ધ સર્કલ - 12 Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સર્કલ - 12

૧૨

કોર્નવોલ દરિયા પાસે આવેલું છે. જયાં જુઓ ત્યાં પથરાળ ટેકરીઓ, ખડકાળ જમીન, ગીચ ઝાડીઓ અને લાંબા લાંબા ઘાસના મેદાનો પથરાયેલા દેખાય. આ ભુલી આર્થર રાજા અને તેના ગેાળમેજી શુરવીરોની હતી. આ વિસ્તાર

તેની ડેરીની બનાવટો માટે ઘણો જાણીતો હતો. ડેવનશાયરની મલાઈ અને માખણ તેની ગુણવત્તા માટે ઈંગ્લેંડ અને યુરોપભરમાં મશહુર છે.

‘કિલ્લો હવે ઘણી નજીક આવીગયો છે,' હફે કહ્યું. હેડલાઈટ અંધકારને એક પહેાળી છરીની જેમ ચીરી રહી હતી. એકાએક ટ્રેકટર હંકારતો એક માણસ અમારી સામે આવતો દેખાયો.

અમને જોઇ તે ઘુરકયો. 

‘અહીંનો જ લાગે છે,' હફે કહ્યું. 

અહીં જે કોઈ વિચિત્ર કાર જોતો હશે તે લોર્ડ બર્ટના કિલ્લા તરફ જતી જોતો હશે,' મેં કહ્યું.

‘હં’

‘તો તેનો અર્થ એ કે લોર્ડ બર્ટના કિલ્લામાં જતા મહેમાનેા અહીં લોકોને ગમતા નથી !'

‘હં’

અમે હવે ગીચ જંગલમાં થઈને પસાર થઈ રહ્ય હતા. રસ્તા પર ઘણીવાર સુધી બીજી કોઇ કાર દેખાઈ નહિ. અમે એક ટેકરીની તળેટીમાં બહાર આવ્યા. 

 ટેકરીની ટોચ ઉપર લોર્ડ બર્ટનો કિલ્લો હતો.

અમે નજીક આવ્યા. તો કિલ્લાની આગળના ભાગમાં લગભગ ડઝન જેટલી કાર પાર્ક થયેલી જોઈ. અમે કાર પાર્ક કરી નીચે ઉતર્યાં. આગળ તળાવ જેવું હતું. અમે ડ્રોબ્રીજ પર થઈ અંદર ગયા.

‘તળાવમાં માછલીઓ છે,' હફે કહ્યું.

‘માનવભક્ષી પીરાના ?'

‘હા.’ 

મુખ્ય બારણે પહોંચ્યા તેા હું આના તરફ ફર્યો. 

‘યાદ રાખજે,' મેં કહ્યું. ‘તારે એક ક્ષણ માટે પણ મારી નજર બહાર જવાનું નથી, મારે કોઇ પણ બહાનું ન જોઈએ. સમજી ?'

‘હા. હું તને ગુંદરની જેમ ચોંટેલી રહીશ. હવે તો સંતોષ થયો ને?’ તે બોલી.

મેં હાથ ઉંચો કર્યો અને બારણા પર લોખંડનું કડું ખખડાવ્યું. એક રણકાર થયો અમે રાહ જોઈ. 

શાંતિ

મેં ફરી કડું ખખડાવ્યું.

આ વેળા જબરદસ્ત કિચુડાટ સાથે ભારેખમ લોખંડનું બારણુ ખુલ્યું.

એક સાફસુથરો, સુધડ વસ્ત્રોમાં સજ્જ બટલર સામે ઉભો હતો. 

‘ગુડ ઈવનીંગ,’ હફે કહ્યું. ‘લેર્ડ આલ્બર્ટ હફલી સ્મીથ ક્રેગ અને તેના મહેમાનો લોર્ડ બર્ટને સ્ટડી ગૃપ અંગે મળવા આવ્યા છે એમ કહે.’

‘જરૂર,' સર, તેણે કહ્યું અને તે બાજુએ ખસ્યો. ‘આવો, સર.'

અમે એન્ટ્રન્સ હોલમાં ઉભા રહ્યા તો તેણે બારણું બંધ કર્યુ પણ તાળાં મારવાની તસ્દી ન લીધી.

‘આ બાજુ,' તેણે કહ્યું. ‘આજે રાતે હવામાને પલ્ટો લીધો છે.'

‘હા.’ 

તે અમને એક લાંબા હોલમાં લઈ ગયો. દિવાલો વોલ્નટ અને મેહાગની લાકડાથી જડેલી હતી. અને ઠેર ઠેર ઈલેકટ્રીક બલ્બોથી સુપ્રકાશિત હતી. દિવાલો પર લોર્ડ બર્ટ ની નહિ પણ તેના પુર્વજોની તસ્વીરો પર તસ્વીરો લટકાવેલી હતી. હવામાં લાકડાના ધુમાડા અને અત્તરની વાસ હતી. 

થોડી સેકંડો પછી એનું કારણું સમજાયું. બટલર અમને એક વિશાળ કેન્દ્રીય રૂમમાં લઈ આવ્યો.’ દેખીતી રીતે તે કિલ્લાનો ભોજન ખંડ હતો. છતમાંથી કાચનુ ઝુમ્મર લટકતું હતું. દિવાલને અડીને બુફે ટેબલ હતું. તેની ઉપર જાતજાતની ડીસો, ચમચા વિગેરે પડયું હતું. રૂમમાં ઠેરઠેર સોફા, સેટી, ખુરશીઓ પડી હતી.

રૂમમાં આશરે ૨૦થી ૩૦ જેટલા સ્ત્રી પુરૂષો ભેગ થયા હતા. કેટલાકે સાંધ્યપોષાક પહેર્યો હતો તો કેટલાકે શુટ પહેર્યા હતા. સ્ત્રીઓએ ધણા મોંધા અત્તર લગાવ્યા હતા. પુરૂષો મોંઘી સીગારો ફુંકતા હતાં. 

સંગીતના આછા સુર રેલાતા હતા. વાતાવરણ માદક હતું.

બટલર અમને રૂમના મથાળે તાપણા આગળ બે સ્રીઓ અને બે પુરૂષો ઉભા હતા તેમની પાસે લઈ ગયો. પુરૂષોએ ડીનર જેકેટ પહેર્યાં હતા. એક.સ્ત્રી ભારતી રેશમનો પોષાક પહેર્યો હતેા, બીજીએ ઢવીડ શુટ પહેર્યો હતો.

‘લોર્ડ બર્ટ,' બટલરે કહ્યું. ‘લોર્ડ આલ્બર્ટ હફલી સ્મીથી ક્રેગ અને તેમના મહેમાનો હાજર છે.' 

લેર્ડ બર્ટનો ચહેરો શકરાબાજ જેવો હતો. આંખો કાળી અને ગાઢી હતી. તેણે કહ્યું. ‘કોણ હુફ ?’

‘હા.’

તે હસ્યો અને હાથ લંબાવ્યો.

‘ઘણી ખુશી થઇ.’

‘મને પણ,' હફે હાથ મિલાવતા કહ્યું. ‘સારા મિત્રોની ઓળખ કરાવું. આ છે મિ.નીકલ્સ. અમેરિકન છે. અને મીસ આના. રશીયન છે. તું રાષ્ટ્રસંધમાં હતી ને ?’ હફે આના તરફ ફરી પુછ્યું.

‘હા, રાષ્ટ્રસંધ,’ આનાએ કહ્યું. 

‘તને મળી ખુશ થયો,' બર્ટ કહ્યું. ‘હવે હું તમને મારી પ્લાનીંગ કમીટીના સભ્યોની ઓળખાણ કરાવું. લેડી વીસ, એલીનોર દ આલ્બી, મિ. સુલેમાન અબાબ તે શીરીયાનો છે.' 

મિ. અબાબનું વજન ૨૫૦ રતલથી ઓછું નહિ હોય તેના દાંત મોટા હતા અને સ્મિત વિશાળ હતું.

‘મળીને ખુશ થયો,' મેં કહ્યું. 

સન્નારીઓ મલકી.

‘વેલ હફ, મિ. નીકલ્સ મીસ આના,' બર્ટે કહયુ . આજની સાંજ ધણી મજાની સાંજ છે. નવાગંતુકો માટે સંબોધન થશે. મીસ દ આલ્બી તેના સંશોધન વિશે પ્રવચન કરવાની છે. દરમ્યાન ડીનર લઈ લો.'

હફ હસ્યો.

‘થેંક્સ.’

અમે બુફે ટબલ તરફ ચાલ્યા. 

જતાં જતાં મેં આનાના કાનમાં કહ્યુ, 'તું ખરૂ કહેતી હતી.'

‘શુ ?’

‘આ સમયની બરબાદી છે.' મેં તેની સાથે સહમત થતાં કહયું.

તેણે ખભા ઉછાલ્યા. 

‘કદાચ, પણ ભોજન ઠીક લાગે છે.'

અમે ખાધું.

ભોજન સ્વાદિષ્ટ હતું. 

અમે સેફા પર બેઠા અને સ્ટડી ગ્રુપની મોટીંગ થઈ તે કંટાળા જનક હતી, એક સન્નારીએ કોઇ ધાર્મિક વિષય પર

સંશોધનપત્ર વાંચ્યો પછી. 

પછી આના પાંચ શબ્દો બોલી. ‘હું સીરીયનને ઓળખું છુ.' મેં તેની સામે જોયું. 

‘શુ ?'

‘હું સીરીયનને જાણું છું.' તે ફક્ત મને સંભળાય એ રીતે બોલી. ‘અબાબ નામ સાંભળતા જ મારૂં મગજ કામે લાગી ગયું. મને ફોટો યાદ આવ્યો. તે અમારી એજન્સીની ફાઈલોમાં છે.’ 

‘તેની કઇ બાતમી છે ?'

‘ધણી ધણી બાતમી છે. તે મહાન ત્રાસ છે.રશીયા મધ્યપૂર્વના દેશોમાં શસ્ત્રો મોકલે છે ત્યારે તે રસ્તામાં જ અદશ્ય થઈ જાય છે. પહેલાં તો અમને લાગ્યું કે એ કામ ઈઝરાયલી એજન્ટોનું હશે પણ દરેકે દરેક વખતે શાસ્ત્રો ચોરાયાં ત્યારે અમને શક ગયો. પછી અમારા એજન્ટો દ્વારા અમને અબાબ વિશે જાણવા મળ્યું. તે જ આ શસ્ત્રો ઉપાડી જતો હતો.'

‘કોને આપવા ?’

‘આવા ચોરાયેલાં શસ્ત્રો આમ તેા ગેરીલા ટુકડીઓ કે ત્રાસવાદીઓને જ વેચી મારવામાં આવતા હોય છે. પણ આ અબાબ તેમને વેયતો નહોતો. અબાબને ખત્મ કરવાનો અમે ઘણો પ્રયત્ન કર્યાં પણ નિષ્ફળ રહયા.

હવે સમજાયુ. 

શસ્ત્રો મહામાતા પંથીઓને પૂરા પાડવામાં આવી રહયા હતા.

જો સીરીયન એ પંથમાં હોય તેા.

જો આના સાચું કહેતી હોય તેા.

‘પ્રવચન સારૂં હતું, નહિ ?’ હફે મને કહયુ. 

‘હા.’

‘બંધ બેસે છે.'

‘હફ ?’ 

‘હા ?’

‘આ પંથીઓ માને છે કે પુનર્જીવન મેળવવા માટે પહેલાં મૃત્યુ થવું જોઈએ?'

‘હા. તે બંધ બેસે છે.’

મેં જોયું કે બધા રૂમમાંથી બહાર નીકળતા હતા. 

લોર્ડ બર્ટ.

લેડી વીસ.

‘કયાં જાય છે બધા ?’ મે હફને પૂછ્યું.

‘કંઈક રસિક કરવા.’

‘કયાં ?'

‘ખીજા રૂમમાં ’

ઉપલા માળે કેવી રીતે જવાય ?'

‘ઉપર જવાય એવુ જ નથી. આગમાં ઉપલા મા

અળી ગયેલા. ‘ભોંયરૂ. ખર્’P

‘હા.'

ભોંયરૂ હોય જ. કેંદીઓ ભેાંયરામાં જ રાખવામાં આવતા હતા. ઉપરાંત તેનો બીજો પણ હેતુ હતો દુશ્મન ઘેરોધાલે ત્યારે વાપરવા માટે ખાધાખેારાકી અને પાણીનો સંગ્રહ આ ભેાંયરાનું પ્રવેશદ્વાર એક જ હશે.

‘મારે ફરી આવવું પડશે.' 

હફે આંખો પટપટાવી.

‘હું આવુ ?’

હું ખચકાયો.

આનાને તો સાથે લેવી જ પડે તેમ હતી. પણ હફ અહીંથી પરિચિત હતો.

‘ઓકે,’ મેં કહયું.

‘સરસ.’

મેં ડોકું હલાવ્યું.

પછી મેં આના સામે જોયું.

‘તારે આવવાનું છે.’

‘હા. આમેય તક મળી છે તો સીરીયનને મારી જ નાખીશ.’

અમે સીફતથી સરકયા.

કમનસીબે અમે કોઈકને ખલેલ પહોંચાડી. મેઈન હોલમાં ડાબી બાજુએ વળ્યા કે તરત જ ત્યાં તે ફક્ત એકલો જ હતો. અમને જોતાં જ તે ચેાંકયો અને સતર્ક બન્યો.

અમે ખચકાયા.

હફે કહયું. ‘હું સંભાળી લઉં છું.'

‘ઓકે’

હફ તેની પાસે ગયો. 

આના અને હું પાછળ રહયા.

હકે તેને કહયું. ‘લોર્ડ બર્ટ કયાં છે ?’

‘લોર્ડ બર્ટ અને બીજા ઓફિસરો હાલ કાઉન્સીલમાં વ્યસ્ત છે.’ તેણે કહયું. ‘ખલેલ પહોંચાડવાની ના પાડી છે.'

‘પણ હું તેા તેનો મિત્ર છું.'

‘સોરી.’

હફ તેની પાસે ગયો અને તેના ખભા ઉપર હાથ મુકી તેને ઘુમાવ્યો.

‘સાંભળેા,’ તેણે કહયું. ‘તમે આવ્યા હતા ત્યાં પાછા

જતા રહેા, તમારે અહીં આવવું જોઈએ નહિ.'

‘પણ.’ 

અને આનાએ કંઈક કર્યું. તેણે સીગારેટ કાઢૅ અને ડ્રેસનો ઉપલો ભાગ ખોલી નાખ્યો કે જેથી ઉરપ્રદેશ સ્પષ્ટ દેખાય. 

‘એય!'

શખ્સ ફર્યો.

‘લાઈટર છે ?' આનાએ પૂછ્યું.

શખ્સ આનાને સંમોહિત થઈ ગયેા હોય એ રીતે તાકી રહયો: પછી તે આગળ ખસી અને તેના સ્તન શખ્સની છાતીને અડે એટલી નજીક ઉભી રહી. 

મેં એક તકનો લાભ લીધો.

શખ્સના ગળા પર જોરદાર કરાટે ચેપ મારી તેને બેભાન કરી દીધો હફે કશુંક ભારે તેના માથા પર એક ફટકો માર્યો. એ ઢળી પડયો.

અમે તેને ઢસડીને એક કબાટ આગળ લઈ ગયા અને અંદર પૂર્યો પણ એ પહેલાં તેનાં કપડા કાઢી લીધા અને મેં પહેરી લીધા.

જેકેટના ખીસામાં જે હતુ તેનાથી મને સારી એવી રાહત થઇ.

પહેલાં આના, પાછળ હફ અને છેલ્લે હું-એમ અમે કોરીડોરમાં આગળ વધ્યા. એ વાર વળ્યા પછી એક બારણું આવ્યું અને પછી સીડીના પગથીયાં. બારણામાં એક નાની બારી હતી. મેં હાથ ઉંચો કરી અમારી ઉપર બળતો ઈલેકટ્રીક બલ્બ કાઢી લીધો કે જેથી હું દેખાઉ નહિ. પછી મેં બારીમાંથી અંદર જોયું.

‘મેદાનની પેલે પાર મઠ હશે,' હફે કહયું. 

‘હા.’ 

૪૦૦ થી ૫૦૦ ચોરસ ફુટના મેદાનની પેલે પાર વિશાળ પાષાણ મઠ હતો. તેનો વ્યાસ ૫૦ ફૂટ હતો. તે છ કે સાત માળનો હતો. તેમાં નાની નાની બારીઓ હતી. દિવાલો પર મિનારા હતા. ચોકી માટેના મિનારા પણ હતા.

વરસાદ મુશળધાર હતો.

હાલ ગાર્ડોનું નામનિશાન નહોતું. 

જો કે હાલ આ વરસાદે અમારા મિત્ર તરીકે સારી ગરજ સારી.

મેં આના અને હફ તરફ જોયું. હું આનાને હફ સાથે કે હફ વિના છેાડીને જઈ શકું તેમ નહોતો.

જોખમ લેવું જ રહયું. એ સિવાય બીજો કોઈ છુટકો નહોતો.

‘હફ ?'

‘હા ?'

‘ત્રણ જણ સામટા મેદાનમાં ચાલતા દેખાય તો મુસીબત ઉભી થશે. હું તને ઇશારો ન કરૂં ત્યાં સુધી તું અહીં જ રહે.’

‘ઓ.કે.’

‘આના ?'

‘હા.’

‘કમર સુધી તારો ડ્રેસ ખોલી નાખ,' મેં તેને હુકમ કર્યો.

‘ફરી કોઈને લાઇટર છે એમ પૂછવા?' આનાએ મને કટાક્ષ માર્યાં.

‘ના.’

તેણે ડ્રેસ ખોલી કાઢયો. મેં ખીસામાંથી રૂમાલ કાઢી તેના હાથ પીઠ પાછળ બાંધી દીધા.

‘આ શું કરે છે ?'

‘ચુપ.’

‘પણ...' 

‘તું જો તો ખરી !'

મેં બારણું ખોલ્યું. અને તેને બહાર ધકેલી તે ખમચાઇ.

વરસાદ ધોધમાર હતો.

અંધકાર ગાઢ હતો.

અમે મઠ તરફ ચાલ્યા.