નિલક્રિષ્ના - ભાગ 6 કૃષ્ણપ્રિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિલક્રિષ્ના - ભાગ 6

આગળ આપણે જોયું કે,રોજ વહેલી સવારે હેત્શિવા મહાદેવની પૂજા આરાધનામાં લીન થઈ જતી હતી‌.અને એજ રીતે સાંજના સમયે પણ મહાદેવની આરતી પૂજા એ કરતી હતી.

સાંજનો સમય થવા આવ્યો હતો.અને ધરાની આંખ સામે થોડુ અંધારું પણ વધવા લાગ્યું હતું.ધરા લપાતી છૂપાતી રેતમહેલના ખૂણે ખાચકે આગળ વધી રહી હતી.
સાંજ પડતાં એનાં ચહેરા પર ગભરામણ અને ડરે પણ જગ્યા લઇ લીધી હતી.કેમ કે,સમુદ્રમાં અંધારું વધી રહ્યું હતું,અને અન્ય જળચર પ્રાણીઓનો એને ડર લાગવા મડયો હતો.

અત્યારે હેત્શિવા પૂજા ઘરમાં હોવાથી બધી સ્ટાર ફીસ એ તરફ હતી.તેથી એ બાજુ અજવાળું દેખાતું હતું. ધરા પણ એ તરફ અજવાળું દેખાતાં ઉતાવળે દરિયાની લહેરો સાથે આગળ વધી રહી હતી.

એ ઝાંખા દેખાતાં પ્રકાશનાં પડછાયામાં આછેરી મનુષ્ય શરીરની ઝલક રેતમહેલના પ્રાણીઓની નજરમાં આવી.
આ દ્શ્ય જોતાં બધા સ્તબ્ધ થઈ ગયાં.સમુદ્રની ગહેરાયોમાં એક સ્ત્રી જળચર પ્રાણીઓની જેમ જ શ્વાસ ભરી રહી હતી.

સમુદ્રની અંદર આ સ્ત્રી જળચર પ્રાણીઓની જેમ‌ જ શ્વસન કરી રહી હતી.આ જોઈને બધા વિસ્મયમાં પડી ગયા કે,આ કેમ શક્ય બને કોઈ મનુષ્ય પાણીમાં જીવીત કેમ રહી શકે?

થોડા પ્રકાશમાં એ સ્ત્રી સામે બધા પ્રાણીઓ એકીટશે જોઈ રહ્યા હતાં.સમુદ્રનાં પાણીમાં ભીજાયને એનું રૂપ વધારે નિખરી રહ્યું હતું.આ આછાં પ્રકાશમાં એનાં ઉંચા પાતળાં કદનાં વણાંકો સ્પષ્ટ રીતે દેખાય રહ્યાં હતાં.જેમ જેમ પ્રકાશ વધારે પડતો ગયો એનાં પર તેમ તેમ એની સ્પષ્ટ છબી બધાં પ્રાણીઓને દેખાવા લાગી ગઈ.

કાળા અંધાર્યા આ સમુદ્રમાં એનું રૂપ દૂધ જેવું સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું.

એને આ રેતમહેલમાં આવવાની અનુમતિ કોણે આપી હશે?એવું રેતમહેલના સમુદ્રી જીવો વિચારી રહ્યા હતાં.

આ સમુદ્રી રાક્ષસી જીવોને જોઇને ધરા ધીમે ધીમે પોતાની દિશા બદલી પાછળ જવા લાગી.

એમાંથી કોઈ એક રાક્ષસી જીવે પોતાનું મોં ફાડીને એલર્ટ કરતાં અવાજે કહ્યું કે,"થોભી જા સ્ત્રી ત્યાં ને ત્યાં જ થોભી જા!."

આમ થવાથી એ આગળ વધતી અટકી ગઈ.અને પૂરેપૂરી ગભરાઈ ગઈ કે આ જળચર પ્રાણીઓ અને રાક્ષસો ક્યાંક મારું ભક્ષણ કરી ન લે...!

ત્યા અચાનક રેતમહેલના જળચર પ્રાણીઓનું ટોળું બહાર નીકળી એ જગ્યાએ એની સામે જ અથડાયું.એને વધું ડરેલી જોઈ બધાં પ્રાણીઓ એની આસપાસ ગોઠવાઈ ગયા.

ખરેખર તો એ જેનાથી ડરી રહી હતી.એ બધાં પ્રાણીઓ તો એને બચાવવા આવ્યા હતાં.

એ બધાં પ્રાણીઓએ ધરાને બચાવવા માટે જ ત્યાં થોભી જવાનું કહ્યું હતું.કેમ કે,એ બધાં જાણતા હતા કે "હવે સમુદ્રની જરીકેય ઊંડાઈ તરફ જવું એ ખતરાથી ખાલી નથી."

આ પ્રાણીઓથી ડરીને ધરા મોટા અવાજ કરવા લાગી, "બચાવો બચાવો!"ધરાનો આ અવાજ હેત્શિવા સુધી પહોંચતાં જ એ જલ્દીથી પૂજા ઘરની બહાર નીકળી આવી.

હેત્શિવા પૂંજાઘરમાંથી બહાર નીકળી રહી હતી ત્યાં એને જોયું કે,"રેતમહેલના જળચર પ્રાણીઓ પૂજા ઘરની બાર ટોળે વળીને ઉભા છે."
એ ટોળાંની વચ્ચે કોણ હતું એ સરખાએ હેત્શિવાને દેખાતું ન હતું.એ જે કોઈ હતું એ ટોળાંની વચ્ચે વધુ દબાઈ રહ્યું હતું.ઈરાદો કોઇનો એને હાનિ પહોચાડવાનો ન હતો.પરંતુ ટોળાનાં દબાણને કારણે એનું માથું એક દરિયાઈ પથ્થર પર પછડાયુ અને લોહી વહેવા લાગ્યું.ના સમજ,બુદ્ધિહીન જળચર પ્રાણીઓ આ સ્ત્રીને લાગેલો ઘા પણ સમજી શક્યા નહીં.અને સવાલોનો મારો ચાલુ રાખ્યો કે,

"તું રાત્રે આવી રીતે કેમ ભટકે છે ?
આમ સમુદ્રમાં ભટકવાથી તને કોઈ ખતરોં નથી લાગતો ?
તું જ્યાંથી આવી છો ત્યાં જ ફરી જવા નીકળી જા,તું આ સમુદ્રમાં સુરક્ષિત નથી.
આ તો તું રેતમહેલના પ્રાણીઓથી ઘેરાયેલી છો.એટલે જ જીવંત છો.રેતમહેલનાં પ્રાણીઓ મનુષ્યોનો શિકાર ક્યારેય કરતાં નથી."

આવું થતું જોઈ હેત્શિવાએ એ ટોળાને ઝડપથી પાછળ ખસેડીને ધરાનું માથું પોતાના ખોળામાં લઈને એનો ઘા સાફ કરવા લાગી ગઈ.

ધરાની આંખ અડધી ખુલતી હતી અને ફરી બંધ થઈ જતી હતી.ધરા બેશુધ્ધિની હાલતમાં પણ માથાપર હાથ રાખીને બધાને જોવાની કોશિશ કરી રહી હતી.પરંતુ એને બધું ઝાંખું ઝાંખું જ દેખાઈ રહ્યું હતું.

થોડો ઘા લૂછીને પૂંજાઘરનાં પાસે એક પથ્થર પર બેસાડી હેત્શિવાએ ધરાને પૂછ્યું કે,

"તું દરિયાઈ જીવ નથી!મને તો તું પૃથ્વી પરથી આવેલ કોઈ માનવી હોય એવું લાગે છે.

શું તું પૃથ્વીલોક માંથી આવી છો?

તુ દેખાવથી મારા દુશ્મનની કોઈ ચાલ હોય એવું મને નથી લાગતું!તું કોઈ સારી સ્ત્રી હોય એવું દેખાય છે."

હેત્શિવાના આટલાં બધાં સવાલથી ધરા હેબતાઈ ગઈ હતી.હેત્શિવાની સાથે જળચર પ્રાણીઓનું લાંબુ લશ્કર એને ઘૂરી ઘૂરીને જોઈ રહ્યું હતું.ડરતી કાપતી ધરા બેશુધ્ધિની હાલતમાં ઉભી થવા જઇ રહી હતી એ જોઈને હેત્શિવાએ ફરી એને કહ્યું કે,

" તું ડર નહીં. અહીં બધાં એટલે ટોળે વળ્યા છે કે, તું એનાં જેવી નથી દેખાતી...!બાકી આમાંથી કોઈ તને હેરાન નહીં કરે‌.આવ તું મારી પાસે અહીં ફરી બેસી જા! શાંતીથી મારી વાત સાંભળ...!પહેલાં બેસ તું અહીં નિરાંતે!"

ધરાને કોઈ જાજો ઘા નહોતો વાગ્યો.પરંતુ એ આ અલગ વાતાવરણને લીધે વધારે ગભરાઈ ગઈ હતી.

હેત્શિવાએ ફરી પ્રેમથી એનાં પર હાથ રાખતાં કહ્યું કે,

" સાધારણ ઘા છે.ચિન્તા ન કર અઠવાડિયામાં તો મટી જશે.

તું કોણ છે એ તો હવે કહે?

તું અહીં સુધી કંઈ રીતે પહોંચી?

તું અહીં કોઈને ઓળખે છે?

તું જાણે છે કે તું અત્યારે ક્યાં છે?"

ધરા ડરના કારણે બોલી શકતી ન હતી.એ વિચારવા લાગી કે,"આ રાક્ષસી પર પુર્ણ ભરોસો કરીને હું ક્યાંથી આવી છું,એ હકીકત એને કહીં દઉં કે,ફરી પૃથ્વી પર જવા નીકળી જઉ...!જો ફરી પૃથ્વી પર જવું જ હતું તો હું ત્યાંથી અહીં આવી શું કામ?કદાચ અહીં પહોંચાડવા પાછળનો મહાદેવનો કોઈ સંકેત હશે ખરો?

આમ મનોમન થતી દ્વિધામાંથી એ પાછી આવી ગઈ અને હેત્શિવાને પોતાના વિશે સત્ય હકીકત જણાવવા આગળ વધી રહી હતી.

હા, કહેવું જરૂરી પણ હતું.જો સત્ય એ કહેશે નહીં તો હેત્શિવાને ક્યાંથી ખબર પડશે કે,"ધરા ક્યાંથી આવી છે,અને ક્યાં જવા નીકળી છે." દર્દ ભરી જિંદગીમાંથી
નિકળીને હવે જો એ કંઈ છુપાવવા જશે તો હજુ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે‌.અને સત્ય કહેશે તો કદાચ એની દર્દ ભરી જિંદગીમાથી દૂર થવાનો આગળ રસ્તો નીકળશે.

ધરા થોડો સમય મનોમન વિચાર્યા પછી હિંમત કરીને
હેત્શિવા તરફ જોઈને એકી શ્વાસે પોતાની હકીકત કહેવા લાગી ગઈ.

"હું સોમનાથની ધરા છું.નિલક્રિષ્નાનું મુખ માધુરીનું દર્શન કરવા આવી છું.મને સમુદ્રમાં શ્વાસ ભરી પોતાને સુરક્ષિત રાખવાની શક્તિ ઓક્ટોપસ શિવમન્યુએ પોતાની નેમ પ્લેટનાં પ્રકાશથી આપી છે.હું એ જાણતી નથી કે શિવમન્યુ સાથે મારે શું સંબંધ છે.પરંતુ આ શક્તિ પ્રાપ્ત થતાં હું એટલું તો જાણી જ ગઈ છું કે,હું કદાચ પુર્વભવની એની મમતાળી મા જ છું.શિવમન્યુનો આત્મા મને 'ધરા મા' કહીને સંબોધતો હોય એવો પણ ભાસ ત્યાંથી આવતી હતી ત્યારે થયો હતો.હું પૃથ્વી પરથી સમુદ્રમાં મારાં મનના ઉલજતા સવાલોનાં જવાબ શોધવા આવી છું."આમ ધરા આંસુ ભરેલી આંખોથી હેત્શિવાએ પૂછેલા સવાલોનાં જવાબો પુરવા લાગી ગઈ હતી.

તેને કેમ,કંઈ રીતે વાંસળીના સૂર સંભળાઈ રહ્યા હતાં એ બધી જ વાત તેને કહીં સંભળાવી.બધાં પ્રાણીઓ ધરાએ કહેલી વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયાં.અને એ બધાં એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા કે,

( ક્રમશ:)

- કૃષ્ણ પ્રિયા✍️