કલ્પનાઓ સુંદર જરૂર થી હોય છે , પણ એ જીવી શકાતી નથી... જ્યારે વાસ્તવિકતા કડવી હોય છે પણ એને મારી શકાતી નથી... વાસ્તવિકતા કોઈ પણ કાળે જીવવી જ પડે છે. તો શુ સાન્વી, સમર્થ અને જીયાની વાસ્તવિકતા સ્વીકારી શકશે ?
જીયાના પેરેન્ટ્સ દિલ્હી પહોંચી ગયા હતા અને પરીન સાથે વાતો કરી રહ્યા હતા.
" કુમાર , આ બધું શુ છે ? અને અમને કોઈએ જણાવ્યું પણ નહીં! " જીયાના મમ્મીએ આંસુ ભરી નજરોએ કહ્યું. એમની એકનીએક દિકરીની આ હાલત જોઈ તેઓને ખુબ જ દુઃખ પહોંચ્યુ હતું.
" મમ્મી , ડોક્ટર નુ કહેવુ છે કે જીયા એની યાદશક્તિ ખોઈ બેસી છે , અને તે કોઈ સમર્થ ને શોધી રહી છે. તમે જાણો છો એ સમર્થ કોણ છે ?" પરીને પુછ્યું તો જીયાના મમ્મી અને પપ્પા બંનેના ચહેરા ફીકા પડી ગયા.
" તમે કંઈ બોલતા કેમ નથી ? કોણ છે સમર્થ ?" બંને તરફ થી કોઈ જવાબ ના મળતા પરીન ફરી બોલ્યો.
" જી કુમાર એ..." જીયાના પપ્પા બોલતા જ હતા કે એક નર્સ તેમની પાસે આવી અને બોલી ,
" સર , તમારી વાઈફ ને ઘરે લઈ જવા માટે પરમિશન મળી ગઈ છે. થોડીવાર પછી ડિસ્ચાર્જ પેપર તૈયાર થઈ જાય પછી તમે તેમને ઘરે ગઈ થઈ શકશો."
" ભલે." પરીને કહ્યું તો નર્સ જતી રહી અને પરીન જીયાના પપ્પા સામે જોઈ બોલ્યો ,
" હુ જીયાના ડિસ્ચાર્જ પેપર લઈ આવું, તમે જીયા સાથે રહો. બીજી બધી વાત ઘરે થઈ ને કરીશું." પરીને કહ્યું તો જીયાના મમ્મી પપ્પાએ હાશકારો અનુભવ્યો અને તે બંને જીયા પાસે રૂમમા આવતા રહ્યા અને પરીન ડિસ્ચાર્જ પેપર લેવા રીસેપ્શનીસ્ટ પાસે જતો રહ્યો.
_______________________
આ તરફ સમર્થ સાન્વીને લઈને એક ફોફી શોપ પર આવ્યો હતો અને બંને જ ખામોશ થઈ બેઠા હતા. સમર્થ ની નજર સાન્વી પર હતી તો સાન્વી બસ કોફીને એકધારી જોઈ રહી હતી. સાન્વી જ્યારે શોપિંગ પછી સમર્થના ઘરે ગઈ હતી ત્યારે અજાણતા જ તેને જીયા વિશે ખબર પડી ગઈ હતી અને તેને લાગી રહ્યુ હતું કે તે જીયા અને સમર્થના વચ્ચે આવી રહી છે. સમર્થ તેને પ્રેમ નથી કરતો એટલે જ તેની સામે કમ્ફર્ટ નથી. પણ તેના મનમા જીયા અને સમર્થ ને લઈને ઘણાં સવાલો પણ હતા, પરંતુ તેના જવાબો માત્ર સમર્થ પાસે જ હતા.
" સમર્થ સાચે જ જીયાને પ્રેમ કરે છે ? જો હા , તો પછી એ મારી સાથે લગ્ન કરવા રાજી કેમ થયો ? અને હાલમા જીયા છે ક્યા ? સમર્થ મારી સાથે એની મરજીથી લગ્ન નથી કરી રહ્યો અને કાલે કદાચ લગ્ન પછી જીયા સમર્થના જીવનમાં પાછી આવે તો શુ એ મને છોડી દે શે ? " સાન્વી જ્યારથી સમર્થના ઘરેથી આવી હતી ત્યારથી બસ આવા જ વિચારો કરી રહી હતી. સમર્થ ભલે તેને પ્રેમ ના કરતો હોય , પણ સાન્વી તો સમર્થ ને પસંદ કરે છે ને ! અને કદાચ હવે એ સમર્થ સાથે પ્રેમ પણ કરવા લાગી છે , પણ હવે જીયા વિશે જાણવાથી તેને સમર્થને ખોઈ દેવાનો ડર લાગી રહ્યો હતો.
" સાન્વી !" સાન્વીને પરેશાન જોઈ સમર્થન સાન્વીના હાથ પર પોતાનો હાથ રાખતા કહ્યું.
સાન્વીએ તેની સામે જોયું.
" હુ જાણુ છુ સાન્વી , આજે તને મારા ઘરેથી મારી પર્સનલ ડાયરીમાંથી જીયા વિશે ખબર પડી ગઈ હશે. ( સાન્વીએ આશ્ચર્ય થી સમર્થ સામે જોયું.) પરંતુ એ સત્ય નથી. હા , હુ જીયાને ક્યારેક પ્રેમ કરતો હતો પણ આજે જીયા મારી લાઈફમાં ક્યાય નથી. એ છોડીને જતી રહી છે મને , એણે કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા છે અને હવે એ મારા જીવનમા ક્યાંય પણ નથી. હવે થી તુ મારુ સર્વસ્વ છો અને હુ તને જ આખી લાઈફ પ્રેમ કરવા માંગુ છું. બીલીવ મી જીયા હવે મારા માટે મહત્વ ની નથી. " સમર્થ બોલ્યો.
" એ નથી તો પછી તારા દ્રારા એના માટે લખાયેલી ડાયરી હજુ પણ તારી પાસે શુ કામ છે ?" સાન્વીએ પુછ્યું.
સમર્થ મૌન થઈ ગયો. ભલે જીયા તેના જીવનમાં ન હતી. પરંતુ હજુ પણ જીયાની યાદો તેના માનસ પટલ પર છવાયેલી હતી અને સત્ય તો એ જ હતુ કે તે જીયાને ક્યારેય ભૂલી જ નથી શક્યો.
જીયા સાથે મારી મુલાકાત કોલેજમાં થઈ હતી. સમર્થે પોતાનો ભૂતકાળ સાન્વીને જણાવવાનું નક્કી કરી લીધું અને સાન્વી પણ સમર્થની એક એક વાત ધ્યાનથી સાંભળવા લાગી.
કોલેજમાં મારી પહેલી ફ્રેન્ડ જીયા જ બની હતી. હુ ત્યારે એક મીડલ ક્લાસ પરિવારથી હતો. પપ્પા એક સામાન્ય કંપનીમાં નોકરી કરતા હતા અને મમ્મી હાઉસ વાઈફ હતા. મારા ભણવાનો ખર્ચો પણ પપ્પા લોન ઉપર ચલાવતા હતા અને એવા મા મે નક્કી કર્યું હતું કે હુ ભણીગણીને મારી પોતાની કંપની ચાલુ કરીશ અને મમ્મા પપ્પા ને મીડલ ક્લાસ જીવનથી આઝાદી આપીશ. પણ કોલેજમાં ભણતા વધારે બાળકો બિઝનેસ પરિવારથી હતા અને એ બધાં વચ્ચે હુ એકલો મીડલ ક્લાસ. મે મિત્રો બનાવવાની બહુ જ કોશિશ કરી પણ એ બધા મારાથી દૂર રહેતા પણ એક દવસ મારા જીવનમાં જીયા આવી અને એણે સામેથી જ મારી તરફ દોસ્તી નો હાથ વધાર્યો.
જીયાના પપ્પા પણ એક મોટા બિઝનેસ મેન હતા અને સુરતમાં તેમનુ ખુબ મોટુ નામ હતું. જીયા તેમની એકની એક દિકરી હતી અને સાથે સાથે જીયા ખુબ જ સુંદર પણ હતી. અને જેટલી સુંદર હતી તેટલી જ દિલની સાફ.
" હાય , માય નેમ ઇઝ જીયા એન્ડ યુ ?" જીયા સમર્થ ની નજીક આવી જે એકલો કોલેજના ગાર્ડન મા બધાં થી દૂર બેઠો હતો અને એક્ઝામ ની તૈયારી કરી રહ્યો હતો. થોડીવાર તો સમર્થ આશ્ચર્ય મા મુકાઈ ગયો કે આ છોકરી સાચે જ તેની સાથે જ વાત કરી રહી છે ને !
સમર્થે જીયા તરફ નજર કરી. શોર્ટ બ્લેક વનપીસ , ખુલ્લા વાળ , ચહેરા પર મેકઅપ અને એક અલગ આકર્ષણ. જીયાને જોઈને વર્તાઈ આવતુ હતું કે તે પણ એક અમીર બાપની જ ઓલાદ છે.
" હેય તે નામ ના જણાવ્યું?" જીયા એ ફરી પુછ્યું.
" સમર્થ." સમર્થ બોલ્યો અને ફરી પોતાની ચોપડીમાં ખોવાઈ ગયો.
જીયા એ થોડીવાર સમર્થ ને જોયો અને પછી તેની બાજુમાં બેસતા બોલી , " એક્ચ્યુઅલી , હુ આ કોલેજમાં નવી છું અને આજે મારો પહેલો દિવસ છે. તો મને થયું કે મારે નવી કોલેજમાં નવા મિત્રો બનાવવા જોઈએ અને પહેલા જ નજર તારા પર પડી તો થયું કે તને જ મિત્રતા માટે પુછી લવ. શુ તુ મારો ફ્રેન્ડ બનીશ ?"
જીયાએ પુછ્યું તો સમર્થ આશ્ચર્ય થી તેને જોઈ રહ્યો અને પછી બોલ્યો , " સોરી, હુ એક મીડલ ક્લાસ પરિવારથી છું. આજે તુ મને તારો મિત્ર બનાવીશ અને પછી કાલે મને મારા સ્ટેટસ માટે તુ મને જજ કરીશ... એટલે મારે તારી મિત્રતા ની કોઈ જ જરૂર નથી." કહેતા સમર્થ ઉભો થયો અને આગળ વધી ગયો. જીયા તેને જોઈ રહી.
" જોયું, જીયા ! મે કહ્યું હતું ને કે સમર્થ ને પટાવવો તારા હાથની વાત નથી... " જીયા ઉભી જ હતી કે એક છોકરીએ તેની પાસે આવતા કહ્યું.
" એવું કોઈ કામ નથી જે જીયા ના કરી શકે. સાંજ સુધીનો સમય માંગ્યો છે ને ! ઘરે જતા પહેલા સમર્થ મારો મિત્ર હશે અને વેલેન્ટાઇન આવતા આવતા એ મારો પ્રેમી પણ હશે. જસ્ટ વેઈટ એન્ડ વૉચ." જીયાએ ચશ્મા ચડાવ્યા અને સમર્થની પાછળ પાછળ જતી રહી.
સમર્થ કોલેજનો સૌથી હોશિયાર અને ગુડ લુકિંગ સ્ટુડન્ટ હતો. તે ભલે મિડલ ક્લાસ હતો પણ તેના વિચારો કોઈ બિઝનેસ મેન ને ટક્કર આપે તેવા હતા અને એટલે જ સમર્થ કોલેજમાં બધા ટિચરોને ફેવરીટ હતો. જીયા એ આજે જ કોલેજ જોઈન્ટ કરી હતી અને સમર્થના ચર્ચા સાંભળી તે સમર્થ ને મળવા માંગતી હતી પણ એ સમર્થને મળે એ પહેલા જ તેની સાથે કોલેજના જુના વિદ્યાર્થીઓ એ સમર્થ ને પટાવવા માટે શરત લગાવી અને જીયાએ તે શરત મંજુર પણ કરી લીધી.
વધુ આવતા અંકે.....