Dhabkaar - Ek navi sharuaat - 6 books and stories free download online pdf in Gujarati

ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 6

" અરે , ઓ મિસ્ટર સમર્થ ઊભો તો રહે. મારે વાત કરવી છે તારી જોડે. " જીયા સમર્થની પાછળ ભાગવા લાગી પણ સમર્થ તો જાણે તેની સાથે વાત ન કરવાની કસમ ખાઈ લીધી હોય તેમ બસ આગળ ને આગળ ચાલ્યો જતો હતો.

આખરે એની મંઝીલ આવી ગઈ અને તે ક્લાસરૂમમાં જઈ પોતાની જગ્યાએ ગોઠવાયો. તે પોતાની બેન્ચ પર એકલા જ બેસતો કેમકે તે બીઝનેસ માટે જે હાયર સ્ટડીઝ કરી રહ્યો હતો , તે સ્ટડી મોટા ભાગે જ મીડલ ક્લાસ ના છોકરાઓ કરતા હોય છે અને એ ક્લાસ રૂમમા અચલ એકલો જ મીડલ ક્લાસ પરિવારથી હતો અને બીજા વિસેક જેટલા સ્ટુડન્ટ હતા જે બધાં જ અમીર બાપની બગડેલી સંતાન જેવા હતાં. જેમને સમર્થ એક આંખ પણ ના ગમતો અને એટલે જ સમર્થ સાથે કોઈ ના બેસતું. સમર્થ બેઠો જ હતો કે જીયા તેની પાછળ પાછળ કલાસરૂમ મા આવી અને દરવાજે થી જ સમર્થને જોવા લાગી પણ સમર્થનુ ધ્યાન પોતાની ચોપડીઓમાં હતું.


જીયા ના આવતા વેંત જ બધાં જીયાને જોવા લાગ્યા. તે ખૂબ જ સુંદર દેખાતી હતી અને હાલમા તે જે શોર્ટ ડ્રેસમાં હતી તે શોર્ટ ડ્રેસ ના કારણે તે હોટ , બોલ્ડ અને આકર્ષક દેખાઈ રહી હતી. પણ જીયા નુ ધ્યાન માત્ર સમર્થ પર જ હતું. તે કોઈ પણ કિંમતે શર્ત જીતવા માંગતી હતી અને એ શર્ત પ્રમાણે આજે કોલેજ પૂરી થાય એ પહેલા જ સમર્થ ને પોતાનો મિત્ર બનાવવો હતો.

જીયા થોડીવાર સમર્થને જોઈ રહી અને તરત જ જઈને સમર્થની બાજુમાં જ‌ઈ બેસી ગઈ.

" તુ ફરી આવી ગઈ ? મે કહ્યુ ને મને દોસ્તી મા કોઈ રસ નથી. " સમર્થ જીયાની ઉપસ્થિતિ થી થોડો અકળાતો હતો અને જીયા ને તેનો પીછો કરતા જોઈ તેને હવે ગુસ્સો આવવા લાગ્યો હતો.

" તને ભલે ના હોય , પણ મને તો છે ને ! અને હુ તને મારો દોસ્ત બનાવીને જ રહીશ. " જીયાએ કહ્યું અને પ્રેમથી સમર્થને જોવા લાગી. તે ભલે શરત માટે સમર્થ ની દોસ્ત બનવા માંગતી હતી પણ ક્યાંકને ક્યાંક તે સમર્થ પ્રત્યે આકર્ષાઇ રહી હતી અને તે દિલ થી ઇચ્છતી હતી કે સમર્થ તેનો મિત્ર બની જાય.

જીયાની વાતનો જવાબ સમર્થ આપે એ પહેલાં જ ક્લાસ મા સર આવી ગયા અને સમર્થ સર ને જોઈ ચૂપ થ‌ઈ ગયો અને ચૂપચાપ ભણવામાં ધ્યાન આપવા લાગ્યો. આ દરમિયાન જીયાએ ઘણી વાર સમર્થ જોડે વાત કરવાની કોશિશ કરી પણ સમર્થ એકનો બે ન થયો.


કોલેજ પછી સમર્થ કેન્ટિન મા જઈને બેઠો. હમણાં કોલેજમાં એક્સ્ટ્રા ક્લાસ ચાલી રહ્યા હતા અને સમર્થ એકસ્ટ્રા ક્લાસ જરૂર થી ભરતો. પણ એ પહેલા લન્ચ બ્રેક મળતો અને સમર્થ કેન્ટિનમાં ગયો અને પોતાના માટે સેન્ડવિચ ઓર્ડર કરી. કેમકે એ સેન્ડવિચ જ હતી જે એ કેન્ટિનમાં સૌ થી સસતી હતી. જીયા પણ તેનો પીછો કરતા કરતા કેન્ટિનમાં આવી અને ફરી તેની સામે ગોઠવાઈ.

" હાય , સમર્થ. હું અહીં બેસી શકું ?"

પુછીને તરત જ જીયા સમર્થ ના હા કે ના ની રાહ જોયા વગર સમર્થની સામે બેસી ગ‌ઈ. સમર્થ બે ઘડી ગુસ્સામાં તેને જોઈ રહ્યો એટલી વારમાં જીયાએ તે કેન્ટિનનુ મેન્યુ પણ જોઈ લીધું હતું અને તે કેન્ટિનની સૌથી મોંઘી ડીશ નો ઓર્ડર પણ પોતાના માટે આપી દીધો હતો.

" એક્સક્યુઝ મી! મે તને બેસવાનું કહ્યું? " સમર્થ એક આંખ ઉંચી કરતા બોલ્યો.

" તો તે મને ના પણ નથી પાડી ને !" જીયા ખંધુ હસી.

" મારો પીછો છોડવાનુ શુ લઈશ ?" સમર્થે કોઈપણ લાગવગ વગર સીધેસીધુ પુછી જ કાઢ્યું.

" અમમમમમ , વિચારીને કહું. એમા એવું છે ને ! ભૂખ્યા મારાથી કંઈ જ કામ નથી થતું , તો પહેલા જમી લ‌ઈએ પછી જણાવીશ. " જીયા બોલી જ રહી હતી કે તેનો ઓર્ડર આવી ગયો અને તે પોતાની લન્ચ પ્લેટ એન્જોય કરવા લાગી.

સમર્થ સમજી ગયો કે જીયા આસાનીથી પીછો નહી છોડે. પણ એ સમર્થની પાછળ કેમ હતી? અને આખી કોલેજમાં એને સમર્થ જ કેમ દેખાયો ? ‌આવા વિચારો સાથે સમર્થ ગુસ્સે થ‌ઈ જીયાને એકધારી જોઈ રહ્યો‌ હતો.

થોડીવાર પછી જીયા એ પોતાની જમવાની પ્લેટ પુરી કરી અને સમર્થ સામે જોયું. જે એને જ જોઈ રહ્યો હતો.

" જમી લીધુ? તો હવે જણાવવાનું કષ્ટ કરીશ કે મારો પીછો છોડવાનુ શુ લ‌ઈશ ? " સમર્થનો વાત કરવાનો ટોન ધીમે ધીમે બદલાઈ રહ્યો હતો અને જીયાના રીએક્શન થી તેનો ગુસ્સો સાતમાં આકાશે જ‌ઈ પહોંચ્યો હતો.


પણ જીયા તો જીયા હતી. એ પણ ક્યા ઓછી હતી અને આજે તે સમર્થને પોતાનો દોસ્ત બનાવીને જ જંપ લેવાની હતી.

" તુ મારો દોસ્ત બની જા , હુ તારા પીછો છોડી દ‌ઈશ. " જીયાએ મસ્તમૌલા બનીને જવાબ આપ્યો.

" શું? તુ પીછો છોડી રહી છે કે જબરદસ્તી મારી પાછળ પડી રહી છે ?" સમર્થ ગુસ્સામાં પોતાની જગ્યાએ થી ઊભા થતા બોલ્યો.

" જસ્ટ ચીલ બેબી."

" બેબી ?"

" સોરી , સમર્થ. તુ બેસ ને ! આપણે નિરાંતે વાત કરીએ. " જીયાએ કહ્યું તો સમર્થ બેસી ગયો.

" હા બોલ. "

" તે રેગિંગ નુ નામ સાંભળ્યું છે ?" જીયાએ કહ્યું તો સમર્થ તેને આશ્ચર્ય થી જોવા લાગ્યો. હવે સમર્થ સાથે દોસ્તી અને રેગિંગ ને શુ સંબંધ. સમર્થને વિચારમા જોઈ જીયા ફરી બોલી ,

" આજે સવારે , હુ કોલેજમાં એન્ટર થ‌ઈ તો મને સીનીયરનુ એક ગૃપ મળી ગયું. તેમણે મારી રેગિંગ કરી. પહેલા ગીત ગાવા માટે કહ્યું તો મે મારા બેસુરા અવાજમા મને જેવું પણ ગીત આવડતુ હતું એવુ ગાઈ લીધું. પણ એ સિનીયર્સ ને સંતોષ ના થયો અને પછી મને એમણે ડાન્સ કરવા કહ્યું અને એ પણ ક્લાસિકલ ડાન્સ. હવે , હુ રહી પબ અને બારમા ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરવા વાળી મને ક્લાસિકલ ડાન્સ ક્યાંથી આવડવાનો ? એટલે મે એમને કહ્યું કે તેઓ‌ મારી પાસે કંઈ બીજું કરાવી લે અને એ બધાં ની નજર તારા પર પડી. " જીયાએ સમર્થ સામે જોયું જે ધ્યાનથી જીયાને સાંભળી રહ્યો હતો.

" પછી ?" સમર્થે પુછ્યું.

" પછી શું ? એમણે‌ મને કહ્યું કે તુ ખૂબ જ ઇન્ટેલીજન્ટ છે અને કોઈની એટલે કોઈની પણ સાથે દોસ્તી નથી કરતો. એટલે એ બધાં એ મને ટાસ્ક આપ્યો કે સાંજ સુધીમાં ગમે તે કરીને તને મારો દોસ્ત બનાવી લવ અને જો હુ તને સાંજ સુધીમાં તને દોસ્ત ના બનાવી શકી તો !" જીયા અટકી ગઈ અને સમર્થ વધુ ધ્યાન દ‌ઈ તેને સાંભળવા લાગ્યો.

" તો શુ ? " બેચેન સમર્થે પુછ્યું.

" તો એ લોકો મને ક્લાસ મા નહી બેસવા દે અને રોજ મારી પાસે ડાન્સ કરાવશે ; એ પણ પુરા એક મહિના સુધી. " જીયાએ એક્શન કરતા કહ્યુ , તો સમર્થ વિચારમા સરી પડ્યો.

સમર્થને વિચારમા જોઈ જીયા સમજી ગઈ કે તીર એકદમ નિશાના પર લાગ્યું છે અને તે રોતડુ ફેસ બનાવતા બોલી , " પ્લીઝ , સમર્થ. મારો દોસ્તાર બની જા ! અને જો પછી તને મારી કંપની કે દોસ્તી ન ફાવે તો તુ દોસ્તી તોડી નાખજે પણ પ્લીઝ એક મહિના માટે મારો દોસ્ત બની જા. " જીયાએ માસુમ ફેસ બનાવતા કહ્યુ અને સમર્થ પીગળી ગયો.

" અચ્છા , ઠીક છે પણ આપણી દોસ્તીમા અમુક શર્તો હશે !" સમર્થે કહ્યું તો જીયા વિચારવા લાગી કે કોઈ માણસ દોસ્તી માટે પણ શરત મુકી શકે છે ? ઈન્ટરેસ્ટિંગ , મજા આવશે... મનોમન ખુશ થતા જીયા બોલી ,

" મને તારી દરેક શરત મંજુર છે."

વધુ આવતા અંકે....


સમર્થ શુ શરત મુકશે ?
જીયા અને સમર્થ દોસ્ત બની શકશે ?
અને જો હા , તો બંને ની દોસ્તી પ્રેમમા કેમ પરિવર્તિત થશે ?

જાણવા માટે જોડાયેલા રહો.
આભાર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED