બેશર્મ ઈશ્ક - ભાગ 10 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેશર્મ ઈશ્ક - ભાગ 10

બેશર્મ ઈશ્ક ભાગ:10

(આપણે આગળ જોઈ ગયા કે સિયા ને રિયાન પ્રપોઝ ડે ના દિવસે "Cafe Bistro"માં જાય છે.બેઉ પોતાના મનની વાત કરે છે.
સિયા અને રિયાનની ઈન્ટર્નશીપ પુરી થાય છે.બેઉ પોતાના સંબંધ બાબતે ઘરે વાત કરે છે.રિયાનના તો ઘરમાં એની પસંદ ને વધાવી લેવામાં આવે છે,પણ ખરો ખેલ તો સિયાના ઘરમાં થાય છે,પ્રધ્યુમ્નના રિલેશનની શું ગતિ થાય છે તે અહીં જોવી રહી....)

હવે આગળ.....

"રિયાન બહુ સારો છોકરો છે,હું લગ્ન કરીશ તો ખાલી એની સાથે નહીં તો આજીવન કુવારી રહીશ આ મારો પણ નિર્ણય છે."સિયાએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી.

ઘરમાં ચાલી રહેલા આ
લોહીઉકાળા જોઈ શ્રેયાને અહીં રોકાવવાનુ યોગ્ય ન લાગ્યું...

"શ્રેયાએ કહ્યું પ્રધ્યુમ્ન હું જાવ છું ઓફિસમાં મળીએ કાલે...કાળજી રાખજે હો...."આટલું કહીને શ્રેયાએ સુનંદાબહેન અને મનોહરભાઈના આશીર્વાદ લીધા અને સિયાને આશ્વાસન આપી ત્યાંથી નિકળી ગઈ.
મનોહરભાઈથી કહ્યા વગર ન રહેવાયું "દિકરા તને કેટલા વિશ્વાસ સાથે ભણવા મૂકી હતી,તે અમને આ દિવસ દેખાડ્યો,અમને પણ ઈચ્છા ન હોય તને લાડેકોડે વળાવવાની...પણ તે...આટલો મોટો નિર્ણય તે મને કહ્યા વગર લઈ લીધો તારા ભાઈની તો મને ખબર હતી પણ તારી પાસે આવી આશા નો'હતી દિકરા... "આટલું કહીને મનોહરભાઈનું મોઢું સિવાઈ ગયું....

"પપ્પા પહેલા રિયાન ને મળી તો લો....પછી તમે કહેશો એ વાત માનીશ...પણ પેલા રિયાનને મળી લો...."આટલું કહી સિયાએ પોતાની વાત રજુ કરી.

વધુમાં સિયા કહે,"તમે હંમેશા તમારા વિચારો અમારી ઉપર થોપતા આવ્યા છો,તમારી જોડે મને હવે ગૂંગડામણ ફિલ થાય છે,મને તમારા આવા વર્તનથી જ પુરુષો માટે અરુચિ થઈ ગયેલી.
પણ રિયાને મને પ્રેમ શું છે એની સાચી સમજ આપી છે."સિયાના ચહેરે ઉદાસી છવાઈ ગઈ.

મનોહરભાઇથી ન રહેવાયું"દિકરી આ તુ નથી બોલી રહી આ મારો તારી ઉપર નો વધુ પડતો વિશ્વાસ બોલી રહ્યો છે...હું તારા કરતા અનુભવી છું આ બાબતે....તેમ છતાં તું કહે જ છે તો રિયાન ને મળવા તૈયાર છું,મને નહીં ગમે તો તારે હું કહું ત્યાં કરવા પડશે...પછી હું તારુ એક નહીં સાંભળુ..."

સુનંદાબહેન પણ દિકરીના સમર્થનમાં બોલી રહ્યા હતા"અરે...સિયાના બાપુ જીવન તો આપણા દિકરા દિકરીને જ નિકાળવાનુ હોવાથી આપણે આમ જબરજસ્તી પોતાની પસંદ બાળકો પર થમાવી દેવી આતો નરી મુર્ખામી કહેવાય.

આપણો સમય એવો હતો કે જીવનના નિર્ણયો વડીલો કરતાં ,પણ અત્યારે સમય બદલાયો છે,આપણે જમાના પ્રમાણે સેટ થવું જોઈએ આપણી દિકરી ડાહી છે કે એને કંઈ આડુંઅવળું પગલું નથી ભર્યું એ પહેલા આપણને કેવા આવી... નહીં તો.... સાંભળવામાં તો કેવું આવે છે....

આપણને દિકરી કહે છે તો એકવાર મળી લેવામાં શું જાય છે....

મનોહરભાઈ મોં બગાડતા કહે"સારું ત્યારે બોલાવો....બીજું શું આજ તો હવે જોવાનું બાકી રહી ગયુ છે....આપણી દિકરી ખુશ છે તો હું વચ્ચે નહીં આવું..."

સિયાએ મનોહરભાઈને પ્રેમથી આલિંગન આપતાં કહ્યુ; "આઈ લવ યુ સો મચ પાપુ"

"હા...હા... હવે...પેલા રિયાન સામે ન બોલતી આવું નહીં તો એને બહુ લાગી આવશે..."મનોહરભાઈના ચહેરે સ્માઈલ આવી ગઈ કે દિકરીએ એમને પુછીને નિર્ણય લીધો છે.એ બાબતે મનોમન ખુશી અનુભવી રહ્યા હતા.

સિયાના મનમાં એક પ્રશ્ન ઉદભવી રહ્યો હતો પરંતુ પપ્પાને કેવી રીતે પુછવો એની હિંમત નોહતી થતી.હિંમત એકઠી કરી સિયાએ પપ્પાને પુછ્યું;"પણ પપ્પા મને એ નથી સમજાતું કે તમે ભાઈ વિશે આવા વાક્ય કેમ બોલો છો,જોયા સમજ્યા વગર આવા આક્ષેપો કરવાથી પપ્પા મતભેદ જ વધશે બીજું કંઈ હાથ નહીં આવે...."

મનોહરભાઈ વાત ટાળતા કહે,ક્યારેય આવે છે તારો રિયાન ત્યાં જ તો થોડીવાર પછી ઘરની ડોરબેલ રણકી સિયા દરવાજો ખોલવા ગઈ જોયું તો રિયાન પરિવાર સાથે આવેલો...સિયાને આ સપનાં જેવું લાગતું હતું,રિયાન ઈશારાથી સત્ય હોવાની સાબિતી આપી રહ્યો હતો.

સિયાએ રિયાનના મમ્મી પપ્પાને આવકાર્યા...


રિયાને મનોહરભાઈના ચરણે ઝુકી આશીર્વાદ લીધા,રિયાન માટે જે દોષ કે અણગમો મનોહરભાઈના મનમાં હતો એ પળમાં દુર થઈ ગયો.તેમને રિયાનને આશીર્વાદ આપી પ્રેમથી ભેટી પડ્યા,રિયાનને હાથ જોડી માફી માંગે એ પહેલાં જ આ કરતાં અટકાવ્યા...પપ્પા દિકરાને વઢે એમાંથી કંઈ શીખ લેવાની હોય આમ ખોટું ન લગાડવાનું હોય... જેટલો હું આમનો દિકરો એટલો જ પપ્પા હું તમારો દિકરો....રિયાનના મોંઢે આવી વાત સાંભળી મનોહરભાઈની આંખમાં પશ્ચાતાપના આંસુ છલકાઈ રહ્યા હતા.તારી પસંદ બહુ સરસ છે,દિકરા હું રિયાન કુમારને ખોટા સમજી બેઠો.

"રિયાન મનોહરભાઈને પ્રેમથી કહે;પપ્પા તમે તમારી રીતે સાચા જ છો,સિયા તમારા બહુ વખાણ કરતી હોય છે આજે રુબરુ તમને મળીને આનંદ થયો પેલા દિવસે આપણે મળેલા પણ તમે ચિંતામાં હતા.એટલે આપણે વધુ વાત ન થઈ શકી.એ દિવસની કમી આજ પુરી કરી દઈએ.

હા.....કેમ....નહીં મનોહર ખુબ ખુશ હતા કેમ ન હોય વળી દિકરા જેવો સરસ જમાઈ જો મળ્યો હતો.

રિયાનથી પુછાઈ ગયું, "પ્રધ્યુમ્ન ક્યાં છે,એને તો મળવાનું રહી ગયું,સિયા હરખઘેલા રિયાનને કહે...ઓ...મહાશય શાંતિ રાખો...એ સુરત રહે છે જોબ કરે છે આવે ત્યારે તમને ચોક્કસ મળશે...

શું મળશે...હું આ આવ્યો આટલું કહીને પ્રધ્યુમ્ન રિયાનને ભેટી પડ્યો મારી બહેન તારી બહુ વાત કરતી હોય છે....આટલું કહી પ્રધ્યુમ્ને રિયાન જોડે વાતો શરૂ કરી....

એક મિનિટ પ્રધ્યુમ્ન રિયાને નજર સિયા તરફ ત્રાંસી કરતા કહ્યું;શું વાતો કરતી હોય છે તારી બહેન મારી ખોદકામ કામ કે તારીફ...

આટલું સાંભળી એક સુના ઘરમાં સૌ ખડખડાટ હસી પડ્યા મનોહરભાઈ અને પ્રધ્યુમ્ન ક્યારે આટલું નોહતા હસ્યા.

મનોહર મારા ઘરમાં તો આના રોજ આવા જ દેદા હોય છે,કોઈક વાર કોલેજની વાત કરી હસાવશે તો કોઈવાર પેલા કમળા બા કોલેજના પ્રિન્સીપાલ નો સીન કરી હસાવશે....તો કોઈવાર ગાયકવાડ યુનિવર્સિટીમાંની મેડમોની નકલ કરશે.....મનોહરભાઈ ચાલતી ગાડીમાં ચડી ગયાં"તો તો મારે આવવું પડશે તારા ઘરે આ રુબરુ સાંભળવા કોઈવાર મારી પણ નકલ ન કરે આ..."😁🤣

સસરાજી તમે તો પુજ્ય કહેવાવ પિતા તુલ્ય નહીં પણ પિતા જ છો કોઈ પોતાના પિતાની નકલ ન કરી શકે પુત્ર તમારી નકલ કરીને મારે શું મોત બોલાવવુ છે કે શું😢☺️?

વધુ કહે તમારી દિકરી મને જીવતો ન છોડે તો મારા મમ્મી પપ્પા રખડી પડે...આ સાંભળી સુનંદાબહેન પણ હસી પડ્યા..

બેટા સિયા અહીં આવ રિયાનને તારો રુમ તો બતાવ....સિયા ચહેરો ઝુકાવી શરમાતા સ્મિતે આવી હતી.રિયાને મજાકભર્યા અંદાજે કહ્યું;કેમ પપ્પા હવે એ રુમ મારો થઈ ગયો ને...

મનોહરભાઈ ખડખડાટ હાસ્ય સાથે કહે"મારી દિકરી તને સોપી તો રૂમ હવે તારો..."

તું નહીં સુધરે રિયાન....આટલું કહીને સિયા તેને પોતાનો રુમ જોવા લઈ ગઈ.

બેઠકરુમમાં બંન્ને પરિવાર વચ્ચે વાતચીત શરૂ થઈ

સિયાએ પોતાના રુમની ડોર બંધ કરીને કહે,તબિયત ઠીક છે,આજે તો તે હદ કરી નાંખી...😄આટલું તો આપણે કોલેજમાં પણ નહીં હસ્યા હોઈએ....પપ્પા ના દિલમાં તો તુ છવાઇ ગયો. કહેવુ પડે તારું તો હો બાકી.....
આટલી મિઠાશ ક્યાં લાવ્યો તારામાં....

રિયાને સિયાની મજાક કરતાં કહ્યું કે આ તમારી જ આપેલી ભેટ છે,તમારા પ્રેમે મને મીઠો બનાવ્યો.... સિયા અને રિયાન એકબીજાને આલિંગનમાં લઈ વાતે વળી ગયા.પોતાના પાંચવર્ષ સાથેના સ્મરણોને વાગોળી રહ્યા હતા.

રિયાન પાછળ ઘેલી બનેલી સિયા તેને પ્રેમથી પ્રસરાવી રહી હતી....

ઓય.....સિયુ થોડી થંભી જા ડિયર બે દિવસ રાહ નહી જોઈ શકે.. સગાઈ પછી સાથે જ હોઈશું મોટે ભાગે....આટલું કહીને રિયાન તેને હિંમત તો આપે છે પણ સિયાને અલગ કરવા નથી માંગતો હોતો....લાભ ચોઘડિયુ રોહિણી નક્ષત્ર વાર શુક્રવારનું મુહૂર્ત શુભ આવ્યું તો થોડીપણ રાહ જોયા વગર સગાઈ ગોઠવી દીધી.

તે દિવસે સિયા વાઈટ કલરનું ગાઉન અને રિયાને બ્લેક અને વાઈટ કલરનો શુટ પહેરેલો.બેઉ કપલ આ ડ્રેસ મેચીંગમાં સુંદર લાગી રહ્યું હતું.

જોતજોતા સગાઈના ગોળધાણા પણ વહેચાઈ ગયા,સિયાઅને રિયાનનો સબંધ મજબૂત બન્યો પરંતુ મનોહરભાઈ અને યજ્ઞેશભાઈ,સુનંદાબહેન અને લતાબેન બંન્નેના સંબંધ હવે મિત્રતામાં બંધાઈ ગયા.

બધી જ જગ્યાએ સાથે સાથે ફરવા જાતા કહેવાય છે કે લગ્ન કે સગાઈ બે પાત્રો વચ્ચે નહીં પણ બંન્ને પરિવાર વચ્ચે સબંધ જોડાય છે.સિયા અને રિયાન લગ્નથી સગાઈ વચ્ચેનો સુવર્ણ સમય માણી રહ્યા હતા.

આમને આમ એકવર્ષ થઈ ગયું.

(સિયા અને રિયાનના લગ્ન કેવા થાય છે,પ્રધ્યુમ્ન અને શ્રેયાનુ શું થાય છે,એનો જવાબ બેશર્મ ઈશ્ક ભાગ:11માં મળશે તંદુરસ્ત રહો મસ્ત રહો....ખુશ રહો.