હું અને અમે - પ્રકરણ 3 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને અમે - પ્રકરણ 3

રોજે સવારમાં રાકેશ ને જોગિંગ પર જતા અને આવતાં જોવો એ હવે કોમન થઇ ગયેલું. પણ રાકેશ જે કાંઈ જોવે તેને બરોબર મનમાં બેસારી દેતો. એક દિવસ તે વહેલી સવારમાં આવતો હતો ત્યારે હર્ષ રસ્તા માં જ ઉભેલો. પોતાની બાઈક લૂછતાં તેણે રાકેશને ગુડ મોર્નિંગ કહ્યુ અને તેની સાથે વાતો કરવા લાગ્યો.

" શું કરો છો તમે?" હર્ષે પૂછ્યું.

"હું ડિજિટલ માર્કેટિન્ગ માં ઇન્ટર્નશિપ કરું છું."

એટલે હર્ષ ને થોડું આશ્વર્ય થયું. હર્ષ પણ ભણેલો અને સાયન્સ ક્ષેત્રે માહિર હતો તે પહેલીવાર રાકેશને મળેલો, એટલે તેણે આશ્વર્યથી પૂછ્યું," ડિજિટલ માર્કેટિંગમાં ?"

"હા, મેઈન નથી ...પણ છે."

"તો આગળ?"

"આગળ ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરીશ."

"હા. સારું છે." એમ કરતાં બન્ને એ એક બીજા સાથે ઓળખાણ કાઢી. હજુ તે સોસાયટીમાં એટલો ઓળખીતો નહોતો બન્યો કે લોકો તેના વિષે બધું જાણતા હોય. તેવામાં જમનાષ્ટમીનાં સમયમાં તેને એક મોકો બીજો મળ્યો. સવારથી સાંજ સુધી તો ઓફિસમાં જ હોય અને માત્ર છ મહિનાની ઇન્ટર્નશીપ એટલે રવિવારની પણ રજા ના હોય. સાતમ આઠમની રજા માં લોકોને ફરીથી તે દેખાયો. બધાને મન એમ થતું કે તેની સાથે થોડી વાતો કરીયે. આમેય માનવીની સહજ વૃત્તિ જ એ છે. કોઈક જો નવું માણસ આપણે જોઈએ તો તેનો પરિચય મેળવવા આપણી આતૂરતા નો પાર ના રેહ્તો હોય. રાત્રે ઉત્સવ મનાવવાની તૈય્યારી ચાલતી હતી. જેમ જેમ સાંજ ઢળતી ગઈ, તેમ તેમ વધારે લોકો ભેગા થવા લાગ્યા.

જે લોકો પહેલીવાર તેને જોતા તે બીજાને પૂછતાં કે "આ કોણ છે?" અને જે લોકોને ખબર હોય તે બીજાને જવાબ દેતા. ક્યારેક તો એવું બનતું કે ન પૂછવા છતાંયે સામેથી લોકો કેહવા લાગતાં, "આ લલ્લુકાકાનો નાનો દીકરો. હમણાં જ અહીં આવ્યો છે." નાનકડી એવી 43 મકાનની રામનંદન સોસાયટીમાં આ ન્યુઝ હવે કોમન થઈ ગયા અને બધાની વચ્ચે બેસીને રાધિકા આ બધું સાંભળ્યા કરે. ક્યારેક નવી વાત આવે તો થોડીવારમા ફરીથી રાકેશની વાત આવી જતી. તે હતો જ એટલો દેખાવડો કે લોકો તેની સામેથી નજર પાછી ના ખેંચી શકતા અને હવે બધાને તેના વિશે ખબર પડી ગઈ. પણ બધાની વચ્ચે બેસીને તેની વાતો સાંભળતી અને રોજે તેને જતાં - આવતાં જોતી રાધિકા હજુ તેના વશે અજાણ જ હતી. નસીબની વાત એ કે રાધિકા કોઈ નવી વસ્તુ કે વ્યક્તિ જોવે એટલે તેના વિશે જાણવાની તેને તાલાવેલી લાગતી અને તેની સામે તો એક આખો માણસ હતો. નવીન અને તેના સરીખો, જાણ્યા વિના કેમ રહેવાય? પણ કરવું શું? કોઈને પૂછી પણ ન્હોતી શકતી, જો પૂછે તો કે લોકો શું વિચારશે?

શેરીમા તે સૌ સાથે વાતો કરે, ખુલ્લા મને બોલે. પણ એવું કોઈ ન્હોતું દેખાતું કે ખુલ્લા મને પોતાના મનની વાતો કરે. આ વાત રાકેશ પણ એટલા માટે જાણી ગયેલો કે તે જ્યારે અભ્યાસ કરતો તેવા સમયે તેને એક એવી ફ્રેન્ડ હતી જે સાઈકોલોજીસ્ટ હોય હતી. તેની પાસેથી રાકેશ ઘણું બધું શીખી ગયેલો. માટે જ તેનો આજનો સ્વાભાવ બન્યો હતો કે ઓછી વાતો કરી તે બધું જ સમજી જતો. સામે વાળી વ્યક્તિના મનમાં શું ચાલે છે તે પણ. એક દિવસ તેની ફ્રેન્ડે તેને કહેલું કે," તું મારી પાસેથી આટલું બધું શીખ્યો છે કે લગભગ કંઈ જ બાકી નથી રાખ્યું. છતાં તું કોઈ દિવસ તારી જ જેવી વ્યક્તિને નહિ સમજી શકે." આ કોમન છે કે આપણે આપણી જેવા વ્યક્તિને સમજવામાં ક્યારેક ભૂલ કરી બેસતા હોઈયે. કારણ કે આપણા મનમાં શું ચાલે છે? તેના આધારે આપણે સામે વાળી વ્યક્તિને સમજવાની કોશિશ કરી બેસીયે છીએ અને એ ભૂલી જઇયે કે તે આપણા જેવાં છે, પણ આપણા જેવા વિચારો વાળા નહિ. રાકેશ રાધિકાની આ વાત તો સમજી ગયો હતો કે તે ખુલ્લા મને વાતો કરે છે. પણ પોતાના મનની વાત નથી કરી શકતી, એવું શું કામ? એ ન્હોતો જાણી શક્યો.

રાધિકા ના મનમાં પણ ક્યાંક રાકેશ વિશે જાણવા આતુરતા જાગી, કારણકે તેનો સ્વાભાવ જ બીજાને જાણવાનો હતો. તો આ બાજુ રાકેશના મનમાં સવાલ એ ઉભો થયો કે રાધિકા પોતાના મનની વાતો મનમાં શું કામ દબાવી દે છે? રાત્રે બધાં ભેગા થઇ ધૂમધામથી કૃષ્ણ જન્મની ઉજવણી કરી રહ્યા હતા પણ રાકેશ નું ધ્યાન તો રાધિકા માં હતું અને તે એ સમજવાની કોશિશ કરતો હતો કે તે શું વિચારી રહી છે?

તેને વસ્તુ પુરેપુરી જાણ્યા વગર ચેન ન્હોતું પડતું અને તેના મનમાં ઉભા થયેલા પ્રશ્નો નો જવાબ તો રાધિકા સિવાય કોઈ આપી શકે તેમ નહિ. તે ક્યારેક રસ્તા પર જતી દેખાતી, તો ક્યારેક વહેલી સવારમાં દર્શન થઇ જતા. ક્યારેક એવું બનતું કે બે ત્રણ દિવસ કે અઠવાડિયા સુધી ના દેખાય. તે જાતે મનમાં વિચાર કરતો રહેતો. "શું કારણ હશે? તે કેમ કોઈ સાથે ખુલીને વાત નહિ કરતી હોય?" ક્યારેક થોડા દિવસ ના દેખાય તો વિચારતો કે "ક્યાં ગઈ હશે? કેમ દેખાતી નથી? ક્યાંય બ્હાર ગઈ? કે કશું થયું તો નહિ હોઈ ને તેને?" સમય વીતતો ગયો અને આવા જાત જાતના વિચારો મનમાં ઘર કરવા લાગ્યા. ક્યારેક વારે- તહેવારે જો રજા મળી જાય તો બાલ્કનીમાં પથ્થર બનીને ઉભો રહી જાય. તે તેના બહાર નીકળવાની રાહ જોવે. જો ભાગ્ય સાથ આપે અને તે ઘરની બહાર નીકળે તો હડબડીનો માર્યો તે ફટાફટ પોતાના ખીસ્સામાંથી ફોન કાઢે અને આમ તેમ કરવા લાગે. તે તેની સામે જોવે અને સમજી જાય કે રાકેશ નાટક કરે છે. હવે રાકેશની ગાંઠ તેના મનમાં બેસવા લાગી.

તે તેના ઈશારા સમજવા લાગી. ક્યારેક તેનું નાટક જોવે તો નીચે જોઈ મનમાં હસવા લાગતી. તેની જેમ રાધિકા પણ જ્યારે બહાર નીકળે એટલે સીધુ જ લલ્લુકાકાની બાલ્કનીમાં ધ્યાન કરે. પણ ત્રણ મહનામાં હજુ સુધી એક વખત પણ બન્ને વચ્ચે કોઈ સંવાદ નથી થયો. ક્યારેક વાત કરવાનું મન થાય, ક્યારેક બન્નેને એ વિચાર આવે કે તે તેને પૂછે, તે કેમ અલગ છે? તો તરત જ રસિલાકાકી જેવું કોઈ વચ્ચે આવી જાય. જન્માષ્ટમી ગઈ, ગણેશચતુર્થી, રાધાષ્ટમી આવી ને ગઈ. છતાં બન્ને એક બીજા વિશે વચારવા સિવાય કશું કરી શકે તેમ ન હતું. ધીમે ધીમે નવરાત્રી આવી ગઈ.

રાત્રે રાસ ગરબા ના કાર્યક્રમમાં તે રાધિકાને ગરબા લેતા જુવે તો તેના પ્રશ્નો તાજા થઈ જતાં ને સતત તેના વિશે વિચારવા લાગે. તો ગરબા લેતા લેતા તે રાકેશ સામે જુવે ને તેને વિચાર આવે કે," તેનો સ્વભાવ આજ સુધી મળેલા તમામ વ્યક્તિ કરતા અલગ છે. તે મારી સાથે વાત સુધા પણ ના કરે એ તો ગજબ કેવાય!" આવો વિચાર કરી તરત પોતેજ મનમાં સંતોષ માની લે કે," તેને પણ મારી જેમ કદાચ લોકોનો ડર મનમાં હશે!" નવરાત્રી હોવાથી રાકેશની ઓફિસનો સમય થોડો મોડો હતો.

એક દિવસ વનિતાબેને નવરાત્રીમાં આરતી માટે લલ્લુકાકાના ઘેરથી રાધિકાને ફૂલ લઈ આવવા કહ્યું. બરોબર તે જ સમયે રાકેશ ઓફિસ માટે નીકળ્યો. રાધિકા ફૂલ આપવા ઘરે ગઈ અને રાકેશ સમજી ગયો કે હમણાં જ રાધિકા કૉલેજ માટે નીકળશે. તે એકાદ કિલોમીટર આગળ જઈ ને ઉભો રહ્યો, તો રાધિકા પણ ઘરેથી નીકળી ત્યારે આશ બાંધી લીધી કે કદાચ તે મને આવતા જોઈ લીધી એટલે ઉભો જ હશે! જતા જતાં તેણે રાકેશને રસ્તામાં બાઈક લઈને ઉભેલો જોયો. તેણે પણ થોડુંક આગળ ચાલીને બાઈક રોકી દીધી.

રાકેશ આ બધું જોઈ રહ્યો છતાં હજુ તેના મનમાં વિચાર આવતો કે," જો આ રીતે હું તેની સાથે વાત કરીશ તો તેને કેવું લાગશે? શું તેના મનમાં પણ મારા માટે પ્રશ્નો હશે જેના માટે તે ઉભી રહી ગઈ? કે પછી તેને પોતાનું કોઈ બીજું કામ હશે? જેના માટે તે અહીં ઉભી રહી ગઈ. આવી રીતે રસ્તા માં ઉભા રહી હું તેને સવાલો કરીશ, વાત કરીશ, તેના વિશે પૂછીશ અને તેને ખોટું લાગશે તો?" તે જેટલો સમય ત્યાં ઉભો રહ્યો રાધિકા પણ ત્યાં ઉભી રહી. તેને સમયનું ભાન ન્હોતું. તે વિચાર કરતો હતો એટલામાં તેને ફોન આવ્યો કે જલ્દી ઓફિસ આવ આજે એક મિટિંગ છે. તેણે ફોન મુક્યો ને બાઈક લઈને ચાલતો થયો.

ઓફિસે મિટિંગમાં તેનું પર્ફોર્મન્સ જોઈ એક માણસ ખુશ થઈ ગયો અને તેને મળવા માટે તેની પાસે પહોંચ્યો. રાકેશ પોતાના ફાઈલની કોપી લઈને ટેબલેથી જેવોજ ઉભો થાયો, એટલામાં અચાનક તે માણસ તેની સામે આવીને ઉભો રહી ગયો . "સોરી" કહી રાકેશ આગળ જવા લાગ્યો એટલે તેણે તેને રોકવા માટે સાદ કર્યો.

"રાકેશ?"

તે પાછળ ફર્યો અને ઝીણી નજરે તેની સામે જોતા બોલ્યો, "યસ, બોલો!"

તે રાકેશ પાસે ગયો અને હાથ મિલાવા માટે એક હાથ તેણે આગળ કર્યો.

"હેલ્લો રાકેશ." અને રાકેશે આશ્વર્યની સાથે હાથ મિલાવ્યો એટલે તરત તે માણસે એક સ્માઈલ આપી અને કહ્યુ, "મેરા નામ સાજિદ હૈ. સાજિદ... લોખંડવાલા"