ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 13 Nidhi Satasiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સ્ત્રીનું રૂપ

    માનસીએ પરણીને ઘરમાં પ્રવેશ કર્યો. કુમકુમના પગલાં સાસુમાએ પડા...

  • શંખનાદ - 13

    વિક્રમ સન્યાલે એક હિન્દુસ્તાની તરીકે ખુલે આમ પાકિસ્તાન ને દે...

  • નિયતિ - ભાગ 7

    નિયતિ ભાગ 7રિદ્ધિ અને વિધિ બને કોલેજની બહાર નીકળતા જ કૃણાલ ઉ...

  • એક પંજાબી છોકરી - 34

    સોહમના મમ્મી સોનાલીને કંઇક પૂછવા જતા હતા ત્યાં બોલતા બોલતા અ...

  • બે ઘૂંટ પ્રેમના - 14

    " શૂટ બુટ પહેરીને આજ શેની પાર્ટી અટેન્ડ કરવા જઈ રહ્યો છે હે?...

શ્રેણી
શેયર કરો

ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 13

" શુ સમાચાર મળ્યા ?"

સાન્વીએ એકદમથી પુછી લીધું.

" એ જ કે જીયાના લગ્ન થ‌ઈ ગયા છે અને તે પોતાના પતિ સાથે વિદેશ રહેવા જતી રહી છે. " સમર્થ ફરી ચૂપ થ‌ઈ ગયો...

" શુ? એણે કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા અને તને જાણ પણ નહોતી ?" સાન્વી ભારે આશ્ચર્ય મા હતી કે જીયા તો સમર્થને ખૂબ જ પ્રેમ કરતી હતી તો પછી સમર્થને છોડીને કોઈ બીજાને કંઈ રીતે પરણી ગ‌ઈ.

" હા... હુ જ્યારે તેના ઘરે ગયો ત્યારે ત્યાં કોઈ જ નહોતુ... અને તેની ઘરે જે નોકર કામ કરતા હતાં તેમણે મને કહ્યું કે જીયાના લગ્ન થ‌ઈ ગયા છે અને તે પોતાના પતિ સાથે વિદેશ રહેવા જતી રહી છે અને જીયાના પેરેન્ટ્સ પણ એ ઘર બદલીને બીજા ઘરે રહેવા જતા રહ્યા છે. એ લોકો જે ઘરમા રહેતા હતા તે ઘરને સર્વન્ટ ક્વાટર બનાવી દીધું છે... હુ તો થોડીવાર શૉક્ડ થ‌ઈ ગયો. મને કંઈ જ ના સમજાયુ કે શુ કરું અને શુ નહી ? શુ સાચે જ મારી જીયાએ મને છોડીને કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા ? તેને હુ યાદ નહી આવ્યો હોવ ? તેણે મારી સાથે પ્રેમનુ નાટક કર્યું હશે ? એવા અઢળક વિચારો મારા મગજમાં ફરી રહ્યાં હતાં પણ હુ તરત કોઈ નિર્ણય લેવા નહોતો માંગતો... જીયા મારો પ્રેમ હતી , મારી જીંદગી હતી , મારૂ સર્વસ્વ હતી હુ તેને આમ ખોવા નહોતો માંગતો... મે તરત જ તેને ફોન કર્યો અને મારા આશ્ચર્ય વચ્ચે તેનો ફોન બંધ આવી રહ્યો હતો. થોડીવાર તો મને એમ થયું કે જરૂરથી જીયા સાથે કંઈ ખોટું થયું હશે નહિતર એનો ફોન ક્યારેય બંધ ના આવે ! મે તરત જ જીયાના મિત્રોને ફોન કર્યા જે જીયાના અને મારા બંનેના જ કોમન ફ્રેન્ડ હતા અને કોઈને પણ જીયા વિશે કોઈ ખબર નહોતી. તે બધાં એ પણ જીયાને છેલ્લી વાર પિકનિકમાં જ જોઈ હતી અને એ પછી થી જ જીયા એ બધાં સાથે સંપર્ક તોડી નાખ્યા હતા... હુ હતાશ થ‌ઈ ગયો. જે છોકરીને મે સૌ થી વધારે પ્રેમ કર્યો હતો ; જેની સાથે જીવન વિતાવવાના સપનાં જોયા હતાં તે મને છોડીને જતી રહી હતી પણ કેમ ? મે એવું તે શુ કર્યું હતું કે એ મને છોડીને જતી રહી ? મારી પાસે મારા જ સવાલોના કોઈ જવાબ નહોતા કે ના એ જવાબ આપવા માટે જીયા હતી... હું ભાંગી પડ્યો બધું જ એકદમ થી બદલાઈ ગયું અને ધીમે ધીમે હુ ડિપ્રેશનનો શિકાર થવા લાગ્યો... " સમર્થ હાંફતા હાંફતા બોલી રહ્યો હતો. આ બધી વાત તેના માટે આજે પણ એટલી જ તકલીફ દાયક હતી જેટલી બે વર્ષ પહેલા હતી. જ્યારે જીયા તેને છોડીને ગ‌ઈ હતી.


" પછી શુ થયું હતું સમર્થ! તે જીયાને ક્યારેય શોધવાની કોશિશ ના કરી અને પોતાના સવાલોના જવાબ ના માંગ્યાં? " સાન્વીએ સમર્થના હાથ પર પોતાનો હાથ મુકી સાંત્વના જતાવતા કહ્યું. તેને સમર્થ માટે ખોટું લાગી રહ્યું હતું અને સમર્થને ઊદાસ જોઈ તે પણ હર્ટ થ‌ઈ રહી‌ હતી.

" કરી હતી ને કોશિશ પણ એ કોશિશ પછી તો જીયા તો જાણે એકદમથી મારાથી દૂર થ‌ઈ ગ‌ઈ... હુ ડિપ્રેશનમાં હતો અને મારા મિત્રો મારા માટે સતત જીયાને શોધી રહ્યાં હતાં અને એક દિવસ ખબર પડી કે જીયા દિલ્હીમા રહે છે અને હુ તરતજ દિલ્હી પહોંચી ગયો જીયાને મળવા.... પણ તેણે મને એમ કહી ધુત્કારી દીધો કે હુ મીડલ ક્લાસ છુ અને તેનો પતિ ઇન્ડિયા નો યંગેસ્ટ બિઝનેસ મેન હતો જેના જેટલી પ્રોપર્ટી મેળવવા માટે સાત જનમ લેવા પડશે... " કહેતા સમર્થ ફરી ભૂતકાળમાં જતો રહ્યો.
















જીયા અને સમર્થ બંને જ આમને સામને ઉભા હતાં.


" જીયા , તને ખબર છે તારા વગર મારી શુ હાલત થ‌ઈ હતી ? તુ મને છોડીને કેવી રીતે જ‌ઈ શકે છે યાર ? તે તો લાઈફ ટાઈમ સાથે રહેવાનું કહ્યું હતું ને તો પછી તુ મને છોડીને કેમ જતી રહી ? તે સાચે જ લગ્ન કરી લીધા છે ? તે કોઈ દબાવ માં આવીને તો લગ્ન નથી કર્યા ને ! પ્લીઝ જીયા મને જણાવ... હુ તારા વગર નહી રહી શકું. આઈ લવ યુ જીયા પ્લીઝ પાછી આવી જા... જે પણ પ્રોબલેમ થ‌ઈ હશે એ આપણે બંને મળીને સોલ્વ કરીશું... પણ પ્લીઝ તુ પાછી આવી જા. " સમર્થ લગભગ જીયાને જોઈને રડી પડ્યો હતો... સમર્થ ની એ હાલત જોઈ જીયાની આંખો પણ નમ થ‌ઈ આવી પરંતુ તરત જ પોતાના મનને મક્કમ બનાવી તે સમર્થને ધક્કો મારતા બોલી ,

" બટ આઈ હેટ યુ સમર્થ..."

જીયા એ જે રીતે કહ્યું હતું એ પછી સમર્થ તેને આઘાત થી જોઈ રહ્યો કે જીયાએ ફરી બોલવાનુ ચાલુ કર્યું,

" હા, સમર્થ આઈ હેટ યુ... મે તને ક્યારેય સાચે પ્રેમ નહોતો કર્યો. એ તો બસ કોલેજ ની મસ્તી અને નાદાની હતી , એક આકર્ષણ હતું અને ઉપરથી તુ રહ્યો મીડલ ક્લાસ અને મારા સપના મારુ જીવન બધું જ હાઈ ક્લાસ છે જે તુ ક્યારેય મને નહીં આપી શકે.... તારો તો એક મહિનાનો એટલો પગાર પણ નહી હોય જેટલો મારો ખર્ચો છે અને મારો પતિ તને ખબર છે એ માત્ર દિલ્હીમાં જ નહી પણ ઇન્ડિયાનો યંગેસ્ટ બિઝનેસ મેન છે અને તેની પાસે એટલી બધી પ્રોપર્ટી છે કે મારા પતિ જેટલી પ્રોપર્ટી અને મારા પતિ જેવુ જીવન જીવવા માટે તારે સાત જનમ લેવા પડશે... અને ખબરદાર જો આજ પછી મારી સામે આવ્યો છે તો તારા માટે સારૂ નહી થાય. " કહેતા જીયા કાર મા બેસીને જતી રહી અને સમર્થ ત્યા જ જમીન પર સપડાઇ પડ્યો....



























સમર્થ ની આંખો ફરી ભરાઈ આવી તે નમ આંખે જ ફરી બોલ્યો, " જીયા મને છોડીને હંમેશા માટે જતી રહી અને મે પણ એને ભૂલીને આગળ વધવાનું નક્કી કરી લીધું અને પોતાનો બિઝનેસ ઉભો કર્યો... પણ આજ સુધી જીયાને ભુલી નથી શક્યો... " સમર્થ ખામોશ થ‌ઈ ગયો.

સાન્વી પણ એકદમ ખામોશ હતી. શુ કહેવું ? શુ કરવું? તેને કંઈ જ નહોતું સમજાઈ રહ્યું... પણ સમર્થને આમ દુઃખી જોઈ તે પોતે પણ દુઃખ અનુભવી રહી હતી. સમર્થના આંસુ તેને પણ તકલીફ આપી રહ્યાં હતાં. તે પોતાની જગ્યાએથી ઊભી થ‌ઈ અને સમર્થ ની પાસે આવી તેને ગળે લગાવી લીધો. સમર્થ પણ તેને ગળે લાગી રડવા લાગ્યો.


બધી વાત વિડિયો કોલ પર સાંભળી રહેલો પરીન પણ સમર્થ અને જીયાની સ્ટોરી સાંભળી ગ્લાનિભાવ અનુભવી રહ્યો હતો. તેને લાગી રહ્યુ હતુ કે તે જીયા અને સમર્થ વચ્ચે આવી ગયો છે. પણ શુ સાચે જ તે જીયા અને સમર્થ વચ્ચે આવી ગયો હતો ? શુ જીયાએ પૈસા માટે જ‌ઈને સમર્થને છોડી દીધો હશે ? કે પછી કોઈ બીજું કારણ હશે? પરીન પોતે પણ તારણ કાઢી રહ્યો હતો. એટલા મા જ તેની નજર જીયા પર પડી જેને લગભગ હોશ આવી રહ્યો હતો. તેણે પોતાના આદમીને થોડી વારમા ફોન કરું કહી ફોન કાપી નાખ્યો અને જીયા નાસે આવ્યો.


એટલામાં જીયા એ આંખો ખોલી અને પરીનને જોઈ ચહેરા પર સ્માઈલ લાવતા બોલી ,

" પરીન. "

પોતાનુ નામ જીયાના મોઢે થી સાંભળીને પરીન શૉક્ડ થ‌ઈ ગયો. શુ જીયાને બધું યાદ આવી ગયું હશે ?



જાણવા માટે જોડાયેલા રહો...

વધુ આવતા અંકે...