હું અને અમે - પ્રકરણ 5 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને અમે - પ્રકરણ 5

રાકેશે હિમ્મત કરી રાધિકા માટે એક સવાલોનું લિસ્ટ તૈય્યાર કરી નાખ્યું. વિશાલે લિસ્ટ જોયું અને સલાહ આપી, "ઓ ભાઈ..., તે આ લિસ્ટ તો લખ્યું છે, પણ આમાં તો ખાલી સવાલો જ છે. તે બીજું કશું લખાણ ના કર્યું?"

તેના હાથમાંથી પેપર લઈ રાકેશે જવાબ આપ્યો. " અલ્યા એવું કશું ના હોય.

" ઠીક છે છોડ, હવે એ બોલ ક્યારે આપે છે?"

"આપી દઈશ." રાકેશે નમ્રતા થી જવાબ આપ્યો.

" આજે જ આપી દેને?"

"આજે?"

"હા. અમસ્તા ભી આજે પૂનમનો દિવસ છે."

"તો?" રાકેશ જાણે કશું જાણતો જ ના હોય તેમ બોલ્યો.

"તો? આપીદે...

મુલાયમ મુલાયમ ફૂલ મુન કી રાત,

ઔર સાથમે હો તેરા સાથ,

તો ક્યા ચાહિયે દૂસરા પાસ?" તે ગીત ગાતો ગાતો બોલ્યો.

એટલામાં એનાઉન્સમેન્ટ થઈ અને તેમાં રાકેશ અને તેની સાથે આવેલા તમામને જાણ કરવામાં આવી કે જે ઇન્ટર્નશીપ છ મહિના ચાલવાની હતી તે હવે દિવાળી પહેલા એટલે કે પંદર દિવસ અગાઉ પુરી થઈ જશે. બધા લોકો વિચાર કરતા થઇ ગયા કે આવું કેમ? જયારે ત્યાં ના મેનેજરે આ જાહેરાત કરી ત્યારે તેણે કહ્યું કે, "કંપની પોતાની પોલિસી પ્રમાણે આ કરી રહી છે. નવા પ્રોજેક્ટ માટે સમય લંબાઈ શકે તેમ છે. માટે અગાઉ જ તેમનો કોન્ટ્રાક્ટ પૂરો કરવામાં આવે છે."

આ વાતથી તમામ લોકો થોડા નારાજ થઈ ગયેલા. રાકેશ પણ આ જ વિચારમાં ફરતો હતો. એટલે ત્રણ ચાર દિવસ તે રાધિકા વિશે વિચારવાનું જ ભૂલી ગયો. વિશાલે તેની પાસે આવી તેને પૂછ્યું "શું થયું? તે રાધિકા સાથે વાત કરી કે નઈ?"

તો તે કહે," ના. મેં તેને કંઈજ નથી કહ્યું."

વિશાલે ફરી તેનામાં હિમ્મત ભરી અને ડર્યા વગર રાધિકા સાથે ખુલાસો કરવા કહ્યું. તેણે તો કહેલું કે તે રાધિકા સાથે વાત કરે પણ રાકેશના મનનો ડર જતો નહતો અને સવાલો પૂછ્યા વગર ચેન પડતું નહોતું. એટલે હવે લખેલી ચિઠ્ઠી જ તેને આપી દે એમ કહી દીધું.

આજે ઓફિસમાં રાકેશનો છેલ્લો દિવસ હતો. છ મહિનાની ઇન્ટર્નશીપ પંદર દિવસ અગાઉ પુરી થઈ ગઈ. તેમાં કામ કરતા તમામે સેલિબ્રશન કર્યું અને છુટ્ટા પડ્યા. સાંજે રાકેશ વહેલા ઘેર આવી ગયો. તેણે રાધિકાના ઘર સામે જોયું તો ત્યાં મહેમાન બેઠેલા. એટલે તે સીધો ઘરે જતો રહ્યો. વનિતાબેનના ઘરે આવેલા મહેમાને, એટલે રાધિકાના ફઈએ વાતોમાં ને વાતોમાં રાધિકાના લગન અંગે વાત ઉચ્ચારી દીધી. પણ તેના પર વનિતા કે મહેશે ખાસું એવું ધ્યાન આપ્યું નહોતું. તેના ગયા પછી રાધિકા શેરીમાં એકલી બેઠી હતી અને તેવામાં રાકેશ બહાર જવા માટે નીચે ઉતર્યો.

રાધિકા તેની સામે જોઈ રહી અને રાકેશને વિશાલની વાતો યાદ આવી. તે ઊંડા શ્વાસ લઈ હિમ્મત ભેગી કરી રાધિકા તરફ આગળ વધ્યો અને તેને આવતા જોઈ રાધિકા બધું જ સમજી અને ચૂપ થઈ ગઈ. રાકેશ તેની પાસે આવ્યો ને કહ્યું, "હું... અં...." તેણે ઊંડો શ્વાસ લીધો અને ફરી બોલ્યો, "હું એક સવાલ પૂછું?"

"હા, પૂછો."

પણ તેની હિમ્મત વધારે ના ટકી અને ડર પાછો મન પર છવાય ગયો. એટલે વધારે ના બોલી તેણે સવાલોનું લિસ્ટ કાઢ્યું અને રાધિકાના હાથમાં આપી તે ત્યાંથી જતો રહ્યો. બન્ને ને એમ થયું કે શેરીમાં કોઈ નથી અને રાકેશે પોતાના સવાલોનું લિસ્ટ રાધિકાને આપી તેને સાંભળ્યા વિના જ ત્યાંથી જતો રહેલો. આ આખુંય દ્રશ્ય ઉપરની બારીમાં નજર રાખીને બેઠેલી અમિતા જોઈ રહેલી.

મહેશ ઘરે આવ્યો ને પહેલા ટાળેલી વાત ખોટી ન્હોતી કહી અમિતાએ આખી ઘટના કહી સંભળાવી. તેણે રાધિકાને બોલાવી અમિતા પાસે તેની દરેક વસ્તુની તપાસ કરાવી. વનિતા હજુ એ જ પૂછતી હતી કે "થયું શું?" અને સામે રાધિકા પહેલાથી જ મહેશથી ડરતી હતી અને તેને મનમાં વધારે ડર ઉભો થયો કે ક્યાંક ભાઈને બધી ખબર તો નથી પડી ગઈને? તે ઘબરાવા લાગી, તેનાં હાથ પગ ધ્રુજવા લાગ્યા. વનિતા તેની સામે જોઈ પૂછવા લાગી," શું થયું છે? આ મહેશ શું ક્હે છે? અને અમિતા આ શું કરે છે?" તે વારે વારે પૂછતી રહી અને અકળામણને માર્યે તે કશું બોલી જ નહિ. ખાત્રી સાથે તપાસી રહેલી અમિતાના હાથમાં આખરે એ ચબરખી આવી ગઈ જે રાકેશે રાધિકાને આપેલી.

વનિતા તે જોઈ દંગ રહી ગઈ અને મહેશે આખી ચબરખી જોઈ અને વાંચી. ગુસ્સામાં આવી તેણે રાધિકાને જાત જાતના સવાલો પૂછ્યા. પણ તેણે હજુ બરોબર વાંચી ન્હોતી, એટલે આખી ચિઠ્ઠીમાં શું લખ્યું છે? એની તેને ખબર જ નહિ. મહેશ તેને સવાલ પૂછતો ગયો અને તે ચુપચાપ બધું સાંભળ્યા કરી. છેવટે ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે રાધિકાને બે થપ્પડ મારી દીધી. અમિતાએ જાણ કરી કે રાકેશ આપીને ચાલ્યો ગયો છે એટલે મહેશે નક્કી કરી લીધું કે રાધિકા નિર્દોષ છે અને આવું કામ કરવાવાળો રાકેશ છે. જો કે તેમાંથી કોઈએ એ તો ના જ જોયું કે તેમાં શું હતું? તે રાધિકાને રૂમમાં બંધ કરી હકુકાકાને ફોન કરી આખી ઘટના કહી દીધી.

સાંજે બધા પોતપોતાના ઘરમાં જમી કારવી નિરાંતે બેઠા હતા. શેરીમાં શાંતિ હતી. એવામાં હકુકાકા તેના દીકરા સાથે મહેશના ઘરે આવ્યા. ખટપટિયા સ્વભાવનો મુકેશ બધું સમજી ગયો કે કંઈક તો છે. તે વાત જાણવા ત્યાં ગયો તો સામેથી વિનોદકાકા અને બાજુમાંથી હર્ષ પણ આવ્યા. થોડીવારમાં લલ્લુકાકા સહીત બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા અને પૂછવા લાગ્યા કે શું થયું? તો અડધું સમજેલા મહેશે બધાને જાણ કરતા પેલી ચબરખી બતાવી ને કહ્યું, " આ જુઓ, શું થયું તે. તમારો છોકરો શું કરે છે તે ખબર છે તમને? આ.. આ તમારા દીકરાની કરતૂત." તેણે ગુસ્સામાં લલ્લુકાકાને કહ્યું.

લલ્લુકાકાને માનવામાં જ ન્હોતું આવતું કે રાકેશ એવું કશું કરે. ગુસ્સામાં બબડેલા મહેશે અને હકુકાકાએ બધાને ભડકાવ્યા. થોડીવારમાં રાકેશ બ્હારથી ઘરે આવ્યો એટલે શેરી વચ્ચે જ તેને રોકી લેવાયો. તે કશું બોલે તે પહેલા જ મહેશ અને હકુકાકાનો દીકરો તેના પર તૂટી પડ્યા. પછી હકુકાકા અને બીજા બધા રાકેશને મારવા લાગ્યા. આ બધો જ અવાજ ઉપર રાધિકા પોતાના રૂમમાં સાંભળી ને રડતી રહી. તમામ શેરી વચ્ચે રાકેશના નામનો હંગામો થયો.

લલ્લુકાકા તો જાણે બેસાધ થઈ ગયેલા અને તેનું શરીર ઠંડુ પડી ગયું. જે હતું તેનાથી ના સમજનારાએ પાંચ ગણું ઉલ્ટું કરી ફેલાવી દીધું. રાકેશ પોતાની વાત લોકોને સમજાવવા પ્રયત્ન કરતો રહ્યો ને બધા તેને સાંભળ્યા વગર જ મારતા રહ્યા. રાધિકા આટલા અવાજોની વચ્ચે પણ રાકેશના અવાજને સ્પષ્ટ સાંભળતી હતી. એટલામાં નીરવ આવી ચડ્યો ને તેણે લોકોને અટકાવ્યા. હકુકાકાએ તેને બધી વાત કરી પણ નીરવ પોતાના ભાઈને સારી રીતે જાણતો હતો. તે સમજી ગયો કે રાકેશ નિર્દોષ છે. તેના વિચારોથી તે પરિચિત હતો અને તેણે રાધિકાને શું પૂછ્યું તે પણ સમજી ગયો. પણ ગુસ્સે ભરાયેલા શેરીના આ ટોળાને જે ઊંધું સમજી બેઠા હતા તેને કઈ રીતે સમજાવવું કે હકીકત શું છે? તે સીધો પોતાના પપ્પા તરફ આગળ વધ્યો ને તેને કહેવાનું તેને ઠીક લાગ્યું, "પપ્પા તમે જે સમજો છો..." તે પૂરું બોલે તે પહેલાં ઠંડા પડેલા લલ્લુકાકામાં અચાનક ચેતના જાગી અને તે પણ ગુસ્સે થઈ ગયા. "તું હવે મને સમજાવે છે, સમજવાનું તારે છે. એણે જે કર્યું છે તે યોગ્ય નથી."

"પણ પપ્પા મારી વાત તો સાંભળો..."

"હું કશું સાંભળવા કે સંભળાવવા નથી માંગતો. તને ખબર છે આ નાલાયક રાધિકાને લખાણ કરી એમ પૂછે છે કે તું શું વિચારે છે? આવાં સંસ્કાર મેં તમને નથી આપ્યા."

નીરવ અને રાકેશ બન્ને ભાઈ લલ્લુકાકાના અને શેરીવાળાના ગુસ્સાને સમજતા હતા પણ તેનો ગુસ્સો નકામનો છે તે સમજાવવાનો સમય ન હતો, કે તે લોકો સમજવા તૈયાર ન્હોતા. બસ લોકો શાંત થઈ જાય માટે બન્ને ભાઈએ પોતાનું મોઢું સીવી લીધું. ઝાપટો, પાટા ને લાતો મારી મહેશે, હકુકાકા અને તેના દીકરાએ ગુસ્સો કાઢ્યો. એમ કોઈને પણ દા' ન આપે એવો રાકેશ જો ધારે તો બધાને જવાબ આપવા સક્ષમ હતો, પણ ભડકેલી આગને વધારવા કરતા શાંત પાડવા માટે તે મૌન થઈ ગયો. છેવટે વિનોદભાઈ અને રમેશે વચ્ચે આવી બધાને સમજાવ્યા ને તેઓએ તેને મારવાનું બંધ કર્યું. વિનોદભાઈ લલ્લુકાકા પાસે જઈને બોલ્યા, " જવા દ્યો લલ્લુભાઈ, આ તો છોકરું કેવાય. ને આ વયે તો આવી ભૂલ કરી બેસે."

"ના વિનોદભાઈ. આ ભૂલ મારાથી સહન નઈ થાય. જાવ જઈને ક્યો એને કે મને મોઢું નો બતાવે."

નીરવ તેને રોકવા આગળ આવ્યો," પપ્પા તમે?" એટલામાં જયંતિ અને રમેશ પણ વચ્ચે પડી બોલવા લાગ્યા " અરે આમ ના હોય કાકા. જવા દ્યો." તો રમેશ કહે,"હા કાકા શું કરો છો તમે?"

પણ લલ્લુ પોતાના નિર્ણય પર અડગ થઈ ગયેલો. તે લોકોમાં માત્ર રમેશ, જયંતિ અને નીરવ જ એની વિરુદ્ધ હતા. રામનંદન સોસાયટીમાં સૌથી વધારે રમેશનું ચાલતું. જોકે આ વખતે તે પણ ટૂંકો પડ્યો ને એ લોકો બીજાને ન સમજાવી શક્યા કે આતો એક સહજ પ્રશ્નો છે જે કોઈ પણ પૂછે ને રાકેશે પૂછ્યા. લલ્લુકાકા પોતાના નિર્ણયને શિરોધાર્ય કરી બેઠા અને શેરીના ગુસ્સા થી સળગતા લોકો તેની વચ્ચે ના પડ્યા. છેવટે એ જ સમયે રાકેશને ઘરની બહાર કાઢી મુકાયો. ચોધાર આંસુડે રડતી રાધિકા કાંઈજ ના બોલી શકી. નીરવ, જયંતિ અને રમેશ એક સાથે થઈ બસ વિચાર જ કરતાં રહી ગયા કે આ ખોટું થઈ ગયું. મોં માંથી નીકળતા લોહી અને ઇજા પામેલા હાથ પગ સાથે રાકેશ તે જ સમયે જ્યાં ઉભો હતો ત્યાંથી જ બહાર જતો રહ્યો.