પ્રિત કરી પછતાય - 54 - છેલ્લો ભાગ Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત કરી પછતાય - 54 - છેલ્લો ભાગ

પ્રિત કરી પછતાય*

54

એક તીણી ચીસ સાથે ઝબકીને જાગી ગઈ સરિતા.સાગરના શરીરને ટ્રેનની બહાર ફંગોળાતા ગહેરી નીંદરમાં સુતેલી સરિતાએ પોતાના સ્વપ્નમા જોયુ.અને એક આછી ચીસ પાડીને ભર ઉંઘ માથી એ થઈ જાગી ગઈ.એનુ આખુ શરીર રાતના એક વાગ્યા ના ઠંડા વાતાવરણમાં પરસેવે રેબઝેબ થઈ ગયુ. એ સ્વપ્નને.એ સ્વપ્ન હોવા છતાં.એ સ્વપ્ન ના માની શકી.એને લાગ્યુ કે પોતે જે જોયુ છે એ સ્વપ્ન નહી પણ એક હકીકત છે.એને સો ટકા ખાતરી હતી કે ના ખરેખર સાગરે પોતાના ખાતર પોતાના પ્રાણો નું બલિદાન આપી જ દીધું છે.પોતાના સ્વપ્નમાં સાગરના એ મૃત્યુને જોઈને એ હેબતાઈ જ ગઈ.

પોતે લખેલા એ આખરી પત્રના શબ્દો એને યાદ આવ્યા.

"આપણુ મિલન આ જનમ મા તો ન થઈ શક્યુ પણ આવતા જનમમાં આપણુ મિલન જરૂર થાશે."

અને ફરીથી જનમ લેવા માટે જ સાગરે આ જનમ નો અંત લાવી દીધો છે.મારા આ શબ્દોનો આવો કરુણ.આવો ભયંકર અંજામ આવશે.એવું તો સરિતા એ ધાર્યું જ ન હતું.ગભરાટમાં એના હ્રદય ના ધબકારા તેજ ગતિએ દોડવા લાગ્યા.એ આંખો ફાડી ફાડીને સામે પલંગ ઉપર સૂતેલી પોતાની મોટી બહેન ઝરણાને જોઈ રહી.અને મનમાં વિચારતી રહી કે બહેન અત્યારે કેવી નિશ્ચિંતપણે સુતી છે.પણ જ્યારે સાગરના મૃત્યુના સમાચાર આવશે ત્યારે?

એક લખ લખુ પસાર થઈ ગયુ સરિતા ના શરીરમાંથી.સાગરના મૃત્યુનો દોષ આમ તો મારો જ છે.સાગરના મૃત્યુ માટે ખરેખર હુ જ જવાબદાર છુ.પણ

જ્યારે બધાય ની સામે બહેન દોષનો ટોપલો મારી પર ઢોળશે ત્યારે?ત્યારે હું શો જવાબ આપીશ? એક પછી એક પ્રશ્નો સરિતા ના હૃદયમાં ઉભરાવા લાગ્યા.અને એના મસ્તિકમાં અથડાવા લાગ્યા.

અને એ પ્રશ્નોમાં એક પ્રશ્ન એને પોતાના જીવન વિશે પણ ઉઠ્યો.

.કે સાગર વગર હવે એ પોતે પણ કઈ રીતે આ જીંદગી પૂરી કરી શકશે?સાગર હતો તો ક્યારે તો મળશે જ.એવી આશા સાથે પોતે દિવસો પસાર કરતી હતી. પણ હવે સાગર તો પોતાને મધદરિયે ઝોલા ખાતી મૂકીને ચાલ્યો ગયો.હવે આ જીવન હું કઈ રીતે વિતાવુ?કોની આશાએ અને કોના માટે હવે મારે જીવવુ? સાગર સાથેનુ મારું જીવન મુશ્કેલ જરૂર હતુ.પણ સાગરની યાદ લઈને હું જીવી તો શકતી જ હતી. પણ હવે? હવે તો સાગર પોતાને આ દુનિયામાં રોતી રઝળતી મૂકીને દૂર.દૂર. બીજી દુનિયામાં ચાલ્યો ગયો છે.હવે મારાથી સાગરને કેમ મળાશે?

સાગરથી પોતે પહેલા પણ ક્યાં મળી શકતી હતી? સાગર પહેલા પણ ક્યાં પોતાની નજદીક કે પોતાની નજરની સામે રહેતો હતો?પણ દુનિયાના કોઈ છેડેથી સાગરના શ્વાસોની સુગંધ તો પોતાને આવતી જ રહેતી હતી.અને એ સુગંધની મહેકના કારણે પોતે આજ સુધી સાગરની જુદાઈમાં પણ જીવી શકી હતી.પોતે અને સાગર દૂર દૂર હોવા છતાં એક જ દુનિયામાં હતા.તેથી ક્યારેક તો મિલન જરૂર થશે એવુ આશ્વાસન એને હતુ.પણ હવે તો સાગર ચાલ્યો ગયો હતો.તો હવે મારે કોના માટે જીવવુ?સાગર હવે ચાલ્યો ગયો પેલી દુનિયામા.અને પોતે રહી ગઈ આ દુનિયામા.કઈ રીતે મળાશે હવે સાગરથી? મારે જો ખરેખર સાગરને હવે મળવું જ હોય.તો મારે પણ પેલી દુનિયામાં જવું જોઈએ જ્યાં મારો સાગર છે.આ દુનિયાથી દૂર.જ્યાં અમારા મિલન વચ્ચે કાંટા બિછાવનાર આ દુનિયાનો સમાજ નહીં હોય.જ્યાં અમારા પ્યાર ની અદેખાઈ કરનાર મોટી બહેન નહીં હોય.અને.અને એ બીજી દુનિયામાં જવા માટે આ દુનિયાની વિદાય લેવી જરૂરી છે.સાગરની જેમ મરવુ જરૂરી છે.અને સાગર સાથે જો મિલન થતું જ હોય.તો એકવાર શુ?

સો વાર શુ? અરે હજાર વાર મરવા હુ તૈયાર છુ.

અને સાગર સાથે મિલનના દ્રઢ સંકલ્પ સાથે સરિતા પથારીમાંથી ઊભી થઈ. જરા પણ અવાજ ન થાય એની કાળજી રાખીને એણે દરવાજો ખોલ્યો. અને મક્કમ પગલે એણે મોત તરફ પ્રયાણ કર્યું.

રેલવે લાઈનની એ બિલકુલ પાસે પહોંચી ગઈ હતી રાતનો બરાબર બે વાગ્યા હતા.મહુવાથી આવેલી.બાંદરા તરફ જતી ટ્રેન અમદાવાદના પ્લેટફોર્મ ઉપરથી નીકળી ચૂકી હતી અને એની હેડલાઈટ દૂરથી સરિતાને દેખાઈ.એ લાઈટ જોઈને સરિતા ના હોઠ ઉપર સ્મિત ફરકી ગયુ. જાણે આજે પોતાની સુહાગરાત હોય અને સામેથી પોતાનો પ્રિયતમ દુરથી પોતાની બાહો ફેલાવી. પોતાને બાથમાં જકડી લેવા પુરપાટ દોડતો આવતો હોય એવુ એ ટ્રેનની હેડ લાઈટ ને જોઈને સરિતા ને લાગ્યું.એક અનેરો રોમાંચ સરિતાના હૃદયમાં થયો. પોતાના પ્રિયતમ સાથેના મિલનની ઘડીઓ હવે નજીક આવી ગઈ હતી. પળ બે પળમાં તો પોતે સાગરની બાહોમાં હશે.અને આ વિચારે એનું હૃદય આનંદ ઝુમી ઉઠ્યુ.

જે પાટા ઉપર ટ્રેન આવી રહી હતી એ પાટા ની વચ્ચોવચ આવીને સરિતા ઉભી રહી.સામેથી દોડતી આવતી ટ્રેનમાં એને જાણે સાગરનું સ્વરૂપ દેખાતું હતુ. ટ્રેનને એ ટ્રેન નહી.પણ પોતાનો પ્રિયતમ સમજવા લાગી હતી.અને દોડતા આવતા પ્રિયતમની બાહોમાં સમાવવા એ આતુર થઈ.એનો પ્રિયતમ જ્યારે બિલકુલ એની પાસે આવી ગયો.ત્યારે એ શરમાઈ ગઈ.અને શરમના કારણે એણે પોતાની બંને આંખો બંધ કરી લીધી.અને બીજી જ ક્ષણે પ્રિયતમના રૂપમા આવેલી એ ટ્રેન સરિતાના શરીરના ટુકડે ટુકડા કરીને આગળ નીકળી ગઈ.

હજી કલાક પહેલા જ પોતાના શરીરનો ત્યાગ કરીને.જાણે સરિતાના આત્માની જ રાહ જોતો હોય એમ સાગરના આત્માએ.સરિતાના આત્માને સરિતાના ટુકડા થયેલા શરીર માથી બાહર નીકળતો જોતા જ.એની નજદીક આવ્યો.અને બન્નેએ સાથે જ આકાશની ઉંચાઈઓ તરફ પ્રયાણ કર્યુ.


સમાપ્ત