The Circle - 7 books and stories free download online pdf in Gujarati

ધ સર્કલ - 7

હવામાં ફેલાયેલી એક ખાસ સુવાસના લીધે હું જાગી ગયો હતો.

મેં આના તરફ જોયું. તે બિલ્કુલ સતર્ક અને સાવધ હતી.

ફક્ત હું જ સાંભળી શકું એ રીતે તે એક જ શબ્દ બોલી.

‘હશીશ.’ 

મેં ડોકું હલાવ્યું. મારી ધારણા પ્રમાણે આાના રણમાં થયેલી કત્લેઆમ અને પેલા પંથકે સંપ્રદાય વિશે કંઈ જાણતી નહોતી. તેને વખત આ યે કહેવાનું મેં નક્કી કર્યું.

‘કયારથી એ વાસ આવે છે?’ મેં પુછ્યું. 

‘૧૦ મીનીટથી.' 

‘કદાચ કોઈ હીપ્પી હશે. ટોયલેટમાં પીતો હશે. જરા જોઈ આવું.’

‘હું બીજા ટોયલેટમાં જોઉં,' કહેતાં તે ઉભી થવા ગઈ.

‘ના, તું બેસ.’

‘ઓ.કે'

હું ટોયલેટો તરફ ચાલ્યો.

હશીશની વાસ પ્રબળ બનતી જતી હતી બીજા બધા પેસેન્જરો પણ એ વાસથી વાકેફ થઈ ગયા હતા. વિમાની પરિચારિકા પણ હવા સુંધતી હતી અને મારી પાછળ આવતી હતી.

ગેલીમાં તે એકાએક થોભી. તેનુ મોં ખુલ્યું અને તેણે ચીસાચીસ માટે મોં ખોલ્યું 

હું કુદયો અને તેના મોં પર હાથ દબ્યો. મેં ગેલીમાં જોયુ. કાઉન્ટર આગળ એક પરિચારિકા ચત્તીપાટ પડી હતી. તેનો ચહેરો કુલીને જાંબલી થઈ ગયો હતો. તેની આંખોમાં બહાર ઉપસી આવી હતી.

તેનું માથું ડોકથી લગભગ કાપી નાખેલું હતું. તેને તારથી ગળાટુંપો દેવામાં આવ્યો હતેા.

ગોલીમાં હાશીશની વાસ એટલી તો પ્રબળ હતી કે અને રૂંધામણ થઇ. 

‘ચુપ રહે !’ મેં પરિચારિકાને કહ્યું. ‘જો તું ચીસ પાડીશ તો વિમાનમાં ધાંધલ મચી જશે. સમજી ?’ 

તે સ્વસ્થ થઈ.

મેં તેના મોં પરથી હાથ લઈ લીધી તો એક હાથે કાઉન્ટરનો ટેકો લઈ તે ઉભી રહી.

‘બે મીનીટ પહેલા હું ડ્રીંક કાર્ટ ભરવા અહીં આવી હતી. એ વેળા તે જીવતી હતી. મેં તેની સાથે વાત પણ કરેલી.’ 

‘તેં તારા ગયા પછી કોઈને અહીં કે આ તરફ આવતો જોયેલો ? ’ 

‘હું ડ્રીંકે પીરસતી હતી. મારૂં ધ્યાન નહોતું. ઓહ યાદ આવ્યું એઇલમાં કોઈ મને ઘસાઈને ગયેલુ. કદાચ ટોયલેટો તરફ’

‘કોઇ ? માણસ હતો ? કેવો હતો ?' મેં તેને તીક્ષ્ણ સ્વરે પુછ્યું.

‘હા માણસ હતો. સેાનેરીવાળ, કદાવર, બીઝનેસ સુટમાં સજ્જ. તેના હાથમાં ડોક્ટરની બેગ હતી.’ 

‘અત્યારે તે બેઠો છે?’

ધીમેથી ગેલીના ખુણેથી તેણે ઇકોનોમી સેકશનમાં બેઠા ઉતારૂઓ પર નજર ફેરવી. 'કહી શકું નહિ, તે બોલી, ‘ત્રણ સીટો ખાલી છે. તેથી કદાચ તે–’

‘ટોયલેટમાં હશે અથવા તો ફર્સ્ટ કલાસમાં’ મેં તેનું વાકય પુરૂં કર્યુ. 

‘હા. હું કેપ્ટનને વાત કરૂં, જો કોઈ પેસેન્જર.’

‘જરૂર નથી.’

ગેલીના પ્રવેશદ્વારને ભરી દેતા એ શખ્સનું બદન કદાવર હતું. તેનો અવાજ પણ ભારે હતો. તેના હાથમાં પી-૩૮ વોલ્ચર પીસ્તોલ હતી.

‘કેપ્ટનને મારા એક સાથીએ કયારનીય જાણ કરી દીધી છે.’ તેણે કહ્યું.

‘તું વિમાનનું અપહરણ કરી રહયો છે ?’ પરિચારિકએ તેને પૂછ્યું.

‘ના. વિમાન તે લંડનના હીથરો એરપોર્ટ ઉપર જ ઉતરશે.

‘તો ?' મેં પૂછ્યુ.

'તો ?' 

‘હા.' 

‘થોડોક ફેરફાર છે. વિમાન ઉતરશે. પણ તમે લોકો ધારો છો એવી સ્થિતિમાં નહિ.’

‘આ ચત્તીપાટ પડી છે એ યુવતિની સ્થિતિમાં ?’ મેં પૂછ્યું.

તે હસ્યો.

‘ના. તમારા માટે અમે ખાસ વ્યવસ્થા વિચારી રાખી છે,' તેણે કહ્યું.

અચાનક તે કરડો થયો. તેના ચહેરો હવે શેતાની બની ગયો હતો.

‘તું !' તેણે કહ્યું. ‘તારી સીટમાં જઈને બેસ. કોઈને કશું કહેતો નહિ. પરિચારિકા તું અહીં જ રહે.' 

પરિચારિકા ફિકકી પડી ગઈ. તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. 

‘ના?’

‘તો બારણું ખોલ.’

તે ખચકાઇ, તેણે લાચારીથી મારી સામે જોયું અને રાહ જોવા લાગી.

મેં કહ્યું. ‘એ કહે છે એમ કર.’

તેણે ડોકું હલાવ્યું.

હું તેમની આગળ થઇ એઈલ તરફ ઉપડયો . એઈલની અધવચ્ચે જઇ મેં આના તરફ જોયું તો તે ત્યાં નહોતી. પછી થોડાં ડગલાં આગળ મેં તેને જોઈ. તે અમે બેઠા હતા તે હરોળની એ ત્રણ હરોળ પાછળની સીટમાં બેઠી હતી. મે તેની સામે જોયું તો તેણે મારી સાથે નજર મિલાવી નહિ. મેં પણ નજર ખસેડી લીધી અને મારી અસલ સીટમાં જઈને બેઠો.

એઈલમાં ફર્સ્ટ ક્લાસ તરફ પુરી શાંતિ હતી. અપહરણકારો કોઇ પણ જાતની ધમાલ કરવા માગતા ન હોય એમ લાગ્યુ.

તેઓ કોણ હતા એ પ્રત્યે તેઓ કોઈ અણુસાર આપતા નહોતા. 

કારણ હતા. તેઓ? કયાં હતા?

તેઓ રજુ થશે ?

એક વાત નક્કી હતી. કદાવર શખ્સ એરપોર્ટ ઉપર પીસ્તોલ શી રીતે અંદર લઇ આવ્યો હશે ? પરિચારિકાએ કહ્યું હતું તેની પાસે ડોકટરની બેગ હતી. તેમાં ચોર તળીયામાં તે સંતાડી લાળ્યો હશે.

આ ગ્રુપના સભ્યો ખૂની હતા એમાં હવે કોઈ શક નહોતો.

અચાનક મેં તીરછી નજરે જોયું તો આના તેની સીટમાંથી ઉભી થઇ આરામથી ટહેલતી ગેલી તરફ ચાલી

પછી ટોયલેટો...

ફર્સ્ટ કલાસ સેશન. 

તે ગેલીમાં પહેાંચી તો હું જેને મળેલો તે સ્ટુવરડેસ બહાર આવી અને આનાના ખભા ઉપર હાથ મુકયો. તે ઘણી ગભરાઈ ગયેલી હતી. કંઈક વાત થઈ. આનાએ ખભા ઉલાળ્યા અને તે એઈલમાં પાછી આવી.

આ વેળા અમારી નજરો મળી.

એ નજરોનો સંદેશો સ્પષ્ટ હતો:

અહીં કઈંક બખડજંતર છે અને હું તે માટે પુરી તૈયાર છું. પછી તે મારી આગળથી પસાર થઈ ગઈ. તે મારી પાછળ કોઇક સીટમાં જઈને બેઠી.

શું કરતી હતી તે?

પછી મેં ખીખી હાસ્ય સાંભલ્યું. અને એક માણસના હસવાનો અવાજ.

હું ફર્યો.

બીજા પણ ફર્યા.

તે મારી પાછળ ત્રીજી હરોળમાં એક યુવાન સાથે

મીઠી મસ્તી કરતી હતી, બંને આસપાસના લોકોથી અજાણ જાતીય ચેડાં કરતા હતા. 

હવે?

હું ધુરકયો.

કંઈક તો કરવું જ રહેયું !

કોકપીટમાં જવું રહયું !

એ માટે મારે પેલા કદાવર માણસને વટાવવો પડે. અને ફર્સ્ટ કલાસમાં બેઠેલા તેના બીજા સાથીઓને પણ સમય વીતતો જતેા હતો. અતે એ સાથે પરિસ્થિતિ વણસતી જતી હતી.

જોખમ લેવું જ રહયું.

હું ઉભેા થઈ એઈલમાં ચાલ્યો અને એ સાથે તીરછી નજરે પેસેન્જરોને પણ જેતો ગયો કોઈ શંકાસ્પદ નહોતું. કેટલાક ઊંધતા હતા, કેટલાક ઝેકા ખાતા હતા, કેટલાક વાંચતા હતા, કેટલાક ડ્રીંકસ પીતા હતા.

હું ગેલી પાસે આવ્યો. સ્ફુરવર્ડસ ગેલીના પ્રવેશદ્વારમાં

અડધી બહાર અને અડધી અંદર ઉભી હતી. કદાવર શખ્સ હજી સંતાયેલેા ઉભેા હતેા. તે સ્ટુવરડેસનો ચેતવણી સીષ્ટમ તરીકે ઉપયોગ કરતો હતો.

હું છેલ્લી હરોળે આવ્યો.

અચાનક પ્લેનના પાછલા ભાગમાં બુમરાણ મચી.

શોરબકોર !

‘હરામખોર ! કમબખ્ત ! બળાત્કાર ! શું સમજી બેઠો છે. છે તારી જાતને !'

આના બુમો પાડતી હતી. તેનું બ્લાઉઝ એક બાજુએથી ફાટી ગયું હતું. બારીક બ્રામાંથી તેનો ઉન્નત સ્તન દેખાતો હતો. અને તે પેલા યુવાન સાથે મથામણ કરતી હતી.

સૌ કોઇનું ધ્યાન એમની તરફ ગયું.

મેં આનાનો મનોમન આભાર માન્યો. હું સ્ટુવરડેસને ધસાઈને ગલીમાં ગયો.

બીજી જ સેંકડે તારનો ફાસલો મારા ગળા ફરતે ભીડાયો. તે ઓવરહેડ રેક ઉપરથી મેં લઈને ગળાની આગળ રાખેલું તે ઓશીકા ફરતે પણ ભીડાયો.

તાર તણાયો... 

તંગ થયો...

ઓશીકું હોવા છતાં તે ગળા પર ભીડાયો.... 

મેં હયુગો કાઢયું અને આડેધડ પાછળ માર્યુ. હું આવેગમાં આવ્યો.

ઘા પર ધા

ધા પર ધા...

કદાવર માણસને પોતાની જાતને બચાવવાનો બીજો કોઈ માર્ગ નહોતો. તેણે વેદનાભર્યાં હીબકાં ખાધાં. વેદના અને પીડાથી તેના ચહેરો વિકૃત થઈ ગયો. 

હયુગો કદાવર શખ્સના પેટમાં ઉંડે સુધી ખૂંપી ગયું હતું. 

કદાવર શખ્સ ઢળવા લાગ્યો. ગેરટના લાકડાના હાથા તેના હાથમાંથી સરકી ગયા અને નીચે પડયા. તેના મોંમાંથી કોગળા જેવો ખરખરો સાંભળાયો. પછી ગળામાં પડેલા ઘામાંથી લોહી વહયું. તેની આંખેા બંધ થઈ.

લેહીના ડાધા ન પડે એટલે હું થોડો દુર ખસ્યો અને તેની લાશને ફરશ ઉપર પડવા દીધી. અમારી લડાઇ ચૂપચાપ થઈ હતી.

થોડા ફુટ દુર ગેલીમાં સ્ટુવરડેસ ખૂણામાં ખસી ગઈ હતી. તેનું શરીર અકકડ થઈ ગયું હતું અને આંખો ભયથી પહેાળી થઈ ગઈ હતી.

તે મૂઢ થઇ ગઈ હતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED