અયોધ્યાશ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૨ ૦૧ ૨૦૨૪ वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અયોધ્યાશ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૨ ૦૧ ૨૦૨૪

પ્રભુ શ્રી રામના ચરણોમાં મારા અનંત કોટી પ્રણામ....!!!!
વરસોની તપસ્યા બાદ અને અથાગ પરિશ્રમ થકી તેમજ અનેક ભક્તોના ૫૦૦ વરસના લાંબા સમય સાથે અનેક ભક્તોની પ્રાણ આહૂતી અપાયા બાદ ભગવાન શ્રીરામની મૂર્તિ ભગવાન શ્રી રામના નિજી જન્મ સ્થળે આરૂઢ કરવામાં આવી.મૂર્તિના મુખે અનાવરણ થયા બાદ મૂર્તિ કાળી દ્રુષ્યમાન થઇ તે જોઈ બધાંને આશ્ચર્ય જરૂર થયું હશે.ભગવાન શ્રી રામ તો ખુબજ સુંદર હતા.જયારે ભગવાન કૃષ્ણ એકદમ શ્યામ હતા.આમ કેમ તે તમારા બધાનાં માનસમાં આવી ગયું હશે.
એનું કારણ એ છે કે આ પથ્થર નેપાળી ગંડક નદીમાંથી લેવામાં આવ્યો છે.આ એકજ પથ્થર છે જેમાંથી આ મૂર્તિ બનાવવામાં આવી છે.
આ નેપાળી કાલી ગંડક નદીના ડુંગરમાંથી આશરે ૩૦૦-૪૦૦ મેટિક ટન કાળા પથ્થરના ટુકડામાંથી આ મૂર્તિ બનાવવામાં આવી છે.જે સખત અને અનંત કાળ સુધી તેમાં સડો થતો નથી કે ઘસાતો નથી.તેમાં કોઈ પણ ધાતુ,પ્રવાહી કે જીવ જંતુ નુકશાન પહોંચાડી શકતું નથી.તેમજ કોઈપણ દ્રવ્ય ઘી,માખણ,કંકુ,ચંદન જેવા લેપથી અલિપ્ત રહે છે.
સાથે સાથે આ મૂર્તિને અનંત કાળ સુધી પૂજવા જીવંત રાખવા માટે જ આ મૂર્તિ કાળા પથ્થરની બનાવવામાં આવી છે.
ચોથું કારણ ભગવાન શ્રી રામ એ વિષ્ણુના અવતાર હતા.અને તેઓ શાલિગ્રામની પૂજા કરતા.શાલિગ્રામ એટલે શ્યામ રંગનો પથ્થર જે કાલાબાધિત છે.આ પથ્થર નેપાળની આ નદી સિવાય કયાંય મળતો નથી.
માટે ભગવાન શ્રી રામની પ્રતીકસમી આ મૂર્તિ ભારતના કર્ણાટકી શિલ્પકારશ્રી અરુણ યોગીરાજ એ ૪.૨૪ ફૂટ ઊંચી ૩ ફૂટ પહોળી અને ૨૦૦ કિલો વજનની પાંચ વર્ષ આયુ વાળા શ્રીરામની આકારીત કરવામાં આવી છે.જે પથ્થરમાં ભગવાન વિષ્ણુના દસ અવતારની મૂર્તિઓ કોતરવામાં આવી છે.શ્રી રામ ભગવાન ના પરમ સેવક ભક્ત શ્રીહનુમાનજી અને ગરુડ ભગવાનને પણ આ એકજ પથ્થરમાં ચીતરવામાં આવ્યા છે.જે ચિત્તાકર્ષક અને સંમોહીત કરનાર મૂર્તિ છે.
આપણે પણ ભગવાન શ્રીરામને નમસ્કાર કરીએ કે વરસોની આપણી ભાવના ફળીભૂત થઇ છે.તે માટે સૌ રામભક્તને મારા પ્રણામ.
રામ આ ભૂમિમાં હતા જ.આપણી આસ્થા અયોધ્યાની ભૂમિમાં એટલા માટે જોડાયેલી છે કે શ્રી રામચંદ્ર એટલે પૂર્ણ પ્રગટ પુરોષોત્તમનું જન્મ સ્થળ છે.એ માટીમાં જન્મ્યા,માટી ખાધી,વિદ્યાભ્યાસ કર્યો અને બાળપણ વીત્યું.સૂર્યવંશી આ તેજસ્વી ઓજસ્વી પેઢીમાં પરાપૂર્વથી ચમકતું નૂર ચંદ્રવંશ કરતાં વધુ પ્રભાવી રહ્યું.એટલે દરેક બાબતે તે બન્ને પરિવાર અલગ તરી આવતું દેખાયું છે.શૌર્ય એમનું લક્ષણ છે.વનવાસ વખત અનેક ઠેકાણે અમાનવીય કૃત્ય કરતા પશવી વૃત્તિના લોકોમાં શ્રી રામે જાતે જઈ એ લોકોને સમજાવ્યા છે.ના માન્યા તેવા આતતાયીને હણ્યા છે.અલૌકિક કામ એવાં કર્યાં જે તત્કાલિન કે આજ પર્યન્ત કોઈ જ કરી શક્યું નથી.સાક્ષાત ચિદધન શક્તિ આપણી આ ભૂમિમાં આવી મનુષ્ય રૂપે લૉક કલ્યાણ કર્યું છે.એટલે જ સાડા પાંચ હજાર વર્ષથી આપણે ગુણગાન ગાતાં થાકતા નથી.શ્રી રામ અને શ્રી કૃષ્ણ વિશે જેટલું લખાય તેટલું ઓછું છે.
તારામાં પ્રભુ ! ગુણોનો ભંડાર છે.એ તો સર્વ વિદિત છે.પરંતુ મારાં અહોભાગ્ય કે મને આ પવિત્ર ભૂમિમાં જન્મ આપ્યો હું જન્મ્યો તે સાથે આ ધરતીનાં અન્ન,પાણી,શ્વાસ,પદાર્થ,વનસ્પતિ આરોગી હું સુખી છું.
માટે જ મારે મન શ્રીરામ મારા ઘટઘટમાં વિરાજે છે.કેમકે મને એ જ પોષણ આપે છે.બધું મારી પાસે કરાવી પોતે છુપાઈ જાય છે.પાછો મારો રામ એ કહે છે કે મે કર્યું એમ જગતમાં ના કહેતો એમ કહી એ છટકી જાય છે.આવા મારા રામને અનેક લોકો,ઋષિઓ,સંતો,ભક્તો ગુણગાન ગાઈ આજ પર્યન્ત થાક્યા નથી....
આવા મારા રામને કોટી કોટી પ્રણામ.
મારા રામ.....
વરસોના વ્હાણાં વાયાં મારા રામ!
મારા મહેલે પધારો મારા રામ.....
વિધ વિધ ફૂલના હારલા બનાવ્યા !
ચોક ચોખલીયે પુરાવ્યા મારા રામ...
શેરી વળાવી તોરણીયાઁ બંધાવ્યાં.
ટોડલે મોરલીયા ચિત્રાવ્યા મારા રામ!
સાવ સોનાના ઢોલિયા ઢળાવ્યા.
શિરખું રેશમની પથરાવી મારા રામ !
ગરમ નાવણીયાં ભરી રખાવ્યાં !
પાટલે બેસી ન્હાવો મારા રામ..
સાગ સિસમના બાજોઠ ઢાળ્યા !
વિધ વિધ ભોજન પીરસું મારા રામ..
નાગરવેલના વિધ વિધ મુખવાસ.
તમને ભાવે તે આરોગો મારા રામ...
કેળ ખજૂરીના ચમ્મર બનાવ્યા!
કરો નિરાંતે આરામ મારા રામ !
- वात्सल्य.