પ્રિત કરી પછતાય - 52 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત કરી પછતાય - 52

પ્રિત કરી પછતાય*

52

આજે સવારથી જ સરિતા ઉદાસ હતી.કારણ કે આજે એનો પ્રાણ પ્યારો ફરીથી એને જુદાઈની ખીણમાં ધકેલીને પોતાનાથી દૂર દૂર ચાલ્યો જવાનો હતો. આ વાત સરિતા સારી રીતે સમજતી હતી કે.સાગર.ઝરણા છે ત્યાં સુધી તો ક્યારેય પોતાનો થઈ શકવાનો નથી.

છતાં એણે ક્યારેય સાગરને પરાયો પણ સમજ્યો ન હતો.પોતે ભલે તનથી સાગરની ન થઈ શકે.પણ મનથી તો એ સાગરની ક્યારની થઈ ચૂકી હતી.

જેમ જેમ ઘડિયાળના કાંટા નવ થી દસ ઉપર.દસ થી બાર ઉપર અને બાર થી એક તરફ સરકતા જતા હતા.તેમ તેમ સરિતાના હૃદયના ધબકારા પણ ઘડિયાળ ના સેકન્ડના કાંટા ની જેમ તીવ્ર ગતી થી વધતા જ હતા.મનોમન સરિતા ભાંગી રહી હતી.સાગર સાથેના મિલનની આશ નો જે દીવો એના જીવન માં ટમટમતો હતો.એ હવે બુઝાઈ જશે એમ એને લાગતું હતુ.એ ધીમે ધીમે અંદરથી તૂટી રહી હતી.કાલે સાગરે આપેલુ આશ્વાસન.કે ક્યારેક તો આપણું મિલન જરૂર થશે.

એ આશ્વાસન.હવે એને અશક્ય લાગતુ હતુ.

સાડા છ વાગ્યે સાગર જવાનો હતો. અને સાથે પોતાનું ચેન.પોતાની નીંદર. અને પોતાનું નાજુક હૃદય પણ સાથે લઈ જવાનો હતો.અને આ ખયાલે સરિતાનું મન વધુને વધુ વ્યાકુળ થતું જતું હતુ. બપોરે બધા જમવા બેઠા ત્યારે પોતે.

"ઠીક નથી"

નુ બહાનું કરીને જમી પણ ન હતી. ઘડિયાળનો કાંટો પાંચ ઉપરથી ખસતો ખસતો.હવે છ તરફ સરકી રહ્યો હતો. સરિતા એ છેલ્લી વાર એક પત્ર સાગર માટે લખીને રાખ્યો હતો.જેમાં એણે પોતાના અંતરની વ્યથા ઉતારી હતી. પણ એ સાગરને કઈ રીતે આપવો એની મુંઝવણ સરિતાની થતી હતી.

સાગરે પોતાનો સામાન પોતાની નાની એવી સૂટકેસમાં ભરી લીધો હતો.અને સૂટકેસ ને પોતાના ખોળા માં રાખીને એ પલંગ ઉપર બેઠો હતો.અને એની બાજુ માં જ એના સસરા બેઠા હતા.એ પલંગ ની સામે જ બીજા પલંગ ઉપર એના સાસુ.સાસુ માના ખોળામાં સુલભા. અને એમની બાજુમા શોભા.અને ઝરણા બેઠા હતા.

સાગર આજે અહીં બે કડીઓ મૂકતો જવાનો હતો.એક કડી ઝરણા જે એની ઝીંદગી સાથે જોડાયેલી હતી.અને બીજી હતી સરિતા.જે એના હૃદય સાથે જોડાયેલી હતી.અને અત્યારે એની પહેલી કડી ઝરણા એને થોડી સૂચનાઓ આપી રહી હતી.

"જુઓ સાચવીને જજો.અને શરીરનું ધ્યાન રાખજો.દુકાનમાં બજારનું અચ્ચર કચ્ચર મંગાવીને ખાશો નહીં."

"તો શું ખાવુ?"

સાગરે મજાકીયા સ્વરે પ્રશ્ન કર્યો.

"સવારે દુકાને જાવ ત્યારે ટિફિન લઈને જજો."

"અચ્છા બીજુ કાંઈ?"

"સાંજે વહેલાસર ઘરે પહોંચી જજો."

"કેમ તું તો અહીંયા છો પછી વહેલાસર ઘરે જઈને હું શું કરું?"

પોતાના સાસુ સસરાને હાજરી પળવાર માટે સાગર ભૂલી બેઠો.અને આવો શરારત ભર્યો પ્રશ્ન એણે ઝરણાને કરી નાખ્યો.અને ઝરણા શરમાઈ ગઈ.અને સાથોસાથ સાગરને પણ સાસુ સસરાની હાજરી નુ ભાન થતાં એ પણ ભોઠો પડ્યો.

ઝરણાં એ પોતાની સૂચના ઓની યાદી આગળ ચલાવી.

"આતો માં.અને પપ્પા ફિકર ન કરે એ માટે તમને વહેલાસર ઘરે પહોંચી જવાનું કહું છું."

"અચ્છા બાબા.બીજું કાંઈ?"

"ઘરે પોહંચી ને તરત જ કાગળ લખી નાખજો."

"અને તારો ક્યારનો વિચાર છે આવવાનો?"

ઝરણાની આંખોમાં પોતાની આંખો પરોવતા સાગરે પૂછ્યું.

"તમે જ્યારે લખશો આવી જા.હું આવી જઈશ."

ઝરણાએ બોલવાનું પૂરું કર્યું.ત્યારે એજ વખતે રસોડાના દરવાજા માંથી સરિતાએ ચા ના બે કપ લઈને પ્રવેશ કર્યો.એક કપ એણે પોતાનાં પપ્પાને આપ્યો.બીજા કપની રકાબી નીચે એણે સાગરનો હાથ રૂમાલ ઘડી કરીને રાખ્યો હતો.એ કપ એણે સાગરના.યાને પોતાના પ્રિયતમની તરફ લંબાવ્યો. સાગરે સરિતાની આંખોમાં પોતાનુ પ્રતિબિંબ જોતા.ચાનો કપ સરિતાના હાથમાથી પોતાના હાથમાં લઈ લીધો. સરિતાએ ચુપ ચાપ સાગરની સુટકેસ ખોલીને સાગર નો રૂમાલ સુટકેસ માં મૂકી દીધો.અને રૂમાલની સાથે સાથ એણે એ ચિઠ્ઠી પણ એણે મૂકી દીધી. અને પોતાના હાથે જ સરિતાએ સુટકેસ બંધ કરી દીધી.પણ સાગરે ચોર નજરે એને ચિઠ્ઠી રાખતા જોઈ લીધી હતી.ચા ના ખાલી થયેલા કપ રકાબી ઉપાડી ને એ રસોડા માં ચાલી ગઈ.અને સાગર પોતાની પ્રિયતમા ની પીઠને તાકતો રહયો.

પલંગ ઉપરથી ઉઠતા સાગર બોલ્યો.

"ચાલો મામા જઈશુ?"

સાગરને ઉઠતા જોઈને નાની માલતી સાગરના બંને પગે બાઝી પડતા કાલી ઘેલી ભાષામાં ટહુકી.

"પપ્પા.પપ્પા.માલે પન આવવું ચે."

"તું તારી મમ્મી સાથે આવજે હં."

પોતાના બંને હાથે માલતીને ઉપાડીને એના ગાલો ઉપર ચુંબન કરતા સાગરે કહ્યુ.પછી ઝરણાની ગોદમાં એને બેસાડતા ઝરણાની આંખોમાં છેલ્લી વાર એણે ડોક્યુ કર્યું.

"જાવ છું ઝરણા.તુ તારી તબિયતનું ધ્યાન રાખજે.દવા બરાબર લેતી રહેજે. અને પંદરેક દિવસ પછી તબિયતમાં સુધારો જણાય.તો આવી જજે."

"હા પણ તમે જઈને કાગળ લખવાનું ભૂલતા નહીં."

"ના નહીં ભૂલું."

જતા પહેલા પોતાની સાસુના સાગરે ચરણસ્પર્શ કર્યા.

" સુખી રહો.અને સાચવીને જાવ."

મમ્મીની બાજુમા જ ઉભેલી નટખટ શોભાએ પોતાના પગ તરફ ઈશારો કરતા કહ્યુ.

"ચાલો જીજુ.મારા પણ આશિષ લઈ લ્યો."

સાગરે મુસ્કુરાઈ ને શોભા તરફ હાથ જોડતાં કહ્યુ.

"હવે કમર દુઃખવા લાગી છે.માટે હુ ઝુકી નહી શકુ.પણ હાથ જોડુ છુ તમારા થી... સોરી.અહી મળ્યા ઉપર ન મળતા"

બનેવી ના બોલ સાંભળી ને શોભાએ જીભ દેખાડી.અને હાથની મુઠ્ઠીઓ વાળીને પોતાના પ્રત્યાઘાત આપ્યા. રસોડાના દરવાજો પક્ડીને ઉભેલી સરિતા લાચાર દ્રષ્ટિથી.પોતાના હૃદયની ધડકનો ને.પોતાનાથી દૂર થતાં જોઈ રહી હતી.સાગરે જતા પહેલા પોતાની માશુકા ની પણ ઈઝાજત લીધી.

"જાઉં છું સરિતા."

"ન જાવ સાગર.પ્લીઝ.મને આમ તડપતી મૂકીને ન જાઓ."

સરિતાના હોઠ સુધી આવીને આ શબ્દો અટકી ગયા.અને ખામોશ રહીને પોતાના ઉદાસ હોઠો પર સ્મિત લાવવાની પરાણે કોશિષ એણે કરી.અને ઝરણા અદેખાઈ થી સાગર અને સરિતા નું એ પંદર સેકન્ડ નું મિલન જોઈ રહી.

"ચાલો સાગર.રિક્ષા આવી ગઈ."

સાગર ના સસરાએ સાગરને કહ્યું.અને સાગર રીક્ષામાં બેસવા આગળ વધ્યો. સરિતાને દોડીને સાગરના પગ પકડી લેવાની ઈચ્છા થઈ આવી.સરિતા નું હૃદય મનોમન ચીખી રહ્યું હતુ.

"ન જાવ સાગર.મને મૂકીને ન જાવ.હું તમારા વિના નહીં જીવી શકુ.મને.મને પણ તમારી સાથે લઈ જાવ સાગર.મને આમ તરફડતી મૂકીને ન જાઓ સાગર. ન જાવ."

સરિતા સાવ ભાંગી પડી હતી.બહેન અને મમ્મીની હાજરીમાં પોતે મોકળા મને રડી પણ નહીં શકે.એમ સરિતાને લાગ્યું.અને પોતાના ભરાય આવેલા હૃદયને હળવુ કરવા સરિતા બાથરૂમમાં દોડી ગઈ.બાથરૂમનો દરવાજો બંધ કરી અને એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.