બેશર્મ ઈશ્ક - ભાગ 3 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેશર્મ ઈશ્ક - ભાગ 3

બેશર્મ ઈશ્ક ભાગ:3

આપણે જોઈ ગયા કે પ્રધ્યુમ્નની તબિયતમાં ધીરે ધીરે સુધાર આવે છે,ધોરણ 10નું પરિણામ પણ આવે છે,સિયા ચિંતામાં સુતી નથી ને અહીં વિપરીત પરિસ્થિતિ પ્રધ્યુમ્નની છે,આંખ ખૂલતી નથી,હવે આવશે આતુરતાનો અંત પરિણામ શું આવ્યું દસમા ધોરણનુ તે હવે જોઈએ....

હવે....આગળ....

સવારનો સમય હતો નેટ બહુ ફાસ્ટ હતું તો સૌ પોતાની આખાય વર્ષના ફળની આતુરતા પુર્વક રાહ જોઈ રહેલા, એમાંના પ્રધ્યુમ્ન અને સિયા પણ હતા.સૌ પહેલાં સિયાનુ પરિણામ જોવાની ઘરમાં ઈચ્છા હતી.સિયા અમદાવાદ જીલ્લામાં પ્રથમ આવી ઘરમાં આનંદનો માહોલ છવાઈ ગયો. મનોહરભાઈએ આખાય મહોલ્લામાં પેડા વહેચવા બોક્સ લાવ્યા પણ પ્રધ્યુમ્ન નું પરિણામ પણ જોવાની ઈચ્છા હતી...પ્રધ્યુમ્ન પણ સારા એવા ટકા લાવેલો એ જીલ્લામાં પ્રથમ નોહતો આવ્યો,પણ ટકા સારા હતા એટલે ઘરમાં આનંદમય વાતાવરણ હતું.

મનોહરભાઈની આંખો હરખના આંસુથી ભરાઈ ગઈ તેમના માટે રજુઆત કરવા શબ્દો નો'હતા,પણ હિંમત એકઠી કરી, આશીર્વાદ આપતાં કહે" આજે મને તમારા ઉપર ગર્વ છે.બેટા આમ જ તમે બેઉ પ્રગતિ કરતાં રહો,અને હા અમે તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે,તો અમારા વિશ્વાસને એ વિશ્વાસ તૂટવો ન જોઈએ.એ બેટા તમારા બેઉ પર લાગુ પડે છે પણ સિયા દિકરા તારા ઉપર ખાસ..."

સિયા હુકારો ભરતાં "હા કહે...."

બીજા દિવસે 11માં ધોરણના ફોર્મ ભરવા જવાનું હતું,બેટા સિયા તારે શું કરવું છે,મનોહરભાઈએ પૂછ્યું,સિયાનુ રિઝલ્ટ પ્રધ્યુમ્ન કરતાં સારુ હતું એટલે એજ્યુકેટેડ સગાં સબંધીએ સિયાને મેડીકલ લાઈનમાં મુકવાની વાત કરી,પરંતુ મનોહરભાઈ પાસે એટલી આવક તો નોહતી,કે દિકરીને સાયન્સ લેવડાવી શકે,ટ્યુશનની ફી ભરી શકે,સગા વ્હાલા એ કહ્યું ભાઈ પૈસાની ચિંતા ન કરશો અમે ટેકો કરશું,મનોહરભાઈ પ્રેમથી પુછે "બેટા સિયા શું કરવું છે તારે" સિયા અચકાતા કહે પપ્પા મારી ઈચ્છા છે કે"મારે ડોક્ટર બની ગરીબની સેવા કરવી છે, આ મેં સપનું જોયું છે, સુનંદાબહેન દિકરીનો આ વિચાર સાંભળી ખુશ થઈ જાય છે,દિકરીના આ નિર્ણયને સૌ ખુશીઓથી વધાવી લે છે, સાયન્સમાં બી ગ્રુપ રાખે છે.મનોહરભાઈ સગાં સંબંધી ઓ સામે હાથ જોડી ધન્યવાદ કરે છે,પછી પ્રધ્યુમ્નને પૂછવામાં આવે છે,બેટા તારે"મારે પપ્પા સાઈન્ટીસ્ટ બનવું છે,તો હું પણ સાયન્સ લાઈન લેવાની ઇચ્છા છે.બેઉ ભાઈ બહેનનો અભ્યાસ શરૂ થઈ ગયો.

બંન્ને ભાઈ બહેનની સ્કુલ તો એક પણ ક્લાસરૂમ અને ફિલ્ડ અલગ બંન્ને ભાઈ બહેન પ્રેમથી સાથે જતાં હતાં.મનોહરભાઈ અને સુનંદાબહેન દિકરા અને દિકરીનો આવો સંપને સહકાર જોઈ મનોમન ખુશી અનુભવી રહ્યા હતા.

સિયાને મંજીલની પહેલી સીડી મળી ગઈ હતી તો ખુશીઓનો પાર નો'હતો,એ મન લગાવી ભણશે એવો મનોમન નિર્ણય કર્યો.તે મહેનત ધો.11ની પરિક્ષામાં દેખાઈ
પહેલી પરિક્ષાનું પરિણામ આવ્યું તો સિયા આખીય સ્કૂલમાં ટોપર હતી તો શિક્ષકોને એના માટે ગર્વ થવા લાગ્યો.સૌ શિક્ષકો તેના ઉપર ખુબ ધ્યાન આપતાં, સિયાના મિત્રો પણ એટલા મહેનતી અને સંસ્કારી હતા એટલે સિયા અને તે લોકો વચ્ચે પોતાની જાતને વધુ ને વધુ ખીલવતી રહી,એને શિક્ષકો તરફથી પણ પ્રોત્સાહન મળતું હતું.

પ્રધ્યુમ્નના પરિણામ પર પણ ઝાઝી અસર નો'હતી પડી.બંન્નેની ગાડી ટોપગેરમાં ચાલી રહી હતી.
આમને આમ 12 ધોરણ પણ પુરુ થયેલું સિયા આખાય રાજ્યમાં પ્રથમ આવી.તે નીટની તૈયારી કરી રહી હતી.પ્રધ્યુમ્ન પણ 12માં આખીય સ્કૂલમાં પ્રથમ આવ્યો હતો,પરંતુ એ રંગીન મિજાજી યુવાન આખાય અમદાવાદથી પોળો ને ગલીઓ સાથે મિત્રતા કરી મુક્ત મને વિહરતો હતો.તેની ગલીઓ સાથે ગજબની મિત્રતા થઈ ગઈ.મનોહરભાઈએ પણ હવે દિકરા ઉપર હવે કડકાઈ રાખવાનું છોડી દીધું.સિયાની નીટની પરિક્ષા હતી તો સુનંદાબહેને મોં મીઠું કરાવી તેને મોકલી, સખ્ખત મહેનત આત્મવિશ્વાસના બળથી સિયાએ પેપર આપ્યું,પેપર પણ સરસ ગયું,પરિણામ ની રાહ હતી.

અઠવાડિયું આમ જ વિતી ગયું જેની ઉત્સુકતા થી રાહ જોવાતી હતી તે. હતું સિયાનુ નીટનુ પરિણામ
પરિણામ આવ્યું.720
માંથી 705આવેલા ચહેરા ઉપર થોડી માયુસી હતી,મનોહરભાઈ,પ્રણય અને સુનંદાબહેન અને મૂડમાં લાવવા પ્રયાસ કરી રહ્યા હતા.

"બેટા,સિયા જે આવ્યા એ સરસ છે,તને ખબર છે ,દિકરા હું એટલો બધો ખુશ છું કે કહેવા માટે શબ્દો નથી.તારું જે પરિણામ આવ્યું એ ખુબ સરસ આવ્યું છે,તારી ટકાવારી નીચે ન જાય એનું ધ્યાન રાખજે ચાલ રડ નહીં.... બેટા આપણા માટે ખુશીનો દિવસ છે."આટલું કહીને મનોહરભાઈની આંખો ખુશીઓના આંસુઓથી છલકાઈ રહી હતી.બહેનની અચીવમેન્ટ જોઈ પ્રધ્યુમ્નની ખુશી સમાઈ નો'હતી.સમાતી,તેને હોટલમાંથી જમવાનું અને આઈસ્ક્રીમ લાવી સૌ સભ્યોએ પાર્ટી કરી,સૌએ સિયાને શુભેચ્છાઓ પાઠવી.ઘરમાં આટલી ખુશી ક્યારેય નોહતી જોઈ.જેટલી આજે વર્તાઈ રહી હતી.સુનંદાબહેને દિકરી સિયા અને પ્રધ્યુમ્નની નજર ઉતારી.આજે સૌ ખુશ હતાં,બે ત્રણ દિવસ પછી જોવાનું એ હતું કે નીટનુ મેરિટ ક્યાં અટકે છે.તે મુંઝવણ હતી?

આ યાદગાર દિવસ સૌને મન યાદ રહેશે.આ દિવસને વાગોળી સૌ પરિવારજનો સુઈ ગયા.સવાર પડી નવી સવાર ઉગતી આશા સાથે ઉગી.

મહિનો વિતી ગયો.પછી ભરેલ ફોર્મ મુજબ મેરિટ લિસ્ટ બહાર પડ્યું,ત્યારે સિયાને વડોદરાની ગવર્મેન્ટ એમ.બી.બી.એસ. કોલેજમાં એડમિશન મળેલું, મનોહરભાઈની ઈચ્છા નો'હતી,દિકરીને પોતાનાથી દુર કરવાની.અમદાવાદમાં કોલેજની કોઈ જ સીટ ખાલી ન હોવાથી તેને વડોદરા સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો.

સિયાને હોસ્ટેલમાં જવાનું હોવાથી મનોહર ભાઈ,પ્રધ્યુમ્ન સુનંદાબહેન સૌ પરિવારના સભ્યો ઉદાસ હતા.પરંતુ સિયાના ભવિષ્યનો સવાલ હતો,એટલે સૌએ દિલ પર પથ્થર રાખીને પણ આ કરવું પડ્યું હતું.સિયાને હોસ્ટેલમાં જવાનું હતું તો સુનંદાબહેન સિયા માટે નાસ્તો બનાવી રહ્યા હતા.

સુનંદાબહેન પ્રેમથી દિકરીને કહે"જોજે દિકરા કંઈ રહી જ જાય શાંતિથી ઠંડા મગજે સામાન ભરજે,દિકરા...તુ ચાલ થોડીવાર આરામ કર હું, તારો સામાન ભરુ.તારો નાસ્તો પણ ડબ્બામાં ભરાઈ ગયો છે.તુ સંભાળી બેગમાં ભરજે દિકરા નહીં તો કપડાને ચોપડા ગંદા કરશે...માટે તુ સંભાળજે નારોલથી વડોદરા કંઈ બે ડગલાં જેટલું થોડું છે!"

જમવાનો સમય થયો છે,ચાલ તુ જમી લે દિકરા,આમ પણ સામાનમાં હજી ઘણી ગોઠવણી બાકી છે."સિયા મમ્મીની વાતનો પ્રત્યુત્તર આપતાં કહે"હા મમ્મી...આ સામાન ભરતા ભરતા બા યાદ આવી ગયાં.હજી એમ થાય કે આ ખુટે છે આ ખુટે છે.ઓફ્ફ....પુરુ થવાનું નામ જ નથી લેતું."વધુમાં હવે આગળ....

(સિયાની હોસ્ટેલ કેવી હશે,તેની કોલેજ કેવી હશે? બધાય મિત્રો કેવા હશે?સિયા શું તેમના રંગે રંગાઈ જાશે અને જો રંગાઈ પણ જશે તો ક્યારેય?મનમાં રહેલા સવાલોના જવાબ બેશર્મ ઈશ્ક ભાગ:4માં મળશે...ત્યાં સુધી તંદુરસ્ત રહો મસ્ત રહો ટાટા બાય બાય....")