ધારપુર મેડિકલ કોલેજ..પાટણ (ગુજરાત) वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધારપુર મેડિકલ કોલેજ..પાટણ (ગુજરાત)

ધારપુર મેડિકલ કોલેજ....પાટણ.
🌹
મારા દીકરાને ગંભીર અકસ્માત થયો છે. હું ખાનગી હોસ્પિટલમાં રાતના ૩ વાગે લઈને આવ્યો છું.મારી જોડે બીજું કોઈ નથી,છોકરો સિરિયસ છે,બોલતો નથી, અકસ્માત વાળા અંગોમાંથી લોહી વહી રહ્યું છે,હોસ્પીટલના ખાટલે સુવડાવ્યો છે, તમારા મારા જેવા પાસેથી પાંચ પાંચસો માંગીને કોઈએ કીધું તે મુજબ આ હોસ્પિટલમાં મયંકને લાવ્યો છું.ડોક્ટર તો માઁ કાર્ડ માંગે છે, મારી પાસે નથી અને ના હોય તો પુરા બે લાખ ડિપોઝીટ મુકવાનું કહે છે.મારું મગજ કામ કરતું નથી,મને પણ ચક્કર આવે છે.શું કરું? ઘરે પત્નીને કહેવા રહ્યો નથી.અકસ્માતના જેવા સમાચાર મળ્યા એવો દુકાન બંધ કરી છોકરા પાસે જે સાધન મળે તે દ્વારા ગાંધીધામ પહોંચીને ખાનગી વાહન મારફતે હાલ પાટણ એક ખાનગી હોસ્પિટલમાં લાવ્યો છું.
એકી શ્વાસે તે પણ સરસ મજાની પ્રભાતની ઊંઘ હોય ત્યારે કોઈનો મોબાઈલ કોલ આવે તો તમેં પોતે જ બેભાન થઇ જાઓ.તેમ મને ઝટકો લાગ્યો.શું કરવું તે મને પણ ચેન ન પડ્યું.પથારીમાંથી ઉભો થઈને શર્ટના ખિસ્સામાં મહિનાની આખર તારીખના પાંચસો રૂપિયાની બબ્બે નોટ માત્ર બચી હતી.જેમ તેમ કરી સવારનું બ્રશ મોઢું ન્હાવાનું પતાવી હું તેણે બતાવેલા દવાખાને પહોંચ્યો.
મયંક! ઓ મયંક...!! એ સૂતો હતો.સૂતો સૂતો ...વેદનાથી કણસતો હતો.લોહીવાળા કપડાં કાળા મસ ભાસતા હતાં.ખભે કાયમ રાખતો એ મેલિયું (ગામડામાં ખેસીયાને મેલિયું કહે છે) હાથે પગે અને કમરમાં મેલિયાના ચીરા કરી પાટા વિંટાળેલા હતા.
મેં મારાં ચશ્માં ઉતારીને નજીક નજર ઘુમાવી તેવે વખતે મારો મિત્ર અને મયંકના પપ્પા એવા પાછળ છાનામાના આવી મને બાથ ભીડી રડવા લાગયા.....!!
મેં કીધું આ ઘર નથી હોસ્પિટલ છે.થોડી ધીરજ રાખ,હિંમત રાખ ભગવાનની મરજી હશે અને તમારાં પુણ્ય હશે તો ફરી પાંગરશે.એમ કહી શાંત્વના આપી બને અમે એક બાંકડે બેઠા.
એણે એ જ બાંકડે રાત રોઈને વિતાવી હતી.આજુબાજુ કોઈ જ ન્હોતું.હોસ્પીટલના રૂમ અંદર ગ્લુકોઝના બાટલા અને ધબકારા,બ્લડ પ્રેશરના મશીનોના અવાજમાં મને ભૂત જેવી લાગતી હોસ્પિટલ જોઈને ઘડીભર મારું પણ હ્રદય બંધ પડી જશે કે કેમ તે અનુભવવા લાગ્યો.
મિત્ર એ વાત કરી...ભાઈ! શું વાત કરું... જેમ તેમ કરી આ મોંઘવારીમાં એક નાનકડી દુકાનમાં ગુજારો થતો હતો.પ્રસંગોમાં બાપાએ ખેતર વેચી બેન ભાઈ મને ભણાવ્યા પરણાવ્યા.હવે મારી પાસે કંઈ નથી ઘરેણાં પણ આ હોસ્પિટલમાં મારી પત્ની બીમાર હતી તેમાં પુરા ચાર લાખ ખર્ચી નાખ્યા.હવે તે સારી તો થઇ પરંતુ તેનું શરીર સ્થૂળ છે એટલે ઘણુંખરું ઘરનું કામ મારે કરવું પડે છે.આ દીકરો માંડ નોકરીએ લાગે તેમ એને કમાવા લડીને હમણાં જ ગાંધીધામ મોકલ્યો હતો.ઘરમાં બીજી કોઈ આવક નથી.કોની પાસેથી ઉછીના લેવા અને લીધેલા હોય ત્યાં દેવાતા નથી એટલે એ લોકો મારી સાથે વ્યવહાર નથી રાખતાં.છોકરાને અકસિડેન્ટ થયો એજ હાલતમાં આટલે આવ્યો છું.મારે તમને કોલ ન્હોતો કરવો સવારે પણ ખૂબ મૂંઝવણમાં કર્યો છે મેં કોલ!તમારી મીઠી ઊંઘ બગડી તે બદલ માફી ચાહું છું.પણ તમેં પાટણમાં અનુભવી છો તો શું કરું તે સલાહ આપો.ખર્ચ મારો રામ પૂરું કરશે....!!!
આટલું બોલી એ ચૂપ થઇ ગયો.દર્દીની સારવારમાં બાટલો ચાલુ હતો.સવારની મેં ચા પીધી નથી તો ચાલ ભાઈ પેલી લારીએ ચા પી લઈએ અને પછી હું કહું તેમ કરીએ.
એમ સમજી અમે બેઉ ચા પીતાં પીતાં મેં એને વાત કરી...જો ભાઈ! હિંમત ના હાર!હાલ મોંઘવારી બરોજગારીમાં કોઈની પાસે રૂપિયા ના હોય...! પણ આપણે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં આ છોકરાને લઇ જઈએ.ત્યાં કોરોના કાળ પછી ઘણી સારી સુવિધા કરી છે.સરકાર પણ પૂરતું ધ્યાન આપે છે.ઘણાં નવાં મેડિકલ સાધનો જે રિપોર્ટ કરશે.અને આ બધીજ સગવડો એકદમ મફતમાં છે.મયંકને ઓછામાં ઓછું પંદર દિવસ રોકાવું પડે તેવું મને લાગે છે.
મિત્ર એ નીચે મુખ રાખી ઢીલો હોંકારો ભણ્યો... સરકારી... છે....!!!
મેં ફરી એને કીધું કે તારી પાસે રૂપિયા નથી,મા કાર્ડ નથી તો આટલો મોંઘો ખર્ચ કોણ આપશે? માટે વિચાર ન કર...એમ બન્ને અમે પાછા હોસ્પિટલના પગથિયે ચડીને મયંક પાસે બેસીને હાજર કર્મચારીને કીધું કે સાહેબ! મયંકને અમે ધારપુર મેડિકલ હોસ્પિટલમા લઇ જઇયે છીએ...
ડોકટરે તરતજ કીધું... સારું!
રીક્ષામા બેસાડીને મયંકને ધારપુરની મેડિકલ કોલેજ એન્ડ ટ્રેનિંગ કોલેજના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યો.
તાત્કાલિક કેશ નોંધી ફરજ પરની નર્સ બહેનોએ સારવાર ચાલુ કરી.મયંકના બધાજ રિપોર્ટ કર્યાં.શરીરમાં છાતીના ભાગે ત્રણ પાંસળીઓ તૂટી ગઈ હતી અને જમણા હાથનો ખભેથી સાવ સાંધો છૂટો ઝુલતો હતો.માથાના ભાગે નાની મોટી ઈજાઓ થઇ હતી.ડોકટરે કઈ રીતે એક્સીડેન્ટ થયો તેની માહિતી મેળવી.સારવાર અર્થે વોર્ડમાં સ્ટ્રેચર દ્વારા લઇ ગયા.ત્યારે બપોરના બે વાગ્યા હતા.ભૂખ પણ લાગી હતી,રોડ પર જવુ હતું પરંતુ એકલાથી કેમ જવાય!! મયંકની પદ્ધતિસર સારવાર ચાલુ થઇ અને મિત્રની પત્ની અવ્યાં થોડો હાશકારો થયો.એટલે એમને દર્દી પાસે બેસાડી અમે બેઉ મિત્રો નાસ્તો કરવા હોટલમાં ગયા.
મિત્રની આંખમાં આંસુ હતાં....એ લુચ્છતો કહેતો હતો.કેટલા રૂપિયા ખર્ચ થશે હે સાહેબ!
મે કીધુ હવે એને અહીં દસ પંદર દિવસ રાખશે એટલે તમામ સારી સાચી અને જલ્દી રિકવર થાય તેવી દવા આપશે. એક રૂપિયો પણ નહીં લે અને હા અહીંથી જ મા કાર્ડ પણ કાઢી આપશે.સાથે સવારે દરરોજ નાસ્તો,ચા અને બપોરે સાંજે ભોજન પણ હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી મફત છે.તને હજુ આ હોસ્પીટલનું જમવાનું ના ભાવે તો સામે હાઇવે પર ઘણી નાની મોટી હોટલ ધાબા લારીઓમાં ભોજન જમાડે છે.જમી લેજે.
દરમ્યાન અમે પાછા દર્દીને ખાટલે આવી મેં મિત્ર પાસે રજા લીધી કે હું સવારનો આવ્યો છું...હું હવે જાઉં.એણે મૂંગે મોઢે માથું હલાવ્યું........મને દરવાજા સુધી મુકવા આવ્યો....... અસ્તુ.
. - સવદાનજી મકવાણા(વાત્ત્સલ્ય)