ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 2 Nidhi Satasiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 2

ખોટું બોલીને કદાચ કોઈ નુ મન જીતી શકાય , પરંતુ વિશ્વાસ જીતવા માટે સત્ય જ બોલવુ પડે છે. તો શુ સમર્થ પણ સાન્વીનો વિશ્વાસ જીતવા માટે તેને પોતાનો ભૂતકાળ કહેશે કે પછી જીયા ને એક રાઝ બનાવી ને જ રાખશે !


સમર્થ અને સાન્વી બંને જ પોતાના લગ્નની ખરીદદારી કરવા માટે વી આર મોલ મા આવ્યા હતા, જે સુરત નો સૌથી મોટો અને સૌથી પ્રખ્યાત મોલ હતો. સાન્વીએ પહેલા પોતાના માટે શોપિંગ કરી અને પછી સમર્થ નો હાથ પકડી બોલી , " સમર્થ ત્યાં ચાલ ત્યાં જેન્ટ્સ સેક્શન છે , આઈ એમ શ્યોર કે તને ત્યાંથી મારા કપડાં ને મેચિંગ શૂટ અને શેરવાની જરૂરથી મળી રહેશે."

સાન્વી અને સમર્થ બંને જ જેન્ટ્સ સેક્શન માં દાખલ થયા. ત્યાં જેન્ટ્સ માટે અલગ અલગ વેરાયટીમાં અવનવી ડિઝાઇન માં ઘણાં બધાં સૂટ હતા અને એ જોઈ સાન્વી ખુશ થઈ ગઈ.

" સર , મેડમ. કેન આઈ હેલ્પ યુ ?" તે દુકાનમાં કામ કરી રહેલા એક યુવકે તે બંને પાસે આવતા કહ્યું.

" યસ , સર માટે એક થી એક ચડિયાતા શુટ , બ્લેઝર અને શેરવાની પણ બતાવો." સાન્વીએ સમર્થના હાથમાં પોતાનો હાથ નાખતા કહ્યું.

" શ્યોર‌ મેમ કમ વિથ મી." કહી તે યુવક આગળ ચાલવા લાગ્યો અને સાન્વી સમર્થ તેની પાછળ પાછળ. દુકાનદાર સાન્વીના આઉટફિટ ને મેચ થાય તેવી શેરવાની બતાવવા લાગ્યો પણ ‌સાન્વીને શેરવાની કંઈ ખાસ પસંદ નહોતી આવી રહી. તેણે શેરવાની એક સાઈડ મૂકી અને દુકાનદાર ને કહ્યું,

" આ શેરવાની રહેવા દો ; તમે છે ને સમર્થ માટે સ્ટાઈલિસ્ટ શુટ બતાવો , શુટમા સમર્થ એકદમ હિરો જેવો લાગે છે." સાન્વીએ કહ્યું પણ સાન્વીની વાતો એ સમર્થના માનસ પટલ પર ફરી એકવાર જીયાની યાદ તાજી કરી દીધી હતી.

" સમર્થ , આપણે છે ને ; ડેસ્ટિનેશન વેડિંગ કરીશુ અને આપણા બંનેના આઉટફિટ મેચિંગ રાખીશુ. આપણા લગ્નમાં આપણે છે ને બધી જ વિધિઓ કરીશું. લાઈક મહેંદી, પીઠી , પ્રી વેડિંગ ફોટોશૂટ, સંગિત , સગાઈ બધું જ. " જીયા એ સમર્થના ખભા પર માથું નાખતા કહ્યું.

" બીજું કંઇ? " સમર્થે જીયાના વાળ મા પોતાનુ માથુ નાખતા કહ્યું.

" અમમ.... હા , તુ છે ને આપણા લગ્નમાં શેરવાની ના પહેરતો. શેરવાની તને સુટ નથી થતી. તુ છે ને મારા આઉટફિટ સાથે મેચિંગ શુટ જ લે જે. આમપણ શુટમા તુ છે ને એકદમ હિરો જેવો લાગે છે." જીયાએ ખુશ થતા કહ્યું.

" અચ્છા , હિરો જેવો એમ !" સમર્થે પુછ્યું.

" એકદમ વરુણ ધવન જેવો."‌ જીયાએ ફરી સમર્થના ખભા પર પોતાનું માથું મુકી દીધું.

" સમર્થ.... સમર્થ; " સાન્વીએ સમર્થને બોલાવ્યો પણ‌ સમર્થ પોતાની જ અલાયદી દુનિયામાં વ્યસ્ત હતો.

" હં , કંઈ કહ્યું તે !" સાન્વીના અવાજ થી સમર્થ ભાનમાં આવ્યો.

" ક્યા ખોવાય જાય છે વારંવાર? તને શુટ પસંદ નથી ! તો રહેવા દ‌ઈએ આપણે શેરવાની જ લઈ લઈશું... " સાન્વીએ શુટ એકબાજુ મુકતા કહ્યું, પણ‌ સમર્થે તરત જ શુટ પોતાના હાથમાં લઈ કહ્યું,

" અરે , ના ના. તને પસંદ છે ને ! તુ તારી પસંદ પ્રમાણે મારા કપડાં સિલેક્ટ કરી શકે છે. તને અધિકાર પણ છે અને સ્વતંત્રતા પણ..."

" એટલે તુ લાઈફ ટાઈમ મારી મરજી મુજબ જ ચાલીશ , તારા તરફ થી મને કોઈ રોકટોક નહી હોય..." સાન્વી ખુશ થતા બોલી.

" રોકટોક વગરનો સંબંધ જ મજબૂત બની શકે છે , જો સંબંધ ને સાંકળ થી બાંધી રાખીશુ તો સંબંધ મુરઝાઈ જશે. તુ કપડાં સિલેક્ટ કરી લે; મારે એક અર્જન્ટ કોલ કરવો છે હુ હમણાં આવું." કહેતા સમર્થ બહાર નીકળી ગયો અને સાન્વી સમર્થની વાતો નો મતલબ સમજવાની કોશિશ કરવા લાગી.


સમર્થ બહાર આવ્યો , જીયાની યાદો એ તેના મગજ પર કબજો કરી લીધો હતો. તે જીયાને જેટલી પણ ભુલવાની કોશિશ કરતો એટલી જ જીયાની વાતો યાદ આવતી. તે સાન્વીને જીયા વિશે કહેવા માંગતો હતો પણ કંઈક હતું જે તેને રોકી રહ્યું હતું. જીયા ની યાદો , જીયાનો પ્રેમ બધું જ કદાચ સમર્થ માટે ભુલવું અશક્ય હતું પરંતુ છતાં તે સાન્વી સાથે નવા સંબંધ ની શરૂઆત કરી રહ્યો હતો.

તે મોલની બહાર આવ્યો અને બહાર એક કેફે ના ટેબલ પર બેસી સિગરેટ પીવા લાગ્યો...


" તારે જીયાને , તેની યાદો ને , તેની વસ્તુઓને ભુલવી જ પડશે.... એ છોકરી તારી લાઈફમાં ક્યાય નથી કે નથી તુ એની લાઈફમાં.... છોડી ને જતી રહી છે એ તને! ભૂલી જા તેને.... તારે એને ભૂલવી જ પડશે.... એટલીસ્ટ સાન્વી માટે તો તારે એને ભૂલવી જ પડશે.... સાન્વી ખુબ જ સારી છોકરી છે , તુ એને હર્ટ ના કરી શકે..... સાન્વી માટે થઈને તારે જીયા ને ભુલાવી એક નવી શરૂઆત કરવી જ પડશે...."‌ પોતાનુ મન મક્કમ કરીને સમર્થ ઊભો થયો અને સાન્વી પાસે જતો રહ્યો.


જેણે લગભગ બધું જ ખરીદી લીધું હતું અને હવે તે પોતાના માટે સેન્ડલ જોઈ રહી હતી. સમર્થ ને જોતા તે ખુશ થ‌ઈ ગ‌ઈ અને બોલી ,

" સમર્થ , તુ પણ શૂઝ લઈ લે... લુક એકદમ સ્ટાઈલિસ્ટ કલેક્શન છે અહીં. " સાન્વીએ કહ્યું તો સમર્થ તેની પાસે જતો રહ્યો. બંને ખરીદી કરીને બહાર આવ્યા અને મોલની સામે બનેલા એક કેફે મા જતા રહ્યા... જ્યાં એક એવી ઘટના ઘટી કે ફરીએકવાર તેનો સામનો જીયાની યાદો સાથે થયો.



_____________*______________




દિલ્હી AIIMS હોસ્પિટલ,


એક બાવીસ - ત્રેવીસ વર્ષની યુવતીને હોસ્પિટલ ના એક રૂમમા દાખલ કરવામા આવી હતી. તેના હાથ-પગ , ચહેરો અને ખાસ કરીને માથા ના ભાગે વધુ ઈજા પહોંચી હતી. કદાચ કોઈ એક્સિડન્ટ થયું હતું. હોસ્પિટલ ના આઇસીયુ રૂમમા તે યુવતીનુ ઓપરેશન ચાલી રહ્યું હતું અને રૂમની બહાર તે યુવતી નો પતિ અકળાઈને આટા મારી રહ્યો હતો. તેના હાથ પગ ધ્રુજી રહ્યા હતા અને પોતાની પત્ની ને ખોઈ દેવાનો ડર તેના અંતર સુધી વ્યાપી ગયો હતો. તે યુવતીના પતિને પણ ઈજા પહોંચી હતી , કદાચ બંનેનુ એક્સિડન્ટ એકસાથે જ થયું હતું પરંતુ યુવતીને વધુ ઈજા પહોંચી હતી જ્યારે યુવક ને માત્ર નાનીમોટી ઇજા પહોંચી હતી.


લગભગ બે કલાક ના સમય પછી ઓપરેશન થિયેટર ની લાઈટ બંધ થ‌ઈ અને ડોક્ટરોની ટીમ બહાર આવી. ડોક્ટરને જોતા જ પરીન કે જે તે યુવતીનો પતિ હતો; તે તરત જ ડોક્ટર પાસે ગયો અને ગભરાઇ ને બોલ્યો ,

" ડોક્ટર જીયા ; મારી પત્ની ! એને કંઈ થયું તો નથી ને ? તે સાજી તો થ‌ઈ જશે ને ? "

" ડોન્ટ વરી મીસ્ટર પરીન , ઓપરેશન સક્સેસફુલ રહ્યું છે. હા , ઓપરેશનમાં થોડો ટાઈમ લાગી ગયો કારણ કે માથા ના ભાગે ઈજા પહોંચવાથી તમારી વાઈફનુ લોહી વધારે વહી ગયું હતું, પણ ગભરાવાની કોઈ જરૂર નથી ; એ અત્યારે સ્ટેબલ છે. બીજી કન્ડીશન એ જ્યારે હોશમાં આવશે ત્યારે જ જણાવી શકીશુ , અને હોશમાં આવતા લગભગ તેણીને દસ થી પંદર કલાક નો સમય જતો રહેશે." ડોક્ટરે કહ્યું.

" ડોક્ટર, હુ તેને મળી શકું છું? " પરીને પુછ્યું.

" થોડીવારમાં તમારી પત્ની ને નોર્મલ રૂમમા શિફ્ટ કરી દે શે , એ પછી તમે જોઈ શકશો." કહી ડોક્ટર જતા રહ્યા અને પરીને રૂમની બહારથી જ જીયા પર નજર કરી જે મશીનો વચ્ચે ઘેરાયેલી અને ગંભીર હાલતમાં હતી. જીયાને જોઈ પરીન આંખના ખુણે ભીનાશ ઉતરી આવી.






વધુ આવતા અંકે


શુ સમર્થ જીયાને ભુલી શકશે ?
સાન્વી જીયા વિશે જાણશે ?
જીયાએ સમર્થને છોડી પરીન સાથે લગ્ન કરી લીધા હશે ?
સમર્થ અને સાન્વીનો સંબંધ આગળ વધી શકશે ?

જાણવા માટે જોડાયેલા રહો , ધન્યવાદ 🙏🏻