પ્રેમ - નફરત - ૧૦૪ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૧૦૪

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૦૪

લખમલભાઇ ત્યારે પોતે કેવા સંજોગોમાંથી પસાર થયા હતા એની વાત કરી રહ્યા હતા. અશરફ માટે એમને શંકા હતી ત્યારે જ એના રાજીનામાનો પત્ર આવ્યો હતો. એમણે એનો ઉલ્લેખ કરી કહ્યું:કંપનીના ડિરેક્ટરે મને પત્ર આપ્યો એમાં અશરફનું રાજીનામું હતું. એ પોતાનો હિસાબ કર્યા વગર જ અંગત કામથી નોકરી છોડીને જતો રહ્યો હતો. એણે પોતે પત્ર આપવાને બદલે એક અભણ મજૂર મારફત મોકલાવ્યો હતો. એ અચાનક નોકરી છોડી ગયો એટલે એ અસલમ હતો કે નહીં એની તપાસ હું કરી શક્યો નહીં. મેં જ્યારે શિંદેને આ વિષે પૂછ્યું ત્યારે એણે એમ કહ્યું કે એને પણ ખબર નથી કે અશરફે કેમ રાજીનામું આપ્યું છે. એ એને મળ્યા વગર રાજીનામું આપીને જતો રહ્યો હતો. મારા માટે એનું રહસ્ય વધી ગયું હતું. મને લાગ્યું કે ક્યાંક કોઈ ગરબડ છે. પણ એ પકડાતી ન હતી. શિંદે મને શંકાસ્પદ લાગતો હતો. મારી એના પર નજર હતી. એ વધારે સતર્ક થઈ ગયો હતો એટલે વાંકમાં આવતો ન હતો. દિવસો વીતતા ગયા અને એક દિવસ મનોજ શિંદે પણ અશરફની જેમ નોકરી છોડીને ગાયબ થઈ ગયો. મેં એની પાછળ ધ્યાન રાખવાનું બે માણસોને કહી જ રાખ્યું હતું. જેવો મનોજ શિંદે ભાગ્યો કે એ માણસો એની પાછળ દોડ્યા અને ક્યાંકથી એને પકડીને લઈ આવ્યા. એને અમે રીમાન્ડ પર લીધો અને પોલીસને સોંપવાની ધમકી આપી ત્યારે બધું ઓકી નાખ્યું. અસલમાં એ કંપનીમાં કાળાધોળા કરતો હતો. એના માણસો જ રાખતો હતો. રણજીતલાલને હટાવવામાં એણે જ ભૂમિકા ભજવી હતી. એ પછી પણ એ કંપનીની વિરુધ્ધમાં કામ કરતો હતો. શિંદે મારા ધ્યાન પર આવ્યો ના હોત તો અમે ઘણું નુકસાન વેઠયું હોત...

રચના અને મીતાબેન એમની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. લખમલભાઇએ એમની વાત પૂરી કરી હોય એમ રાહતના શ્વાસ લીધા. એમની વાત પરથી સ્વયં સ્પષ્ટ હતું કે રણજીતલાલના મોત પાછળ એમનો કોઈ હાથ ન હતો. એ સાવ અજાણ હતા. એમને બધી ખબર પડી એટલે શિંદે જેવાને પકડ્યો હતો. એમણે કોઈ ખુલાસો કર્યો હોય એવી રીતે નહીં પણ એમની પાસે જે જાણકારી હતી એ રીતે વાત કરી હતી.

એમની વાતો સાંભળીને રચના અને મીતાબેનના મનમાં અનેક પ્રશ્ન ઊભા થયા હતા. લખમલભાઇની વાતને સાચી કેવી રીતે માનવી? અને એમની પાસે પુરાવા કેવી રીતે માગવા એ સમજાતું ન હતું. એમને સીધું પૂછી શકાય એમ ન હતું કે રણજીતલાલ મૃત્યુ પામ્યા હતા એના માટે તમે કેમ જવાબદાર નથી?

રચના ચૂપ રહે એવી ન હતી. એણે પૂછ્યું:શિંદેએ જે વાત કહી એ તમે માની લીધી હતી? તમને એની વાત પર શંકા પડી ન હતી? એવું પણ બને કે એ ગુનેગાર ના હોય પણ ડરને લીધે શરણાગતિ સ્વીકારી લીધી હોય? અને રણજીતલાલને ખરેખર કોઈએ માર્યા હતા કે કેમ એની તો એને ખબર જ ન હતી...

લખમલભાઇ રચનાની વાત સાંભળીને મુસ્કુરાયા અને ઊભા થતા બોલ્યા:દીકરી, તારી વાત અને શંકા યોગ્ય છે... મને પણ ત્યારે આ જ પ્રકારના પ્રશ્નો થયા હતા... મનોજ શિંદેને અમે મુખ્ય કાવતરાખોર તરીકે ઓળખી તો કાઢ્યો પણ એ ખરેખર ગુનેગાર હતો એની તપાસ કરવાની જરૂર હતી... મારી પાસે એ તપાસના આજે પણ પુરાવા છે. ચાલો આપણે જોવા જઈએ...

રચના અને મીતાબેન ચોંકી ગયા કે એમની પાસે શું પુરાવા હશે? એ પુરાવા ક્યાં હશે? એ સાચા હશે કે અમને સંતોષ થાય એટલે બતાવવા લઈ જઈ રહ્યા છે?

ક્યાં જવાનું છે?’ રચનાએ પૂછી જ લીધું.

બહુ દૂર જવાનું નથી. મારી કારમાં ચાલો... કહી લખમલભાઇ કાર પાસે પહોંચ્યા.

મા, લખમલભાઇ આપણાંને ક્યાં લઈ જતાં હશે? એમની આ કોઈ ચાલ તો નથી ને?’ રચના હજુ લખમલભાઇ પર શંકા વ્યક્ત કરી રહી હતી.

ક્રમશ: