ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 7 Nidhi Satasiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 7

" અચ્છા , ઠીક છે પણ આપણી દોસ્તીમા અમુક શર્તો હશે !" સમર્થે કહ્યું તો જીયા વિચારવા લાગી કે કોઈ માણસ દોસ્તી માટે પણ શરત મુકી શકે છે ? ઈન્ટરેસ્ટિંગ , મજા આવશે... મનોમન ખુશ થતા જીયા બોલી,

" મને તારી દરેક શરત મંજુર છે."

" આર યુ શ્યોર ?" સમર્થે પુછ્યું તો જીયા એકવાર વિચારમા પડી ગ‌ઈ કે સમર્થ એવી તે શુ શર્ત મુકવાનો છે ? તેને પરેશાન જોઈ સમર્થના ચહેરા પર સ્માઈલ આવી ગ‌ઈ. સમર્થ જીયાના ચહેરાને જોવા લાગ્યો. તે સુંદર તો હતી જ પણ સાથે સાથે તેના ચહેરા પર એક અલગ જ આકર્ષણ હતું. વાળ ખુલ્લા હતા અને એક નાનકડી ક્યુટ પીન દ્રારા તેને વાળ ને પીન‌અપ કર્યા હતા. ચહેરા પર મેકઅપ કરવાની તેને જરૂરત જ નહોતી છતાં પણ તેણે લાઈટ મેકઅપ કરેલો હતો અને બેબી પીંક કલર ની લીપ્સ્ટીક પોતાના હોઠો પર કરી હતી. જીયા સવારથી સમર્થ ની સાથે જ હતી પણ સમર્થ અત્યારે તેને ધ્યાનથી જોઈ હતી ય અને જોત જ તે તેની સુંદરતા મા ખોવાઈ ગયો. પણ તરત જ તેને યાદ આવ્યું કે તે પોતે એક મીડલ ક્લાસ થી છે અને જીયા એક અમીર પરિવારથી. તેણે તરત જ જીયા પરથી પોતાની નજર હટાવી લીધી અને બોલ્યો ,

" જીયા , આટલું શુ વિચારે છે ? હુ કંઈ બોવ મોટી શરત નથી મુકવાનો !" સમર્થે ચોખવટ કરી.

" સારુ , ચાલ બોલી જા કે તારી શુ શરત છે. " જીયાએ કહ્યુ.

" ઠીક છે , તો સાંભળ. આપણી દોસ્તી માત્ર કોલેજ સુધી જ સીમીત રહેશે. એ પણ માત્ર બનાવટી રૂપે. હુ મીડલ ક્લાસ થી છુ તો એ બાબતે તુ મને કંઈ જ નહી સંભળાવે અને મારા આગળ તારા પૈસા નો રોબ નહી દેખાડે. એ સિવાય તુ દોસ્તીમાં કોઈ પણ હક નહી જતાવે. બોલ મારી આ શરત મંજુર છે ?" સમર્થે પુછ્યું.

" આ શુ તુ સવારનો મીડલ ક્લાસ મીડલ ક્લાસ કરી રહ્યો છે ? કોલેજમાં આપણે બધા ફક્ત સ્ટુડન્ટ જ છીએ અને આજથી તુ મારો પાકો ભાઈબંધ અને હુ તારી પાક્કી બહેનપણી. " કહેતા જીયાએ સમર્થ સામે પોતાનો હાથ વધાર્યો તો સમર્થે પણ તેની સાથે હાથ મીલાવી તેની દોસ્તી સ્વિકારી લીધી.


જીયાએ ત્રાસી નજરે એ સ્ટુડન્ટ સામે જોયું જેમણે જીયા સામે સમર્થ ને પટાવવાની શરત મુકી હતી અને ઇશારા થી જ જણાવી દીધું કે જીયા કંઈ પણ કરી શકે છે. એ પછી એણે સમર્થ સાથે બેસીને ઘણી વાતો કરી અને પછી બંને એક્સ્ટ્રા ક્લાસ ભરવા માટે જતા રહ્યા...















" સર , કેફે બંધ કરવાનો સમય થ‌ઈ ગયો છે તો તમે પ્લીઝ.... " સમર્થ અને સાન્વી બંને વાતો કરી જ રહ્યા હતા કે કેફે ના મેનેજરે એ બંને પાસે આવતા કહ્યું તો બંને નુ ધ્યાન તુટ્યુ. સમર્થ પોતાના ભૂતકાળમાંથી બહાર આવ્યો અને સાન્વી સમર્થ ની વાતો માંથી...

" ઓકે... "

" સાન્વી જઈએ ? " સમર્થે ઊભા થતા કહ્યુ તો સાન્વીએ હા પાડી અને કાર તરફ જવા લાગી , પણ તેના મગજમાં બસ સમર્થ અને જીયાની વાતો જ ફરી રહી હતી. સમર્થ અને જીયાને એકબીજા સાથે પ્રેમ કેવી રીતે થયો હશે ? શુ સમર્થ સાચે જ જીયા ને પ્રેમ કરે છે ? જીયા સમર્થના જીવનમાં પાછી તો નહી આવે ને ! સાન્વી ની આંખો ભરાઈ આવી.

સાન્વી વિચારતી જ હતી કે સમર્થ કેફેનુ બિલ આપીને કાર તરફ આવ્યો અને સાન્વીને વિચારમા જોઈ ત એની પાસે જ‌ઈ તેનો હાથ પકડતા બોલ્યો ,

" સાન્વી. "

સમર્થે કહ્યુ તો સાન્વીએ ચોંકી ને તેની સામે જોયું. તે વિચારોમા ગરકાવ હતી અને સમર્થે અચાનક થી ત એનો હાથ પકડ્યો તો એ ગભરાઈ ગ‌ઈ.

" રીલેક્સ , સાન્વી... શુ થયું ?" સમર્થે પુછ્યું ‌

" કંઈ નહી , એ પછી શુ થયું? તુ અને જીયા એકબીજા ના પ્રેમમા કેવી રીતે પડ્યા ?" સાન્વી સમર્થ નો ભૂતકાળ જાણવા આતુર હતી.

" સાન્વી રાત ના અગિયાર વાગી ગયા છે. બીજી વાતો કાલે કરીશું. અત્યારે હુ તને ઘરે મુકી જાવ , તારા મમ્મી પપ્પા તને લઈને ચિંતીત હશે. " કહેતા સમર્થ ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયો અને સાન્વીને પણ બેસવા માટે કહ્યુ.

સાન્વી સમર્થ નો ભૂતકાળ જાણવા માંગતી હતી પણ સમય ની કટિબદ્ધતા જોઈ એ ચૂપચાપ સમર્થ ની બાજુમાં બેસી ગ‌ઈ અને સમર્થે કાર સાન્વીના ઘર તરફ લઈ લીધી...



____________


દિલ્હી,
AIIMS હોસ્પિટલ.


જીયા દવા ના ડોઝ ના કારણે સૂતી હતી અને પરીન જીયાની પાસે બેઠો હતો. જીયા પોતાની યાદ શક્તિ ખોઈ બેઠી હતી , અને પરીન તેને લઈને ચિંતામા હતો. જીયાને જ્યારે પણ‌ હોશ આવતો તે બસ એક જ વાત પુછતી કે સમર્થ ક્યા છે ? તેના મમ્મી પપ્પાને જોઈને પણ એ જ સવાલ પુછ્યો પણ તેને જલ્દી જ ઇન્જેક્શન આપી બેહોશ કરી દેવાઈ અને તે હજુ પણ બેહોશ જ હતી. પરીને જીયાના પેરેન્ટ્સ ને પોતાના ઘરે આરામ કરવા મોકલી દીધા હતા , હોસ્પિટલ માં રાત્રે એક જ વ્યક્તિ ને રહેવાની પરમીશન હતી અને આગ્રહ કરી જીયા પાસે પરીન રોકાઈ ગયો હતો. પરીન જીયા નો પતિ હતો અને એ બધાં થી ઉપર તે જીયાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તે જીયાને કોઈ પણ કાળે ખોવા નહોતો માંગતો.


પરીને થોડીવાર જીયાને જોઈ અને ઝુકીને તેના કપાળ પર ચુંબન કરી લીધું. તે હોસ્પિટલ ના રૂમમાથી બહાર આવ્યો અને કોઈક ને કોલ કર્યો.

" હેલો. "

" યસ સર. "

" અત્યારે જ તુ સુરત માટે રવાના થ‌ઈ જા. મારે જીયા નો પાસ્ટ જાણવો છો અને હા ખાસ કરીને સમર્થ વિશે કે સમર્થ કોણ છે ? જીયા સાથે તેનો શુ સંબંધ છે કે પછી પહેલા હતો ? સમર્થ હાલમાં ક્યા છે ? મારે જીયા ના ભૂતકાળની નાનામાં નાની વાત જાણવી છે. તો તુ અત્યારે જ સુરત જા અને જીયાની ભૂતકાળ મારી સમક્ષ રજૂ કર."

" ઓકે સર થ‌ઈ જશે. "

સામેથી ફોન મુકાઈ ગયો અને પરીન ફરી વખત જીયા પાસે આવીને બેઠો. તેણે જીયાના હાથ પોતાના હાથમાં લીધો અને પોતાના ગાલે ચાંપી ને જીયાને પ્રેમ થી જોવા લાગ્યો.


___________________


સમર્થ અને સાન્વી બંને જ સાન્વીના ઘરે આવી ચુક્યા હતા.

" સમર્થ કાલે ક્યારે મળીશુ ?" સાન્વીએ કાર માથી જ પુછ્યું.

" કાલે સવારે , હુ તને લેવા આવી જ‌ઈશ. " સમર્થે સાન્વીની આંખોમા જોતા કહ્યુ.

" ઠીક છે , હુ તારી રાહ જોઈશ. " કહી સાન્વી કારની બહાર નીકળી ગ‌ઈ અને પોતાના ઘરમાં જતી રહી અને તેના જતા જ સમર્થ પણ પોતાના ઘરે જતો રહ્યો પણ ફરી એકવાર તેના મગજમાં જીયા ની વાતો ફરવા લાગી‌.


આ તરફ સાન્વી પણ સમર્થ અને જીયા વિશે જ વિચારી રહી હતી કે જીયા કેવી દેખાતી હશે ? અત્યારે ક્યા હશે ? સમર્થ અને જીયા અલગ કેમ થયા હશે ? વિચારતા વિચારતા ક્યારે તેને નિંદર આવી ગ‌ઈ તેને ખબર જ ના રહી.



વધુ આવતા અંકે..‌‌

સમર્થ અને સાન્વી નો ભૂતકાળ કેવો રહ્યો હશે ?
પરીન સમર્થ વિશે જાણી શકશે ?
જીયાની યાદશક્તિ પાછી આવશે ?

જાણવા માટે જોડાયેલા રહો.‌. આભાર 🙏