પ્રિત કરી પછતાય - 53 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત કરી પછતાય - 53

પ્રિત કરી પછતાય*

53

ટ્રેને ઉપડવા માટેની વ્હિસ્લ વગાડી એટલે સાગરના સસરાએ પોતે આપેલી સૂચનાઓને પાછી દોહરાવી.

"જુઓ સાગર.સુટકેશનું ધ્યાન રાખજો. અને મુંબઈ પહોંચીને તરત જ કાગળ લખી નાખજો."

"ભલે."

સાગરે બે અક્ષરી જવાબ આપ્યો.ટ્રેન ધીમી ગતિથી સ્ટાર્ટ થઈ.ત્યારે બારીના સળિયા પકડીને ચાલતા ચાલતા સાગર ના સસરાએ ફરીથી કહ્યું.

"ધ્યાન રાખીને જજો સાગર."

"તમે ફિકર નહીં કરતા મામા."

કહી રફતાર પકડતી ગાડીમાંથી હાથ બહાર કાઢીને સાગરે ટાટા કર્યું.સાગરના સસરાએ પણ રૂમાલ ફરકાવીને પોતાના જમાઈને વિદાય આપી.અને ટ્રેને અમદાવાદ સ્ટેશન છોડ્યું.અને ટ્રેન ફાસ્ટ ગતિથી હવે એ મુંબઈ તરફ દોડવા લાગી હતી.

સાગરે સુટકેશ ખોલી અંદરથી સરિતાએ પોતાના માટે મૂકેલી ચિઠ્ઠી બહાર કાઢી.પોતાના ચશ્માના કાચને પેહલા તો એણે રુમાલ થી લૂછ્યા. અને પછી પોતાના નાક ઉપર બરાબર ગોઠવતા એણે ચિઠ્ઠી વાંચવા માંડી.

"સાગર.

મારો પહેલો અને છેલ્લો પ્યાર.મેં તમને લઈને ઘણા સપના જોયા હતા સાગર. પણ પૂરા થવાના પહેલા જ તૂટી ગયા. આપણું મિલન આ જનમમાં તો ન થઈ શક્યુ સાગર.પણ આવતા જનમમાં આપણું મિલન જરૂર થશે.હું તમારી છું અને તમારી જ રહેવાની છું.તમારાથી જુદી પડીને હું નહીં જીવી શકું સાગર. પણ શું કરું?બહેને મારી પાસેથી વચન લીધું છે કે તું.એની તરફ જોતી પણ નહી.નહીં તો હું ઝેર ખાઈને આત્મહત્યા કરીશ.ત્રણની જિંદગી બગડે એના કરતા એકની કુરબાની શું ખોટી? મેં મારા પ્યારની કુરબાની આપી છે સાગર. પણ તમે મને નહીં ભૂલતા.બહેને બીજું વચન લીધું છે.કે મમ્મી જે છોકરો પસંદ કરે એની સાથે મારે લગ્ન કરવા.પણ એવું નહીં થાય સાગર.લગ્ન કરતાં પહેલાં હું મારી જાન દઈ દઈશ.તમારું નામ જપતી સરિતા.

તા.ક.અને તમને ખબર પડે કે સરિતા ચાલી ગઈ છે.તો એકવાર મારુ મોં જોવા જરૂર આવજો.અને મારી લાશ ઉપર લાલ ઓઢણી ઓઢાડજો.બસ આજ મારી અંતિમ ઈચ્છા છે."

સરિતાનો આ પત્ર વાંચીને સાગરનું રોમે રોમ દ્રવી ઉઠ્યુ.સરિતાએ લખેલો એકે અક્ષર એના હૃદયમાં શૂળની માફક ભોંકાવા લાગ્યો હતો.સરિતા સાથેની મુહોબ્બતના પાછલા દિવસો દરમિયાન એ ક્યારેય આટલો વિહવળ ન હતો થયો.જેટલો એ આજે થઈ રહયો હતો. સરિતાએ લખેલા એકે એક શબ્દોએ એના હૃદયમાં એક ઝંઝાવાત જગાવી દીધો હતો.અને એમાં પણ ખાસ કરીને આ શબ્દોએ એના હૃદયને લગભગ વલોવી નાખ્યું હતું.

"આપણું મિલન આ જનમમાં તો ન થઈ શક્યુ.સાગર.પણ આવતા જન્મમાં આપણું મિલન જરૂર થશે.હું તમારી છું અને તમારી જ રહેવાની છું...આવતા જન્મમાં આપણું મિલન જરૂર થાશે. આવતા જનમ મા આપણું મિલન જરૂર થશે...જરૂર થાશે...સાગર.. આપણું મિલન..આવતા જનમમાં જરૂર થશે... આવતા જનમમાં...આપણું મિલન...આપણું મિલન...આવતા જનમમાં....જરૂર થશે...જરૂર...જરૂર... થશે....આવતા જન્મમાં.આપણું મિલન જરૂર થશે..."

વારંવાર આ સરિતાના આ શબ્દો સાગર ના મગજમાં પડઘાવા લાગ્યા હતા.સાગરના દિલો દિમાગને ઉત્તેજિત કરવા લાગ્યા હતા.અને આખરે એક ભયંકર વિચારે સાગરના મગજ ઉપર હુમલો કર્યો.

"સરિતાએ કહ્યું છે કે.આવતા જનમમાં આપણું મિલન જરૂર થાશે.અને આ સાચું પણ છે.આ જનમમાં તો ઝરણા. અને સમાજની દીવાલ અમારા બંનેની વચ્ચે ઉભી છે.આ જનમમાં તો અમારું મિલન ખરેખર અશક્ય છે.અસંભવ છે. આ ભવમાં તો અમે મળી શકીએ એમ નથી જ.કદાચ આવતા જન્મે જ અમારું મિલન શક્ય હોય.પણ અમારા આવતા જનમના એ મિલનની વચ્ચે આ જનમની.આ લાંબી રબરની જેમ ખેચાતી જતી આ જીંદગી છે.એનું શું? સરિતાની જુદાઈની વેદનામાં.અને આવતા જનમની ઈન્તેઝારી માં આ જીંદગી ન જાણે ક્યારે ખૂટશે?સરિતા વિનાની આ જિંદગી હું કેવી રીતે પૂરી કરીશ? કેવી રીતે આ બે સુર જીવન હું ખુટાડીશ?"

એક પછી એક પ્રશ્નો સાગરના મનમાં ઉભરાવા લાગ્યા હતા.હથોડાની જેમ દિલ ઉપર અથડાવા લાગ્યા હતા.અને મૂંઝાયેલા.ઘવાયેલા એના મને એક અતી ગંભીર.અને મહાભયંકર રસ્તો સાગરને ચીંધ્યો.અને સાગરને પણ. પોતાને પરેશાન કરી રહેલા પ્રશ્નોનો આ એક જ જવાબ વ્યાજબી લાગ્યો.કે આ જનમની જિંદગીને મારે અહીં જ સમાપ્ત કરી દેવી જોઈએ.મારે જો સરિતાને વહેલામાં વહેલી તકે હાસલ કરવી હોય.તો મારી અત્યારની જીંદગી ને મારે અહીંયા જ પૂરી કરી દેવી જોઈએ.

અને આત્મહત્યાના આ વિચારે સાગરને લગભગ પાગલ કરી નાખ્યો. સાગરથી લગભગ બધું જ ભૂલી જવાયું કે પોતે ફક્ત સરિતાના દિલની ધડકોનો નો જ નહીં.પણ ઝરણાના હૃદયનો પણ એક તાર છે.પોતે ફક્ત સરિતાનો પ્રિયતમ જ નહીં.ઝરણાનો પતિ પણ છે. પોતાના જીવ ઉપર સરિતાનો છે.તેથી વધુ ઝરણાનો અધિકાર છે.અને ઝરણા ના અધિકાર કરતા પણ વધુ.પોતાના પપ્પાનો અધિકાર છે.જેમણે એને જન્મ આપ્યા પછી એની ઉપર કેટ કેટલી આશાઓ લગાડેલી છે.પપ્પા પોતાને કેટલો ચાહે છે એ પણ ભૂલી જવાયું સાગરથી.સાગરને એ પણ યાદ ના રહ્યુ. કે પોતાના શ્વાસોના.પોતાના બે નાના ભાઈઓ પણ ભાગીદાર છે.જેઓને કાંઈક બનાવવાની જીમ્મેદારી જેટલી પપ્પાની છે.એટલી જ એની પોતાની પણ છે.આખા કુટુંબનો ભાર પપ્પાની સાથો સાથ.પોતાના ખંભા ઉપર પણ છે આ પણ એ ભૂલી ગયો.પોતાના મૃત્યુ પછી એ લોકોનું શું થાશે એવો વિચાર પણ સાગરને ન આવ્યો.સાગરે પોતાની ફુલ જેવી કોમળ.એકની એક માસુમ દીકરી માલતી ને પણ ભુલાવી દીધી.કે પોતાને જોતા જ.

પપ્પા આઈ.પપ્પા આઈ.

કહીને કાલી ઘેલી ભાષામાં પોતાને વળગી પડે છે.આ બધું જ સાગરે ભુલાવી દીધું.

એને યાદ રહ્યું તો બસ એટલું જ કે.આ જનમમાં સરિતાને મેળવવી અશક્ય છે. અને આવતા જનમ મા અમારુ મિલન જરૂર થાશે.અને આવતા જન્મ ના એ મિલનને જો શક્ય બનાવવું હોય.તો આ જનમની અત્યારની આજ જીંદગી ટુંકાવવી અત્યંત જરૂરી છે.અને આ જનમનો અંત લાવી.બીજા જન્મમાં પગ મુકવા માટે સાગરે પોતાના ભૂતકાળને ભુલાવી દીધો.ભવિષ્યની ચિંતાઓને એણે અભરાઈ ઉપર ચડાવી દીધી.અને વર્તમાનનો અંત લાવવા એ અધીરો થ્યો. અત્યારે એનું રોમે રોમ.સરિતાના જ વિચારોમાં અટવાયેલું હતું.ચારે બાજુ અત્યારે એને ફક્ત સરીતા જ સરિતા દેખાતી હતી.સાગરે દોડતી ગાડીની બાહર પોતાની નજર નાખી.તો ત્યાં પણ જાણે સરિતા પોતાના બંને હાથ ફેલાવી ને પોતાને.પોતાની બાહોમાં સમાઈ જવા બોલાવી રહી હોય એવું સાગરને લાગ્યુ. અને ભાન ભૂલેલો સાગર.ધીમેથી પોતાની સીટ ઉપરથી ઉભો થયો.અને યંત્રવત દરવાજા તરફ ખેંચાયો.ટ્રેનના દરવાજા પાસે સાગર પહોંચ્યો ત્યારે પણ એને એ જ દ્રશ્ય દેખાતું હતુ.

કે પોતાની બંને ભુજાઓ લહેરાવતી સરિતા.જાણે પોતાને બાહોમાં સમાઈ જવા બોલાવી રહી છે.આવતા જનમના મિલન ને શક્ય બનાવી એ જાણે સાગરને પોતાની છાતીએ ભીંસી લેવા માંગતી હોય એમ સાગરને લાગ્યુ. સરિતા જાણે હસતા હસતા પોતાની પાસે આવવાનો આંગળીથી પોતાને ઈશારો કર્યો હોય ભ્રમ થયો સાગરને. અને સરિતાની એ ફેલાયેલી બાહોની ભ્રમજાળમાં સમાવવા સાગરે વગર વિચાર્યું.અને ખતરનાક પગલું ભર્યું. દોડતી સૌરાષ્ટ્ર જનતા માંથી સાગરે પોતાનું શરીર ટ્રેન ની બાહર ફંગોળ્યુ...