The Author Nidhi Satasiya અનુસરો Current Read ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 9 By Nidhi Satasiya ગુજરાતી પ્રેમ કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books ખજાનો - 86 " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા... ફરે તે ફરફરે - 41 "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર... ભાગવત રહસ્ય - 119 ભાગવત રહસ્ય-૧૧૯ વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો... પ્રેમ થાય કે કરાય? ભાગ - 21 સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ... ખજાનો - 85 પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Nidhi Satasiya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ કુલ એપિસોડ્સ : 14 શેયર કરો ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 9 (9) 1.9k 3.3k 1 કોલેજ પછી સમર્થ પોતાના ઘરે આવ્યો અને સ્ટડી કમ્પલીટ કરી પોતાના રૂમમા આડો પડ્યો જ હતો કે તેને જીયાની યાદ આવી..." સમર્થ , બધાં આજે કલ્બ મા જવાના છે. તુ આવીશ મારી સાથે મારો પાર્ટનર બનીને !"જીયાની વાત યાદ આવતા જ અમસ્તા જ સમર્થ મલકાઈ ઉઠ્યો પણ તરત જ તેના વિચારોને બીજી દિશા આપતા બોલ્યો , " સમર્થ વધારે ના વિચાર એના વિશે... તુ એના લાયક નથી ક્યા એ અને ક્યા તુ ? ચુપચાપ આંખો બંધ કરી સુઈ જા અને પોતાના કામથી કામ રાખ. " પોતાની જાત સાથે સમર્થ બબડ્યો અને હજુ તેણે આંખ બંધ કરી જ હતી કે તેનો ફોન વાગ્યો....સમર્થે ફોન તરફ નજર કરી અને જીયાનુ નામ ફોનની સ્ક્રિન પર ઝળહળી રહ્યુ હતું. સમર્થે તરત જ ઘડિયાળ તરફ નજર કરી રાતના અગિયાર વાગ્યા હતાં." આ જીયા ને પણ નિરાંત નથી , એક વાર કહ્યું કે મારે કલ્બ મા નથી આવવુ છતાં પણ ફોન કરે છે... " સમર્થે મોઢું બગાડ્યું અને જીયાના ફોનને ઈગ્નોર કર્યો... રીંગ પુરી થઈ અને સમર્થે હાશકારો અનુભવ્યો... પણ બીજી જ સેકન્ડે ફરી જીયાનો ફોન આવ્યો... પણ આ વખતે સમર્થે ઇરિટેટ થઈ ફોન ઊઠાવી લીધો અને ગુસ્સે થઈ બોલ્યો, " શુ છે યાર જીયા ? " પણ સમર્થ હજુ જીયાને કંઈ આગળ કહે એ પહેલા જ જીયાએ રડતા રડતા કહ્યું, " સમર્થ પ્લીઝ હેલ્પ મી... આ લોકો મારી સાથે જબરદસ્તી કરે છે, પ્લીઝ મને બચાવી લે.... સમર્થ સમર્થ.... " સમર્થ જીયાની વાત સમજે અને સમજી ને કંઈ પ્રતિક્રિયા આપે એ પહેલા જ જીયાએ ફોન કાપી નાખ્યો અને સમર્થ બેબાકળો બની ગયો. તેણે ફરી જીયાના નંબર પર કોલ લગાવ્યો પણ જીયાએ ફોનના ઉઠાવ્યો અને એ વાત થી સમર્થ વધુ ગભરાઇ ગયો.." જીયા ને કંઈ થયુ તો નહી હોય ને ! મારે અત્યારે જ તેની મદદ કરવા જવુ પડશે... પણ એ ક્યા હશે ? હા , કલ્બ મા જવાની હતી... " પોતાની સાથે વાત કરતા સમર્થ ઘરની બહાર પણ આવી ગયો હતો અને પોતાની એક્ટિવા લઈ એ જીયાને શોધવા પણ નીકળી પડ્યો હતો. કોલેજમાં જીયાએ જણાવ્યું હતુ કે ક્લાસના બધાં ક્લબમા જવાના છે અને તેઓ બધાં હંમેશા એક જ કલ્બમા જતા અને એ હતું નાઇટ કલ્બ. જે સમર્થના ઘરથી થોડું દૂર હતું પણ સમર્થ જેમ બને એમ જલ્દી જીયા પાસે પહોંચવા માંગતો હતો અને એટલે જ ફુલ સ્પીડમાં એક્ટિવા ચલાવી રહ્યો હતો. જેથી જલ્દી કલ્બ પહોંચી શકે અને જો જીયા કોઈ મુસિબત મા હોય તો તેને બચાવી શકે...આ તરફ કલ્બ મા જીયા બાર કાઉન્ટર પર આવી અને પોતાના માટે સોફ્ટ ડ્રિન્ક ઓડર કરતા પોતાના બીજા દોસ્ત એટલે કે સેમ અને રીક્કી ને સમજાવતા બોલી, " હમણાં થોડી જ વારમા સમર્થ આવતો હશે , ખબર છે ને ! શુ કરવાનું છે ?" જીયાએ સોફ્ટ ડ્રિન્ક નો ઘુંટ ભરતા કહ્યું તો સેમ અને રીક્કી બંનેએ માથુ હલાવ્યું અને પોતપોતાની ડ્રિન્ક એન્જોય કરવા લાગ્યા...પણ ત્યાં કલ્બ મા બે ત્રણ છોકરાની નજર ફક્ત ને ફક્ત જીયા પર જ હતી. શોર્ટ ડ્રેસમાં તે ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી અને એ કલ્બ મા કદાચ એ એકલી જ એવી છોકરી હતી જેણે શૉર્ટ્સ પહેર્યું હતું તો રહી રહીને લગભગ કલ્બ ના બધાં જ લોકો કે જે પાર્ટી કરી રહ્યા હતા તે બધાં જ જીયાને ઉપરથી લઈને નીચે સુધી સ્કેન કરી રહ્યા હતા. છોકરાઓ જીયાને કશીશથી જોઈ રહ્યા હતા તો છોકરીઓ જીયાને તીરછી નજરે જોઈ રહી હતી. જીયા હતી જ એટલી સુંદર કે કોઈને પણ તેનાથી જલન થવા લાગે." અચ્છા , તમે બંને છે ને ! એક કામ કરો ; બહાર જઈને નજર રાખો અને જેવો સમર્થ અંદર આવે એટલે તમે બંને જ અંદર આવી જજો અને મને છેડવાની કોશિશ કરજો... " જીયાએ કહ્યું તો સેમ અને રીક્કી બંને જીયાની વાતનુ સમર્થન કરતા બહાર પાર્કિંગ એરિયામાં જઈને સમર્થ ની રાહ જોવા લાગ્યા." હવે હુ જોઉ છું સમર્થ કે તુ મારી દોસ્તી કેમ એક્સેપ્ટ નથી કરતો !" જીયા સ્વગત જ બોલીને પોતાની સોફ્ટ ડ્રિન્ક ફરી એન્જોય કરવા લાગી કે પેલા બે ત્રણ છોકરા કે જે જીયાને જોઈ રહ્યા હતા તેઓ જીયાને એકલી જોઈ તેની પાસે આવ્યા. તેઓ બધાં જ દારૂના નશામા હતા અને આમ થી તેમ લથડીયાં ખાઈ રહ્યા હતાં. " એ છમકછલ્લો એકલી જ છે કે શુ ? કહેતી હોય તો હુ કંપની આપુ ?" તેમાથી એકે જીયાની એકદમ પાસે આવતા પુછ્યું તો જીયાએ તેને ધક્કો માર્યો અને પોતાની એક આંગળી થી ચેતવતા બોલી ," ડોન્ટ ટચ મી અને દૂર રે મારાથી.. " " ભાઈ , આ તો ઇન્ગલિશ આઈટમ છે... ડોન્ટ ટચ મી..." કહેતા બીજો છોકરો હસવા લાગ્યો અને જીયાની એકદમ નજીક જઈ તેનો હાથ પકડી તેના ગાલ પર કિસ પણ કરી લીધું. આ ઘટના એટલી જલ્દી બની હતી કે જીયાને કંઈ સમજવાનો કે કંઈ કરવાનો ચાન્સ જ ના મળ્યો. પણ જેવી જીયા એની હરકત સમજી તે છોકરાને પૌતાનાથી ધક્કો મારી દૂર કર્યો અને પોતાની જગ્યાએથી ઉભી થઈ તેના ગાલે જોરદાર તમાચો ચોડી દીધો.પણ જીયાના તમાચો મારતા જ એ ત્રણેય છોકરા ગાંડા બની ગયા. એટ તો દારૂ ના નશામાં હતા અને સાવ બગડેલા હતા. તેમાથી એક જીયા તરફ આગળ વધ્યો અને તેનો હાથ પકડી તેને પોતાની સાથે ખેંચતા બોલ્યો , " બોવ ચરબી છે ને તને ! છોકરી થઈને મારા દોસ્ત પર હાથ ઉઠાવ્યો, એની ચને સજા ના આપુ તો મારુ નામ પણ વિક્કી નહીં... " તેમાથી એક છોકરાએ જીયાને લગભગ ઠસેડતા કહ્યું. જીયા છૂટવાના ઘણાં પ્રયત્ન કરતી રહી પણ તે ત્રણેય છોકરાની તાકાતની સામે તે કમજોર હતી... તે બસ મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે સમર્થ જલ્દી આવી જાય અને જો સમર્થ ના આવે તો એટલિસ્ટ રીક્કી અને સેમ જ અંદર આવી જાય..." એ આને ઉઠાવી લે અને આપણા ઘરે લઈ ચાલ... આજની રાત તો આપણી આ જ રંગીન કરશે... " તેમાથી એક છોકરાએ કહ્યું તો વિક્કીએ જીયાનો હાથ છોડ્યો અને જીયાને ઊઠાવવા જતો જ હતો કે એક જોરદાર મુક્કો તેના ગાલ પર પડ્યો અને તે બે ફુટ દૂર જઈ પડ્યો.જીયાએ જોયું તો તે સમર્થ હતો અને તે તરત જ સમર્થ ને વળગી પડી અને રડતા રડતા બોલી, " સમર્થ આ લોકો મારી સાથે... મારી સાથે જબર... જબરદસ્તી કરી... " જીયા ડરી ગઈ હતી અને તેના મોઢામાંથી શબ્દો પણ સરી નહોતા રહ્યા." ડોન્ટ વરી જીયા , હવે હુ આવી ગયો છુ ને ! તને કંઈ જ નહી થાય... હુ પણ જોઉ છુ કે મારા રહેતા તને કોણ હાથ લગાવે છે ?" સમર્થે આગ વરસાવતી નજર પેલા ત્રણેય છોકરા સામે કરી જે સમર્થ ને ગુસ્સે થી જ જોઈ રહ્યા હતા. તેમાથી એક આગળ વધ્યો અને સમર્થ ને મારવા જતો જ હતો કે સમર્થે જીયાને પોતાનાથી દૂર કરી અને તે છોકરા ને મારવા લાગ્યો , એટલામાં સેમ અને રીક્કી પણ આવી ગયા અને સમર્થ નો સાથ આપતા બીજા બે છોકરાને મારવા લાગ્યા... એ છોકરાઓ નશામા હતા એટલે જલ્દી જ તેઓનુ કામ તમામ થઈ ગયું અને એ કલ્બ ની હાલત તો જોયા જેવી હતી..વધુ આવતા અંકે....શુ સમર્થ જીયાની દોસ્તી એક્સેપ્ટ કરશે ?સમર્થ જીયાને કલ્બ આવવા માટે ખિંજાશે ?પેલા છોકરાઓ કંઈ કરશે ?જાણવા માટે જોડાયેલા રહો... આભાર અને રેટિંગ કમેન્ટ કરતા રહેજો... ‹ પાછળનું પ્રકરણધબકાર - એક નવી શરૂઆત - ભાગ 8 › આગળનું પ્રકરણ ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 10 Download Our App