HUN ANE AME - 1 Radhika books and stories free download online pdf in Gujarati

હું અને અમે - પ્રકરણ 1

પોતાના બેડરૂમની બાલ્કનીમાં ઉભેલી અને સામેના ઘરના એક રૂમની તરફ જોતી રાધિકા પોતાની યાદોમાં ઘેરાઈને ઉભેલી હતી. "કહેવાય છે કે આપણે લોકો એક એવી ગોળ દુનિયા માં રહીયે છીએ જ્યાં આપણે સતત કોઈ ને કોઈ ના સંપર્ક માં આવીયે અને એનાથી અલગ થયા પછી એજ વ્યક્તિ અને આપણને ફરી થી ક્યાંક ને ક્યાંક ભેગા થઇ જતા હોઈએ.

મારું નામ રાધિકા છે. રાધિકા ચમનભાઈ પટેલ. સાત વર્ષ થયા છે મારા લગ્ન ને, હું મારા હસબન્ડ જોડે અહીં સુરત માં નવા ઘરમાં લગભગ સાતેક વર્ષ થી રહું છું. તે એક સોફ્ટવેર એન્જિનિયર છે અને મલ્ટિનેશન કંપની માં કામ કરે છે. ઊંચો પગાર છે અને સાથે ભથ્થું પણ એટલું જ મળે છે. પૈસા બાબતે કોઈ ચિંતા નથી. ઘરનું ઘર છે અને બે ગાડી.

સૌભાગ્ય ની વાત છે કે મારા લગન મયુર પાનસુરીયા સાથે થયા છે. તેણે આજ દિન સુધી, આ સાત વર્ષમાં કોઈ જાતની ચિંતા કે દુઃખ મારા પર નથી આવવા દીધા. એણે કોઈ વાત મારાથી નથી છુપાવી અને મેં પણ. બસ જરા એક વાત નો અફસોસ મને આ સાત વરસ માં રહ્યો છે. બસ ખાલી એક જ વાત છે જે મેં એનાથી છુપાવી છે. હું જુઠ્ઠું નથી બોલી કોઈ દિવસ કે મયુરને કોઈ દિવસ અંધારા માં રાખવાનો મારો આશય ન્હોતો. છતાં એક વાત છે કે આ આખા શહેર માં ફક્ત હું અને અમે બે જ જાણીયે છીએ.

તમને પણ આશ્વર્ય થયુ હશે ને જાણી ને. પણ સાચું આજ છે કે હું ફક્ત એક જ વાત થી ડરું છું. અવાર નવાર અમારા ઘર માં મયુર ના બધા મિત્રો આવતા હોય છે. જીગરી છે બધા મયુરના અને તે? તે તો મયુરને પોતાના જીવથી પણ વધારે વ્હાલો ગણે છે. આજની જ વાત લઈ લ્યો. તેમનો બ'ડે હતો. પણ તેના દરેક ફ્રેન્ડ કાલે રાત્રે બાર વાગ્યે જ આવી ગયા હતા. કેક તો કાલે કાપી પણ આજે તેમનો બ'ડે અને ઉપર જતાં રવિવાર, ન પૂછો વાત કે કેટલી ધમાલ કરી છે બધાયે. આખો દિવસ બહાર ઘૂમ્યા, જાત જાત નું જમ્યા મસ્તી કરી, અને છેલ્લે રાતના શો માં બધાયે સાથે મળીને ફિલ્મ જોઈ. તેની ભાઈબંધી જોઈને તો મને પણ ક્યારેક થતું કે હું કેટલી નસીબદાર છું.

મારી લાઇફમાં ઘણા એવાં વળાંક આવેલા છે કે હું હજુ એ નથી સમજી શકી કે સાચે જ હું ખુશ છું કે બસ એક મુસ્કાન મોઢા પર લઈને ફરી રહી છું. ના સમજાયું ને? કદાચ કોઈ નઈ સમજી શકે. હકીકત તો મારાથી અને મયુરથી ઘણી દૂર છે. અહીં અમે બંને છીએ. પણ ત્યાં તે હકીકત માં "હું". અમે પણ અલગ છીએ અને હું પણ. તે સમજે છે કે અમે જે છીએ એ જ છીએ. પણ ક્યાંક ને ક્યાંક તે પણ જાણે છે, કે હું તેનાથી કશુંક છૂપાવી રહી છું અને હકીકત જાણવા કરતાં મોન રહી સાથે રહેવા માટે મયુર તૈયાર થઈ જશે એવું મને નહોંતુ લાગતું. પણ હું જેવી છું, જે છું, એવીજ તેણે મને અપનાવી લીધી. તેને કશી ખબર તો ન્હોતી જ. પણ તે દિવસે તેની ઓફીસ માં જે હંગામો મે કર્યો. તેના પછી તેના મનમાં ખાતરી થઈ ગઈ કે મારા મનમાં કંઇક તો એવું છે જ, જે મે તેને નથી કહ્યું....

       મારો જન્મ અહીં સુરત માં જ થયો હતો. પણ અમારું મૂળ વતન વલ્લભીપુર. ત્યાંથી ત્રીસ વર્ષ પહેલા અમે અહી આવી ગયા. મારું આખુય બાળપણ અહીં સુરત ખાતે જ વીતેલું. સમજીલો કે હું ને મારો મોટો ભાઈ બન્ને પૂરેપૂરા શહેરી જ છીએ.

       અમે અહીંજ ભણ્યા અને મોટા થયા. અમારા મમ્મી એ ઘણી છૂટ આપેલી અને એટલે જ મારો ભાઈ જરા તીખા મગજ નો હતો. હું ખુબ ડરતી તેનાથી. પણ તેણે મારી ખુશી માટે કોઈ દિવસ કઈં જતું નથી કર્યું, ઉપર જતા મારો મોટો ભાઈ. એટલે થોડો ડરતો તેનાથી મને લાગતો. હું ઘણી નાની હતી ત્યારે અમારા પપ્પા આ દુનિયા માંથી જતા રહેલાં. હવે અમારા માટે જે હતું એ સઘળું અમારી મમ્મી જ હતી. હકુકાકા વારે વારે આવીને મારી મમ્મી ને પૈસા આપી જતા. થોડી રકમ અમે તેની પાસે ગિરવે મુકેલી. એવાતો કેટલાય સાંધા કરીને મારી મમ્મીએ અમને ભણાવ્યા અને મોટા કર્યા.

      પરિસ્થિતિ ન્હોતી એટલે ભાઈ વધારે નઈ ભણેલો અને નાની ઉંમરમાં કામ પાર લાગી ગયો. બાર પૂરું કર્યું અને હકુકાકા સાથે તેની ફેક્ટરી પર જવા લાગેલો.

       એટલા બધા પૈસા તો ન્હોતા અમારી પાસે, છતાંયે હું જયારે મોઢું લટકાવી ને બેસું એટલે તરત આવી જાય," શું થયું છે આ ગાંડી ને?" એમ કરી મને ચીડવતો અને સાથે મારા મનની વાત પણ જાણી લેતો. જ્યારે તેના લગન થયા ત્યારે મને ખુબ વ્હાલ કરેલો.

"રાધુ તારે આ જોઈએ છે?", "તારા માટે ફલાણું લાવું કે?", "કેવા કપડાં મારા લગન માટે સિલેક્ટ કર્યા છે તે?"

આવા તો ઢગલો એક સવાલો પૂછી વાળેલા અને લગન પુરા થયા તેંમ એ વ્હાલમાં થોડું અંતર આવતું ગયું. જયારે તેના લગન થયા ત્યારે મારી કૉલેંજ પણ પતિ ગયેલી અને અમે નવું થોડું મોટું મકાન લઇ ત્યાં શિફ્ટ પણ થઇ ગયેલાં.

      અમારી નવી સોસાયટી માં અલગ અલગ ત્રણ શેરી, અને ત્રણેય શેરી માં અમારી પંદર મકાનની શેરી ફેમસ હતી. નવા ઘેર આવીને એમ લાગવા લાગેલું કે જાણે કોઈ નવી દુનિયા શરૂ થઇ ગઈ હોય. હવે ભાઈ પૈસા પણ કમાવા લાગેલો. સારું ઘર અને સારી ગાડી, ગણ્યા ગાંઠ્યા મોટા ઘરો માં અમારી ગણતરી થવા લાગેલી. હકુકાકા સાથેથી અલગ થયા પછી પણ ભાઈની નવી ફેક્ટરી પુરજોશ માં ચાલતી. અલગ થયા છતાંય કાકા અમારો ઘણો સાથ આપતા. ઉપરથી નવા એરિયા માં એવો વટ ભાઈએ બનાવ્યો કે લોકો સમ્માનથી નામ લેતા થઇ ગયા.

       ત્યાંજ અમારી સામેના મકાન c-4 માં રહેતાં વિનોદકાકાનો પરિવાર પણ જબરો હતો. તેને એક દીકરો અને એક દીકરી. બન્નેના એટલા ફ્રેન્ડ્સ કે ન પૂછો વાત. બન્ને હતા પણ એવા. નવા મિત્રો અને સંબંધો બનાવા એના માટે સહજ હતું. અમારી આવતા જ અમારો સંબંધ તેની સાથે સારો એવો થઇ ગયેલો. અમારું મકાન શેરી માં વચ્ચો-વચ્ચ આવતું. સામે વિનોદકાકાનું. એક જ ગેટ હતો શેરીનો અને દરેક લોકો ત્યાંથીજ અવર જવર કરતા.

       શેરી ની છેલ્લે c-7 રમેશભાઈનું મકાન જે થોડું મોટું હતું અને તેની પેલા c-6 નંબર ના મકાનમાં લલ્લુભાઈ રહેતા. તેને બે દીકરા. એક ત્યાંજ રહેતો અને બીજો નાનો ભાવનગરની યુનિવર્સીટીમાં અભ્યાસ કરતો. લલ્લુભાઈ અને તેનો પરિવાર ઘણો સારો હતો પણ આજ સુધી કોઈએ તેના નાના દીકરાને નહોતો જોયેલો. તે એક વખત આવેલો અને તે સમયે અમારી સોસાયટી માં અનેક મકાનો નું બાંધકામ ચાલુ હતું. બસ એક અમારું અને સામે વિનોદકાકા અને પાછળની શેરીમાં સુરેશભાઈ એમ અમે એટલાજ હતા. લલ્લુકાકા અને તેનો પરિવાર હજુ નવો જ આવેલો. તે વખતે નીરવ ભાઈ આવેલા અને તેનો નાનો દીકરો રાકેશ આવેલો પણ બે કે ત્રણ કલાક માં તે ભાવનગર પરત જતો રહેલો. એટલે ઘણાં લોકો ને તો એ ખબર પણ ના પડી કે લલ્લુકાકા ને નાનો દીકરો પણ છે.

અમારી આખી શેરી એ રીતે રહેતી જાણે એક જ પરિવાર હોય. દરેક તહેવાર અને તેની ઉજાણી એટલે લોકો વખાણ કરતા અમારી સોસાયટીના. જયારે વાત નીકળી કે લલ્લુકાકા નો નાનો દીકરો પોતાનો અભ્યાસ પૂરો કરી અહીં આવે છે ત્યારે સોસાયટીના ઘણા લોકોતો એ વિચારમાં પડી ગયા અને પૂછતાં થઇ ગયા,"હેં . એને બીજો એક નાનો દીકરો પણ છે?" અને એવા સમયે એક નાનકડી જોક થઈ જતી. લોકો વિચારમાં પડી જતાં. પણ હકીકત તો એ જ હતી. "

બીજા રસપ્રદ વિકલ્પો