રામની પત્ની આદર્શ સીતા वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રામની પત્ની આદર્શ સીતા

સીતામાતા:-
કોઈ પણ મોબાઈલ app હોય,ટીવી હોય,અખબાર હોય,દરેક મુખડું હોય કાને મધુર સૂરમાં સંભળાય છે.
"રામ આયેંગે"
નવી પેઢીએ ભારત દેશ નહીં પણ વિશ્વના દરેક ખૂણે આ દેશની માટીમાં જન્મેલા ઈશ્વરીય તત્ત્વને સમજવાઅને ભરત ખંડ જોવા મજબૂર કર્યાં છે.
આ ભારત દેશમાં એવું તે શું છે જેનું આકર્ષણ તેના કણ કણ માં છે.
ભગવદગીતામાં પણ ખુદ ભગવાને કીધું છે :- "दुर्लभम् जन्मे भरतखण्ड"
આ ભૂમિમાં દસ એવા અવતાર થયા કે તે સ્વયં ઈશ્વર હતા.અને તેમાં બે અવતાર એટલે "શ્રીરામ અને શ્રીકૃષ્ણ."
અયોધ્યામાં જન્મેલા શ્રીરામ એટલે હિંદુઓના નહીં પરંતુ વિશ્વને આદર્શ પરિવાર કેવો હોવો જોઈએ?ભાતૃભાવ કેવો હોવો જોઈએ,દરેક પ્રત્યે અપાર કરુણા,રાજ્યશાસન,ત્યાગ ભાવના,બંધુત્વ ભાવના,શૌર્ય,સમર્પણ આવા અનેક ગુણોથી લથપથ શ્રીરામ એક પત્નીવ્રત પતિ હતા.
અનેક સંકટ આવ્યાં છતાં ભાઈ શ્રીલક્ષમણ કે પત્ની સીતાએ ક્યારેય સાથ ના છોડ્યો.શ્રીરામને પૂજનીય સમજી હંમેશા સેવા માટે દિયર ભાભી વચ્ચે ઝઘડો થતો અને રામ દિયર ભોજઈનું સમાધાન કરાવે! આ પ્રેમ અને આ આદર્શ વાદ ભારતીય સંસ્કૃતિમાં પડેલું છે.
તુલસીકૃત એક ગીતમાં વર્ણન છે કે રામ સીતા અને લક્ષમણ વનમાં આગળ વધે છે.ત્રણેયે વલ્કલ પહેર્યા છે,અડવાણે પગે છે,ઉનાળાનો આકરો તાપ છે,પળે પળ રાક્ષસો,જંગલી ખૂંખાર ડાકુ,પ્રાણીઓનો ખતરો છે.છતાં સીતા નિર્ભય છે કેમ કે આગળ મારો રામ છે,અને મારી પાછળ મારો લાડલો નાનો દેર લક્ષમણ છે..એટલે હું નિર્ભય છું.તુલસીદાસ કહે છે કે બીજું બધું તો ઠીક પરંતુ સીતા એટલે અયોધ્યા રાજની ધણીયાણી એટલે દોમ દોમ સાહ્યબી! તેની સાથે ખડે પગે ૧૨૦૦ તો સેવામા હાજરા હાજુર દાસીઓ હતી.જે જમવું હોય તે માટે વિશ્વના પ્રખ્યાત રસોયા હતા.જે પહેરવું ઓઢવું રામ રાજ્યમાં રોકટોક વગર ચાલતું.પહેરવા તૈયાર અંગરખા માટે વિશ્વના પ્રખ્યાત વણકર હતા.રાજ દરબારમાં મખમલી મલમલના ગાલિચા ગાદલા તકિયા અને કલા કસબીઓ થકી શણગારેલા ઢોલિયા હતા.મહેલની બહાર વિશ્વનાં સુંદર ફૂલો હતાં જે માળી દરરોજ નીત નવાં ફૂલોની માળા ગૂંથી સીતાની દાસીઓ તેના અંબોડે શોભાવતાં હતાં.ત્રણેય સાસુ અને સસરાના આશીર્વાદની કોઈ કમી ન્હોતી.સોના,ચાંદી,નીલમ,મણીના તોખાર ભરેલા હતા.સ્નાન માટે સુગંધિત અત્ર થી શોભાવતાં બાથ ટબ હતા.આટલી વૈભવી જિંદગી છોડી સીતા માત્ર રામને પગલે ચાલી.રામની અનેક વિનવણીઓ સીતાએ અવગણી કેમ કે તેને રામ વગર આ બધું તુચ્છ હતું.રામ વગર તેનું જીવન અશક્ય હતું.રામ વગર તેણે અન્ય પુરુષનું મુખ પણ કલ્પનામાં નથી લાવવા દીધું.એ સીતા આજે અડવાણે પગે વન વિચરે છે ત્યારે તુલસીની કલમ અટકે છે અને આંખે આસું ટપકે છે.આવી સીતા જેના અંગમાં કોઈ ડાઘ નથી.વિશ્વમાં તત્કાલિન તેના જેવી બીજી કોઈ સ્ત્રી સુંદર ન્હોતી તે સર્વાંગે સુંદર હતી.માનો ત્રિલોક(આકાશ,પાતાળ,સ્વર્ગ) સુંદરી હતી.
આવી સર્વગુણ સંપન્ન સ્ત્રી સીતા હોવા છતાં શ્રી રામનું ભોજન પોતે બનાવી ને જમાડતી...
શું લખવું સીતા ના ચરિત્ર વિશે?
तुलसीदास कहते है "मोरो मन हर लीनो जानकी रमनवाँ ll
अर्थात....આ સ્ત્રી ત્રિલોક સુંદરી સીતાને જોઈ મારું મન એના ઉદાત્ત ચરિત્રમાં ભળી ગયું છે.એમના માટે શું લખું?
"જ્યાં સીતા છે ત્યાં રામ છે.અને જ્યાં રામ છે ત્યાં સીતા છે.કોઈ પણ જગ્યાએ જુઓ રામ એકનું મંદિર નહીં મળે."
જ્યાં રામ છે ત્યાં સીતા છે.રામ વગર સીતા અને સીતા વગર રામ અધૂરા છે.પોતાનો પતિ આટલા શક્તિશાળી,વૈભવસંપન્ન હોવા છતાં સીતાને ક્યારેક અભિમાન નથી થયું.સીતા મહેલોનું સુખ ભોગવવા માટે ન્હોતી તે તો જંગલમાં વસતી ચોર લૂંટારાઓથી ત્રસ્ત પ્રજા માટે રામને પગલે ચાલી છે.પળ પળ રામના કામ માટે જીવી છે.ઋષિ આશ્રમમાં પોતાનાં બન્ને નાનાં બાળને વાલ્મીકિકૃત રામાયણ મહાકાવ્યની ચોપાઈઓ કંઠસ્થ કરાવી છે.આશ્રમમાં વેદાધ્યાયન નિયમિત થતું.જયારે લૉક લજ્જાનું પાપ સીતા પર લાગ્યું ત્યારે અત્યંત પવિત્ર નારી દુઃખી થઇ અગ્નિ પરીક્ષા આપે છે.લોકલજ્જા કેટલું ઘાતક શસ્ત્ર છે છતાં સંગોપાંગ સફળ થઇ છે.અને તેનું જીવન સંકેલી પાછી એ જ્યાંથી જન્મી હતી તે ધરતી માતામાં સમાઈ જાય છે.
- વાત્ત્સલ્ય