સફર-એક અનોખા પ્રેમની... - 38 Dimple suba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર-એક અનોખા પ્રેમની... - 38







(આપણે આગળના ભાગમાં જોયું કે, નીયા અભિજીતભાઈ અને હેત્વિબહેન વચ્ચેની વાત-ચિત સાંભળી લે છે અને નીયાને ખબર પડી જાય છે કે તેઓ નીયાની સંપતી હડપવા આલોકનાં લગ્ન તેની સાથે કરાવી રહ્યાં છે. આ બધુ સાંભળી નીયાને આઘાત લાગે છે અને તે ત્યાંથી નીકળતી જ હોય છે કે તેની સાથે વિરાજ અથડાય છે. આમ, બન્નેની મુલાકાત થતા, બન્ને એક-બીજા સાથે વાત કરે છે. ત્યાંજ આલોકનો ફોન આવે છે અને તે નીયાને પુછે છે કે તે ક્યાં છે? નીયા હવે શું જવાબ આપવો તેનાં વિશે વિચારે છે. હવે આગળ...)

આલોકે નીયાને પુછ્યું, "નીયા ક્યાં છે તું? હું ઘરે પહોચી ગયો છું. કેમ તું હજું સુધી આવી નહીં?"

નીયા અને વિરાજ બન્ને એક-બીજા સામું જોઈને વિચારવા લાગ્યા કે આલોકને શું જવાબ આપવો?! વિરાજે ઈશારા વડે તેને હા પાડવા કહ્યુ. એટલે નીયા બોલી, "હું નીકળતી જ હતી કે મારે થોડુ કામ આવી ગયુ એટલે...મારુ કામ પુરૂ થઈ ગયુ છે. હવે નીકળું જ છું."

કૉલ કટ થતા જ નીયા વિરાજ સામું જોઈને બોલી, "આ શું કર્યું વિરાજ? તે મને હા પડવાનું શા માટે કહ્યુ? અને મેં પણ હા પાડી દીધી! હવે હું તેનાં ઘરે તો શું તેનાં એપાર્ટમેન્ટ બાજું પણ નહીં જાવ."

"ઓ મેડમ...અત્યારે ગુસ્સો ના કર. અને દિલથી નહીં, દિમાગથી વિચાર. જો તું ત્યાં જઈશ નહીં તો તે લોકોને એમ લાગશે કે કદાચ નીયાને અમારાં પ્લાન વિશે ખબર પડી ગઇ છે. આપણે એવું જરાય થવા નથી દેવું." વિરાજ બોલ્યો.

"તો શું હું ત્યાં જઇને તેઓની આરતી ઉતારું?" નીયા વિરાજ સામું જોઈને બોલી.

"ના, તારે એવું કાઈ કરવાની જરૂર નથી. આપણે તેની વિરૂદ્ધ પુરાવાની જરૂર પડશે. એટલેજતો હું અભિજીતભાઈ ની નજીક આવ્યો અને આજે તે માટેજ તેના ઘરે જતો હતો, એટલે તારૂ ત્યાં જવું જરૂરી છે." વિરાજે કહ્યુ.

"પુરાવાઓ કેવી રીતે મેળવીશું?" નીયાએ વિરાજને પુછ્યું.

વીરાજે થોડું વિચારીને એક પ્લાન બનાવ્યો આને નીયાને પોતાને પ્લાન કહ્યો. આ સાંભળી નીયા બોલી, "વાઉવ, જોરદાર પ્લાન છે."

પણ તે અચાનકજ મનમાં મૂંઝાવા લાગી, તે વિચારવા લાગી કે, "શું વિરાજ પર વિશ્વાસ રાખી શકાય?"

તેને મૂંઝવણમાં જોઈને વિરાજે પૂછ્યું "શું થયું?"

"કંઈ નહિ" નિયાએ સ્મિત સાથે કહ્યું.

વિરાજ જાણે તેનાં દિલની વાત સમજી ગયો હોય તેમ લાગ્યું પણ કંઈ બોલ્યો નહીં

નીયાએ વિરાજને પુછ્યું, "તારો આ પ્લાન સક્સેસ તો જશે ને?"

"હા હા, સો ટકા. તને ખબર નથી, મે આવા ઘણાં પ્લાન બનાવેલા છે." વિરાજ પોતાના લાંબા વાળોમાં હાથ ફેરવતા બોલ્યો.

નીયા હસીને બોલી, "મારાથી વધું તારા પ્લાનનો અનુભવ કરવાવાળું બીજુ કોણ હોઇ શકે? અને તું કહે છે કે મને ખબર નથી. પ્લાન બનાવવામાં તું માસ્ટર છે એ હું જાત અનુભવ કરવા છતા ભૂલી ગઇ હતી."

વિરાજ થોડા ઊતરેલા મોંએ બોલ્યો, "બસ..નીયા..હજું કેટલું ગિલ્ટી ફીલ કરાવીશ યાર...કોઈ માણસ એકવાર વિશ્વાસ તોડે એનો મતલબ એતો નથીને કે તે બીજી વાર પણ વિશ્વાસ તોડશે જ અથવા તમે તેનાં પર વિશ્વાસ જ નાં મૂકો. મને મારી ભુલ સમજાણી છે અને તેનાં પ્રાયશ્ચિત સ્વરૂપે હું તને મદદ કરવા માંગુ છું, બસ?"

"ઓક્કે...ઓક્કે..સોરી. ચલો તો પ્લાન શરૂ કરી દઈએ. હું આલોકનાં ઘરે જઉ છું. બાય." નીયા ઉભા થતા બોલી.

વિરાજ પણ ઉભો થયો અને બોલ્યો, "ઓલ ધ બેસ્ટ."

નીયા અને વિરાજ કોફી શોપમાંથી નીકળા. નીયાએ પોતાની કાર આલોકનાં ઘર તરફ હંકારી મુકી. આલોકનાં ઘરનાં દરવાજા પાસે પહોચી નીયાએ ડોરબેલ વગાડી. આલોકે દરવાજો ખોલ્યો.

દરવાજો ખોલતા જ આલોક બોલ્યો, "તે તો બહુ વાર લગાડી હો... ચાલ હવે જલ્દી, બહુ ભુખ લાગી છે."

"હા, મને પણ બહુ ભુખ લાગી છે. હવે તું મને અંદર આવવા દે તો થાય." નીયા સ્મિત સાથે બોલી.

બધાં જમવા બેઠા. નીયાએ હવે પોતાનો પ્લાન શરૂ કર્યો.
નીયા જમતાં જમતાં બોલી, "આલોક"

આલોક બોલ્યો, "હં..."

"લગ્ન બાદ કદાચ મારે અમેરિકા જવાનું થશે" નીયા આલોક સામું જોતાં બોલી.

"અમેરિકા? કેમ ત્યાં?" આલોકે પૂછ્યું

"મને, અમેરિકામાં આવેલી હાર્વર્ડ યુનિવર્સીટીમાં એડમીશન મળી ગયુ છે." નીયા બોલી.

"તારે તો આવો સારો બિઝનેસ છે, હવે તારે ભણવાની શું જરૂર છે?" આલોક નીયા સામું આશ્ચર્યભાવે બોલ્યો.

નીયા જમતા-જમતા બોલી, "મારે તે યુનિવર્સીટીમાં માસ્ટર્સ કરવું છે. હું તે યુનિવર્સીટીમાં એડમીશન લેવા માટે ઘણા સમયથી તૈયારી કરતી હતી અને ઘણી મહેનત બાદ માંડ કરીને એન્ટ્રન્સ એક્ષામ પાસ કરી છે."

"ઓહો...કોન્ગરેચ્યુંલેશન્સ પણ તારેતો આપણાં મેરેજ પછી તરત જ અમેરિકા જવું પડશે ?" આલોકે પુછ્યું.

"હા, આપણાં મેરેજ પછી તરત." નીયા બોલી.

"સરસ, તો હું પણ આવીશ તારી સાથે અમેરિકા" આલોકે કહ્યું.

" તમારાં મેરેજ પછી તરત? ત્યાં રહેવાનું? જવાનું? કેવી રીતે થશે બધુ?" હેત્વિઆંટીએ પુછ્યું.

"અરે, આંટી, ત્યાં નજીક કેમ્બ્રિજમાં તમારુ ઘર છે ને? ત્યાં અમે રહીશું" નીયા બોલી.

"હા..અને ત્યાં આમારી હોસ્પિટલ પણ આવેલી છે જયાં હું પહેલા કામ કરતો હતો, થોડા સમય માટે પાછો ત્યાં જ કામ કરી લઈશ. બરોબર ને?" આલોક બોલ્યો

"પણ બેટા.." અભિજીતભાઈ બોલવાજ જતાં હતાં ત્યાં આલોક બોલ્યો "અરે તમે ટેન્શન શા માટે લ્યો છો થોડા સમય પૂરતીજ વાત છે ને?"

નીયાએ હેત્વિબહેન તેમજ અભિજીતભાઈ સામું જોયું. તેઓ બન્નેનાં માથા પર પરસેવો આવી ગયો હતો અને બન્ને મૂંઝાયેલા ચહેરે એક-બીજા સામું જોવા લાગ્યા. નીયા આ જોઈને મનમાં જ હસી અને બોલી, "વાહ...વિરાજ...શું પ્લાન સુંઝાડ્યો છે?"

આલોક બોલ્યો, "તારો આઇડીયા સરસ છે. પણ તારા બિઝનેસનું શું?"

નીયા સ્મિત કરતા બોલી, "બિઝનેસમાં હવે મને કોઈ રસ રહ્યો નથી. હું મારો સંપુર્ણ બિઝનેસ મેહુલભાઈનાં નામે કરતી જઈશ અને તેનો બધો કારભાર પ્રીયંકાને સોંપી દઈશ."

"ઓક્કે, ગુડ આઇડિયા." આલોક હસીને આટલું બોલ્યો અને જમવા લાગ્યો. પણ હવે હેત્વિબહેન કે અભિજીતભાઈને જમવાનું ગળે ઊતરે તેમ નહતું. તેમનાં ચહેરાનો રંગ ઊડી ગયો હતો. નીયા તો તેમની સામું જોઇને ખુશ થતી હતી અને તે પણ જમવા લાગી.

જમ્યા બાદ હેત્વિબહેન રસોડામાં કામમાં પરોવાયા, અભિજીતભાઈ હોલમાં ટી. વી જોઇ રહ્યાં હતાં અને આલોક અને નીયા આલોકનાં રૂમની બાલ્કનીમાં બેઠા હતાં. બન્નેએ ઘણી વાત-ચિત કરી. નીયા ત્યાંથી નીકળી પછી અભિજીતભાઈએ વકીલને ફોન કરીને સમગ્ર ઘટના કહી. વકીલે અભિજીતભાઈને પોતાની ઓફિસે બોલાવ્યા.
અભિજીતભાઈ ટેન્શનમાં હતાં, હવે શું થશે? એ વિચારતાં હતાં ત્યાંજ તેને વિરાજ યાદ આવ્યો તેણે તરતજ વિરાજને કૉલ કર્યો.

વિરાજે કૉલ ઉપાડ્યો, "હેલ્લો... કોણ?"

અભિજીતભાઈ બોલ્યા, "હેલ્લો, વિરાજ... હું અભિજીત."

"કોણ અભિજીત?" વિરાજ અભિજીતભાઈ બોલે છે તે જાણતો હતો પણ તેને અચાનક મસ્તી સુઝી એટલે તેણે અજાણ બનીને પુછ્યું.

"અરે બેટા, હું અભિજીત, નીયાના સસરા બોલું છુ." અભિજીતભાઈ બોલ્યા.

"ઓહહ...ડિયર અંકલ. બોલો...બોલો..." વિરાજે હસતા-હસતા કહ્યુ.

"બેટા, મને લાગે છે કે તારે બદલો નહીં લેવાય અને મને સંપતી પણ નહીં મળે." અભિજીતભાઈ ચિંતીત સ્વરે બોલ્યા.

"કેમ અંકલ શ્રી, તમો આવુ શું કામ બોલો છો?" વિરાજે નાટકીય સ્વરમાં કહ્યુ.

અભિજીતભાઈએ વિરાજને નીયાએ જમવા સમયે કહેલી બધી વાત કહી.

વિરાજ ફરીથી નાટકિય સ્વરમાં બોલ્યો, "હે...મહાદેવ...આ શું થઈ ગયુ? આપણે કાંઇક કરવું જ પડશે."

"હા, એટલાં માટે તો મેં તને કૉલ કર્યો છે. હું તને હમણાં પેલા દિવસે મારી સાથે કોફી શોપ પર બેઠેલા વકીલની ઓફિસનું એડ્રેસ મોકલું છુ. તું આજે સાંજે ત્યાં આવી જા, હું પણ ત્યાં પહોંચું છુ." અભિજીતભાઈ બોલ્યા.

"ઓક્કે, અંકલ." વિરાજે આટલું બોલીને કૉલ કટ કર્યો અને તરતજ નીયાને કૉલ કર્યા, "હેલ્લો, નીયાજી...પ્લાન સક્સેસફુલ. બાકી, કહેવાય હો..અભિજીતભાઈની વાત પરથી એમ લાગે છે કે તે ત્યાં ગજબ એક્ટિંગ કરી હશે."

"હા તો... એક્ટિંગમાં તો આપણને કોઈ ના પહોંચે. પણ મે એક વાત જોઇ છે કે આલોકે મારી અમેરીકા જવાની વાત પર કાઇજ રીએકટ નાં કર્યું અને મેહુલભાઈને સંપતી આપવાની વાતમાં પણ તેનાં ચહેરા પર એવાં કોઈ હાવ-ભાવ નહતા જોવા મળતાં." નીયા બોલી.

"મને તો એવું લાગે છે નીયા કે આલોક આ પ્લાનમાં સામેલ નહીં હોય. બાકી આટલી સહજતાથી થોડી વાત કરી શકે?" વિરાજ બોલ્યો.

"હમ્મ...યાર, હું જ્યારે આ બધુ બોલી રહી હતી ત્યારે અભિજીતઅંકલ અને હેત્વિઆંટીનાં ચહેરા જોવા જેવા હતાં. નીચોવાઇ ગયેલાં લીંબુ જેવા થઈ ગયેલાં હતાં." નીયા આટલું બોલીને હસવા મંડી.

"યસ,.. નીયા પણ હજુ તે લોકોનાં સાચા ઉતરેલા ચહેરા જોવાને થોડીવાર છે." વિરાજ બોલ્યો.

"જનાબ...શુભ કામમેં દેરી કેસી?" નીયા સ્માઈલ સાથે બોલી.

"યસ, ચાલ, બાય." વીરાજે કૉલ કટ કર્યો અને ત્યાંજ તેનાં ફોનમાં અભિજીતભાઈએ વકીલની ઓફિસનું મોકલેલું એડ્રેસ જોયું.

સાંજે વિરાજ પોતાની બાઇક લઇને ત્યાં પહોંચ્યો.
વાત-વાત માં વકીલે વિરાજને પૂછ્યું "તારું આમાં શું કહેવું છે વિરાજ?"

વિરાજ: અભિજીતભાઈ, તમારે નીયાની સંપતી હડપવિ છે અને તેને કારણે તમે આલોકનાં લગ્ન નીયા સાથે કરાવી રહ્યા છો.રાઈટ?

વકીલ :બેટા, આમાં તું નવીનમાં શું બોલ્યો? હવે આ નીયાને અમેરિકા જતાં કઇ રીતે રોકવી એ વિચાર્યું છે તે?

વિરાજ: હું શું વિચારી શકું વકીલ સાહેબ?... હું તો એક પામર મનુષ્ય છું. તમે બન્ને મારાથી વધું જ્ઞાની અને અનુભવી છો માટે મારા મતે તમે અને ડિયર અંકલ જે નિર્ણય લેશો, તે યોગ્ય જ હશે.

વકીલ: જુઓ અભિજીત ભાઈ, તમે નીયાની સંપતી જ હડપવા માંગો છો ને? નીયા ભલેને અહિં હોય કે અમેરિકા.. જો નીયા તેનો બિસનેઝ તેનાં ભાઈ મેહુલનેજ સોંપીને જતિ હોય તો તમે કાંઇક એવું જાળ બીછાવો કે જેમા ફોસલાઈને મેહુલ તે સંપતી તમારા લોકોના નામે કરી નાખે.

અભિજીત ભાઈ: હા, એ બોલવું તો બહુ સહેલું છે પણ એવું તો શું કરીશું જેનાથી મેહુલ તેની સંપતી આપણાં નામે કરવા રાજી થાય.

ત્રણેય વિચારીજ રહ્યાં હતાં ત્યાંજ વિરાજ બોલ્યો "આઈડિયા... આવતાં બુધવારે 31st ડિસેમ્બર છે, તમે મેહુલ સહીત નીયાનાં પૂરા પરિવારને તમારે ત્યાં પાર્ટીનું આમંત્રણ આપો અને ત્યાં તમને મેહુલ સાથે વાત કરવાનો અને તેને લાગણીઓના જાળમાં ફસાવવાનો સારો મોકો મળશે.

વકીલ: અરે વાહ...આ આઈડિયા તો જોરદાર છે, અભિજીત ભાઈ તમે અત્યારેજ રિતેશભાઈને ફોન કરીને આમંત્રણ આપી દો.

અભિજીત ભાઈએ રિતેશભાઈને ફોન કર્યો, રિતેશભાઈનો ફોન વાગ્યો ત્યારે નીયા તેની બાજુમાંજ બેઠી હતી, રિતેશભાઈએ મજાકમાં નીયાને કહ્યું "જો તારા સાસરેથી ફોન છે, ઉભ હું ફોનને સ્પીકર પર રાખું છું"

નીયાએ કહ્યુ "શું પપ્પા તમે પણ.."

રિતેશભાઈ:હેલો

અભિજીતભાઈ: હેલો રિતેશ... કેમ છે?

રિતેશભાઈ:મજા મજા.. બોલ બોલ કાઈ કામ હતું?.

અભિજીતભાઈ: અરે આવતાં બુધવારે 31st ડિસેમ્બર છે, તો તમને આખા પરિવારને અમારે ત્યાં પાર્ટીનું આમંત્રણ આપવા કોલ કર્યો હતો.

આ સાંભળીને નીયાએ તેનાં પપ્પાને અભિજીત ભાઈને સામું આમંત્રણ આપવા ઈશારો કર્યો.
રિતેશ ભાઈએ અભિજીતભાઈને કહ્યુ : ભાઈ તમે લોકોજ અમારે ત્યાં આવી જાઓ ને, ઓમ પણ નીયા આ ઘરમાં વધુંને વધું સમય પસાર કરવા માંગે છે....

અભિજીતભાઈએ ફોન પર હાથ રાખીને વિરાજ તથા વકીલને કહ્યું કે "રિતેશ તો સામું તેને ઘરે બોલાવે છે..શું કરું?"

આ સાંભળીને વિરાજ બોલ્યો : "કોઈ વાત નહીં અંકલ, તરબુચ છરી પર પડે કે છરી તરબુચ પર શું ફરક પડે? છેલ્લે કપાવવાનું તો તરબૂચને જ છે ને."

અભિજીતભાઈએ રિતેશ ભાઈ ને હા પાડી દીધી અને બધાં ઓફીસ માંથી છુટા પડ્યા.

રાતે વિરાજે નીયાને કોલ કર્યો...
વિરાજ:શું મેડમ.. થાય છે ને આપણા પ્લાન મુજબ?!!

નીયા:હા બસ હવે એકવાર 31st ડિસેમ્બર આવે એટલે આપણી ઈંતેજારીનો અંત આવે.

વિરાજ:ચાલો હવે પ્લાનિંગ મુજબ ન્યુ-યર પર ફોડવા માટે ફટાકડા અને મીઠાઈની ખરીદી કરૂ છું. અને બન્નેએ હસતાં હસતાં ફોન કટ કર્યો.

તમને શું લાગે છે ? વિરાજ અને નીયા ક્યાં ફટાકડા અને મીઠાઈ વિશે વાત કરતાં હશે ? તે જાણવા માટે તમે બધાં પણ 31stની પાર્ટી માં આવીજજો...