બેશર્મ ઈશ્ક - ભાગ 9 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

બેશર્મ ઈશ્ક - ભાગ 9

બેશર્મ ઈશ્ક ભાગ:9

(આપણે આગળ જોયું કે સિયા વડોદરા જાય છે,સૌ મિત્રો શ્રીમતી કમળા બા કોલેજને સીલ વાગી જવાથી સૌ મિત્રોએ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં એડમિશન લીધું,યુનિવર્સિટીમાં સીટ ભરાઈ જવાથી અમુક મિત્રોએ યુનિવર્સિટી સાથે જોડાયેલી સેમી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લીધું,શરૂઆતમાં સૌ મિત્રોને તકલીફ પડી હોય છે,એકબીજાથી અલગ થવાનું દુઃખ દિલમાં હોય છે પરંતુ જીવનમાં આગળ વધવા મોહમાયા છોડવી પડે છે.
પણ દોસ્તી એમને એમ અકબંધ, સિયાએ ભણવાની સાથે જોબ કરવાની શરૂ કરી.તેના પિતાને આર્થિક રાહત થઈ, પ્રધ્યુમ્નનું પણ એમ.એસ.સી.વીથ માઈક્રોબાયોલોજી પુરુ થયુ,એટલે કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ શરૂ કરી,પી.એચ.ડી.માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની હોવાથી તેને જોબ સાથે નીટ એક્ઝામની તૈયારી શરૂ કરી.ચાર વર્ષ પુરા થઈ જાય છે,ઈન્ટર્નશીપ ચાલતી હોય છે,સિયા અને રિયાન તેમની મિત્રતાને ચોક્કસ નામ આપવા ઈચ્છે છે,...તે માટે બેઉ તૈયાર થાય છે,તેનું પ્લાનિંગ તેના મિત્રો દ્વારા કરવામાં આવે છે.
હિંમત નથી હોતી પણ મનને મજબૂત કરી કહે છે...અહીં પ્રધ્યુમ્ન અને શ્રેયાના પણ એજ હાલ હોય છે,સિયાના જીવનમાં અચાનક રિયાનનુ આવવુને પ્રધ્યુમ્નના જીવનમાં શ્રેયાનુ આવવું તે કેવું સાબિત થાય છે....)

હવે આગળ.....




સિયા અને રિયાન"Cafe Bistro"માં મળે છે,સિયા નેવી બ્લુ અલ્ટર્નેક ગાઉનમાં પરી લાગી રહી હતી,ચહેરા પર કરેલ લાઈટ મેકઅપ,ગાઉનને સૂટ થાય તેવી વાઈટ અને નેવી બ્લુ જ્વેલરી,ખુલ્લા હવામાં લહેરાતા વાળ જાંબલી લિપ્સ્ટીક જે તેના હોઠની સુંદરતા વધારી રહી હતી,
શરીર પર લગાવેલ પર્ફ્યુમની મંદ મંદ સુગંધ રિયાનને આકર્ષિત કરી રહી હતી.રિયાન સિયાને આંખ પલકારો કર્યા વગર એકીટશે જોઈ જ રહ્યો.રિયાને પણ નેવી બ્લુ શર્ટ પહેરેલો અને બ્લેક ફોર્મલ પેન્ટ જે તેને હેન્ડસમ લગાડી રહ્યુ હતું.
ડી.ઓ.પરફ્યુમની સુગંધ જે સિયાને તેની તરફ ખેંચી રહ્યું હતું.એકબીજાને એકલા જોઈ મનમાં થોડી ગભરાટ લાગી રહી હતી. સાથે સાથે એકબીજા મનમાં એકબીજાને મનમાં ડર હોય છે,મનની વાત જો ખુલ્લી ને કરી તો, એકબીજાને ખોઈ ન બેસીએ.

ત્યાં વેટર આવ્યો હળવા સ્મિત સાથે પુછ્યું"સર શું ઓર્ડર કરશો....?
રિયાને વાતની શરૂઆત કરતા કહ્યું"એ...ય....સિયા શું ઓર્ડર કરીએ....સિયા...મારી કોલ્ડ કોફી....રિયાને પોતાની માટે ચોકલેટ શેક ઓર્ડર કર્યો.

વેટરે જવાબમાં "ઓકે ડન"
આટલુ કહી તે કામે વળી ગયો...

વેટરે જવાબમાં "ઓકે ડન"
આટલુ કહી તે કામે વળી ગયો

થોડીવારમાં વેટર ઓર્ડર પ્રમાણે કોલ્ડ કોફી અને ચોકલેટ શેક લઈ આવ્યો.બેઉ નજરથી નજર મેળવી ડેઝર્ટને પીધા પછી. છેલ્લે વેઈટર બીલ લઈ આવ્યો.છેલ્લે બીલ ભરવાની વાત આવી ત્યારે રિયાનની ઇચ્છા હતી કે સિયાનુ બિલ ભરે તો સિયાની ઈચ્છા હતી કે રિયાનનુ બિલ ભરે,એ રિયાન અને સિયા વચ્ચે મીઠી નોકઝોક થઈ ગયેલી,છેલ્લે બેઉને સમાધાનને અંતે પોતપોતાનુ બીલ ભરી ગાર્ડનમાં બેઠેલા.
મનની વાત કહેતા બંન્ને ને ગભરાટ અનુભવાતી હતી,પરંતુ હિંમત તો કરવાની જ હતી,કેમ કે આ જીવનનો સવાલ હતો.વાતની પહેલ રિયાન કરે એ પહેલા જ સિયાએ ગભરાટ સાથે રિયાનને આલિંગન આપી"આઈ.લવ.યુ "કહ્યુ.(રિયાનને આ કંઈ સપનાંથી ઓછું નોહતુ લાગી રહ્યું.)રિયાન કહી કહેવા જાય એ પહેલાં જ સિયા કહે મારી વાત ચાલુ છે...બધાં મિત્રો પાસે જાણવા મળ્યું કે મારી સાથે જે પેલા દિવસે રેગિગ થયુ,એમાં સૌ કોઈ સિનિયરથી ડરેલુ હતું કોઈ બોલી શકે તેવી હાલમાં નોહતુ ત્યારે તે અને રિષભે મારા માટે આગળ આવ્યા હતા, આ વિડિયો એટલો વાયરલ થઈ ગયો કે કમળા બા કોલેજને સીલ લાગી ગયો.તારી અને રિષભની હું ખુબ આભારી છું તમે બંન્ને એ મને ન્યાય અપાવવા આખા ક્લાસને તૈયાર કર્યો ગવાહી આપવા મારાથી કંઈ જ છુપુ નથી.ત્યારથી મને તારી જોડે દોસ્તી કરવાની ઈચ્છા હતી."

રિયાનથી કહેવાયા વગર ન રહેવાયુ...."તો રાહ કોની જોતી હતી....😄?

સિયા પોતાની વાત આગળ વધારતા કહે...."હું કંઈ કહુ સમજું એ પહેલાં જ મારી સાથે હ્રદય વિહારક બનાવ બનાવ બનેલો.જે મારી આંખ સામે આ દ્રશ્ય આવતાં દિલ મારું બેસી જાય છે,તુ અને રિષભ મારી મદદ માટે આગળ ન આવ્યા હોત તો..."આટલું કહીને સિયાથી રડાઈ ગયું...

વધુમાં સિયા કહે..."પપ્પા મને અહીં આવવા દેવાની જ ના પાડતા હતા,બહુ મુશ્કેલથી મનાવ્યા હતા...મનથી તમને ખોઈ બેસવાના ભયે મને ભયભીત કરી નાંખેલી.સૌ મિત્રો થી અલગ થવું મને પણ નોહતુ ગમતું."

રિયાને થોડા ગુસ્સામાં કહ્યું..."બસ...સિયુ.... આજના ખુશનુમા દિવસે આવી વાત નહીં કર.... પ્લીઝ કોની તાકાત છે,ચટ્ટાન હોય કે તોફાન કે પછી યમ પણ કેમ ન હોય પહેલાં મારાથી ઉપરથી પસાર થવું પડશે..."

સિયા થોડી ઈમોશનલ થઈ ગયેલી,રિયાન આ બધું સિયાની આંખમાં આંખ પરોવી સાંભળી રહ્યો હતો.સિયાના એક એક શબ્દ તેને નિ:શબ્દ થવા માટે પ્રેરી રહ્યા હતા.તે પોતાના મોઢે પોતાના વખાણ કરે તેવો છોકરો નો'હતો☺️😁.

"અરે....મારા બ્રેવો સ્વીટ હાર્ટ...તો પછી મનની વાત કહેતા આટલી બધી ખચકાટ કેમ...મને એ નથી સમજાતું...આટલું કહીને સિયા નજર ઝુકાવી મંદ મંદ હસી રહી હતી.

"સિયા તું બોલ નહીં તો સારુ છે,તારામાં આમ અચાનક હિંમત કેવી રીતે આવી ગઈ મને એ નથી સમજાતું...."આટલું કહી રિયાને એની મજાક કરી....

મને તારો સાથ ગમે છે તારી જોડે આખુ જીવન વિતાવવુ છે,તારી દરેક ખુશી અને દુઃખની ભાગીદાર બનવું છે શું તુ મને તારા જીવનમાં એડમિશન આપે..."સિયા વિનંતી સાથે બોલી રહી હતી.
રિયાનથી પોતાની જાત પર કંટ્રોલ ન રહ્યો તેનાથી હસાઈ ગયું,સિયા તારી કોલ્ડ કોફીમાં તો કંઈ નોહતુ મેળવ્યું ને!હું હમણા જ વેટરને પુછું.....
રિયાન મજાક નથી કરતી થોડો સિરિયસ થા...

રિયાન કંઈ પણ થાય આપણો સાથ આજીવન રહેશે,પણ મારા મમ્મી પપ્પા માનશે એ મોટો પ્રશ્ન છે..."આટલું કહીને સિયા રડી રહી હતી.

રિયાન અચંબિત અવાજે કહે"નહીં માને...કેમ નહીં કેમ માને...નહીં માને તો મનાવવા પડશે,નહીં તો તાર વગર હું ગીરનારી બાવો બને...તારા સિવાય તમામ છોકરીઓ મારા માટે માં અને બહેન...."

"એ રિયુ....મારા પણ આજ હાલ છે...તાર વગર બીજા પુરુષ માટે વિચારવું પણ માર માટે પાપ છે,દરેક જન્મ મારે તારી સાથે વિતાવવા છે....તું અને તારો પરિવાર મને અપનાવશો...
"આટલું કહીને સિયાએ રિયાનના ગાલને ચુમ્યો..."

રિયાનની આંખો તો પહોળી જ રહી ગઈ આ જોઈ,કેમકે તેને સિયાનુ આવુ રૂપ પહેલી વાર જોયું હતુ.

ભય સાથે રિયાન કહે "તારા પપ્પા.... તારા પપ્પા... તો.....બાપા....પેલાં દિવસે જોયેલું

સિયા રિયાનનો કાન ખેંચતા કહે"😡ઓય....શું બોલ્યો મારા પપ્પા માટે....."

"આહ....સિયુ બહુ દુખે છે કાન છોડ મારો...."આટલું કહીને રિયાન થોડો અકડાયો.

"તારા પપ્પાને મેં ક્યાં ખરાબ કહ્યા છે એની જગ્યાએ મારા મમ્મી પપ્પા હોત તોય આ જ કરે...."આટલું કહીને રિયાને પોતાનો મત રજુ કર્યો.

"તો ઠીક રિયાન... નહીં તો હું તારી કિટ્ટી કરી ચાલી જાઈશ જો મારા પપ્પા માટે કંઈ એવો શબ્દ બોલ્યો છે તો...."આટલું કહીને સિયા પોતાની હોસ્ટેલ ચાલી ગઈ.

સિયા અને રિયાનનુ મળવાનું વધતુ ગયું,આ વાત ને બે વરસ થઈ ગયા,સિયા જોતજોતા,સત્તાવીસની થઈ ગઈ ખબર જ રહી.સિયા ભણીગણીને ડોક્ટર બની ગઈ,હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાનું હતું,સિયા ઈચ્છતી હતી કે આ શુભ મુહુર્ત એના પપ્પાના હાથે થાય.સિયાના પપ્પા દિકરીની પ્રગતિ જોઈ ગર્વ અનુભવી રહ્યા હતા,છાતી ગજગજ ફુલી રહી હતી.સમાજમાંથી સિયા માટે લગ્ન માટે કેટલાય માંગા આવવા લાગ્યા.સિયાનુ સ્ટેટ્સ જોઈને સૌ લઈ જવા તેને તૈયાર હતા,પરંતુ મનોહરભાઈએ છેલ્લો નિર્ણય સિયા પર છોડ્યો.

સિયાએ પોતાની વાત પપ્પા સામે કરતાં કહ્યું"પપ્પા હું તમને મારા આ હોસ્પિટલના ઉદ્ઘાટન નિમિત્તે હું તમને કોઈનો પરિચય કરાવવામાં ગુ છું,મારા આ સ્ટેટ્સના હકદાર જેટલા તમે છો એનાથી પણ વધારે એ છે.પણ ઓછા નથી મારા ઘડતરમાં તમારી ભૂમિકા રહેલી છે તો મને ઉડવા માટે સ્વતંત્રતા આમને આપી છે.મને અહીં સુધી પહોંચાડવા ફિલ્ટર કરી છે.જ્યાં જ્યાં મને તકલીફ પડી છે ત્યાં ત્યાં મદદ કરી છે."

મનોહરભાઈની ખુશી ગુસ્સામાં ફેરવાઇ ગઈ,"કોણ છે એ...લોકો અને સમાજવાળા ને આ તો જોવુ હોય કોઈનો સબંધ તૂટે ને ઘરમાં ઝગડા થાય..."


"પપ્પા ગુસ્સો કરશો કે ગમે એ કરશો પણ મારી વાત તો હું કહીશ જ...કેમકે હું તમારી દિકરી છું...આ રિયાન જેને મને પાંચ વર્ષ પહેલાં મદદ કરી હતી,મારી ઉપર રેગિગ થયેલું ત્યારે આ અને રિષભ મદદ માટે આગળ આવેલા...."

મનોહરભાઈ ગુસ્સામાં કહે તો"આજકાલના છોકરાઓ છોકરીઓને ફસાવવા આવા હાથકંડા અપનાવતા હોય છે,એમના માટે કંઈ જ નવું નથી હોતું...જેમકે તુ તારા ભાઈને જ જોઈ લે,એમ આ રિયાનનું પણ કંઈ એવું જ હશે."

વધુમાં કહે:"લગ્ન નહીં થયા ને અત્યારથી એની ઓફિસમાં કામ કરતી છોકરીને અહીં બોલાવી... શું જરૂર હતી...આજકાલના છોકરાઓ છોકરીઓ જોઈ નથી ને પાગલ બન્યા નથી...મનોહર થોડા ઉકળ્યા..."

"બસ પપ્પા....જેટલા તમે મારા માટે આદર્શ છો,એટલો રિયાન પણ મારા માટે મહત્વનો છે...એના વિરુદ્ધ એક શબ્દ નહીં સાંભળી લઉ.

(સિયા અને રિયાનના પ્રેમ સબંધ માટે મનોહરભાઈ માને છે,સમાજવાળાનું શું રિયેક્શન હોય છે,સિયા અને રિયાનનું આગળનુ કદમ કેવું હોય છે,પ્રધ્યુમ્ન અને શ્રેયાનું શું થાય છે મનમાં રહેલી ઉત્સુકતાનો જવાબ જાણવા માટે બેશર્મ ઈશ્ક ભાગ:10 વાચવાનુ ભૂલશો નહીં...

સ્વસ્થ રહો મસ્ત રહો...)

વધુમાં હવે આગળ...