બેશર્મ ઈશ્ક - ભાગ 5 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેશર્મ ઈશ્ક - ભાગ 5

બેશર્મ ઈશ્ક ભાગ:5

(આપણે આગળ જોઈ ગયાં કે મમ્મી પપ્પા સિયાને હોસ્ટેલમાં મુકવા ગયાં, સિયાને ખુબ શિખામણ ઘરે ગયાં સિયાને વોર્ડન મેડમે રુમ આપ્યો,સિયાની રુમ પાર્ટનર સારી હતી,કોલેજના મિત્રો સારા હતાં, સિયાના પપ્પાને સિયાની છોકરા સાથેની દોસ્તી ખટકતી હતી.પરંતુ પપ્પા ને આ બાબતે સમજાવતા સમજાવતા પ્રધ્યુમ્ન અને પપ્પા વચ્ચે બબાલ થઈ ગઈ.બાપ દિકરા વચ્ચે એક દિવાલ થઈ ગયેલી મનોહરભાઈ સમાજની દ્રષ્ટિએ દિકરો માની તમામ ફરજો અદા કરતાં પરંતુ આ સંબંધમાં લાગણીને કોઇ સ્થાન નો'હતુ,દિવસો વિતતા ગયા,સિયાની કોલેજમાં ક્લાસમેટ પણ સારા હતા સિયા ટોપર હતી,પ્રોફેસરની નજરમાં તેનું સ્થાન ઘણું સારું હતું,એક સેમ પુરુ થયું,સિયાની કોલેજમાં સિનિયરો તરફથી જુનિયરોનુ શોષણ થતું હતું.સિયાથી એની સિનિયર હેત્વીની ગિફ્ટ તુટી ગઈ,સિયાએ માફી માંગી,
પરંતુ સમાધાન થવાની જગ્યાએ સિનિયર હેત્વી અને તેના ગ્રુપ દ્વારા તેને બેલ્ટ વડે મારવામાં આવી,તેના ક્લાસમેટે પણ તેને મદદ કરવાના બહુ પ્રયત્ન કર્યા, પરંતુ વ્યર્થ.
સિયા શોષણનો શિકાર બની સિયા અને તેના ક્લાસમેટ'સનું આગળનું કદમ શું હશે...એ જોઈએ)
*******************
હવે આગળ....
સિયાને છોડાવવામાં તેઓ લાગી ગયેલા,સિયાની આવી હાલત જોઈ નોહતી જોવાતી.સિયા માટે સૌએ રિક્વેસ્ટ કરી સિયાને બચાવવા માટે પણ સિનિયર'સ કોઈ સાંભળવાના મૂડમાં પણ નોહતા.

નશામાં ચુર હાલતે એક બોલ્યો"તમે ઈચ્છો છો કે આને છોડી દઈએ અમે...."અમે છોડી જ દેશું પણ એક શરત અમે જે કહીએ એ તમારે કરવું પડશે અમારી બધી જ વાત માનવી પડશે,કોલેજનુ તમામ હોમવર્ક અસાઈનમેન્ટ તમારે કરી આપવું પડશે તે વારો નિકાળો આ કામ માટે કે એકલાં કરો,એ તમારા ઉપર નિર્ભર કરે છે."

વધુમાં કહે:"અમારી વાત ન માનવાનું પરિણામ જોઈ શકો છો...આ યાદીમાં તમે પણ હોઇ શકો છો...

સિયાના ક્લાસમિત્રો સિનિયરની વાતોમાં હા....મી ભરી રહ્યા હતા,પરંતુ સિયા ના પાડતી હતી.તેમને અહીંથી ચાલ્યા જવા માટે સતત વિનવી રહી હતી,સિયા સૌને મિત્રતાની કસમ આપતાં કહે"તમને આપણી દોસ્તીના કસમ...જો તમે અહીં રોકાયા તો....તમે જાવ અહિંયાથી....

હેત્વી કહે "ઓ...હો...આજે તો અભિ ફ્રેન્ડશીપ ડે છે કે શું મિત્રતાની કસમોને વાયદાઓ અપાય છે...સિનિયર અભી કહે,"આપણે સૌ ભેગા થઈ આજે આ દિવસ આપણે ઉજવાવીએ આ લોકોને તો કેવુ રહે...."

અભિને જાહેરાત કરતાં કહ્યું:દિલને સંભાળી બેસો
હેત્વી ઉત્સાહિત થઈ કહે:"અરે...આમને મુશ્કેલી જોઈએ તો તમારો પણ વારો છે,આ સિયા..ડી...પછી....તૈયારી.રાખજો..."

સિનિયર અભી કહે,"
અને જો કદાચ આજે ફ્રેન્ડશીપ ડે હોય તો આપણે સૌ ભેગા થઈ આજે આ દિવસ આપણે ઉજવાવીએ આ લોકોને તો કેવુ રહે...."ગ્રુપના સભ્યો બોલ્યા કે હા...કેમ નહીં...

"તો કોઈક ડોઢ ડાહ્યુ કહે,આપણે આમનો આ દિવસ યાદગાર બનાવવા થોડી તો મહેનત કરવી જ રહી."આપણી પણ ફરજ આવે છે."
આ છોકરીએ તો હદ કરી નાંખી મેનર જેવી વસ્તુ જ નથી,સિનિયર જોડે કેવી રીતે વર્તાય એનો ભાન નથી આને....ને વાતો મોટી મોટી કરે છે:
સિયા સિનિયરને કહે,દીદી તમે આ જે કરી રહ્યા છો એ ખોટું છે,તમારે આ ભોગવવું જ પડશે અહીં...
હેત્વી....ગુસ્સામાં કહે"એ...ય.....ચોરી ઉપર સે સીના ચોરી....ધમકી કોને બતાવે છે, જે થાય એ કરી લે જા....પહેલા ભુલ કરવાની ને પછી વરસવાનું....."આ તો કંઈ રીત છે આવું શીખી ને આવ્યા ઘરમાંથી....???"
સિયાએ વિનંતી સાથે કહ્યું.દીદી નહીં કરો....પ્લીઝ...તમને અમને હેરાન કરી શું મળશે...કોલેજમાં જો સરને ખબર પડી તો તમારુ જ ભવિષ્ય બગડશે..."

હેત્વી....વિચારવાનો ડોળ કરતી હોય તેમ કહે...કોલેજ પ્રિન્સીપાલને કોણ કહેશે તમે કહેશો તો ખબર પડશે....જો કોઈએ મોઢું ખોલ્યું છે તો એની ખેર નહીં....."આજે સિયા છે તો કાલ તમે પણ હશો....એનું ધ્યાન રાખજો.

હેત્વીને એના ગ્રુપે પુછ્યું કે હેત્વી શું રમત છે,આમ જુનિયરની ક્લાસ લેવાનું કામ તારી એકલીનું છે,આજસુધી આપણે સૌએ સાથે મળી કર્યું છે, તો આજ એકલા શું કામ??"અમે તને મદદ કરીએ તુ ચાહે તો...
હેત્વી આવકારતા કહે "આવો....સ્વાગત છે"વધુમાં
હેત્વી અટ્ટહાસ્ય સાથે કહે"આ સિયાએ મારી વસ્તુને મારી મરજીવગર મારી વસ્તુ ને હાથ લગાયો ત્યાં સુધી ઠીક છે,તેને તોડી નાંખી નજર નીચી રાખી માફી તો માંગી પણ મને ડબલ પૈસા ન આપી નથી શકતી,છતાંય આ છોકરીના તેવર તો જોવો,આ છોકરી પાછી એના ક્લાસરુમના મિત્રો ને પણ આપણાં વિરુદ્ધ કરે છે આનું શું કરીએ...હેત્વી એના ગ્રુપ મેમ્બર્સને પુછે છે?ત્યારે કોઈ ડાહ્યુ કહે ના આપે શું કરવાનું હોય આપણે શું કરતાં સૌ મળીને એ...હેત્વી ઉત્સુકતાથી કહે શું કરવાનું ગાઈ'ઝ..."સિયાને હેત્વીએ
બેલ્ટ વડે મારી એટલામાં તો મન ન ભરાયુ તો જબરજસ્તી યૂરિન પીવડાવ્યુ.સિયાએ બહુ પ્રયત્ન કર્યા,સિયા પણ હાર માને તેવી વ્યક્તિ નો હતી.સિયાની એકધારી નજર જોઈ હેત્વી તેને સણસણતો તમાચો મારી કહે"નજર નીચે....હાથ જોડેલા...સિયાએ પર કોઈ જ અસર ન પડી...આ વાત ની "સિયાના વાળને હેત્વી કસીને ખેંચતા કહે;

"એ...છોકરી....તારામાં હજી જોર ગયું નથી,તારુ જોર મારે ઉતારવું પડશે."

મારો સૌ ભેગા મળી આ રહ્યો બેલ્ટ તમે પણ જોડાઈ જાવ....સિયાને તેના સહપાઠીની હાજરીમાં તેને બે રહેમીથી ફટકારવા માં આવી,સિયાના મોઢામાં થી અવાજ પણ નોહતો નિકળતો,કારણ કે રડી રડી ને તેનાં આંસુ પણ સુકાઈ ગયેલા તે હવે રિઢી લાશ બની રહી ગયેલી.

સિયાના સૌ મિત્રો નજરો ઝુકાવી આ દ્રશ્ય કરુણરીતે જોઈ રહેલા,સિયાની છોકરી મિત્રો રડવા લાગી હાલત જોઈ મૌન હતી,સિયાની છોકરી ફ્રેન્ડ તો ડરવા લાગી.....તો કોઈક તો ચીસાચીસ પાડવા લાગી,ગભરાઈ હવે શું થશે એનો ભય મંડરાતો હતો.
અમૂક છોકરાઓની નજર શરમથી ઝુકી ગયેલી,સિયા દર્દમાં કડસતી રહી પોતાની જાતને છોડાવવા ખુબ પ્રયત્ન કર્યો.પણ વ્યર્થ,તેના મિત્રો પણ હાથ જોડી રહેલા,કેમકે સિનિયરોની ધાકે તેમને ડરાવી રાખેલા.ડરની તલવાર માંથે લટકતી હતી.સૌ અવાક બની આ જોઈ રહેલા પણ સિયાના ક્લાસમેટમાં ,
અમુકમિત્રો,સજાગ પણ હતાં,સિયાના ક્લાસરુમના બે રિષભ અને રિયાને નક્કી કે એ સિનિયરની અસલિયત કોલેજના પ્રિન્સિપાલ અને પુરી દુનિયાને બતાવવા માંગતા હતા અને તે કામ કોઈપણ હિસાબે કરીને જ રહેશે.

રિષભ અને રિયાન નામના બે મિત્રોએ લાઈવ ચાલુ કરી...અને કોપી
ફોનમાં સંભાળી રાખી પ્રુફ જે પ્રુફ માટે રજૂ કરી શકાય...
અભિ ગુસ્સામાં કહે"આપણા જુનિયરો આપણા હાથમાંથી નિકળતા જાય છે.હવે એને આપણી દાબમાં રાખવા જ પડશે...

હેત્વીના ગ્રુપના એક સભ્યની આ ફોનવાળા બે છોકરાઓ પર નજર પડી ગઈ:અભિ અને એનું ગ્રુપ રિયાન અને રિષભને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડે એ પહેલાં કોલેજના પ્રિન્સીપાલ ટીચર્સ સાથે ત્યાં આવી ગયા.

વધુમાં હવે આગળ...

(સિયા તેના સિનિયર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશે કે કેમ?કોલજના પ્રિન્સીપાલ આ નસેડી ગ્રુપ વિરુદ્ધ શું કાર્યવાહી કરશે?અને કાર્યવાહી કરશે તો પણ હેત્વી,અભિ અને સિનિયર ગ્રુપને પોતાની ભુલનો અહેસાસ થશે...તેઓ જુનિયરની માફી માગસે તો પણ સિયા તેમને માફ કરશે કે
કેમ....

મનમાં રહેલા સવાલોને....ના જવાબ તમને બેશર્મ ઈશ્ક ભાગ:6 આપીશ ત્યાં સુધી મસ્ત રહો....સૌ મળીએ હવે ઉત્સાહ સાથે..... બાય....બાય.....