બેશર્મ ઈશ્ક ભાગ:12
(આપણે આગળ જોયુ સિયાના લગ્નની ઘરમાં જોશથી તૈયારી ચાલે છે,સિયા અને રિયાન પોતાના લગ્નને લઈ બહુ ઉત્સુક હોય છે.તેઓ તેમના આ દિવસને સ્પેશિયલ બનાવવા માટે ઉદયપુર પેલેસમાં પ્રિ વેડિંગ શૂટ કરાવવા વિચારે છે.હલ્દી રશ્મમા સિયાને સમાજના અગ્રણીઓ જોડે બબાલ થઈ જાય છે,રિયાન અને લતાબેન શાંતિ રાખવા જણાવે છે,રાત્રે ગરબા રમ્યા હોય મનમુકી ઝુમ્યા છે એકબાજુ થાક છે તો બીજી તરફ મિલનનો હરખ.પણ કહેવાય છે ને કે જ્યારે અવસર પોતાનો હોય તો થાક ક્યાં દેખાય છે,ખાલી ચહેરે આનંદ અને આવનારી જીંદગી માટે સજાવેલા રંગીન સપનાં હોય છે જેને પુરા કરવાના હોય છે.સિયાના લગ્ન થઈ જાય છે,ઘરમાં સૌ દિકરીને વળાવ્યા પછી ઉદાસ હોય છે,પ્રધ્યુમ્ન ના જીવનમાં શું વળાંક આવે છે, એની પણ આપણે ઝલક જોઈએ...")
વધુમાં હવે આગળ....
સિયાના લગ્ન ને વર્ષ થઈ ગયેલું.
પ્રધ્યુમ્નની ક્વોલીફિકેશનને સંસ્કારપણુ જોઈ,સિયાના ભાઈના વખાણ સાસરીમાં સાસુમાના મોંઢે સાંભળતા સિયાના હૈયે હરખ સમાયે નોહતો સમાતો,સિયાને પ્રધ્યુમ્નની બહેન હોવાનો હરખ સમાયો નોહતો સમાતો.સિયાને પ્રધ્યુમ્નની બહેન હોવાનો ગર્વ થવા લાગ્યો,પ્રધ્યુમ્નના વખાણ મમ્મીના મોઢે સાંભળી સિયાની વ્હાલસોયી નણંદ વૃષ્ટિને પ્રધ્યુમ્ન સાથે પ્રેમ થઈ ગયો.વૃષ્ટિ મનોમન પ્રધ્યુમ્નને પામવાના સપનાં સજાવી બેઠેલી આ વાતથી સૌ પરિવાર અજાણ હતો.
પ્રધ્યુમ્ન લગ્નના માંગા આવવા લાગેલા,પ્રધ્યુમ્નની ઉંમર સાથે તેનો સ્કીનટોર્ન બદલાઈ ગયેલો. અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે તેની ક્યુટ નેશમા વધારો કરેલો.તેને પી.એચ.ડી.માટેની એન્ટ્રન્સ ટેસ્ટ નેટ સ્લેટની પરીક્ષા પણ પાસ કરેલી,વૃષ્ટિના દિલમાં તેને પામવાની તડપ જો લાગી ગયેલી.
પપ્પાના વાક્યો સિયાના મગજમાં ટકરાઈ રહ્યા હતા "મનમાં એક સવાલ પણ થાતો કે પપ્પા ભાઈને આમ કેમ બ્લેમ કરતા હોય છે તેને આ વાત સમજ નોહતી આવતી."
મનોહરભાઈ લગ્ન બાબતે દિકરાને કંઈ કહે એ પહેલાં પ્રધ્યુમ્ને હથિયાર તાણતા કહે",પપ્પા હમણાં જ કંપનીએ મને પ્રમોશન આપ્યું છે,હમણાં જ મેં પી.એચ.ડી.સ્ટાર્ટ કર્યું છે તો બે વર્ષ ધિરજ રાખો.
સુનંદાબહેન સમજાવતા કહે "દિકરા કેટલા સરસ સરસ છોકરીઓના માંગા આવે છે.ને તુ આમ દુર ભાગે એ કેમ ચાલે...??કેમકે દિકરા અમારે જવાબ આપવાનો થાય...."
પ્રધ્યુમ્ન થોડો અકડાયો મમ્મી પપ્પા તમને સમાજની પડી છે પોતાના દિકરાની ખુશી નહીં મારે હજી કરિયરમાં સેટ થવું છે.... એટલે આ શક્ય નથી....
સુનંદાબહેન પોતાની વાત મનાવતા કહે"દિકરા મારી આંખો માં જોઈ મારા માંથે હાથ રાખી કસમ ખા તને કોઈ ગમે છે,તુ લગ્નની વાત સાંભળી કેમ આટલો ભાગે છે મને કહે...."
મમ્મી તે પુછ્યું છે તો કહુ છું કે મારે લગ્ન કરવા તો શ્રેયા સાથે કરવા છે,નહીં તો ક્યાંય નથી કરવા...
મનોહરભાઈ આકરા થઈ બોલ્યા"પહેલેથી નક્કી છે તો પુછવાનું નાટક શું કામ ખેલે....કર તમ તમારે તારી મરજી મુજબ...પછી હા ના થાય તો અહીં કહેવા ન આવતો..."
પ્રધ્યુમ્નથી કહેવાઈ ગયું પપ્પા હું નાનો છોકરો નથી પોતાની સમસ્યાઓનું સમાધાન અને પરિસ્થિતિ સામે લડતા મને ખુદ આવડે છે,એવો દિવસ બને ત્યાં સુધી નહીં આવે અને આવે તો હું જાતે લડીશ તમને નહીં સામેલ કરું.
હાય....હાય....આ શું બોલો પ્રધ્યુમ્નના બાપુ દિકરો તો આવેશમાં બોલી જાય તમે તો દિકરા કરતા પણ નાના બનવા જાવ છો લો બોલો ...આટલું કહીને સુનંદાબહેને મણનો ઉભરો ઠાલવ્યો.
સુનંદાબહેન વ્યાકુળ થતા કહે;"તમે તો વડીલ છો સિયાના પપ્પા તમે સમજાવો આપણો દિકરો કોઈ આડુંઅવળું પગલુ ન ભરી દે બેટા પ્રધ્યુમ્ન ઉભો રહે...."
પ્રધ્યુમ્ન આકરા અવાજે કહે"ઓહ....મમ્મી હું કંઈ નાનુ બાળક નથી 28વર્ષનો યુવાન છું મને પણ મારા જીવનના નિર્ણયો લેવાનો હક છે,તો મમ્મી મહેરબાની કરીને મને કોઈ બાબતે ફોર્સ ન કર પ્લીઝ મને નથી રસ સિયાની નણંદ વૃષ્ટિ માં, તુ એ કે બીજી કોઈ પણ છોકરીની વાત ન લાવ તો સારુ છે,હું મને ગમે ત્યાં જ લગ્ન કરીશ નહીં તો આજીવન એકલો રહે,આમ કોઈ છોકરી કે એના પરિવાર ને ખોટું આશ્વાસન ન આપો મારા તરફથી.મને શ્રેયા ગમે છે આમ કોઈના જીવન સાથે રમત ન કરાય મમ્મી
શ્રેયા અને એના મમ્મી પપ્પા આવશે તમને મળવા સરખી રીતે વાત કરજો એમની સામે...."આટલું કહીને તે બહાર ગયો...."
"દિકરા હું તને બીજું કંઈ જ નહીં કઉ પીળુ હોય એ બધું સોનું નથી હોતી,બધી સુંદર વ્યક્તિ કે વસ્તુ સારી જ હોય એવું માની લેવું એ ભુલ છે,જે કરે એ વિચારીને કરજે,પાછળથી પછ્તાવાનુ જ ભાગ આવે છે, એટલે વિચારી ને...દિકરા..." આટલું કહીને મનોહરભાઈ ગળગળા થઈ ગયા....
જેમ રાત જાય તેમ દિવસ ઉગે છે,રવિવાર હતો પ્રધ્યુમ્ન સુરત જવાની તૈયારી કરી રહ્યો હતો,ઘરમાં દરવાજાની બેલ ખખડી ઘર ખોલી જોયું તો શ્રેયા એના પરિવાર સાથે આવેલી.
એના મમ્મી પપ્પા બહુ સાદા અને સરળ લાગી રહ્યા હતા.શ્રેયા રેડ ડ્રેસને સફેદ જ્વેલરીમાં અપ્સરા થી કમ નોહતી લાગી રહી.
મનોહરભાઈ અને સુનંદાબહેને અતિથિ દેવો ભવ:ના નિયમ મુજબ આવકાર્યા તેમની આગતા સ્વાગતા કરી.
સુનંદાબહેન પણ શ્રેયાની સુંદરતા જોઈ ખુશ થઈ ગયા,પણ મનમા એ ફીટ નોહતી બેસતી ખબર નહીં કેમ....અચાનક રિયાન અને સિયા આવ્યા...પોતાની દિકરીને આમ અચાનક જોઈ મનોહરભાઈ અને સુનંદાબહેન ખુશ થઈ ગયા.
સિયાથી પુછાઈ ગયું કે આ શ્રેયા છે ને ભાઈની ખાસ મિત્ર છે એ... હાય....શ્રેયા કેમ છો...આટલું કહીને સિયા તેમની જોડે વાતે વળગી ગઈ,સિયા શ્રેયાના મમ્મી પપ્પાને આવકારતા કહે"
"મજામાં અંકલ આન્ટી
તેઓ હા ....મજામાં કહી સુનંદાબહેન અને મનોહરભાઈ જોડે વાત કરે છે,પ્રધ્યુમ્ન પણ તેના થનાર સાસુ સસરાના ચરણ સ્પર્શ કરે છે....
સુનંદાબહેનને દિકરાની ખુશી ખાતર શ્રેયા જોડે વાત કરી શ્રેયાનો વિનમ્ર સ્વાભાવ,મદદરુપ થવાનો સ્વભાવ,સુંદરતા જોઈ તેઓ ખુબ ખુશ થયા.કામકાજની આવડત જોઈ વધારે ખુશ થઇ ગયેલા પરંતુ પણ શ્રેયાની શરત સાંભળી તેઓ હચમચી ગયા,બધી જ ખુશીઓ કડકભૂસ થઈ ગઈ.પણ પ્રધ્યુમ્ન ખુશ થયો...તેની વિચારસરણી અને રિલેશનશીપની ગંભીરતા જોઈને...
"એવી તે શું શરત હતી જેને પ્રધ્યુમ્ને સમર્થન આપ્યું,પણ મનોહરભાઈ સુનંદાબહેન સાભળી હચમચી ગયા પણ શ્રેયાના મમ્મી પપ્પા પણ આ સાંભળી શરમથી માંથુ ઝુકાવી તેઓ પોતાની જાતને કોષતા હતા....તમારા મનની ઉત્સુકતા થોડી સંભાળી રાખજો,મનના સવાલોના જવાબ સાથે મળીશુ ખુબ રહેજો મસ્ત રહેજો....તમારી ઉત્સુકતાનો અંત આપણે બેશર્મ ઈશ્ક ભાગ:13માં લાવીશું
ફરી મળીએ નવા ઉત્સાહ સાથે....ત્યાં સુધી ખુશ રહેજો....
વધુમાં હવે આગળ....