The Circle - 11 books and stories free download online pdf in Gujarati

ધ સર્કલ - 11

૧૧

ફરી ખખડાટ થયો.

એ પછી હળવેકથી એ બારણું ખુલ્યું.

બે જણ અંદર આવ્યા. એમાંનો એક જણ લંડનનો પેાલીસવાળો હતો. એ પોલીસ હતો કે કેમ એ કહેવું મુશ્કેલ હતું પણ એના શરીર પર લંડન પોલીસનો લિબાસ હતો એ ચોક્કસ હતું. એના ચહેરાને જોતા એ પોલીસ કરતા કોઈ ગુનેગાર હોય એમ વધુ લાગતું હતું. એની સાથે જે બીજો માનસ હતો એ સાદા કપડામાં હતો. એ માનસ પણ એના જેટલો જ ખૂંખાર અને ગુનાહિત ચહેરાવાળો હતો. એણે કાળા રંગની ટી શર્ટ પર હલકા ભૂરા રંગનું જાકીટ પહેર્યું હતું. 

એ બંને માણસોની આંખોમાં પેલા મહામાતાના અનુયાયીઓ જેવી જ હિંસક ચમક હતી. તેઓ પણ કોઈક રીતે એ કાળી રોશનીના સર્કલમાં જોડાયેલા હોય એવો મને અણસાર આવતો હતો. 

સાદા વેશધારીએ કહ્યું, ‘અવાજ જરૂર સંભળાયેલો.’ 

પોલીસવાળાએ કહ્યું. 'ઓકે, જોઈ લઉં.’ 

તેણે ફલેશલાઈટ ચાલુ કરી અને ઓફિસમાં થઈ બારણામાંથી વખારમાં ગયો. એજ વેળા મેાકો મળતાં અમે આગલા બારણે સરકયા. મેં બહાર ડોકિયું કર્યું. બહાર અંધકાર છવાયેલો હતો. જોકે આવા અનેક મિશન ખેડવાને લીધે મારી આંખો ધુવડ જેમ રાતના અંધકારમાં પણ જોવા ટેવાઈ ગયેલી હતી. મેં જોયું કે બહારના અંધકારમાં કોઈ માનસની હાજરી નહોતી.

રૂબીનીયન નહોતો.

‘ચાલ,’ મે આનાને હ્યું. 

અમે બહાર નીકળ્યા. અને શાંતિથી, સ્વસ્થતાથી આગળ ચાલ્યા.

ખૂણે વળ્યા ત્યાં સુધી અમે ચૂપ રહયા. મેં કહયું. ‘હવે ઓલ કલીયર છે. જો...’

પછી હું રોકાઈ ગયો.

મને કશાકનો અભાવ થયો.

હું ફર્યાં.

આના ગાયબ હતી. 

મેં આજુબાજુ જોયુ. શેરીમાં આવ્યા હતા તે આના નહોતી.

મેં ઘડિયાળમાં જોયુ. 

જો હફ સાથે ડેવોન જવું હોય તો ટ્રેન પકડવાનો સમય થઈ ગયો હતો.

હવે ?

મેં નિર્ણય લીધો.

ટેક્ષી દેખાઈ.

હુ તેમાં બેસી હોટલે ગયો. 

ફરી મને શક ગયો.

શું આના જાણીબુઝીને રૂબીનીનને બચાવવામાગતી હતી.

એને સહકાર આપતી હતી?

શકય હતું.

તો જ એ આ રીતે નાસી જાયને !

હોટલ ડેસ્ક પર ક્લાર્કે મને ટેલેક્ષ આપ્યો. તે કોડમાં હતો. હોક તરફથી આવ્યો હતો.

મેં રૂમમાં જઈ તેનું અર્થઘટન કર્યું

કેટલાક બ્રીટીશ મેમ્બરો સંડોવાયા. હોવાનો શક છે. ઉચ્ચ સ્તરે આરઝોન. રૂબીનીયન પણ તેનો તાત્કાલિક નિકાલ લાવ. 

એટલે તેનો મતલબ થતો હતો આરૂબીનીયનને તાત્કાલિક મારી નાખ.

અને મારી નાખવા હું તૈયાર થયો અલબત્ત જો તે મને પહેલો મારીન નાખે તો.

બ્રીટીશ મેમ્બરોનો સંદર્ભ સ્ટડી ગ્રુપ તરફ હતો. લાડૅ બર્ટ પણ એ ગ્રુપનો એક મેમ્બર જ હતો.

મેં સ્નાન લીધું અને તૈયાર થયો.

એજ વેળા બારણું ખુલ્યું.

આના આવી.

‘સુસ્વાગતમ’ મેં કહયું.

તે ચમકી.

‘આહ ! તેં તેા મને છળી મારી!' કહી તે હસી પડી.

‘હું ન હસ્યો.' 

‘રસ્તો ભુલી ગયેલી ?’ મેં તેને ખખડાવતાં કહયું.

‘ના.’

‘તો ?’

‘થોડીક ગુપ્ત ખરીદી માટે ગઈ હતી.' આનાએ હસતાં હસતાં કહયું. 

‘શું ખરીદ્યું ?’

‘નહિ કહુ. ગુપ્ત છે.’

‘તે જે ખરીદ્યુ છે તે મને તારે બતાવવું જ જોઈએ,' મેં કહયું.

‘મારા પર વિશ્વાસ નથી ?’

'ના, મેં સ્પષ્ટ કહયું. 

તેમને ફરી તાકી રહી. પછી તેણે ખભેથી લટકાવેલા થેલામાં હાથ નાખ્યો મને ખબર હતી તેની પર્સમાં પીસ્તોલ હતી. એ જાણતો હતો તે આના પણ જાણતી હતી. 

તેનો હાથ એક પેકેટ લઈ બહાર આવ્યેા.

‘ખોલ ! મેઁ કહ્યું. 

તેણે ખોલ્યુ.

અંદર સ્કાર્ફ હતા. 

મેં શ્વાસ ફુંક્યો.

‘આટલી બધી ગુપ્તતા શા માટે ?' મેં પૂછ્યું. ‘આ ખરીદવા તું ચૂપચાપ મતે છોડી જતી રહેલી ?’

શાંતિ.

‘ઓલરાઈટ,’ મેં કહ્યું. ‘હવેથી તારે એક પણ મીનીટ માટે મારી નજર બહાર જવાનું નથી.'

શંકા હવે ખુલ્લી પડી ગઇ હતી. અને અવિશ્વાસ. એક ક્ષણ માટે અમે એકમેકને તાકી રહયા. પછી તેણે ડોકું હલાવ્યુ.

‘હવે જલ્દી તૈયાર થઈ જા,' મે કહ્યું. ‘આપણે પાંચ જ મીનીટમાં અહીંથી નીકળીએ છીએ.’

અમે ચૂપચાપ સામાન લઈ હોટલનું બીલ ચૂકવી વીકટોરીયા સ્ટેશને ગયા. 

હફે અમને જોયા તો હાથ હલાવ્યો.

‘ટ્રેક નં. ૪,' તેણે કહયું. ફર્સ્ટ કલાસમાં મે ટીકીટો બુક કરાવી રાખી છે.'

‘સરસ’

‘હા’, આના બોલી.

ટ્રેન જુની હતી પણ સ્વચ્છ હતી.

‘ટ્રેન સુંદર છે.’ આના બોલી.

‘હા.'

ટ્રેન ઉપડી.

આના બારી પાસે બેઠી હતી. તે કુદરતી દશ્ય જોવામાં

મશગુલ થઈ.

મેં કહ્યું. ‘હફ ?’

‘હા ?’

‘આ ગૃપના મેમ્બર વિશે કહી શકીશ ? ખાસ કરીને લોડૅ બટૅ વિશે.

‘હા.'

‘શું ?'

‘તે સામ્યવાદી પક્ષમાં જોડાયેલો તદન શાકાહારી છે. શાકાહારી બીગનો સભ્ય છે. કહે છે કે માંસ ખાવાથી જ સમસ્યાઓ ઉભી થાય છે.’

‘તે હજી શાકાહારી છે ?' 

‘ના. હવે નહિ. સ્ટડીગ્રુપનો તે એક આગળ પડતો સભ્ય છે.’

‘પૈસાદાર છે ?’

‘હા.’

‘રોકાણો ?’

‘મબલખ.’ 

‘બીજો કોઈ સભ્ય માલદાર છે ?' મેં વધુ કુતૃહલ દાખવતાં પૂછ્યું .

‘હા.’

‘કોણ ?'

‘લેડી વીસ.’

‘બીજા સભ્યો ?’

‘એલીનોર દ આલ્બી. તે ઉચ્ચ સમાજની છે,' હફે ધીમેથી કહ્યું.

‘આ ગ્રુપ કેટલું મોટું છે ?' 

‘ખબર નથી,’ હફે કહયું. 

આનાએ કહયુ. ‘મને ભુખ લાગી છે.’

‘બ્રેડ ચીઝ ચા ? ’

‘એ તેા ખેડૂતો ખાય.’

‘તો ?’

‘મારે અદ્યતન ખોરાક જોઈએ.' આના હઠ કરતાં બોલી.

‘ડાઇનીંગ કારમાં મુળશે.’

‘મજુર’ 

અમે ડાઈનીંગ કારમાં ગયા. દરેક ટેબલ ઉપર ચાંદીના

વાસણો અને ચકચકિત પ્યાલા રકાબી હતા.

આનાએ આખું ભાણુ મગાવ્યું.

હફે સુપ અને બ્રેડ મંગાવી.

મેં પણ ફુલ ડીનરનો ઓર્ડર આપ્યો. 

ભોજન ભરપુર હતું –

તાજી સાલમન,

લેમ્બ ચોપ,

બ્રુસેલ્સ સ્પ્રાઉટસ,

સોસ,

પુડીંગ,

સ્વીટ,

જામ,

અને કોફી,

‘છે તે વૈભવી ખોરાક ?’ મેં આનાને કહ્યું.

‘હા.’

આના ભોજન પર તુટી પડી. આના એ રીતે ખાતી હતી જાણે એને કેટલાય દિવસથી ભોજન ણ મળ્યું હોય! એ ભૂખ્યા કુતરા જેમ અસસ્કારી રીતે ડીશ પર તૂટી પડી હતી એ જોતા એનો ઉછેર સાવ ઉતરતી કક્ષાના વિસ્તારમાં થયેલો હોય એમ લાગતું હતું.

જમીને અમે કંપાર્ટમેંટમાં પાછા ફર્યા અને બાકીની સફર શાંતિમાં ગાળી. આના હજી બારી બહાર જોતી હતી. હફ સુઈ ગયો હતો હું વિચારમાં હતો :

લેર્ડ બર્ટ,

લેડી વીસ,

એલીનોર દ આલ્બી.

આવા ઉચ્ચ વર્ગના લોકો આ પંથમા જોડાઈને શું પામતા હશે? 

અચાનક હફ જાગ્યો અને બારી બહાર જોયું, તે ખુશ થયો. ‘લાગે છે આપણું સ્ટેશન આવી ગયું,' તેણે કહ્યું.

‘હવે પછી.’

મેં બારી બહાર જોયું. 

કુદરતી હરિયાળી.

ટેકરીઓ. 

ખડકો.

ઝુંપડીઓ.

પછી મેં જોયો, લોર્ડ બર્ટનો કિલ્લો. તે તોતીંગ ભાસતો હતો. એ કિલ્લાની બનાવટ આસપાસના વિસ્તારમાં આવેલા દરેક કિલ્લા કરતા અલગ હતી. એ કોઈ રોયલ પેલેસ જેવો નહોતો લાગતો. એ સ્થળની આસપાસ જાણે હવા સ્થિર હતી અને ઠંડી હવામાં ગજબનો ભય ફેલાયેલો હતો.

કિલ્લાના મિનારા પરથી રંગ ઉડી ગયો હતો અને એ સ્થળ એકદમ ભૂતિયા હોય તેવો દેખાવ આપતા હતા. એ મિનારાઓ અંધારામાં પણ આકાશને ચુંબવા મથી રહયા હતા.

અમે કિલ્લાને જોઈ રહ્યા હતા એ જ સમયે આકાશમાં અચાનક વીજળી ત્રાટકી અને ભયાનક કડાકો થયો.

ગાઢ વાદળો છવાયેલા હતા. વાતાવરણ પણ એ કિલ્લાને ઓર ભયાવહ બનાવવા માંગતું હોય એમ લાગતું હતું.

ચારે તરફ ઘોર અંધકારને ચીરતો વીજળીનો લીસોટો થયો અને ફરી એકવાર પહેલા જેવો જ અંધકાર છવાઈ ગયો.

હફે ગળું ખુંખાર્યુ. આના ધ્રુજી ઉઠી અને મેં હોઠ ભીંસ્યા. અમે ત્રણેય પોતપોતાની રીતે પોતાની જાતને આવનારી આફત માટે તૈયાર કરવા લાગ્યા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED