Adhuri vaat books and stories free download online pdf in Gujarati

અધુરી વાત

         " કેવી સુંદર છે દોસ્તી ની પરિભાષા
           હું શબ્દ ને તું અથૅ,
           તારા વગર હું વ્યથૅ."
                 કાયા ને પહેલેથી જ સાહિત્યમાં રસ.નાનપણથી  કલમ નું તેને આકર્ષણ રહયું .નવરાશની પળમાં મનમાં જે વિચાર આવે તે કાગળ માં ટાંકતી.
          આધુનિક  સમયમાં ઇન્ટરનેટે આ કામ ઘણું સહેલું કરી દીધું છે. આપણે આપણી સારી કે ખરાબ કોઈપણ પરિસ્થિતિ ને સામે કોણ છે તે ન જાણતાં છતાં ગ્રુપ માં રજુ કરીને મન હળવું કરી લઇએ છીએ.
        આવા જ ઇન્ટરનેટ ના ફેસબુક માધ્યમથી કોઈ એક ગ્રુપ માં કલ્પ સાથે વાત થઈ. કોઈ "સ્ત્રીસ્વાતંત્ર્ય"  બાબતે ચચાૅ થઈ અને વાત-વાતમાં જ બંને સાહિત્ય રસિકો ની વાત આગળ ચાલુ રહી.
       બંને ની  મિત્રતા નો સીધો સંબંધ તેમનો સાહિત્ય પ્રત્યે નો લગાવ જ રહેતો .કાગળમાં લખેલ વિચારો ને કલ્પ પાસે કહેતી.અને સામે કલ્પ પણ અેના પ્રતિભાવો ઉચ્ચકોટી ના રજૂ  કરી ને કાયા ના જીવનને એક ઉદ્દેશ પુરો પાડતો.તે કયારેક ભારતીય અૌઘોગિક સમસ્યાઓ પર તો કયારેક હળવી સામાજિક વાતો થી કે પછી તેની આસપાસ બનતા બનાવો ને તેની રચનામાં સમાવતો.આ બધાંજ પાસાઓ નો અકૅ સકારાત્મક વાત ઉપર આવીને ઉભો રહેતો.આ વાત જ કાયાને ગમતી.
         કાયાના મનમાં થતું કે આટલો સકારાત્મક અભિગમ હોઈ શકે ખરો? કાયા કયારેક પૂછી પણ લેતી ત્યારે કલ્પ કહેતો "એ તો ઠાકોરજી એ જ અેવું  હ્રદય આપ્યું છે કે અેમાં ને અેમાં જ રહું છું."કલ્પ ની એક અેક રચનાઓ હમેંશા દાદ માંગી લે તેવી રહેતી. કલમ માં પવિત્રતા અને સત્યતા હોય તો લખાણ અને વાંચન બંને ખીલી ઉઠે છે.આ ખૂબી જ તેની અોળખ હતી. આમ પણ કહેવાયું છ નેે કે અાપણ ને સામે વાળી વ્યક્તિ ની સાથે કેમ ગમતું અથવા ફાવતું હોય છે? કેમકે તે આપણ ને ગમતી ધૂન વગાડે છે. જેના તાર દિલ ને ઝંઝણાવી જાય છે.અને એક સૂર છેડાય છે જે બંને ને વાત કરવા મજબૂર કરે.
        કાયા કહેતી "આટલું સરસ લખો છો તો સમજો ને!"ત્યારે કલ્પ કહેતો "સમજયા વગર લખી જ કોણ શકે?"
    કાયા!"જયારે કોઈ વાંચે અેમ હોય તોજ લખાય છે,અને કોઈ  સમજે અેમ હોય તોજ રોવાય છે."મિત્ર આ તો તું જાણે છે બાકી લોકો ને સમજાવું પડે છે.સાચું કહું તો આપણી મિત્રતા એક છલોછલ ભરેલા હ્રદય જેવી છે,છતાં તેમાં જગ્યા જ જગ્યા.કાયા સાચું કહું તો "ખરેખર તો મિત્રતા નામથી જ વટાવાય છે...બાકી માણસ જ લાંબો ચાલે છે અને અે મિત્રતા માણસ થકી ચાલે છે.કાયા કહે"લ્યો! પાછી એક રચના ને આકાર મળી ગયો.મારું ઈનામ! કેમકે મારી સાથેની વાત માં જ રચના બની."કાયા! "આપણે કયાં ઇનામ નો વ્યવહાર છે ..હું તો ચોર છું ..મેં તો અભિવ્યક્તિની ચોરી કરી લીધી અને શબ્દોનો ઘાટ આપી દીધો હા!હા!હા!! તમારે જે આપ્યું અે જોઈએ તો આપી દઉં.જોઈતો હોય તો જીવ લઇ જાઅો..પણ ઇનામ નહીં ઇનામ અમે આપી ને તમે વ્યવહાર પૂરો કરી નાખો તો..કાયા કહે "પણ વખાણ કરવા જરૂરી હો!" "સમય જ તમારા વખાણ કરાવશે."કલ્પે કહ્યું.
            કાયા ની  વાતો થી કલ્પ ની ભાષા અને કલમ બંને ખીલી ઉઠતા.તે કલ્પ ની કલમ બની ગઈ હતી. અને રચનાઓ બની જતી. "પાછી એક રચના બની એમ ને!"જવાબ માં કલ્પ કહેતો "કોણ જાણે હું તમારી સાથે વાત કરું ને કલ્પ સંપૂર્ણ બની જાય છે.અેક પછી અેક શબ્દો બનતા જ જાય છે."કાયા બોલી "અોહ!માટે હું ઉમદા મિત્ર નું કિરદાર નિભાવું છું,તો હું તમારી પ્રેરણા?"કલ્પ કહે"હા! તમે જ મારી પ્રેરણા છો."કાયા "આ મિત્રતા જ એવી છે કે અડધા સેંકડ માં ડિસીઝન લેવું પડે કે તું ચિંતા ન કરતો ...હું છું ને..અહીં લાયકાત સાબિત કરવાની વાત જ નથી અહીં તો કુરબાન થઈ જવાની વાત છે."સમય ના પ્રવાહ માં આપણે આ વાત યાદ રાખીશું.
   કાયા નું જીવન પણ કાંટાડી ધરી પર ચાલતું હતું.કાયા ના જીવન ની તમામ મુંઝવણો કલ્પ થી અજાણ ન હતી. કલ્પ કહેતો તમને દુખી કરવાની હિંમત કોઈ ની નથી તો.. તમને સુખી પણ તમારી જાત સિવાય કોઈ જ નહીં કરી શકે ..લખી રાખજો. તેની આવી વાતો થી અને સમજદારી થી કાયા ના જીવન ની ગૂંચો ઉકેલાઈ જતી.
           કાયા કહેતી "આપણો વિકાસ કોની સાથે વાતચીત કરી,બેસી ઉઠી કે વ્યવહાર કરી તેના ઉપર આધાર રાખે છે.ત્યારે  કલ્પ કહેતો "અેજ તો રહસ્ય છે જીવનનું,તમે કોની સાથે વ્યવહાર રાખો છો તેના પર થી તમારું આદાનપ્રદાન નક્કી થાય છે."
        કાયા હું અેમ કહેવા માગુ છું કે તમે કૃષ્ણમય બનો.તમે જ મેગ્નેટ બનો...તમે ફરીથી અે હદ સુધી પોતાના જીવનને કંડારવામાં મશગુલ બની જાઅો કે લોકો તમારી પાસે અાવે નહીં કે તમારે પગલા માંડવા પડે.હું ફક્ત ...અેજ કહીશ કે સામાજિક રૂતબો હાંસલ કરો...અને લોકો વચ્ચે અોળખતા થાઅો.બસ સમય શું કહેવા માંગે છે અે સમજીઅે,અેમાં જ બધી સમસ્યાઓના સમાધાન છે.ભગવદ્ ગીતા માં કહ્યું છે તેમ.કલ્પ "ખરેખર સંબંધો ના માળામાં જીવનને કેમ ગોઠવવું તે તમારી પાસે થી શીખી." વિચારોમાં સકારાત્મકતા હોય તો તેની અસર ભાષા માં જોવા મળે અને આ અસર થી કોઈપણ નું જીવન ધબકતું કરી શકાય.
      વાતો ની પવિત્રતા જ બંનેની મિત્રતા ટકાવી રાખતી હતી.ન મળ્યાં વગર પણ આટલી નિખાલસ મિત્રતા ભાગ્યેજ જોવા મળે.કદાચ આવી જ મિત્રતા ને પવિત્ર કહેવાતી હશે.
       વિચારોની ભાવના માં આટલી સમભાવના ભાગ્યેજ જોવા મળે છે.છતાં બંને વાતો થી વધુ કંઈ કળી શકયા નહીં વાતો તો ઘણી થતી હતી પણ બંને કયાં કશું જાણતા હતાં.બંને નાસમજ ને ખબર જ ન રહી કે તેઓ એકબીજા ના પયાૅય બની ગયાં છે. આમ જ કેટલીય વાતો અઘુરી રહી ગઈ.
      સમય કાયમ માટે એક રહસ્ય જ રહ્યો છે.કયારેય ન મળેલા બંને ને ખબર જ ન રહી કે અેક સમયે બંને ની વાતો ઉપર  પૂર્ણવિરામ આવશે અને કેટલીય વાતો અઘુરી રહેશે જે સમયનાં ગભૅમાં છુપાઈ જશે આમ એક અજાણી નામવગરની વાતાૅ પૂરી  થશે.

     "કયારેક અધુરુ હોય છે, તો કયારેક મધુરુ હોય છે,
               તો પણ,
          ગમતી વ્યક્તિનું જ સાનિધ્ય પામવું ,
               કેમ,
           અઘરું હોય છે."
                                           સોનલ.                

નજર સમક્ષ ઘટેલી સત્ય ઘટના હોવાથી તેમની અનુમતિ વગર તેમની રચનાઓ મુકી શકવા ને અસમર્થ છું માફ કરશો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED