ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 4 Nidhi Satasiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 4

હંમેશાં વ્યક્તિને સમજવા ભાષાની જરૂર નથી હોતી , તે વ્યક્તિનું વર્તન પણ ઘણું બધું કહી દે છે. તો શુ પરીન જીયાના વર્તનને અને સાન્વી સમર્થના વર્તનને સમજી શકશે ?



પરીન જીયાને લઈને પરેશાન હતો. તે વારંવાર સમર્થ ને બોલાવવાની વાત કરી રહી હતી પણ પરીન ખુદ નહોતો જાણતો કે સમર્થ કોણ છે ? તો પછી એ બોલાવે કેવી રીતે ? અને શુ કામ બોલાવે ? ઉપરથી જીયા નુ વર્તન એટલું અજીબ હતું કે પરીન કંઈ પણ સમજવાની સ્થિતિ મા નહોતો. ડોક્ટરે તેને પોતાના કેબિનમાં બોલાવ્યો.

" બેસો મિસ્ટર પરીન." ડોક્ટરે પરીનને કેબિનના ‌દરવાજે જોઈ કહ્યું.

" જી , ડોક્ટર. મને તો કંઈ જ સમજાતું નથી કે જીયા ને થયું છે શુ ? અને આ સમર્થ કોણ છે તે મને શોધવાને બદલે સમર્થ ને કેમ શોધે છે ?" પરીને પોતાની મુંજવણ ડોક્ટરને કહી જે જીયા ની રીપોર્ટ જોઇ રહ્યા હતાં.

" ડોન્ટ બી પેનિક મીસ્ટર પરીન. તમારી વાઈફની રીપોર્ટ મે સ્ટડી કરી છે અને રીપોર્ટમાં બધું જ નોર્મલ છે." ડોક્ટરે કહ્યું.

" નોર્મલ છે તો પછી જીયાના આવા વર્તન નું કારણ ?" પરીન મુંજવણમા હતો.

" લુક , મીસ્ટર પરીન. આ એક એક્સિડન્ટ કેસ હતો. જેમા તમારી પત્નીને માથા પર ઈજા પહોંચી હતી. તો બની શકે કે માથા પર ઈજા થવાથી તેમને શોર્ટ ટાઈમ મેમરી લોસ થયું હોય."

" શું ? મેમરી લોસ ! તો હવે? " પરીને ચિંતાવશ પુછ્યું.

" તમારી પત્નીના બધા જ રીપોર્ટ નોર્મલ છે અને જનરલી આવા કેસમા મેમરી પાછી આવી જાય છે અને પેશન્ટ પહેલાની જેમ જ જીવન જીવવા લાગે છે‌, પણ..." ડોક્ટર પરીનને સમજાવી રહ્યા હતા.

" પણ ! પણ શુ ડોક્ટર અને મેમરી ક્યારે પાછી આવશે ?" પરીને પુછ્યું.

" યાદશક્તિ તો ગમે ત્યારે પાછી આવી શકે છે ! બની શકે કે તમારી વાઈફને એક મીનીટમાં, એક કલાકમાં, એક દિવસમાં, એક અઠવાડિયામાં કે પછી એક મહિનામા બધું યાદ આવી જાય. રીપોર્ટ નોર્મલ છે એટલે હુ તો માનુ છું કે જલ્દી જ તમારી વાઈફને બધું યાદ આવી જશે."‌ડોક્ટરે કહ્યું.

" તો હવે હુ શુ કરું? " પરીને પુછ્યું.

" તમે તમારી વાઈફના પરિવારને એટલે કે તમારા સાસુ સસરાને બોલાવી લો અને એમને કહો કે તમારી વાઈફ સાથે સમય વિતાવે... બની શકે કે એમની સાથે સમય વિતાવવાથી તમારી વાઇફની યાદશક્તિ પરત આવી જાય." ડોક્ટર પોતાની જગ્યાએ થી ઉભા થયા.

" શુ એમ કરવાથી જીયાને બધું જ યાદ આવી જશે ?" પરીને ફરી પુછ્યું.

" બધું યાદ આવી જશે એમ ચોક્કસપણે તો હુ ના કહી શકું પણ યાદો પાછી આવવાની શક્યતાઓ જરૂરથી વધી જશે." ડોક્ટરે કહ્યું.

" થેંક યુ ડોક્ટર. " પરીન જીયાના રીપોર્ટ લ‌ઈ ડોક્ટરની કેબિનની બહાર આવ્યો અને જીયાના રૂમ તરફ જતો રહ્યો જ્યાં તે એડમિટ હતી. પણ તેનામા જીયાની સામે જવાની હિંમત નહોતી થ‌ઈ રહી. તે થોડીવાર તેને બહારથી જ જોતો રહ્યો અને જીયાના પપ્પાને ફોન લગાવી દીધો.


------ -----



સાન્વી સમર્થના ઘરેથી પોતાના ઘરે પાછી આવી ચૂકી હતી. પણ તેના ચહેરા પર જરાય રોનક નહોતી. તે જ્યારથી ઘરે આવી હતી ત્યારથી તે પોતાના રૂમમા હતી અને બસ સમર્થ વિશે જ વિચાર કરી રહી હતી. સમર્થ તો તેને છોડીને પોતાના કામે જતો રહ્યો હતો પરંતુ સમર્થના ગયા પછી સમર્થના ઘરે સાન્વી સાથે જે થયુ હતું તે સાન્વી માટે આઘાત જનક હતું.

તેણે પોતાના ફોન તરફ નજર કરી. તેનુ દિલ વારંવાર કહી રહ્યું હતું કે એ બાબતે એકવાર સમર્થ સાથે વાત કરી લેવી જોઈએ પણ દિમાગ એ વાત માનવા તૈયાર નહોતું.

હંમેશા આવું જ થતુ હોય છે. દિલ અને દિમાગ વચ્ચેની લડાઇમાં આપણે ફસાઇ જ‌ઈએ છીએ અને આગળ શુ કરવું એ વાત થી પરેશાન થ‌ઈ જ‌ઈએ છીએ. સાન્વી સાથે પણ કંઈક આવું જ થ‌ઈ રહ્યું હતું. એક બાજુ તેને સમર્થ સાથે વાત કરવી હતી તો બીજી બાજુએ સમર્થ એ બાબતે વાત કરશે કે કેમ ? એ મુંઝવણમાં હતી.


તેના આશ્ચર્ય વચ્ચે એકાએક તેના નંબર પર સમર્થ નો ફોન આવ્યો. સાન્વી થોડીવાર ફોનની સ્ક્રીનને જોઈ રહી અને પછી ફોન ઉપાડી લીધો.

" હેલો." સાન્વી એ ધીમા અવાજે કહ્યું.

જ્યારે તેના અવાજ પરથી સમર્થ સમજી ગયો હતો કે કંઈક તો થયું છે. કેમકે સાન્વી એક ખુશમિજાજ છોકરી હતી જે ક્યારેય ઊદાસ નહોતી રહેતી અને હાલમાં તેના અવાજ થી ઉદાસીનતા સાફ સાફ છલકાઇ રહી હતી.

" હેલો , સાન્વી. તુ મને મળવા આવી શકે છે ?‌ મારે કંઈક જરૂરી વાત કરવી છે." સમર્થે વિનમ્રતાથી પુછ્યું.

" અત્યારે? " સાન્વીએ આશ્ચર્ય થી પુછ્યું.

" હા , જલ્દી કર હુ તારા ઘરની બહાર જ ઉભો છું. " સમર્થ કહ્યું.

" શું? તુ બહાર ઉભો છો ?"‌સાન્વી તરત જ પોતાના રૂમની બારી પાસે આવી અને પડદો ખોલી બહાર જોવા લાગી. સમર્થ ત્યાં જ બહાર ઉભો હતો. પોતાની ગાડીને ટેકો લગાવી. " પણ, તું અહીં શુ કરે છે એ પણ આટલી મોડી રાત્રે ?" સાન્વીએ બારીમાંથી સમર્થ તરફ જોતા પુછ્યું.

" કંઈ નહીં, તને મળવું હતું. તારી સાથે કંઈ જરૂરી વાત કરવી હતી તો આવી ગયો ." સમર્થે બેફિકરાઈથી જવાબ આપ્યો.

" જરૂરી વાત ! આપણે આજે સવારે સાથે જ હતા. ત્યારે તો તે કંઈ ના કહ્યું. " સાન્વીએ સહેજ ગુસ્સે થી પુછ્યું.

" હા , કેમકે ત્યારે મારે વાત નહોતી કરવી પણ અત્યારે કરવી છે. તુ બહાર આવે છે કે પછી હુ જ અંદર આવી જાવ ?"‌સમર્થે પુછ્યું.

" ઠીક છે. તુ ઉભો રે હુ આવું છું. "‌ સાન્વીએ ફોન મુક્યો અને પોતાના કપડાં અને વાળ ને વ્યવસ્થિત કરીને પોતાના રૂમની બહાર આવી અને બહાર જતી જ હતી કે તેના પપ્પા કે જે હોલ મા બેઠા બેઠા ટીવી જોઈ રહ્યા હતાં તે બોલ્યા ,

" સાન્વી , બેટા અત્યારે ક્યાં જાય છે." સાન્વી તરત જ ઉભી રહી ગ‌ઈ. સમર્થને મળવા જવાની વાતમા એ તો ભૂલી જ ગ‌ઈ કે તેને રાત્રે પરમિશન વગર બહાર જવાની મનાઈ છે.

" ઓહ , સોરી પપ્પા. હુ ભૂલી જ ગ‌ઈ તમને કહેવાનુ. સમર્થ આવ્યો છે મળવા. હુ જાવ ?" સાન્વીએ પુછ્યું.

" સમર્થ , આટલી મોડી રાત્રે ?" સાન્વીના પપ્પા બ્રિજેશ ભાઈ એ પોતાની ઘડિયાળ તરફ નજર કરી. જે રાત ના દસ વાગ્યા બતાવી રહી હતી.

" હા , પપ્પા. આજે સમર્થ સાથે શોપિંગ પર ગ‌ઈ હતી ને તો એક બેગ તેની ઘરે જ રહી ગયું. તો તે દેવા આવ્યો છે અને આવ્યો છે તો સાથે સાથે કોફી પર પણ જ‌ઈ આવીએ." સાન્વીએ સફેદ જુઠ કહ્યું.

" તો બહાર જવાની શુ જરૂર છે ? તુ સમર્થ ને અંદર બોલાવી લે. આપણે ચારેય સાથે કોફી એન્જોય કરીશું." બ્રિજેશ ભાઈએ કહ્યું તો સાન્વીનો ચહેરો એકદમ ફીક્કો પડી ગયો.

" અરે , શુ તમેય પણ ! બાળકો ને સાથે સમય વિતાવવા દો... કુમાર પછી ક્યારેક ઘરે આવી જશે. આમપણ હવે તો આવવા જવાનું બન્યુ જ રહેશે."‌સાન્વીની મમ્મી આરતીબહેને સાન્વીનો ચહેરો જોઈ સાન્વીના બચાવ મા કહ્યું.

" હા , પપ્પા. સમર્થ તો આવતો રહેશે ને ! તો હુ જાવ ?" સાન્વીએ પુછ્યું.

" હા , ઠીક છે. પણ સંભાળીને જજો." બ્રિજેશભાઈએ કહ્યું તો સાન્વી તરત જ બહાર જતી રહી.

સાન્વીને જોઈ સમર્થે કારનો દરવાજો ખોલ્યો અને સાન્વી તરત જ કારમા બેસી ગ‌ઈ. સમર્થ પણ ડ્રાઈવિંગ સીટ પર આવીને બેઠો અને કાર ચાલુ કરી દીધી.

" શુ વાત કરવી છે તારે ?" સાન્વીએ કોઈ પણ લાગવગ વગર પુછી લીધું.

સમર્થ થોડીવાર તેને જોઈ રહ્યો અને પછી બોલ્યો , " જીયા વિશે !"

સમર્થે કહ્યું તો સાન્વી આશ્ચર્ય થી સમર્થ ને જોવા લાગી.




વધુ આવતા અંકે.....

પરીન જીયાને સમર્થ પાસે લાવશે ?
જીયાની યાદશક્તિ પાછી આવશે ?
સાન્વી સાથે સમર્થના ઘરે શુ થયુ હશે ?
સમર્થ‌ સાચે જ જીયા અને પોતાની હકિકત કહી દેશે ?

જાણવા માટે જોડાયેલા રહો...