બેશર્મ ઈશ્ક - ભાગ 11 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેશર્મ ઈશ્ક - ભાગ 11

બેશર્મ ઈશ્ક ભાગ:11

(આપણે આગળ જોયુ સિયાની હોસ્પિટલનું ઉદ્ઘાટન મનોહરભાઈના હાથે કરાવે છે,સિયા એના પપ્પાને રિયાનની વાત કરે છે,પોતાની દિકરીના મોઢે કોઈ છોકરાની પ્રશંસા સાંભળી મનોહરભાઈ ઉકળી જાય છે હોસ્પિટલનું ઉદ્ઘાટન કાર્યક્રમ પૂરો કરી સૌ ઘરે આવે છે.બાકીનો ઉભરો મનોહરભાઈ ઘરે ઠાલવે છે,ઘરમાં ચાલી રહેલા આવા લોહી ઉકાળા જોઈ શ્રેયા પ્રધ્યુમ્નને હિંમત આપી ચાલી જાય છે.સુનંદાબહેનની સમજાવટ અને સિયાની જીદ્દ સામે મનોહરભાઈ હથિયાર હેઠા મુકે છે.ઘરની ડોર રણકે છે,તો સિયા ખોલવા જાય છે પછી ખબર પડે છે ત્યારે આશ્ચર્ય સર્જાય છે,રિયાન અને તેનો પરિવાર ત્યાં આવ્યો હોય છે.સિયા માટે આ સપનાંથી ઓછું નથી હોતું,રિયાનને મળ્યા પછી મનોહરભાઈને જે અણગમો કે ગુસ્સો હોય છે તે પિગળી જાય છે.બંન્ને પરિવાર વાતે વળી જાય છે,ઉતાવળી સિયાને રિયાન શાંત પાડે છે, સગાઈના ગોળધાણા પણ વેંચાઈ જાય છે.રિયાન અને સિયા લગ્ન થી સગાઈનો સુ:ખદ સમય માણી રહ્યા હોય છે,આમને આમ બે વર્ષ વિતી જાય છે.)

હવે આગળ
..................

હવે બે પરિવારોની મિટિંગ થઈ. સિયાઅને રિયાનના લગ્ન માટે મુહૂર્ત જોવડાવવામાં આવ્યું.બંન્નેના હૈયે નોહતો સમાતો.

મનોહરભાઈ અને સુનંદાબહેન
યજ્ઞેશભાઈ અને લતાબહેન હોશીલા બન્યા હતા.

સૌ પ્રથમ તો પ્રિવેડિંગ શુટિંગ માટે તેમને લખલૂટ ખર્ચ કરેલો મનોહર ભાઇ અને યજ્ઞેશભાઈ લગ્નનો ખર્ચ કરવામાં કોઈ કસર છોડવા માંગતા નો'હતા.

સિયા અને રિયાન બંન્ને મિલન માટે તરસતા હતા એ ઘડી નજીક આવી રહી હતી,લતાબેન અને યજ્ઞેશભાઈએ સિયાને વહુ ન માનતાં દિકરી જ માની હતી.તેઓ પણ સિયાને સદાયને માટે પોતાના ઘરે લઈ જવા ઉતાવળા હતા.

જોતજોતા એ લગ્નની ઘડી નજીક આવી ગઈ,મંડપ બંધાવવાનુ કામ બંન્ને ઘરે શરૂ થઈ ગયું.લગ્ન લખવાનું શરૂ થઈ ગયું.સૌ આનંદે ખુબ નાચ્યા.પછી બીજે દિવસે ગ્રહશાંતિની પૂજા થઈ, વાજતે ગાજતે સુનંદાબહેન ના ભાઈ તો રિયાનના ઘરે લતાબહેનના ભાઈ મામેરું લઈ આવ્યા,સૌ મનમુકી નાચ્યા,સુનંદાબહેન ને ત્યાં રિયાન અને સિયાબેઉની હલ્દી રશ્મ સાથે હતી,

"દુલ્હનની એઠી પીઠી દુલ્હાને લગાડવામાં આવે તો લગ્ન જીવનમાં મધુરતા રહે છે,તો રિયાન કુમાર લગાવો,મુહૂર્ત નિકળતુ જાય છે,રિયાન કુમાર.... રાહ ન જોશો....

"કોઈએ મજાકમાં વાત શું છેડી રિયાને સિયાના ગાલ સાથે પોતાનો ગાલ થી એ હલ્દી લગાવી સૌએ રિયાનને આદર્શ પતિ કહ્યો તો કોઈએ પત્નીઘેલો કોઈએ આ દ્રશ્યને તાળીઓ પાડી વધાવ્યુ તો કોઈએ રિયાન અને સિયાની મસ્તી કરી.પણ મનોહરભાઈ મનોમન રડી રહ્યા હતા, સુનંદાબહેન પણ કેમકે બીજા દિવસથી તેમની દિકરી હવે પારકી બની જવાની હતી,પ્રધ્યુમ્ન પણ બહેનને વિદાય આપવાની બાબતે મનોમન રડી રહ્યો હતો,પણ શ્રેયા તેને હિંમત આપી રહી હતી.સિયાના લગ્ન માં સૌનું ધ્યાન શ્રેયા પર હતું તે સૌથી અલગ તરી આવતી હતી.રિયાન અને તેના પરિવારે સિયાને પુછ્યું કે આ "કોણ ....છે...?"😢
ભાઈના રિલેશનની ન તો સિયા કે ન પરિવારમાં કોઈને પણ ખબર નો'હતી તો સિયાએ શ્રેયાનો પરિચય પ્રધ્યુમ્નની ખાસ મિત્ર તરીકે આપ્યો.લોકો કેવી કેવી વાતો કરવા લાગ્યા, પ્રધ્યુમ્ન વિશે
પોતાના ભાઈની બાબતમાં સિયા બહુ ટચી હતી.પોતાના ભાઈ વિશે આવા વાક્યો સાંભળી સિયાને ગુસ્સો આવ્યો,સિયાથી કહ્યા વગર ન રહેવાયું"એક મિનીટ સૌ પોતાના વિચારમાં જે ગંદકી ભરી છે તે સુધારો પહેલાં...કોઈ સ્ત્રી પુરુષ સારા મિત્ર ન હોઈ શકે બસ દરેક સબંધો પ્રેમ સબંધ ને ગંદા જ હોઈ શકે....??આતો ક્યાંની રીત તમારી વિચારવાની...?વધુ માં સિયાથી કહેવાઈ જાય છે કે તમારા જેવા વિચારોને કારણે જ છોકરીઓને કોઈ પરિવાર આઝાદી આપતાં અચકાય છે,કોઈ ખુશ હોય તો તમારા પેટમાં તેલ શું કામ રેડાય છે મને આ નથી સમજાતું..."

મમ્મી પપ્પા આજ મને બોલવા દો....કાલ મારા વિશે પણ આવું સાંભળેલુ મેં દરવખતે લોકોનું ઘડીક આમ બોલવું ઘડીક માં આમ બોલવુ મને સમજ નથી આવતું...

રિયાન અને લતાબહેન હલ્દી રશ્મના દિવસે શાંત પાડી રહ્યા હતા સિયા ને....

મનોહરભાઈ પોતાની દિકરી સિયાને આજના દિવસે દુઃખમાં નથી જોઈ શકતા તો લોકોને હાથજોડી વિનંતી કરે છે, જમણવાર પુરો થઈ ગયો તમે તમારા ઘરે જઈ શકો છો. આ સમય નથી આવી વાત કરવાનો.
સમાજવાળા ફિટકાર વરસાવી બખાડતા ઘરે ગયા.

"લોકોનું તો કામ છે વાતો કરવાનું લોકો તો કહે રાખે....."બેઉ પોતાની નાનકડી દુનિયામાં આનંદ કરી રહ્યા હતા.રાસ ગરબા હતા, તો સૌ મનમુકી ગરબે રમ્યા.સવારનું તો કોઈને ભાન પણ નોહતુ રહ્યું, ડીજેના તાલે ગરબા રમી રહ્યા હતા,પ્રધ્યુમ્ને પોતાની પ્યારી બહેન માટે જે ડાન્સ કર્યો એ જોઈ સૌનું હ્રદય ભરાઈ ગયું. મનોહરભાઇ અને સુનંદાબહેન રડી રહ્યા હતા.સિયાની પણ આંખ ભરાઈ ગઈ.દિકરી કોઈની પણ હોય આજ નહીં તો કાલ તેને વળાવવી પડે છે.દુનિયાની એજ રીત મનોહરભાઈ નિભાવી રહ્યા હતા.સિયા અને રિયાન બેઉ એકબીજાને ઘટનાક્રમનું વર્ણન કરી ખુશી અનુભવી રહ્યા હતા.

સુનંદાબહેને વાતે વળેલી દિકરીને કહ્યું"એ.....સિયા હવે સુઈ જા....જમાઈને પણ સુવા દે કાલથી તમે બેઉ આખી જીંદગી સાથે છો વાતો કરે રાખજો.....અત્યારે સુઈ જાવ....નહીં તો કાલ બેસવાના પણ હોશ નહીં રહે.....આટલું બધું ગાંડપણ ન સારુ સિયા...સુઈ જા તો...

"અરે.....મમ્મી થોડીવાર.... પછી સુવુ જ છું..."આટલું કહીને સિયાએ પોતાની વાત રજુ કરી.

સુનંદાબહેન આખરે સિયાની જ મમ્મી હતા,દિકરીને પણ હદ વટાવે તેવા જીદ્દી, મનોહરભાઈ જેવા જીદ્દી પતિ હોય તો તાલીમ પત્નીને મફતમાં મળે છે પોતાની વાત કેવી રીતે મનાવવી એની.

સુનંદાબહેને ફરી એકવાર કહ્યું"ચાલ દિકરા....તને રિયાનની કસમ...."આટલું સાંભળી સિયાએ ફોન મૂકી દીધો.કેમકે.રિયાન સિયાની દુનિયા બની ગયેલો.રિયાનને તે કોઈપણ હિસાબે ખોવા નોહતી માંગતી,સિયાનો ફોન સુનંદાબહેન ઝૂંટવી પોતાની પાસે લાવ્યા.જેથી સિયાના આરામમા કોઈ વિક્ષેપ ન પડે.
"રિયાન તુ પણ સુઈ જા બેટા નહીં તો લતાને ફોન કરું હું...."

રિયાન સાસુમાં સાથે મજાક ભર્યા અંદાજે વાત કરતાં કહે...."અરે....ના મમ્મી આવુ ન કરતા નહીં તો મમ્મી મને કાલની રાહ પણ નહીં જુએ ને આજ રાત્રે જ તમારા ઘરમાં મને મૂકવા આવશે😁."

"તુ ને મારી દિકરી બેઉ એક સરખા છો નહીં સુધરો એમ જ ને....😡આટલું કહીને સુનંદાબહેન થોડા અકડાયા."

રિયાને સાસુમાની મસ્તી કરતાં કહ્યું"હા મમ્મી અમે બેઉ કોલેજમાં પણ તોફાન માટે જાણીતા હતા,ને તમારા ઘરમાં પણ જાણીતા બન્યા,અને અમે એકસરખા હતા ત્યારે તો એકબીજા ને મળ્યા મમ્મી🤣.

તુ કાલ આવ એટલે તારી વાત...
આટલું કહીને સુનંદાબહેન ગુસ્સે થઈ ફોન મુકી દીધો😡
રિયાન "હેલ્લો... હેલ્લો...."કરતો રહી ગયો.😢😓
.કંકોત્રીમાં દર્શાવેલ મુહુર્ત મુજબ ગુરુવારે અગિયાર વાગે જાન આવવાની હતી,સિયા અને સુનંદાબહેન બેઉ બ્યુટીપાર્લર ગયાં,રસ્તાઓની અવાવડતા વિશે સાંભળીને જ સુનંદાબહેને સાથે આવવાનો વિચાર કર્યો.માં દિકરી તૈયાર થઈ ઘરે આવ્યા, સિયા અને સુનંદાબહેન બંન્ને સખી જેવા જ લાગી રહ્યા હતા.સૌ કોઈ માં દિકરી ને જ જોઈ રહેલા.સુનંદાબહેનને જોઈ કોઈ અંદાજ ન લગાવી શકે કે એમની દિકરી હશે સિયા.

સુનંદાબહેનને ન તો સફેદ વાળ કે ન ચહેરે કરચલી મમ્મી ની સુંદરતાનો વારસો સિયા અને પ્રધ્યુમ્નમાં આવ્યો હતો.સિયા અને તેના મમ્મી આમપણ મિત્રોની જેમ જ રહેતા હતા.પ્રધ્યુમ્ને લગ્નમાં આવી રહેલા મહેમાનોની સગવડ રસોડાનુ સંચાલન સંભાળી પપ્પાના મનનો અડધો બોજ હળવો કરેલો.રિયાન અને સિયા ને સાથે જ્યારે પણ જુએ ત્યારે પોતાની સાથે શ્રેયાને જરૂર મહેસુસ કરતો.શ્રેયા
સાથે જીવવાના સપનાં પણ સજાવી રાખેલા.
પ્રધ્યુમ્ન એકાંતમાં શ્રેયાને એકાંત માં યાદ કરી ખુબ રડતો.આંખ સાફ કરી આવનારી જાનના સ્વાગતમાં જોડાઈ ગયો.
વાજતે ગાજતે જાન આવી સૌ હરખે જાન વધાવવા ગયા,રિયાનનુ નાક ખેંચી સુનંદાબહેને જમાઈની મજાક કરી,આમપણ સાસુ અને જમાઈનો સંબંધ માં દિકરા જેવો હોય છે.

પ્રધ્યુમ્ન વ્હાલી બહેન સિયાની ચોરી આગળ મહેમાનની બેસવાની વ્યવસ્થા કરી રહ્યો હતો.સિયા અને રિયાને પોતાના ફોટો સેશનમાં વ્યસ્ત હતા,
સૌ કોઈ પ્રધ્યુમ્નને શોધતા હતા,સુનંદાબહેન અને મનોહર ભાઈ ફોટો પડાવી મુહુર્ત સાચવવા કન્યાદાનની પૂજા માટે મંડપમાં બેસી ગયેલા.રિયાન આવ્યો ત્યારે ગોર મહારાજે પૂજા શરૂ કરી.આમને આમ એક પછી એક વિધી રશ્મ પુરી થઈ પછી વસમી વિદાયની ઘડી આવી,મનોહરભાઈનું ઘર દિકરી વગર સુનુ થઈ ગયેલું.
રિયાનના ઘરમાં પણ સિયાનુ ધામધૂમથી સ્વાગત થયું,લતાબહેન અને યજ્ઞેશભાઈએ સિયાને વહુ તરીકે નહીં પણ દિકરી તરીકે આવકારી,સિયાએ પણ સાસુ સસરાને પોતાના મમ્મી પપ્પા માનેલા,તેમની દિલથી સેવા કરતી,યજ્ઞેશભાઈ અને લતાબહેન ભણેલી સંસ્કારી પ્રતિભાશાળી,સુંદર વહુ મેળવી પોતાની જાતને ભાગ્યશાળી માનતા હતા.
સિયાના લગ્નને એકવર્ષ વિતી ગયું.
સિયા અને રિયાન દરેક વિધિ જેવી કે લગ્ન લખવાથી
લઈને કન્યાવિદાય સુધી યાદગાર સ્મૃતિઓ દિલના એક ખુણે કદી ન ભુંસાય તેમ અકબંધ રાખવી હતી.

(પ્રધ્યુમ્નની જીવન સફર કેવી રહે છે,શ્રેયા પ્રધ્યુમ્ન આગળ કેવી શરત મુકે છે,એ બંન્નેનો આ અનામ સંબંધ નામી સબંધ માં ફેરવાઇ છે,પ્રધ્યુમ્ન શું શ્રેયાની શરત માંને છે,મનોહર ભાઈ,સુનંદાબહેનનો પ્રતિભાવ શું હોય છે, એ જોવા માટે ભાગ બેશર્મ ઇશ્ક ભાગ:12 વાચવાનુ ભુલશો નહીં સૌ મસ્ત રહેજો તંદુરસ્ત રહેજો....મળીએ નવી આશા સાથે બાય બાય....)

વધુમાં હવે આગળ....