પ્રિત કરી પછતાય*
4
ધૂંધવાયેલી ઝરણા તાડુકી.અને એના આવા વર્તનથી સરિતા ચોકી.
" કેમ?"
અને સરિતાના કેમનો કોઈ જવાબ ઝરણા પાસે ન હતો.પોતાને જવા ન મળે તેથી આ બંનેને પણ ન જવા દેવાનો અર્થ શુ? તપી ગયેલા પોતાના મગજને એક ગ્લાસ ઠંડુ પાણી પીને ઝરણાં એ ઠંડો કર્યો.
"સારું તમે લોકો જઈ આવો."
ધીમાં અવાજે તે બોલી સરિતાનો ઊંચો થઈ ગયેલો જીવ.ઝરણાના આ શબ્દો થી હેઠો બેઠો.
મુંબઈમાં આવ્યા પછી પહેલી જ વાર ફરવા જવાનો જે મોકો મળ્યો હતો તે ઝુંટવાતા ઝુંટવાતા રહ્યો. આથી એણે પ્રભુનો આભાર માન્યો.સરિતા સાથે બહારના રૂમમાં આવીને સાગરે દાદીમાની આજ્ઞા માગી.
" મા અમે જઈએ છીએ."
"હો પણ ઝટ ઘર ભેગા થઈ જજો."
"માં જાઉં છું."
સરિતા એ પણ જ્યારે મા પાસે રજા માંગી.તો કોણ જાણે કેમ માનો ચહેરો થોડો ઉતરી ગયો. અને ઉત્સાહ વગરનો જાકારો માં ના મુખમાંથી નીકળ્યો.
" ભલે"
જુહુ ની ઠંડી રેતી ઉપર સરિતા અને સાગર ડગ ભરતા હતા.કદમની સાથે કદમ મિલાવીને બંને.જૂહુના દરિયા કિનારે ચાલતા હતા.છતાં બંને હજી
બે જુબાન હતા.ચુપચાપ પોત પોતાની નજર ચારે તરફ ફેરવતા હતા.રેતીના પટ ઉપર ઠેક ઠેકાણે પ્રેમી પંખીડાઓ બેઠા હતા.જાણે એ બધાને હરીફાઈમાં ઉતારવા મા આવ્યા હોય એમ.દરેક યુવક પોત પોતાની પ્રેમિકા સાથે.કંઈક ને કંઈક અડપલાવો કરતા હતા.કોઈ પોતાની પ્રેમિકાના ખોળામાં માથું રાખીને સૂતો હતો.તો કોઈ પોતાની પ્રિયતમાના માથાને પોતાના ખોળામાં લઈને બેઠો હતો.કોઈ પોતાની સુંદરીના વાળની લટને પોતાની આંગળીથી રમાડતો હતો. તો કોઈ વળી પોતાની દેવીજી ના ગાલો પર હથેળી ઘસતો હતો.
આ બધા દ્રશ્યો જોઈને સરિતાના હૃદયમાં પણ.ઉથલપાથલ થઈ રહી હતી.એનું રોમે રોમ આ બધું જોઈને રોમાંચિત થઈ રહ્યું હતુ.આ બધા દ્રશ્યો જાણે અપૂર્ણ હોય એમ.જુહુના દરીયા કિનારે થોડાક વધુ આગળ વધતા.બધા જ દ્રશ્યો ને ફીક્કા પાડી દે એવું બેશરમ દ્રશ્ય સરિતાની નજરે પડ્યુ.
એ એક વિદેશી જોડુ હતુ.યુવકે ફક્ત સમ ખાવા પૂરતી એક નાની એવી અંડરવેયર જ પહેરી હતી.અને એની જોડીદારે નીકર અને બ્રા જ ધારણ કર્યા હતા.તે યુવતી પેલા યુવકની મદદથી ઘોડા પર ચડવાનો પ્રયાસ કરતી હતી. ઘોડો ઘણી જ શાંતિથી ઉભો હતો.પેલા યુવકે યુવતીની કમર પકડીને યુવતી ને ઉંચી કરી ઘોડા પર બેસાડવાનો પ્રયત્ન કર્યો.પણ અત્યાર સુધી ડાયો ડમરો થઈને ઉભેલો ઘોડો એન ટાઈમે બાજુમાં સરકી ગયો અને પેલી યુવતી.
" ઓ માય ગોડ.ઓ માય ગોડ."
કરતી રેતી ઉપર પટકાઈ.ઘોડાને અંગ્રેજી માં ચોપડાવતી યુવતી ફરી પાછી બેઠી થઈ.પાછી ઘોડા પાસે આવી અને ફરીવાર એ જ ક્રિયા નુ પેલા યુવકે પુનરાવર્તન કરયુ.યુવતીને કમરેથી ઉંચી કરીને ઘોડા પર બેસાડવાનો પ્રયત્ન કર્યો. અને ઘોડા એ પણ પોતાની આગલી ક્રિયાનું આ વખતે પણ પુનરાવર્તન કર્યું. અને પહેલાની જેમ જ ફરી પેલી યુવતી.
" ઓ માય ગોડ.ઓ માય ગોડ."
ની ચીસ પાડતી રેતી ઉપર પટકાઈ. આવું બે ચાર વાર થયું ત્યારે.ત્યા એકઠી થયેલી પબ્લિક ને ગમ્મત થઈ.વગર પૈસે મળતા આ મફતના મનોરંજનથી બધા આનંદીત થઈ ગયા.તો ઘણાય ને એ બંનેના અર્ધ નગ્ન શરીર જોઈને ઉત્તેજના પણ થઈ.ઘણા ઈર્ષા ભરી નજરે દૂરથી આ દ્રશ્ય ઉભા ઉભા જોઈ રહ્યા હતા.
સરિતાએ પણ આ દ્રશ્ય જોયું તો એ પણ શરમ અને ઉત્તેજનાથી પાણી પાણી થઈ ગઈ.પોતાનો ચહેરો બીજી દિશામાં ફેરવતા એ બોલી.
"હું તમારી સાથે નકામી આવી."
" કેમ?"
સાગરે પૂછ્યુ.
" આવી જગ્યાએ તો તમારી સાથે બહેન હોય એ જ સારું લાગે." સરિતાએ નીચી નજરે કહ્યુ.તો જવાબમાં સાગર થી વગર વિચારે બોલાઈ ગયુ.
" તારી બહેનના બદલે તુ આવી ફેર શું પડ્યો?"
અને સરિતાની નીચે ઝુકેલી આંખો ઝાટકા સાથે ઊંચી થઈ.અને સાગરના ચહેરા ઉપર ખોડાઈ.જે રીતે સરિતા ચોંકી હતી.એ ઉપરથી સાગરને અનુમાન કરતા વાર ન લાગી કે સરિતા ઉપર પોતાના શબ્દોની અવળી અસર થઈ છે.એટલે વાતને સુધારી લેવાનો એણે પ્રયત્ન કર્યો.
" તારી બહેનને સાથે લાવવાની જ હતી ને.પણ માએ ના પાડી ત્યા આપણે શું કરીએ.?"
" મને અહીં આવું બધું જોઈને બહુ જ ગુંગણામણ થાય છે ચાલો અહીંથી જઈએ."
"બસ આટલી જ વાર મા?"
"આય જોવા જેવું છે ય શુ?"
"છી! પેલો જુવો."
રાધાએ એક ખૂણામાં બેસેલા યુગલ તરફ આંગળી ચીંધતા પોતાનો અણગમો વ્યક્ત કર્યો.સાગરે એ દિશામાં પોતાની નજર નાખી.
એ યુવકે પોતાના હોઠો ની વચ્ચે ચોકલેટ દબાવી રાખી હતી.અને તે પોતાની પ્રેયસીને તે ચોકલેટ હોઠોથી જ લઈ લેવા સમજાવી રહ્યો હતો.થોડીક વારની આનાકાની પછી એ માની ગઈ. અને એણે યુવકના હોઠો માં દબાવેલી ચોકલેટ તરફ પોતાના હોઠ લંબાવ્યા. સાગર શ્વાસ રોકીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો.ત્યા સરિતાએ એનો શર્ટ પકડીને ખેંચ્યો.
" ચાલો ને હવે."
સાગરે પોતાના તરસ્યા હોઠો ઉપર જીભ ફેરવીને હોઠને ભીના કર્યાં.ઝરણા અગર સાથે હોત તો ક્યારના એના હોઠ ઝરણાના હોઠ ઉપર ચંપાઈ ગયા હોત.
"તને આ જુહુ નો કિનારો ના ગમ્યો ને?"
" છી!આવું બધું જોઈને તો મને ગૂંગળામણ થવા લાગી."
"તો ચાલ તારી ગૂંગળામણ દૂર કરવા આપણે અહીંના જુહુ ગાર્ડનમાં જઈએ ત્યા તને મજા આવશે."
"શુ ધૂળ મજા આવશે ,"
છણકો કરતા સરિતા બોલી.
" જ્યારે ખુલ્લા કિનારા ઉપર પણ આ લોકો આટલા નફ્ફટ થઈને પડ્યા છે.તો ત્યાં ગાર્ડનમાં તો કોણ જાણે શું ય કરતા હશે?"
સરિતાની વાત પર સાગરથી હસી પડાયુ.
" એ ગાર્ડન બચ્ચાઓ માટેનુ છે.ત્યા આના જેવા વેવલા ઓ તને એકેય નહીં મળે સમજી."
"અચ્છા.બચ્ચાઓ માટેના ગાર્ડન મા જોવા જેવું શુ શુ છે?"
" ત્યાં ઘણુ બધુ જોવા જેવું છે.જેમકે સિમેન્ટ થી બનાવેલુ પ્લેન અને.અને તુ તારી નજરે જ જોઈ લેજે ને."
" સારું ચાલો. આવ્યા છીએ તો એ ગાર્ડન પણ જોય જ લઈએ."
અને બંનેએ જૂહુ ગાર્ડન જવા માટે પગ ઉપાડ્યા.ત્યારે સરિતાનુ હૃદય અપૂર્વ ગતિથી ધડકતુ હતુ..
ધક ધક.. ધક ધક.....