ધૂપ-છાઁવ - 128 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 128

અપેક્ષા સરવારથી ઉઠી ત્યારથી જ તેને ચક્કર આવતાં હતાં અને વોમિટીંગ થતું હતું. ધીમંત શેઠ તેને પોતાના ફેમિલી ડોક્ટર પાસે લઈ ગયા.
ફેમિલી ડોક્ટરે અપેક્ષાને લેડી ડોક્ટર પાસે લઈ જવા સૂચના આપી.
લેડી ડોક્ટર સુધાબેને અપેક્ષાને ચેક કરીને ખુશીના સમાચાર આપ્યા કે અપેક્ષા માં બનવાની છે‌.
હવે આગળ...
ધીમંત શેઠ લેડી ડોક્ટર સુધાબેને આપેલા પ્રીસ્ક્રીપ્શન પ્રમાણે દવા લઈ આવ્યા અને અપેક્ષાને ઘરે મૂકવા માટે ગયા.
રસ્તામાં ધીમંત શેઠે પોતાની અપેક્ષાનો હાથ પોતાના હાથમાં લીધો અને તેને ચૂમી લીધો અને બોલ્યા કે, "આઈ લવ યુ માય ડિયર તે તો મને બહુ જલ્દીથી બાપ બનાવી દીધો, મને તો કલ્પના શુધ્ધાં નહોતી કે આટલું જલ્દીથી આ બધું થઈ જશે અને હું આટલો જલ્દીથી બાપ બની જઈશ."
અપેક્ષા ખૂબજ ખુશ હતી અને થોડી ચિંતામાં પણ...
તેણે પોતાના ધીમંતની સામે જોઈને સ્માઈલ આપ્યું..
બંને ઘરે પહોંચી ગયા..
ધીમંત શેઠે અપેક્ષાને સાચવીને ગાડીમાંથી ઉતરવા અને ધીમેથી ચાલવા સમજાવ્યું..
"અપેક્ષા મેડમને એકદમ શું થઈ ગયું" તેને જોતાં જ લાલજીભાઈ પણ ચિંતામાં ડૂબી ગયા હતા..
પરંતુ ધીમંત શેઠ તો ખુશ ખુશ હતાં..
તેમણે લાલજીભાઈને કહ્યું કે, "લાલજીભાઈ મોં મીઠું કરાવો તમારા શેઠાણી તો માં બનવાના છે અને હું બાપ બનવાનો છું અને તમે દાદા બનવાના છો તેમજ આપણાં આ ઘરમાં હવે એક સુંદર નાનકડા મહેમાન પધારવાના છે...
લાલજીભાઈ દોડતાં દોડતાં રસોડામાં ગયા અને એક પ્લેટમાં ગોળ લઈ આવ્યા અને બધાનું મોં મીઠું કરાવ્યું..
અત્યારે તો સૌથી ખુશ ખુશાલ લાલજીભાઈ હતાં..
પોતાના શેઠ તો લગ્ન કરવાની જ ના પાડતા હતા તેને બદલે હવે તે બાપ પણ બની જશે અને આ સુમસામ રહેતું ઘર જોત જોતામાં હર્યું ભર્યું થઈ જશે.. તે વિચાર જ તેમને માટે આનંદદાયક હતો..
લાલજીભાઈને હાથે મોં મીઠું કરીને ધીમંત શેઠ અપેક્ષાને પોતાના બેડરૂમમાં લઈ ગયા અને તેને બેડમાં સુવડાવીને તેની બાજુમાં બેસી ગયા અને તેનો એક હાથ પોતાના હાથમાં લીધો અને બીજો હાથ તેના માથા ઉપર પ્રેમથી ફેરવવા લાગ્યા અને તેના કપાળમાં એક મીઠું ચુંબન પણ કરી લીધું..
અપેક્ષા માટે આ ક્ષણ જ રોમાંચક હતી..
એક બાજુ માં બનવાનો અદભૂત અનુભવ અને બીજી બાજુ ધીમંત શેઠ જેવા પુરુષના બાળકની માં બનવાનું સદભાગ્ય...
પોતાની પૂરેપૂરી કેર લેવામાં આવશે તે વાતની તેને પાક્કી ખાતરી હતી..
લાલજીભાઈ પાણી લઈને આવ્યા એટલે ધીમંત શેઠે દવાની ગોળી હાથમાં લીધી અને અપેક્ષાને બેઠી કરીને તેને દવાની ગોળી ગળાવી દીધી..
થોડી વારમાં અપેક્ષા ઘસઘસાટ સૂઈ ગઈ અને નસકોરા બોલાવવા લાગી એટલે ધીમંત શેઠ લાલજીભાઈને અપેક્ષાનું ધ્યાન રાખવાનું કહીને પોતાની ઓફિસે જવા માટે નીકળી ગયા..
ઓફિસેથી કામ પતાવીને ઘરે પહોંચ્યા ત્યારે અપેક્ષા તેમની રાહ જોતી જ બેઠી હતી અને પોતાની માં લક્ષ્મી સાથે વાત કરીને તેને પણ આ ખુશીના સમાચાર જણાવી રહી હતી..
લક્ષ્મી તો જાણે ઉછળી પડી હતી...
અને અપેક્ષાને આરામ કરવા માટે પોતાના ઘરે આવવા સમજાવવા લાગી..
ધીમંત શેઠ હાથ પગ મોં ધોઈને ફ્રેશ થયા અને પછી બંને સાથે બેસીને ગરમાગરમ ભાખરી અને સેવ ટામેટાનું શાક જમ્યા અને પછી ટીવીની સામે ગોઠવાઈ ગયા..
ટીવી જોતાં જોતાં અપેક્ષાએ પોતાની આવી હાલતમાં થોડા દિવસ માટે પોતાની માં ના ઘરે રહેવા જવા માટેની ઈચ્છા બતાવી.. અને સાથે એમ પણ કહ્યું કે માં ની ઈચ્છા પણ એવી જ છે કે, થોડા દિવસ હું આરામ કરવા માટે તેના ઘરે રહેવા માટે જવું..
ધીમંત શેઠને પણ લાગ્યું કે અપેક્ષા આ હાલતમાં પોતાની માં સાથે રહે તે તેને માટે વધારે સારું છે અને તેણે પણ તેમ કરવા માટે હા પાડી..
ધીમંત શેઠે પણ પોતાની સાસુ માં ને ફોન લગાવ્યો અને ફરીથી આ ખુશીના સમાચાર તેમની સાથે શેર કર્યા..
ધીમંત શેઠના આખાયે બંગલામાં ખુશીની છોળો ઉછળી રહી હતી..
બીજે દિવસે સવારે જ ધીમંત શેઠ અપેક્ષાને તેની માં લક્ષ્મી પાસે મૂકી આવ્યા..
પરંતુ અપેક્ષાની તબિયત વધારે નરમ થતી જતી હતી..
ખૂબજ વોમિટીંગ અને ખોરાક નહીં લઈ શકવાને કારણે તેને ખૂબજ વીકનેસ લાગતી હતી..અને ગ્લુકોઝ ની બોટલ પણ ચઢાવવી પડી હતી..
પંદર દિવસ પછી તેને ફરીથી મેડિકલ ચેકઅપ માટે ડૉક્ટર સુધાબેન પાસે લઈ જવી પડી..
અને ત્યારે ડૉક્ટર સુધાબેને અપેક્ષાના બધા જ ટેસ્ટ કરાવવા સૂચના આપી..
સાંજ સુધીમાં બધાજ ટેસ્ટના રિપોર્ટ આવી ગયા હતા..
રિપોર્ટ્સ તો બધા નોર્મલ હતા પરંતુ તેની વીકનેસને કારણે તેને બે ત્રણ દિવસ માટે હોસ્પિટલમાં એડમીટ કરવી પડી હતી...
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
20/2/24