પ્રિત કરી પછતાય - 8 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત કરી પછતાય - 8

પ્રિત કરી પછતાય*

8

............ઘડિયાળ ના કાંટા એક ધારા ટક ટક ટક કરતા હવે થાક્યા હોય એમ હવે એ ચીખી ઉઠ્યા,

ટન.ટન.ટન.ટન.ટન.ટન.ટન.ટન.ટન.ટન ટન.ટન.ટન.અને રાત્રીનું શાંત વાતાવરણ ખળભળી ઉઠ્યુ.પાન મસાલાના ડબા ઉપર લેબલ ચિપકાવતા અશ્વિનના હાથ થંભી ગયા.દિવાલ ઘડિયાળે વગાડેલા બારના ટોકારા ઉપર વિશ્વાસ ન આવ્યો હોય એમ.અશ્વિને પોતાની કાંડા ઘડિયાળમાં જોયું તો એણે પણ એમ જ કહ્યુ.કે ભાઈ ભરોસો રાખ અમારી ઉપર.અમે તારાથી જૂઠું નહીં બોલીએ.જા જઈને સુઈ જા બાર વાગી ગયા છે.

છ કલાકથી એકધારો લેબલ ચીપકાવી ને અશ્વિન પણ હવે કંટાળ્યો હતો.આંખો માં ઊંઘ ઘેરાઈ રહી હતી. એટલે ઘરે જઈને ઘોરાઈ જવાની ઈચ્છા એને થઈ. અસ્તવ્યસ્ત પડેલા સામાનને એણે એક ખૂણા મા હડસેલ્યો.સાઈઠ વોલ્ટ નો બલ્બ જે પીળી રોશની પાથરી રહ્યો હતો.એને ઠારીને.ઘરે જવા જેવો એણે પગ ઉપાડ્યો.ત્યાં એના કાને ધીમો પણ મધુરો અવાજ સંભળાયો.

"અશ્વિન."

અશ્વિન ચોંકીને પલટ્યો.તો પોતાના રૂમનો દરવાજો થોડોક ઉઘાડીને ઉષા એમાંથી ડોકાઈ રહી હતી.અશ્વિન ઉષા ના મકાનની બાહર ની ઓસરી વાપરતો હતો.અને બદલામાં એનુ માસિક ભાડુ ઉષા ને આપતો હતો.

અત્યારે ઉષાને પોતાનું શું કામ પડ્યુ તે અશ્વિનને ન સમજાયુ.આથી એણે પોતાની જગ્યાએ ઉભા ઉભા જ પૂછ્યુ.

"શુ છે?"

"જરા અંદર આવને થોડુ ક કામ છે." દરવાજામાંથી ખસીને અશ્વિનને અંદર આવવાનો રસ્તો કરી આપતા એ બોલી. મારુ અત્યારે શું કામ હશે? આ પ્રશ્ન અશ્વિન ના મગજ મા ઘુમરાયો.પણ એણે સપને પણ નહીં ધાર્યું હોય કે જુવાન દેખાવાનો દેખાડો કરતી આ આધેડ બાઈ.પોતાને ફાસવા કરોળિયા ની જેમ જાળા ગુંથી રહી છે. અશ્વિન રૂમની અંદર પ્રવેશી ને ઉભો રહ્યો.તો તેની સામે સ્મિત કરતા ઉષા બોલી.

"ઉભો છે કેમ? બેસને."

આટલુ બોલતા બોલતા એણે દરવાજો બંધ કરી નાખ્યો.અશ્વિનનુ હૃદય થડકી ઉઠ્યુ આ બાઈએ શુ ધાર્યું છે એ હજી એને સમજાયું નહી.એ વિસ્ફારિત નજરે ઉષાને દરવાજો બંધ કરતા જોઈ રહ્યો.એક ખૂણામાં સૂતેલા પોતાના બંને બાળકો ઉપર એણે ચાદર ઓઢાડી દીધી બંને બાળકોમાં એક આઠ વર્ષની નીલુ અને છ વર્ષનો ચંદુ હતો.

ઉષા અશ્વિનને આજે રહસ્યમયી સ્ત્રી લાગતી હતી.એના રંગ ઢંગ રોજ કરતા આજે કંઈક બદલાયેલા લાગતા હતા.ઉષા અશ્વિનની બાજુમાં આવીને બેઠી ત્યારે અશ્વિને ધ્રુજતા સ્વરે પૂછ્યુ.

"શુ કામ છે?"

પણ અશ્વિન ના પ્રશ્નોનો ઉત્તર દેવાની ઉતાવળ ઉષાને ન હતી.એણે પહેલા બગાસુ ખાઈને સુસ્તી ઉડાડી.અને પછી અંગડાઈ લઈને આળસ ખંખેરી.પછી વાંકા વળીને પલંગ નીચેથી બીયરની બાટલી અને કાચના બે ગ્લાસ કાઢ્યા. અને ટેબલ ઉપર મૂક્યા.ધડકતા હૃદયે અશ્વિન ઉષા ની આ તમામ ક્રિયાઓને ચુપચાપ જોતો જ રહ્યો.

"આજે હું બિયર લાવી હતી.પણ એકલા પીતા કંટાળો આવતો હતો. એટલે થયુ કે તને બોલાવીને તારી કંપનીમા.તારી સાથે પીવ."

"આતે કંઈ બિયર પીવાનો ટાઈમ છે?" અશ્વિન મનોમન જ બબડ્યો.પછી બોલ્યો.

"પણ મેં તો ક્યારેય બિયર પીધો જ નથી."

ઉષાએ અશ્વિન ના શબ્દો ઉપર ધ્યાન આપ્યા વગર જ બે ગ્લાસ મા બીયર ઠાલવ્યો અને એક ગ્લાસ અશ્વિન તરફ લંબાવ્યો.અશ્વિન બાઘા ની જેમ ઉષાના લંબાયેલા હાથને જોઈ રહ્યો.

"જોવે છે શું? લે.લઈ લે અને પાણી સમજીને ગટગટાવી જા."

જાણે ઉષાથી વશીભૂત થઈ ગયો હતો અશ્વિન.એ ના ન પાડી શક્યો ઉષાને. હિંમત ભેગી કરીને અશ્વિને ઉષાના હાથમા થી ગ્લાસ લેવા પોતાનો હાથ લંબાવ્યો.કે તરત જ ઉષાએ પોતાનો હાથ પાછો ખેંચી લીધો.અને પૂછયુ.

"ખરેખર તે ક્યારેય બીયર નથી પીધો?"

જવાબમાં અશ્વિને ડોકુ ધુણાવીને કહ્યુ.

"નહી."

અને લાગ જોઈને ઉષાએ સોગઠી મારી.

"તો પછી રહેવા દે.બિયર પીવો તે તારુ કામ નહી.ભારે પડશે."

એક સ્ત્રી ઉઠીને પોતાનુ પાણી માપે.આ અશ્વિન થી સહેવાયુ નહી.એણે ઉષાના હાથમાંથી ગ્લાસ લઈ લીધો.

"એમા ભારે શુ પડવાનુ?"

અને એકીશ્વાસે એણે બીયર પોતાના ગળા નીચે ઉતારી દીધી.ધગધગતુ શીશુ જાણે આખા શરીરમાં પ્રસરી ગયું હોય એવી જલન એના તનબદનમા થઈ. એણે બંને હાથે પોતાના લમણા દબાવ્યા.અને અશ્વિનની કમજોર નસ જાણે પોતાના હાથમાં આવી ગઈ હોય એમ ઉષાએ એને ફરી પડકાર્યો.

"બસ એક જ ગ્લાસમાં ફિનિશ?"

ફરિવાર ઉષાએ પોતાને ઉતારી પાડવાની કોશિષ કરી છે એવું અશ્વિનને લાગ્યુ. આ નારી આગળ તો કોઈપણ હિસાબે નમતુ નથી જોખવુ.એવી લાગણીના આવેશમાં બીજો ગ્લાસ પણ એણે મોઢે માંડ્યો.પણ આ વખતે ધીમા ધીમા ઘૂંટડા એ ભરતો હતો.અને સાવચેતીથી બીયર પેટમા ઠાલવતો હતો.પણ બિયર એના પેટમાં ઉતરવાને બદલે એના મગજ માં ચડવા લાગી હતી.એના રોમે રોમ મા આ પહેલા ક્યારેય ના અનુભવી હોય એવી ઝણઝણાટી થવા લાગી. શિકાર શીશામાં બરોબર ઉતરી ચૂક્યો છે.એવી ખાતરી જ્યારે ઉષાને થઈ. ત્યારે એ પોતાની ચાલ ચાલવા લાગી.

"તુ નંદાને પાછી કેમ લાવતો નથી?"

અને પત્નીનું નામ જાણે વીંછીના ડંખ કરતા પણ વધુ ખતરનાક હોય એમ એણે રાડ પાડી.

"એનું નામ મારી પાસે ન લ્યો.એના નામથી પણ મને નફરત છે."

"તો પછી તું એને પરણ્યો તો શા માટે?"

અશ્વિનને ઉશ્કેરવા ઉષાએ એની ઉલટ તપાસ આદરી.જવાબમાં અશ્વિને ઠંડો નિઃસાસો નાખ્યો.

"માનવ માત્ર ભૂલને પાત્ર.દરેક માણસ દુનિયામાં આવીને કાંઈક ને કાંઈક ભૂલ તો કરે જ છે.મારાથી પણ થઈ ગઈ."

"પણ એ છોકરીની જિંદગી બરબાદ થઈ ગઈ એનું શુ?"

ઉષાએ ઉપર છલ્લી નંદા માટે હમદર્દી દેખાડી.

"તેથી મારે શુ?"

લાપરવાહીથી ખંભા ઉછાળતા અશ્વિન બોલ્યો.પછી બીયરના બે ત્રણ ઘુટડા એકી સાથે ગળાની નીચે એણે ઉતાર્યા. હવે ઉષાએ અશ્વિન ના ચહેરાને ધ્યાન થી જોયો.પોતાની ભૂખ ભાંગી શકે એવો યુવાન એ ઉષાને લાગ્યો.અશ્વિન નો ઝગારા મારતો સુંદર ચહેરો.બિયરના નશાથી નશીલી લાગતી આંખો.મજબૂત અને પહોળી છાતી.અને રાતનું ભાન ભુલાવી દે એવુ મદહોશ વાતાવરણ. અને પાછુ આ મદમસ્ત એકાંત.ઉષાની આધેડ ઉંમર મા વાસનાની ચિંગારી સળગવા લાગી.આજની રાત તો આ અશ્વિનની આગોશ મા જ ગાળવી છે.એવુ ઉષાએ નક્કી કરી લીધુ.