The Circle - 10 books and stories free download online pdf in Gujarati

ધ સર્કલ - 10

૧૦

‘સમજયો અને તેમનું પ્રિય હથીયાર.' 

‘૧૯મી સદીમાં ભારતમાં પ્રચલિત બનેલું ગેરટ’

‘સમજયા’

‘આ રીતે પંથ અથવા સંપ્રદાય એક દેશમાંથી બીજા દેશમાં પ્રસરે છે. કાલી શું કે મેગ્ના કોટર એ બધા હવે આધુનિક મહામાતાના પંથમાં સંમિલિત થઈ ગયા છે. બધાનો હેતુ એકજ છે: મોત મૃત્યુ મૃત્યુની પૂજા' 

આના ધ્રુજી

‘પણ આવા સુધરેલા સમાજમાં લેાકો આવા પંથમા સા માટે જોડાય છે ?’

‘લાકો ગમે તેટલા સુધરી જાય પણ જુની પુરાણી અંધશ્રધ્ધાઓ અને વહેમને તો અનુસરતા જ રહે છે,' 

‘હં.’

હફે મારી સામે જોયુ.

‘જો કે મને કંઇક બીજું સમજાય. આ ગ્રુપ...’ તેણે કહયું'.

'ગૃપ?' 

‘હા, સ્ટડીગૃપ અભ્યાસ સમુહ એ આવા પંથોકે સંપ્રદાયોનુ સંશોધન કરે છે.' 

‘તો ?'

તેણે મેજમાંથી ફાઈલો કાઢી.

‘આ એમની ફાઈલો છે. આગામી મીટીંગમાં મને આમંત્રણ પણ છે. તેમણે કહ્યું છે આ ખાસ મીટીંગ છે.’

‘કયારે ?’

‘આજે રાતે.’ 

‘કયાં ?'

દેવન, કોર્નવોલ લેાર્ડ બર્ટના કિલ્લામાં,’ તેણે ધીમેથી કહયુ . તેણે ઉંચે જોયું.

શાંતિ પછી. 

‘મારા મહેમાન તરીકે તારે સાથે આવવું છે? અમે બંને મિત્રો છીએ, અને.’

‘અમે આવીશું.’

‘સરસ.’

‘કયારે જઈશું ?’

‘વીકટોરીયા સ્ટેશનથી એક વાગે ટ્રેન ઉપડે છે. ત્યાં આઠ વાગે પહોંચી જઈશું. મીટીંગ ૧૦ વાગે શરૂ થાય છે.’ 

‘તો વીકટોરીયા સ્ટેશને અમે એકમાં દસે આવી પહેાંચીશું?’

‘ના’, આના બોલી.

‘કેમ ?' મે પૂછ્યું.

‘ના’

‘શું થયુ?’ હફે પૂછ્યું.

‘અમે એકમાં દસે આવી જઈશું.' મેં આનાની અવગણના કરતા કહયું.

‘ઓક.’

અમે કોરીડોરમાં આવ્યા.

‘તું મારી આસીસ્ટન્ટ છે.' મે કહયુ. ‘અને આસીસ્ટન્ટ એના બોસના હુકમનુ પાલન કરવુ જોઈએ.'

‘આ ટ્રીપ સમયની બરબાદી છે.' તેણે માથાભારે થઈ કહયુ .

‘આપણે જેના માટે નીકળ્યા છીએ તે માટેની આ એક કડી છે. આપણે ત્યાં જઈશું જ.'

‘ના.’

‘તો કયાં શોધ કરીશું ?'

‘બધે એટલો બધો કદરૂપો માણસ સંતાઈ સંતાઈને કયાં સંતાશે ?’

‘તો શું આપણે તેને ઘેર ઘેર શોધીશું.'

‘આ હફ જરૂરથી વધારે વાતો કરતો લાગે છે. તેનુ ગૃપ પણ એના જેવું જ હશે.

‘છતાં જઈશું.’

‘ના.’

‘મતલબ ? તારે અહીં હુકમો છોડવાના નથી, સમજી?’ હું બગડયો.

‘અને હું ય તારા હુકમો માથા પર ચડાવવા આવી નથી, સમજ્યો?’

‘સાંભળ, આવવા ખાતર આવ.’

તેણે ફરી વિરોધ કરવા મેાં ખોલ્યું પણ મેં તેને હાથ પકડી આગળ ખેંચી. હું વિચારમાં પડયા-–

તે મને ડેવાનેના સ્ટડી-ગૃપમાં જવાનો શા માટે ઈન્કાર કરતી હતી ?'

શું તે કોઈ દુશ્મનની સાગરીત હતી? 

હતી તેા કયા દુશ્મનની? 

મહામાતા પંથની?

રશીયાની!

પણ રશીયા તેને પોતાના પ્રીમીયરનો જાન બચાવવામાં શા માટે અંતરાય મુકે?

પછી મને ઝબકારો થયો.

રશીયા નહિ પણ રશીયાનો એક પક્ષ. હોકે કહ્યું બોરીસ નીશોવેવ તાજેતરમાં જ સત્તા પર આવ્યો હતો. તેને ઉથલાવનારા ઘણા હતા. જો તે મરી જાય તો રૂનાજાન કે ગ્લીંકો સત્તા પર આવી શકે. 

આના રૂનાજાન—ગ્લીકોના પક્ષની હશે? તેમનો હેતુ નીશોવેવનો કાંટો રસ્તામાંથી કાઢી નાખવાનો હશે?

કાયમ માટે?

તે માટે જ આનાએ તેની સાથે મેાકલી હતી?

કે પછી સાચે જ તે નીશાવેવને બચાવવા આવી હતી અને ડેવોનની ટ્રીપ સમય વેડફવા બરાબર હતી એમ માનતી હતી ?

પણ હાલ કંઈ કહી શકાય તેમ નહોતું.

અમે બહાર આવ્યા.

આના ધુંધવાઇ ઉઠી હતી. 

અમે ચુપચાપ હોટલ તરફ ચાલ્યા.

આના બબડી.

મેં કહયું, શું કહયું ?? અને એક કાચના શોકેસ આગળ થોભી ગયો. ‘બારીમાં શું જુએ છે? લેડીઝ અંડરવેર ? સરમ નથી આવતી?’

તે ખરૂં કહેતી હતી. પણ...

‘અહી આવ.’ 

‘શું છે ?’

‘હું સોકેસ નથી જોતા પણ શોકેસના કાચમાં પ્રતિબિંબ જોઉં છું.'

‘પ્રતિબિંબ ?’ 

‘શેરીની પેલી બાજુએ,’ મેં કહ્યું. ‘રેઈનકોટ પહેર્યો છે તે શખ્સ.’

‘તો? ’ 

‘આપણે બ્રીટીશ મ્યુઝીયમથી નીકળ્યા ત્યારથી શેરીની સામેની બાજુએ ચાલતો ચાલતો આપણો પીછો કરી રહ્યો છે. તેણે ગરમી હોવા છતાં કોટના કોલર ઉંચા રાખ્યા છે. ધુમ્મસ હોવા છતાં કાળા ચશ્મા પહેર્યાં છે.

‘અને રકાર્ફ વીંટયો છે.'

‘વાત ખરી.’ 

અમે એકબીજા સામે જોયુ.

‘આરઝોન રૂબીનીયન? ‘શક્ય છે.’

અમે થોભ્યા તેમ તે પણ થોભી ગયો હતો. મેં આનાનો હાથ પકડયો અને અમે આગળ ચાલ્યા. મેં જોયું કે રૂબીનીયને પણ અમારી પાછળ ચાલવાનું શરૂ કર્યુ હતું.

અમે બીજી શો–વીન્ડોએ થોભ્યા.

તે પણ થોભ્યો. 

‘તે શા માટે આપણો પીછો કરે છે?’ આનાએ કહ્યું ‘પેાલીસને– ’

‘ના.’

‘શા માટે?’

‘પેાલીસ એને પકડશો તો આપણને પણ પુછપરછ માટે રોકીશે અને હાલ અમારી પાસે સમય નથી.’ 

‘ઠીક છે.’

ફરી હું વિચારમાં પડ્યો. એક પ્રશ્ન મારા મગજમાં ધમરોળાતો હતો :

રૂબીનીયને શી રીતે જાણ્યું કે અમે બ્રીટીશ મ્યુઝીયમમાં હતા ?

સંજોગવશાત?

નાં!

આના દ્વારા ?

શકય છે !

શું વિમાનમાં તેણે જાણીબુઝીને રૂબીનીયનને છટકી જવા દીધો હતો?

અમે સોરોની બહાર એક ડીપાર્ટ મેન્ટલ સ્ટોર પાસે આવ્યા. મને તરકીબ સુઝી.

‘જલ્દી !' મેં આનાને કહ્યુ. ‘લીફટમાં.’

અમે ઝડપથી દોડીને લીફટમાં ચડી ગયા. લીફટ ઉપર ચડી.

બંધ થતા બારામાંથી મે રૂબીનીયનને દોડીને મુખ્ય પ્રવેશદ્વારમાં આવતો જોયો. અને રૂબીનીયને મને અને આનાને જોઈ.

‘એહ !’

‘વાંધો નહિ,’ આના બોલી. 'તે જાણે છે આપણે કયાં માળે જઈશું.'

‘તે છેક ઉપલા માળે જઈ પછી ત્યાંથી તપાસ કરતો કરતો નીચે ઉતરે તેા ઠીક,’ મે કહયું. 

બીજે માળે બારણાં ખુલ્યાં તો અમે બહાર નીકળ્યા અને સીડી ઉતરી નીચે ગયા. અને મેઈન ફલોર પર ગયા. કમબખ્ત રૂબીનીયન મેઈન ફલેાર પર જ ઉભેા હતો. પણ તે સીડીના બારણા પર નજર રાખતો નહોતો, લીફટના બારણાં પર નજર રાખતો હતો. 

તેની પીઠ અમારી તરફ હતી.

અમે સિફતથી બહાર નીકળ્યા પણુ રૂબીનીયન અમને જોઈ ગયો. 

અમે દોડયા.

રૂબીનીયન અમારી પાછળ જ હતો. તે પણ હવે અમારી જ ઝડપે પાછળ દોડી રહયો હતો. 

હું આનાને ઓછી ભીડવાળી એક નાની શેરીમાં ખેંચી ગયો અને ત્યાંથી બીજી એક ગલીમાં ગયા. બંને બાજુ વખારો હતી.

ગલીના છેડે એક માથેાડુ ઉચી વાડ હતી. જોખમ લેંવુ જ રહ્યું. 

‘કુદ !' મેં બુમ પાડી.

અમે વાડ સાથે કુદી ગયા.

એજ વેળા પીસ્તોલ ધડુકી અને ગોળી આનાના માથા પાસેથી પસાર થઈ ગઈ. રૂબીનીયને દોડતાં દોડતાં એ ગોળી છોડી હતી.

અમે ફસાયા.

વાડની બીજી બાજુએ માત્ર ૨૦ જ કુટ દુર ગલી બંધ થતી હતી.

‘હવે ?’ 

‘વાંધો નહિ,' મેં કહ્યું. ‘રૂબીનીયન વાડ કુદીને નહિ આવી શકે.' 

રૂબીનીયન તો ન આવ્યો પણ તેનો મિત્ર જરૂર આવ્યો.

એ મિત્ર હતો એક કાળો પણ કાતિલ ઈંડાકાર ગોળો.

મેં આનાને ચીસ પાડી :

‘નીચે નમ! એના હાથ બોંબ છે.’

ધડાકો કાન ફાડી નાખનારો હતો. મેં ચત્તોપાટ પાડયાં પડયાં પણ આંયકો અનુભવ્યો. આના મારી બાજુમાં જ પડી હતી. 

પછી શાંતિ.

કબ્રસ્તાનની શાંતિ.

મારા કાનમાં ઝણઝણાટી થતી હતી. હજી પણ હું બોબાકળેા હતેા. 

પણ કોઈને ઈજા થઈ નહોતી એટલી રાહત અનુભવતો હતો.

‘તું ઠીક છે ને ?' મેં આનાને પુછ્યું.

‘હા.’

અમે ઉભા થયા.

મેં આંગળી ચીંધતા કહ્યું, ‘આપણે ઘણાં નસીબદાર છીએ.'

આનાએ મારી આંગળીની દિશામાં જોયુ. રૂબીનીયનો

હાથબોંબ જમીનથી ચાર ફુટ અદ્ઘર લોડીંગ પ્લેટફોર્મ ઉપર પડયો હતો. પ્લેટફોર્મને બીજે છેડે આવેલું બારણું છિન્નભિન્ન થઈ ગયું હતું.

‘ચાલ !’

હું આનાને લઈ એ બારણામાંથી અંદર ગયો. વખાર ઘણી વિશાળ હતી. અંદર જાતજાતનો ભંગાર હતો–

ખોખાં, 

મશીનો,

લાકડાં.

કંઈક ખોતરાયું.

મેં ગલી તરફ જોયુ . રૂબીનીયનનું કોઇ નામ નિશાન

નહોતુ .

અમે અંધારામાં ચાલતાં ચાલતાં એક બારણા પાસે આવ્યા.

મે હેન્ડલ ફેરવ્યું.

બારણુ ઉધડ્યું.

તે ઓફિસ હતી–

મેજો, 

ફાઇલીંગ કેબીનેટો. 

જુનાં ટાઈપ રાઇટરો.

બારીઓ માંથી અજવાળું આવતું હતું.

હું આનાને લઈ બારી પાસે ગયો. 

એજ વેળા ખખડાટ થયો અને અવાજો સંભળાયા. કોઈ આગલા બારણે આવ્યું હતું.

અમે એક જુનો મેજ પાછળ સંતાઈ ગયા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED