બેશર્મ ઈશ્ક - ભાગ 2 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેશર્મ ઈશ્ક - ભાગ 2

બેશર્મ ઈશ્ક ભાગ:2

(આપણે જોઈ ગયા કે પ્રધ્યુમ્ન ગાયબ છે પરિવારના સભ્યોની માનસિક હાલત પણ ઠીક નથી,મમ્મી પપ્પાના ઝગડાનુ નિરાકરણ લાવવા પણ સિયા પણ યથાર્થ પ્રયાસ કરે છે પરંતુ બધું જ વ્યર્થ સમાધાન કે સુલહ થવાના બદલે વધુ ને વધુ મામલો ગરમાય છે.સૌ પ્રધ્યુમ્ન આવે એની રાહ જોવાની મુર્ખામી કર્યા કરતાં શોધવા નિકળવુ વધુ યોગ્ય સમજે છે.

હવે.....આગળ.....

તેના બધાં જ મિત્રો ને ફોન લગાડી જોયા,પરંતુ કોઈને પ્રધ્યુમ્ન ની ખબર નો'હતી.ત્યાં જ સુનંદા બહેન ઉકળાટ કાઢતા કહે"જોવો મારા દિકરાને કંઈ થયું તો તમને આજીવન હું માફ નહીં કરું," હવે તો મનહરભાઈ ને પણ ચિંતા થવા લાગી છે.તેઓ ગાડી નિકાળે છે,ત્યાં અચાનક ફોન રણકે છે,અજાણ્યો વ્યક્તિ પુછે;
"આપ પ્રધ્યુમ્ન શાહના પિતા બોલો છો...?"
મનોહરભાઈ ખોખારો ખાતા કહે(અવાજમાં ભારે અચકાહટ હતી.

"અરે...કોણ તમે....મારા દિકરાનો ફોન તમારી પાસે શું કરે છે....?"

અજાણ્યો વ્યક્તિનો આવો ફોન કોલ તેમને હચમચાવી નાંખે છે."તમે તાત્કાલિક પહોંચો એનો એક્સીડન્ટ થયો છે,"અમદાવાદની ભાટિયા વાળી પાસે આવેલ ગિરધારી હોસ્પિટલમાં આવી પહોંચો જલ્દી."

ડોક્ટર તેને સ્ટ્રેચરમાં સુવાડી ઓપરેશન થિયેટરમાં લઈ જવાની તૈયારી કરે તેવામાં જ મનોહરભાઈ અને સુનંદાબહેન સિયા સાથે આપેલ એડ્રેસ મુજબ હાફળા ફાફળા થઈ પહોંચે છે.

પોતાના દિકરાને આવી હાલતમાં જોઈ સુનંદાબહેન બેભાન થઇ જાય છે.તેમને હોશમાં લાવવા માટે દિકરી સિયા અને મનોહરભાઈ પાણી છટકોરે છે,તો સિયા પગના તળિયા ઘસે છે.સુનંદાબહેન હોશમાં તો આવે છે,પણ દિકરાની હાલત જોઈ રડવાનું બંધ નથી કરતાં.મનોહરભાઈ શાંત કરવા પ્રયાસ કરે છે પણ વ્યર્થ સુનંદાબહેન આક્રોશમાં કહે"તમે દુર રહેજો મારાથી તમે જ કહેતા'તા ને કે ઘરે આવ એટલે તારી વાત કરો હવે દિકરા જોડે વાત....આપણા દિકરાને કંઈ થઈ ગયું તો....હું જીવતાં જી મરી જઈશ.મારો દિકરો...પ્રધ્યુમ્ન...બેટા આંખો ખોલ બચ્ચાં...મમ્મી ને આમ હેરાન કરે દિકરા...મમ્મી ને આ તો યોગ્ય ન કહેવાય ને ચાલ આખો ખોલ મમ્મી જોડે વાત ન કરે તો કંઈ નહીં પરંતુ માં તો બોલ દિકરા...."ત્યાં જ ડોક્ટર આવી જાય છે.અરે....બહેન આ હોસ્પિટલ છે બીજા પણ દર્દીઓ છે એમને ખલેલ પહોંચી રહી છે,ધીરજથી કામ લો જરા... બેન શાંતિ બનાવી રાખો અહીં... નથી આ તમારુ ઘર પ્રધ્યુમ્નને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો.3લાખ રુપિયા જમા કરો પછી જ ઓપરેશન શરૂ થશે,મનોહર ભાઈ એ સગાવ્હાલાને ફોન કર્યો,પરંતુ કોઈએ પણ મદદ કરવાની સીધી ના પાડી દીધી તો,કોઈએ બ્હાનુ કાઢ્યું.મનોહરભાઈ ભાંગી પડેલા,સુનંદાબહેન અને સિયા પપ્પાને હિંમત આપી રહ્યા હતા.સુનંદાબહેને પોતાના ઘરેણાં હતા એ આપ્યા,મનોહરભાઈએ બોસ પાસે ઉછીના માંગ્યા,પણ બોસમાં થોડી માણસાઈ હતી એટલે કામ બની ગયું,દાગીના વહેચી આવેલા થોડા ઉછીના પાછીના કરી ડોક્ટરને ચૂકવ્યા.ઓપરેશન શરૂ થયું,તેને બ્લડનુ ગ્રુપ ઓ નેગેટીવ હતું,જે મળવું બહુ મુશ્કેલ હોય છે,ડોક્ટરનું ફરમાન થયું કે"o- બ્લડ ન મળ્યું તો આ નહીં બચી શકે,આ બ્લડ બેન્કમાં આ ગ્રુપ નથી,એટલે હવે તમારા હાથમાં છે."
સુનંદાબહેનનું A ,મનોહર ભાઈનું B હતું,અને સિયાનુ o હતું.એટલે આ બહુ મુશ્કેલ હતું,પણ કહેવાય છે કે તમે દિલથી શોધો ભગવાન એ મળી જાય છે, પરંતુ બ્લડગ્રુપ શું વસ્તુ છે,બહુ ઉંડાણપુર્વક તપાસ ના અંતે કોઈ ગફુરભાઈ ઘાંચીનુ બ્લડગ્રુપ મળી ગયું,ગફુરભાઈએ દિલાસો આપતા કહ્યું"અરે....આપ્પા...ચિંતા કાહે કરતી હો...અલ્લા તાલ્લા...સબ ઠીક કરેગે...."બલ્ડ ડોનેટ કરવા ગયા.
બ્લડ આપ્યા બાદ ડોક્ટરે કહ્યું દર્દી હવે ખતરાની બહાર છે,દર્દીને આરામની જરૂર છે.તમે શાંતિ બનાવી રાખો પ્લીઝ..."

ગફુરભાઈ ઓપરેશન રૂમથી આવ્યા બાદ મનોહરભાઈ અને સુનંદાબહેન ગફુરભાઈને નતમસ્તક થઈ ગયા.

ગફુરભાઈ તેમને આ કરતાં અટકાવી હિંમત આપતાં કહે"અરે...આપ કો સુક્રિયા કરના હૈ તો જી માલિક કા કરો અલ્લાહ કા કરો.મેં ચલ દા મુઝે મેરે અબ્બુ કો દેખના હૈ,ભાઈ સાહબ અપને બેટે કા ખ્યાલ રખના અપ્પા ભાઈસાહબ ચલતા હુ જી...અપને બેટે કો સંભાલના...."
મનોહરભાઈ હાથ જોડી કહે"ભાઈ નારોલ આયે તબ મેરે ઘર જરૂર આના ભાભી બેગમ કે સાથ..."

ગફુરભાઈ"હાજી....આપ બી...."આટલું કહી પોતાના પિતા પાસે ગયા. મનોહરભાઈ ગફુરભાઈને એક નજરે જોઈ રહ્યા હતા. સુનંદાબહેન કહે"અરે...શું વાત છે?આમ જોવાનું શું કારણ...કંઈ નહીં ખાલી એમ જ વાત જવા દે....આપણા દિકરાને આપણી જરૂર હશે....તુ જા....સુનંદાબહેન દિકરા પાસે હતાં, સીયા મમ્મીને મદદ કરી રહી હતી.

હવાના ઝોકાની માફક આવ્યો અને ચાલ્યો ગયો,અહીં ન ધર્મ જોયો કે ન જાત જાન દિકરાની બચાવી આમ અચાનક ગયા.ધન્ય છો,ઈશ્વર... આપ...આટલું કહીને મનોહરભાઈ ઊંડા શ્વાસ લેતા હતા.

આ અજાણ્યો માણસ તેમના દિકરાનો જીવનદાતા હતો.આજે તે ભગવાન લાગી રહ્યો હતો.દિકરાની કાળજી રાખી રહ્યા હતા.તેને કોઈ તકલીફ ન પડે એ માટે સતત એની જોડે હતા, અમદાવાદનો નારોલ વિસ્તાર બહુ વસ્તી ગીચતાવાળો એરિયા હતો.એટલે ઘરને સુનુ રાખવું યોગ્ય ન હોવાથી સિયાને ઘરે મોકલવામાં આવી.સિયાએ મમ્મીની ગેરહાજરીમાં પણ ઘર સારી રીતે સાચવેલુ.મમ્મી સુનંદાબહેન ઘરને સ્વચ્છ જોઈ ખુશ થઈ ગયા.

પરંતુ એક માં ને નિ:સંતાન કરતાં ઈશ્વરને પણ દયા આવી હોય એવું બની શકે.
ભાઈ પ્રધ્યુમ્નને બે દિવસ પછી રજા અપાઈ મમ્મી સુનંદાબહેન દિકરો મોતના મુખેથી પાછો આવ્યો જોઈ તેમનાથી નિરાંતના ઉંડા શ્વાસ લેવાતા હતાં.

સુનંદાબહેન અને મનોહર ભાઈ પ્રધ્યુમ્નને સાથે લઈ ઘરે આવ્યા એટલે સિયાએ જમવાનું તૈયાર રાખેલું તેઓ મનોમન તેમની દિકરીને જોઈ ગર્વ અનુભવી રહ્યા હતા.

પ્રધ્યુમ્નને ઘરે રજા આપી એટલે મહેમાનનો મેળાવડો ચાલુ,કોઈ રાત રહે તો કોઈ જમીને જે વ્યવહાર કરવાનો હોય તે કરીને ઘરે જાય.સુનંદાબહેન મહેમાનની આગતા સ્વાગતા કરવામાં લાગી જતા,સિયાને પેઈન્ટિંગનો ખુબ શોખ હતો નવરાશની પળે તે પોતાના શોખને પુરો કરતી.સિયા આજ પણ એજ કરી રહી હતી.

કોઈક કે તો ડાહાપણ ડોળતા કહ્યુ "બેન....તમારી દિકરી કેમ દેખાતી નથી, ભાઈની આ હાલત છે અને એ પીછડા ફેરવી રહી છે,શરમ હયા વેચી મારી છે કે શું....?આમ ને આમ દિકરી બાબતે તમારુ ધ્યાન જો ભટક્યુ તો તમારી દિકરી હાથમાંથી જશે.....!!એટલે અમારી વાતનું પણ.....

સુનંદાબહેને અટ્ટહાસ્ય સાથે કહ્યું"બહેન ખુબ આપનો ખુબ આભાર મને ચેતવવા માટે
પણ એવો દિવસ ક્યારેય નહીં આવે મારી દિકરી,પોતાના ઘરનું જોવો તો સારું છે,બાય....તમે હવે જઈ શકો છો..."
એકબેન તો મનમાં જ બબડાટ કાઢતા કહે"આપણે વળી આને ચેતવવા આવ્યા અને આતો આપણને જ ચોટે છે,આને બહુ અભિમાન આવી ગયુ છે,એકવાર આના બાળકો જ આનું અભિમાન ઉતારશે તો આને ભાન પડશે..."

મનોહરભાઈને મેડીકલ સ્ટોર હતો.આ રોજિંદાક્રમ હતો.દુકાન જઈ પોતાના કામે લાગી ગયા આમને આમ બે મહિના વિતી ગયા.

પ્રધ્યુમ્નની તબિયતમાં ધીરે ધીરે સુધાર આવી રહ્યો હતો.સુનંદાબહેને રાખેલી બાધા ફળી.એનો મનોમન આનંદ અનુભવી રહ્યા હતા.

જે દિવસની પ્રતિક્ષા હતી કે 10નું રિઝલ્ટ,એ કાલે પડવાનું હતું સિયા ટેન્શનમાં સુતી નહીં.પણ પ્રધ્યુમ્નની આંખ ક્યારે સુઈ ગયો,એની ખબર જ ન રહી.

સવારનો સમય હતો,જે સમયની રાહ જોઈ હતી,તે ઘડી નજીક હતી.

વધુ માં હવે આગળ....

(સિયા અને પ્રધ્યુમ્નનું શું પરિણામ આવશે,પરિણામથી બંન્ને ભાઈ બહેનના સંબંધ પર કેવી અસર થશે,?આ પરિણામ ખુશીનો વરસાદ લાવશે કે ગમગીની લાવશે,મનોહરભાઈ અને સુનંદાબહેનની શું પ્રતિક્રિયા હશે?મનોહરભાઈ ગુસ્સે થશે કે કેમ હવે મળીએ આવતા ભાગમાં સૌ તંદુરસ્ત રહો મસ્ત રહો...

ટાટા બાય બાય.....)