ઓમ શાંતિ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓમ શાંતિ

ઓમ શાંતિ

સર્વે ભવંતુ સુખીન:સર્વે સન્તુ નિરામયા,સર્વે ભદ્રાનીપશ્યન્તુ, મા કશ્ચિદદુખ ભાગભવેત ઓમ શાંતિ: શાંતિ:શાંતિ:

વેદોના આ શાંતિમંત્રને યાદ કરાવતો હોય એવો દિવસ એટલે દર વર્ષે 21 સપ્ટેમ્બરના દિવસે ઉજવાતો વિશ્વ શાંતિ દિવસ. આ દિવસ મનાવવાનો ખાસ હેતુ એ જ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર તમામ દેશ અને નાગરિકો વચ્ચે શાંતિ વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિ જાળવવા માટેના પ્રયત્નો કરવામાં આવે. આ દિવસ મારફતે વિશ્વભરના દેશો અને નાગરિકો વચ્ચે શાંતિ સંદેશનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે. સફેદ કબૂતરને શાંતિના દૂત માનવામાં આવે છે. એટલા માટે વિશ્વ શાંતિ દિવસના અવસરે સફેદ કબૂતરોને ઉડાડીને શાંતિ સંદેશો આપવામાં આવે છે.

આ વર્ષના વિશ્વ શાંતિ દિવસની થીમ છે : એક્શન ફોર પીસ – વૈશ્વિક ધ્યેય માટે અમારી મહત્વાકાંક્ષા. તે એક્શન માટે કૉલ છે જે શાંતિ જાળવવાની અમારી વ્યક્તિગત અને સામૂહિક જવાબદારીને ઓળખે છે.

         યુનાઈટેડ નેશન્સ અનુસાર, વિશ્વ શાંતિનો અર્થ ફક્ત હિંસા ન થાય તે પૂરતો મર્યાદિત નથી, પરંતુ એવા સમાજની રચના કરવાનો છે, જ્યાં દરેક વ્યક્તિ અનુભવે કે તે આગળ વધી શકે છે અને વિકાસ કરી શકે છે. આ દિવસે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી (UNGA) રાષ્ટ્રો અને લોકો વચ્ચે અહિંસા, શાંતિ અને યુદ્ધવિરામના આદર્શોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. 
       
        

શાંતિ જાળવી રાખવા માટે મનાવવામાં આવે છે આ દિવસ ઉજવાય છે.વિશ્વના તમામ દેશ અને લોકો વચ્ચે શાંતિ જળવાઇ રહે તેના માટે સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 1981માં વિશ્વ શાંતિ દિવસ મનાવવાનું જાહેર કર્યુ હતું. આ જ કારણ છે કે પ્રથમ વખત વર્ષ 1982માં વિશ્વ શાંતિ દિવસ મનાવવામાં આવ્યો હતો. વર્ષ 1982થી લઇને વર્ષ 2001 સુધી સપ્ટેમ્બર મહિનાનો ત્રીજો મંગળવાર વિશ્વ શાંતિ દિવસ તરીકે મનાવવામાં આવતો હતો. પરંતુ વર્ષ 2002થી 21 સપ્ટેમ્બરના રોજ વિશ્વ શાંતિ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી. વર્ષ 2001માં 21 સપ્ટેમ્બરને વિશ્વ શાંતિ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા, તે સપ્ટેમ્બરના ત્રીજા મંગળવારે વાર્ષિક સામાન્ય સભાના ઉદ્ઘાટન સત્રની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની યાદમાં, ન્યુયોર્ક સિટીમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યુએન પીસ બેલ વગાડવામાં આવે છે. જાપાનના સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જૂન 1954માં પીસ બેલનું દાન કરવામાં આવ્યું હતું. બેલ ટાવર હનામિડોની તર્જ પર બાંધવામાં આવ્યું હતું જે ગૌતમ બુદ્ધનો જન્મ જ્યાં થયો હતો તેનું પ્રતીક છે. આ દિવસે ખાસ ઘંટડી વગાડવાની પ્રથા છે. ઇન્ટરનેશનલ પીસ ડે એટલે કે વિશ્વ શાંતિ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય, ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિની ઘંટડી વગાડીને કરવામાં આવે છે. આ ઘંટડીની એક બાજુ લખ્યું છે કે વિશ્વમાં શાંતિ હંમેશા જળવાઇ રહે. આ ઘંટડી આફ્રીકા સિવાય તમામ મહાદ્વીપના બાળકો દ્વારા દાનમાં આપવામાં આવેલા સિક્કાઓમાંથી બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ઘંટડી જાપાનના યૂનાઇટેડ નેશનલ એસોસિયેશને ભેટમાં આપી હતી.

ઉપરાંત, આ દિવસે સફેદ કબૂતરને ઉડાડીને શાંતિ સંદેશો આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે `બાઇબલ`ના એક પ્રસંગમાં, કબૂતરો ભયંકર પૂર સમયે માનવોને મદદ કરતાં દેખાયા હતા. એવું પણ કહેવાય છે કે પ્રખ્યાત સ્પેનિશ કલાકાર `પાબ્લો પિકાસો` દ્વારા તેમના ચિત્રોમાં કબૂતરોનો ઉપયોગ શાંતિના સંદેશવાહક તરીકે તેમની લોકપ્રિયતા વધારવામાં ઘણો ફાળો આપે છે. યુદ્ધની દુર્ઘટના દર્શાવતી તેમની પ્રખ્યાત ગ્યુર્નિકા પેઇન્ટિંગમાં, કબૂતરોને ઘાયલ ઘોડાઓ અને પશુઓને સાજા કરતા દર્શાવવામાં આવ્યા છે. વધુમાં 1949માં પિકાસોએ પેરિસમાં યોજાયેલી વર્લ્ડ પીસ કૉંગ્રેસ માટેના પોસ્ટરમાં સફેદ કબૂતર દોર્યું હતું.વિશ્વના દરેક દેશમાં ઠેર-ઠેર સફેદ કબૂતરોને ઉડાડીને શાંતિનો સંદેશો આપવામાં આવે છે. આ કબૂતર શાંતિનું પ્રતીક છે જે 'પંચશીલના સિદ્ધાંત'ને વિશ્વભરમાં ફેલાવે છે. સફેદ કબૂતર ઉડાડવાની આ પરંપરા પ્રાચીનકાળથી ચાલતી આવી છે. કબૂતરને શાંત સ્વભાવનું પક્ષી માનવામાં આવે છે. આ જ કારણથી તેને શાંતિ અને સદ્દભાવનું પ્રતીક માનવામાં આવે છે.

વિશ્વ શાંતિ માટે ભારતનો મંત્ર પંચશીલ કહેવાય છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ વિશ્વમાં શાંતિ જળવાઇ રહે તે માટે 5 મૂળ મંત્ર આપ્યા હતા. જે 'પંચશીલના સિદ્ધાંત' તરીકે પણ ઓળખાય છે. જેના અનુસાર વિશ્વમાં શાંતિની સ્થાપના માટે એકબીજાની પ્રાદેશિક અખંડતા જાળવી રાખવા અને સન્માન કરવાની વાત કહેવામાં આવી હતી.

ચાલો આજના દિવસે અને કાયમ ખાસ આ મંત્ર બોલીએ અને જીવનમાં શાંતિ અપનાવીએ:

સર્વ શાંતિ:શાન્તિરેવ શાંતિ:સા મા શાન્તીરેવિ||ઓમમ શાંતિ:શાંતિ:શાંતિ:||