૫
મેં ગીલીને છાતીમાં લાત મારી. ગીલી નેતાને લઈને ભોંય પર પડી.
એના લીધે નેતાની ગીલીનાં ગળા ઉપરની ગેરટની પકડ ઢીલી પડી ગઈ.
હું ગીલી ઉપર કદયો, તેનો ચહેરો ખસેડયો અને બે હાથે નેતાના ગળા પર જોરદાર ફટકો માર્યો. હું તેની અન્નનળી તુટતી અનુભવી રહયો. મને ખાત્રી થઈ ગઈ કે તે મરી ગયો હતો.
હું એ પણ જાણતો હતો કે જો મેં હવે ત્વરા ન બતાવી તો હું પણ મરી જવાનો હતો. કારણ કે તેઓ મારી ઉપર તુટી પડયા હતા.
'હું અમળાયો અને તેમની ઉપર વીલ્હેલ્મીનામાંથી આડેધડ ગોળીઓ છોડવા લાગ્યો.
ચીસો ...
બુમેા...
સળવળાટ. .
મારૂં શરીર મુકત થયું.
એક ક્ષણ પછી મને ખ્યાલ આવ્યો કે તેઓ પાછા પડયા હતા. પડછાયા દુર ઉભેલી કાર પાછળ સંતાઈ ગયા મેં આસપાસ નજર ફેરવી. તેમનામાંના પાંચ મરી ન ગયા હોય તો છેવટે અપંગ તો જરૂર થઈ ગયા હતા. એટલે રહ્યા ત્રણ. હવે વાંધો નહોતો. હવે એક જ કામ કરવાનું હતું. તેમને એક પછી એક ખતમ કરવાનું
મેં વલ્હેલ્મીના ફરી ભરી અને તેના હોલ્ડરમાં સરકાવી. હયુગો હજી મારા જમણા હાથમાં હતું. હું ખચકાયો. પછી કારની કતારના મથાળે જઈને ઉભો રહયો.મેં શ્વાસ થંભાવ્યો અને રાહ જોઇ.
શાંતિ
ફકત પવનના સુસવાટા.
પછી મેં બીજુ કંઈક સાંભળ્યુ. મારી સામે કારના આંગળના ભાગ તરફ કોઈ આવતું હતું.
હાંફ....
શ્વાસોચ્છવાસ...
હું તરત જ કશાનોય વિચાર કર્યા વિના આગળ સરકયેા હું ફરી થોભ્યો. હાફ હવે મારી વધુ નજીકને નજીક સંભળાતી જતી હતી. હવે ગણત્રીના ઇંચ દુર.
મારો હાથ કારના બેનેટના ખુણેથી ચીતરીયા સાપની જેમ લપાક્યો. મારા હાથમાં કપડું પકડાયું. મેં ખેંચ્યું. એક શરીર ખેંચાયું. એના મોં પર આશ્ચર્ય હતું. હયુગેા તેના ગળામાં એક કાનમાંથી બીજા કાનમાં આરપાર ઉતરી ગયું.
એ આખીય કામગીરી રેતી પર આછેા સળવળા સંભળાય એટલા અવાજથી જ પતી ગઈ હતી.
એક ગયો.
બે રહ્યા.
મેં હયુગેા મરનારના ગણવેશ પર લુછ્યું, મ્યાનમાં મુક્યું, પછી વીલ્હેલ્મીના કાઢી મારે જોખમ લેવું જ રહ્યું. કારણ કે બેમાંથી એકને હું જીવતો રાખવા માગતો હતો.
ધીમેથી, સાવધાનીથી, હું કારની કતારના પડખે થઈ આગળ ખસ્યો.
કંઈ ન થયું.
હું ઉભો થયો અને કારના છાપરાંઓ પરથી આગળ નજર ફેંકી.
ધડાકો
ગોળી મારા કાન પાસેથી છંછેડાયેલી મધમાખીની જેમ પસાર થઈ ગઈ બીજી ગોળી જો એક ઈંચ નજીક આવી હોત તો. મારૂં માથું છિન્નભિન્ન થઈ ગયુ હોત એ પછી તેા મારા માથા ફરતે મધમાખીઓનું ઝુંડબણુબણી રહ્યુ હોય એમ લાગ્યું. હુ રેતી ઉપર પડયો અને કારના છાપરાંઓની દિશામાં વીહેલ્મીનામાંથી ગોળીઓ છોડી. એક ક્ષણ પછી એક લાશ મારા પગ આગળ જ ઢળી પડી.
બીજી એક ક્ષણ પછી ફરી ધડાકો...
એક જબરદસ્ત ઝબકારો...
ગરમીનુ ભયંકર મેાજુ...
મને ખ્યાલ આવ્યો કે ગોળી કારની પેટ્રોલની ટાંકીને વાગી હતી. પછી એક હાથે મને ઉંચકયો, નીચે ફેંક્યો અને હું અંધકારમાં ગમડયો.
પછી શાંતિ.
શુન્યાવકાશ.
હું ધીમે ધીમે ભાનમાં આવ્યેા. મને પીડા થઈ રહી હતી. સૌ પ્રથમ મેં રણની સખ્ત રેતીનો માર ચહેરા પર સ્પર્શ અનુભવ્યો. મારા માથા પર જાણે હથોડા ન વાગતા હોય એમ તે દુખતું હતું. હું બેઠો
થયો. મારો એક ખભો ઉતરી ગયો હોય એમ મને લાગ્યું. બાકીના અંગોની ઈન્વેન્ટરી લીધી તેા લાગ્યું કે હજી મારૂં શરીર કામ કરતું હતું.
હું ઉભો થયો અને આજુબાજુ જોયું. ધડાકાઓ મને ૧૦ ફુટ દુર ફેંકી દીધો હતો. હવે કતારની છેલ્લી કારમાં ધુમાડો એત્કતા ભંગાર સિવાય કંઇ ન બચ્યું હતું. ચમત્કાર થયો હતો કે બાકીની કોઈ કારને નુકશાન થયુ નહોતું. બાકી વિસ્તર રણમેદાન જેવો લાગતો હતો.
ચોમેર માનવદેહો...
હું ગીલીના નિશ્ર્વેતન શરીર પાસે ગયો. નીચે નમી મે તેને ઢંઢોળી. હું તેને બચાવવામાં મોડો પડ્યો હતો. તાર ગળામાં ઉંડે સુધી ઉતરી ગયો હતો.
હું ઊભો થયો એને આજુબાજુ જોયું.
ભયંકર શાંતિ.
ફક્ત પવન સુસવાટા મારતો હતો.
પછી કંઈક સળવળ્યું.
મારા કાને એ આછો સળવળાટ પણ પકડી પાડયો. અત્યંત આછો હતેા તો પણ.
એક કણસાટ.
પછી વિખરાઈ પડેલી લાશોમાં મેં અને શોધી કાઢયેા. તેની છાતીમાં પડેલો ધા કહી આપતો હતો કે તે બે પાંચ મીનીટથી વધુ નિહ જીવે.
હું તેની પાસે નમ્યો. તેની આંખમાં મોતની ઝલક હતી. તે મલકયો.
‘મૃત્યુ' તે બબડયો. ‘મૃત્યુનો આનંદ-ટુંક સયમાં અવાજ ન સંભળાય એટલો ધીમો થઈ ગયો. શાંતિ થોડીવાર પછી –
‘મૃત્યુ ચેામેર ફેલાશે–સમગ્ર દુનિયામાં પ્રલય થશે– દુનિયાનો અંત-’
આંખો પટપટી.
‘અંતિમ વિજય મહામાતાનાઓ!’
‘છેલ્લા બે શબ્દ જલ્દી બોલાયા. પછી આંખો અચાનક બંધ થઈ ગઇ અને તેનું માથુ એકબાજુ ઢળી પડ્યું
હું ધીમેથી ઉભો થયો. રણની હવા અત્યંત ઠંડી થઈ ગઇ હતી. હું ધ્રુજ્યો પણ ઠંડીથી નહિ. શખ્સ આનંદથી મર્યો હતો. કોઈ હેતુ ખાતર મરવાથી તેણે ખુશી અનુભવી હતી ?
શા માટે?
મને નફરત ઉપજી.
પછી હું આગલી કાર તરફ ઉપડ્યો.
હું નસીબદાર હતો. કાર ચાલુ હતી. હું અંદર બેઠો અને કાર રેનો તરફ મારી મુકી. થોડીવાર પછી એક મોટો રેતીનો ટેકરો આવ્યો જેની પાછળ મને પંપ નજરે પડ્યો.
મેં પેટ્રોલ પંપના બાથરૂમમાં જઈને હાથ, ચહેરા અને કપડા પર લાગેલા લોહીના ડાધા લુછી નાખ્યા. ટ્રકડ્રાઈવર એટલો બધો થાકી ગયો હતો કે તેનું ધ્યાન મારા કપડા પર ગયું જ નહોતુ. મેં મારી ટાઈ અને જેકેટ સરખાં કર્યાં અને કાર ભાડે આપતી એજન્સી તરફ ચાલ્યો. મેં એક સામાન્ય ફોર્ડ ભાડે રાખી.
થાકી ગયો હોવા છતાં હુ લેક ટેહો હુંકારી ગયો. મારી આંખેા સામે ભયંકર તસ્વીરો ઉભી થતી હતી. જાતજાતના શબ્દો ઉભા થતા હતા.
મહામાતા,
મૃત્યુતી માતા,
ગિરિરાજ,
પ્રલય.
દુનિયાનુ મોત.
અને નીશોવેવ.
અને જોહન એફ કેનેડી.
રોબોર્ટ કેનેડી.
માર્ટીન લ્યુથર કીંગ-
મેં હોટલ રૂમના તાળામાં ચાવી ફેરવી. મારે ઉંઘી જવુ હતુ. આવતી કાલે મે એ બધુ ગુંચવાડાઓ ઉકેલવાનુ એએક્ષઈના સંપર્ક સાધવાનું અને તે પછી શું કરવુ તેનો નિર્ણય લેવાનું નકકી કર્યુ.
પછી મેં બારી પાસે ખુરશીમાં એક વ્યકિતને બેઠેલો જોયો અને તરત ખબર પડી કે હવે ઉંઘવા મળશે નહિ.
‘સર' મેં કહયું.
‘નીક, બેટા,’ હોકે કહયું. ‘તારી આ હાલત? મને અસસોસ થયો.'
‘સર મારી હાલત દેખાય છે એ કરતાં પણ ધણી ખરાબ છે.'
હોકે સીગાર કાઢી. બારીમાંથી આવતા પ્રકાશમાં તેનો ચહેરો મકકમ લાગતો હતો. તે તંગ અને ચિંતિત હતો.
ધીમેથી તેણે સીગાર બે હોઠ વચ્ચે મુકી અને સળગાવી. ‘ગીલી' તેણે પુછ્યું. ‘હું માનુ છુ તારી એની સાથેની મુલાકાત ફળદાયી રહી.’
‘એનો આધાર તુ એ મુલાકાતને કંઈ દષ્ટિથી જુએ છે. તેની ઉપર છે,’ મેં કહયું. ‘જોકે ગીલી માટે એ મુલાકાત ફળદાયી રહી નહી. તેની લાશ રેનો બહાર રણમાં પડી છે. તેને ગળાટું પાથી મારી નાખવામાં આાવી. બીજી આઠ લાશ પણ ત્યાં પડી છે.’
હોકના ભવાં ચાડયા.
‘મતલબ ? બધુ પહેલેથી કહે. તું વેશ્યાધામમાં ગયો
ત્યારથી.’
મેં તેને શરૂઆતથી બધુ કહયું.
પુરૂ કર્યું તેા થોઠીવાર તો હોક ચુપ બેસી રહયો. તે સીગાર ફુંકવાનુ પણ ભુલી ગયો. અને અવકાશને તાકી રહયો.
‘હ તો તુ માને છે એ લોકો તને ઓળખતા નહોતા ? ’
‘ના.’
‘એએક્ષઈ સાથે તું જોડાયેલો હતો ?’
‘ના.’
‘એક્ષઈ વિશે ?’
‘ના.’
‘તો?’
‘તેઓ ગીલીએ એ એક્ષઈના સંપર્ક ને ફોન કર્યો એ વિશે જાણતા હતા. તેઓ મારા કે એ એક્ષઈ વિશે નહોતા જાણતા પણ ગીલી કોઈનો સંપર્ક ન સાધે તેથી તેમણે એને મારી નાખવાનું નકકી કર્યું . ગીલીનુ અપહરણ કરવા આવ્યા ત્યારે હુ તેની સાથે હતો. તેઓ એને ખત્મ કરી નાખવા માગતા હતા.’
‘હં’
‘જો તેઓ એક સામાન્ય ફોન કોલ વિશે શેાધી શકતા હોય, ચાર પેાલીસ પેટ્રોલકાર અને ગણવેશ મેળવી શકતા હોય, વેશ્યાધામની સાત છોકરીઓનાં ખુન કરી શકતા હોય તો તેમની સંસ્થા ઘણી મજબુત હોવી જોઈએ. ગીલીએ મને કહયું કે તેઓ પ્રેસીડેન્ટ કેનેડી, રોબર્ટ કેનેડી અને માર્ટીન લ્યુથર કીંગની હત્યા સાથે તેમજ પ્રેસીડેન્ટ ફોર્ડની હત્યાના પ્રયાસ સાથે સંકળાયેલા હતા. અને હવે નીશોવેવના અપહરણની વાત આવી. કદાચ તે પોલી ધમકી– ’
‘નથી.’
‘શુ?’
હોકે હોલવાયેલી સીગાર ફરી સળગાવી તેના મોં પર ગંભીરતા હતી.
‘નીશોવોવનુ અપહરણ થયું છે.’ તેણે કહ્યું. ‘તેન આખા વિમાનનુ કાફલા સહિત આઠ કલાક પહેલાં આટલાંટીક સમુદ્રની મધ્યમાં અપહરણ કરવામાં આવ્યું છે. મેં તને ફોન કરેલેા એ પછી તરત જ.'
મારૂ જડબુ ખુલી ગયું. મારી આખો વિસ્ફારીત થઇ ગઇ હતી.
હું મુઢ બની ગયો.