આલિંગન માં લઇ બોલ્યો.
"happy Valentine's day my life...and happy marriage anniversary my wife." રાજે શાલિની ને હાથમાં કાચની બંગડી પહેરાવી ને કહ્યું "તારા આ બંગડી ના અવાજ થી મારું ઘર ને જીવન ધબકતું છે."ને ગળામાં સોનાની ચેન પહેરાવી શાલિની ના કપાળે પ્રેમાળ ચુંબન કર્યું.....શાલિની ને મનમાં થયું કે નસીબદાર હોઈ તેને જ આવી લાગણી,પ્રેમ ,હૂંફ મળે અને રાજ જેવો પતિ મળે....
               ને બીજી બાજુ તેના પડોશમાં પણ તેની મોટીબેન જેવી બેસ્ટ ફ્રેન્ડ સવિતા ની પણ આ જ હાલત હતી. પણ ફરક જમીન આસમાન નો હતો.સતીષ સવિતા પાસે જઈ હાથમાં ફૂલનો ગુલદસ્તો આપી "happy Valentine's day"કહી ને સવિતા ને પચ્ચીસ હજાર નો ચેક આપતા બોલ્યો "તું આજે તને મનગમતું આ પૈસા માંથી લેતી આવજે"ને,હા! તે સૂચના આપતા બોલ્યો."તબિયત સારી નથી ને,તો ડોકટર શાહ સવારે દસ વાગ્યે આવી જાઇ છે,સવારે જ બતાવી આવજે અને દવા લઈ લે જે,વધારે બીમાર પડીશ તો ઘર આખું રમણ-ભમણ થઈ જશે. તું માંદી પડે તો એ કેમ ચાલે?છોકરવાની સ્કૂલ,રસોઈ, સાફસૂફી,ઘરકામ આ બધું તારા વગર અસ્તવ્યસ્ત થઈ જશે. અને હા!દવા તરત લઈ લે જે જેથી અસર જલ્દી થાય અને જલ્દી કામે વળગાય."ok?by sweet heart. ધ્યાન રાખજે.અને હા! રાતે છોકરાવ ને વહેલા સુવાડી દે જે આપણે રાતે વેલેન્ટાઈન ડે ઊજવશું." સવિતા ની સામે આંખ મિચકારતા આટલું કહી સતીષ જતા રહ્યાં.સવિતા છલકાતી આંખે વિચારતી રહી કે આજ ના દિવસ નો આ પ્યાર હતો કે મારી લાગણીઓનો વ્યાપાર?
  

"મખમલી સપનાના કાટમાળ નીચે લાગણી દબાય છે,
વહી જાય તો આંસુ ને રહી જાય તો આંજણી કહેવાય છે.".                        
                                              સોનલ.

(વાર્તા માં અન્ય કવિઓ ની રચના મૂકી છે.)